મંગળવાર, 15 ઑક્ટોબર, 2019

Where are you going?

.     *તૂ ક્યાં જાય છે...???*
      """""""""""""""""""""""""""""
ગજલ ને ધ્યાન થી વાંચશો...

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય  

ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે .

દિવાળી   હોય   કે   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય  છે

આ   બધુ   તો   ઠીક   હતું  
પણ   હદ   તો   ત્યાં   થાય   છે .

લગ્નની   મળે   કંકોત્રી ત્યાં
સીમંતમાં   માંડ   જવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

*પાંચ   આંકડા   ના   પગાર   છે ,

પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે ❓

પત્નીનો   ફૉન ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે ❓

ફોનબુક   ભરી   છે   મિત્રોથી   પણ   કોઈનાયં   ઘરે   ક્યાં   જવાય   છે ❓

હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

કોઈ   ને   ખબર   નથી  
આ   રસ્તો ક્યાં   જાય   છે ❓

થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .

કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,

તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ❓

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,

આવનારી   પેઢી   પૂછશે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ❓

ઍક   વાર   તો   દિલને સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .

ચાલો   જલ્દી   નિર્ણય   લઇએ
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

ટિપ્પણીઓ નથી: