શનિવાર, 5 માર્ચ, 2022

You give what you have

*History has it that when the ancient Chinese decided to live in peace, they made the Great Wall of China; they thought no one could climb it due to its height.* During the first 100 years of its existence, the Chinese were invaded thrice and every time, the hordes of enemy infantry had no need of penetrating or climbing over the wall, because each time, they bribed the guards and came through the doors.The Chinese built the wall, but forgot the character-building of the wall-guards. Though the Great Wall has over the years become a powerful symbol of the country’s enduring strength and spirit, but it has actually been a good reminder to the Chinese of the superiority of human character.The Chinese realised much later that the best defence against the enemy is not a fortified wall, but a fortified character. Thus, the building of human character comes before building of anything else.William Shakespeare captured it succinctly when he said: *“The fault is not in our stars, but in ourselves* .”Peter Schutz, the former chief executive officer of Porsche said: “ *HIRE CHARACTER; TRAIN SKILLS* .”                        Lastly, back in the days when Germany was divided, a huge wall separated East and West Berlin. One day, some people in East Berlin took a truck load of garbage and dumped it on the West Berlin side.The people of West Berlin could have done the same thing, but they didn't. Instead they took a truck load of canned goods, bread, milk and other provisions, and neatly stacked it on the East Berlin side.On top of this stack they placed the sign: *“EACH GIVES WHAT HE HAS"*How very true! You can only give what you have.What do you have inside of you? Is it *hate* or *love* ?  *Violence* or *peace* ?  *Death* or *life* ? *Capacity to build* or *capacity to destroy* ?What have you acquired over the years? *Team spirit* or *pull down* architecture ?*"EACH GIVES WHAT HE HAS”*

શુક્રવાર, 4 માર્ચ, 2022

Ukrain Russia war

યુક્રેન-રશિયા વોર સમજો.અમેરિકાની મુસદ્દીગીરી, યુક્રેનની બેવકૂફી અને રશિયાની મજબૂરી એટલે આજનું યુક્રેન-રશિયા વોર.યુદ્ધ ક્યારેય એક દિવસમાં શરૂ નથી થતું. તેના માટે વર્ષો, દાયકાઓ અને ઘણીવાર તો સદીઓના એક પછી એક ઘટનાક્રમ જવાબદાર હોય છે.યુક્રેન-રશિયા વોર માટે પણ એવું જ છે. આમાં રશિયાનો દોષ ઓછો, રશિયાની મજબૂરી વધારે છે. રશિયા પાસે હાલ યુદ્ધ સિવાય કોઈ ઓપશન બચ્યો નથી. અથવા એમ કહો કે અમેરિકાએ બચવા દીધો નથી.મુદ્દો સમજીએ.અમેરિકા અને રશિયા વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલે છે. આ બન્ને દેશોના લીધે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. બન્ને દેશો એકબીજા સામે લડવા, પછાડવા અને એકબીજાથી આગળ રહેવા સતત પ્રયત્નો કરતા હોય છે.દ્વિતીય વિશ્વયુદ્ધ પછી NATO ની રચના થઈ. NATO નું ફુલફોર્મ છે North Atlantic Treaty Organization જેમાં 28 યુરોપિયન દેશો છે અને બે અમેરિકન દેશો છે. આમ, ટોટલ ૩૦ દેશો NATO ના સભ્ય છે. આ એક મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. જેનો ઉદ્દેશ્ય જર્મની, રશિયા જેવા દેશો ફરીવાર આક્રમણ કરે તો ભેગા મળીને લડવાનો છે. NATO ના નિયમ ૫ મુજબ, "NATO માં જોડાયેલ કોઈ એક દેશ પર હુમલો થાય તો તે બાકીના બધા દેશો પર હુમલો છે તેમ માનવામાં આવશે." વળી, સુરક્ષાના કારણોસર આ દેશોમાં NATO ની ડિફેન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. મતલબ, મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે તૈનાત કરવામાં આવે છે. જેથી કોઈપણ દેશ પર હુમલો થાય તો તરત જ NATO જવાબી કાર્યવાહી કરી શકે. NATO ના ઓઠા હેઠળ અમેરિકા આખા વિશ્વમાં સૈન્ય ગોઠવી રહ્યું છે.રશિયાનો એવો આરોપ છે કે અમેરિકા NATO ના બહાને પશ્ચિમ રશિયા તરફના દેશોને તેમાં જોડી રહ્યું છે અને ત્યાં મિલિટરી ડિફેન્સ સિસ્ટમ મૂકી રહ્યું છે. જે ૧૦૦% સાચુ છે.હવે, તમે જ વિચારો કે ભારતની આજુબાજુના દેશો શ્રીલંકા, બર્મા, ભૂટાન, નેપાળ, વિગેરેમાં ચાઈના NATO જેવું કોઈ ડિફેન્સ સંગઠન બનાવી મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે મૂકે તો ભારતને ડર લાગે કે નહીં?*યુક્રેન જ કેમ?*યુક્રેન એ રશિયાનો જ ભાગ હતો. ૧૯૯૧ માં રશિયાના ભાગલા પડ્યા અને યુક્રેન અલગ દેશ બન્યો. અલગ દેશ બન્યા પછી યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા હતા. એટલા સારા કે ૧૯૯૫ માં NPT સંધિ અનુસાર યુક્રેન પોતાના બધા ન્યુક્લિયર વેપન રશિયાને આપી દીધા હતા. મતલબ ૧૯૯૫ માં યુક્રેનને રશિયાથી કોઈ ખતરો લાગતો નોહતો. યુક્રેનમાં સૌથી વધુ બોલાતી ભાષા રશિયન છે અને સાંસ્કૃતિક રીતે પણ યુક્રેન રશિયાની નજીક છે. જે રીતે નેપાળ, ભૂટાન દેશો ભારત અને ચીન વચ્ચે આવેલ છે તે રીતે યુક્રેન દેશ યુરોપ અને રશિયા વચ્ચે આવેલ દેશ છે. વળી, યુરોપના ટોટલ ગેસ સપ્લાયમાંથી ૩૦% ગેસ સપ્લાય રશિયા કરે છે જેની પાઈપલાઈન યુક્રેનમાંથી જાય છે. એટલે જ ભૌગોલિક રીતે યુક્રેનનું મહત્વ વધી જાય છે. *ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં યુદ્ધ*આમાં, યુક્રેનએ કરી બેવકૂફી. ૨૦૧૪ સુધી યુક્રેનનું રશિયા તરફી વલણ હતું યુક્રેનની નવી સરકારે તે વલણ બદલીને યુરોપીય દેશો તરફનો ઝુકાવ વધાર્યો અને NATO ના સભ્ય બનવા વિચાર્યું. અમેરિકા પણ એક એક કરીને રશિયાની બોર્ડર પર આવેલા દેશોને NATO માં જોડવા વર્ષોથી કામ કરે છે.રશિયાનો ડર વ્યાજબી છે. અમેરિકા અલગ અલગ બહાને બાકી બધા દેશોને ધમકાવે છે, સરકારો બનાવવામાં, બગાડવામાં ચંચુપાત કરે છે. આજે વિશ્વભરમાં અમેરિકન સૈન્ય પથરાયેલ છે અને ખૂબ ટૂંકા ગાળામાં વિશ્વના કોઈપણ ભાગમાં હુમલો કરી શકે તેમ છે. એટલે એક મહાસત્તા(રશિયા)ને બીજી મહાસત્તા(અમેરિકા)થી ખતરો લાગે એ સ્વાભાવિક છે.યુક્રેન NATO નું સભ્ય હોય અને રશિયા અને અમેરિકા વચ્ચે વોર થાય તો અમેરિકા કહે એ પ્રમાણે યુક્રેને કરવું પડે. એટલે, રશિયા એનો વિરોધ કરી રહ્યું છે. રશિયાએ એક જ દિવસમાં યુક્રેન પર હુમલો નથી કર્યો. તેની આગળનો ઘટનાક્રમ જોવા જેવો છે.રશિયાએ NATO અને અમેરિકા સામે કેટલીક માંગણીઓ મૂકી હતી. યુક્રેન સામે નહિ હો!!! NATO અને અમેરિકા સામે. વાંચો શુ છે આ માંગણીઓ.૧. યુક્રેનને NATO નું સભ્ય નહિ બનાવવાનું.૨. NATO યુરોપમાં જે મિલિટરી એક્ટિવિટી કરે છે એ તરત બંધ કરી દે.૩. યુરોપમાં જેટલી ન્યુક્લિયર મિસાઈલ છે, તે હટાવી લે.મતલબ,યુક્રેન નહિ NATO અને અમેરિકાના લીધે આ યુદ્ધ થયું છે. જો કે યુક્રેને રશિયા સાથે દોસ્તી કરીને, આશ્વાસન આપીને આ યુદ્ધ ટાળી શકત. પણ એને પણ રશિયાથી ડર લાગતો હોઈ, યુરોપિયન દેશો સાથે દોસ્તીમાં અને NATO ના સભ્ય બનવામાં રસ હતો.*ભારતનું વલણ શું રહેશે?*ભારતની વિદેશનીતિ "બિનજોડાણ"ની રહી છે. એ ક્યારેય દોસ્ત કે દુશ્મન બનાવતું નથી. પણ "સ્ટ્રેટેજીક પાર્ટનર" બનાવે છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત એકેય તરફી નહિ રહે. "યુદ્ધ ના કરવું જોઈએ.", "બન્ને દેશો શાંતિ જાળવે." એમ કહ્યા કરશે. પણ એકેય તરફ જોડાશે નહિ કે મદદ કરશે નહીં. વળી, ચીન સામે રશિયા ભારતનું સ્ટ્રેટેજીક પાર્ટનર છે. અમેરિકા કરતા રાશિયાનું મહત્વ ભારત માટે વધારે છે. એટલે દેશ તરીકે ભારત રશિયા વિરુદ્ધ ના જાય. ભારતની વિદેશનીતિ પ્રમાણે તો એકેય દેશના સ્પોર્ટમાં કે વિરોધમાં ભારત નહિ જાય એ પાક્કું.*આ યુદ્ધનો અંત શુ હશે?*યુક્રેનની બરબાદી.અમેરિકાની ટ્રેટેજીક જીત.રશિયાનો ખૌફ વધશે.શીતયુદ્ધ વધુ મજબૂત બનશે.રશિયા અને ચીન વધુ નજીક આવશે.યુક્રેનની સૈન્ય તાકાત ખતમ કરશે, અને નવી સરકાર રશિયા તરફી બને તેવા પ્રયત્નો કરશે. જરૂર પડશે તો યુક્રેનના ભાગલા પણ કરશે.જ્યારે અમેરિકા,યુક્રેન પછી અમેરિકા બીજા કોઈ દેશને હાથો બનાવશે. તેને બરબાદ કરવા કામે લાગી જશે.*વિશ્વના ભવિષ્યના યુદ્ધો*બીજા વિશ્વયુદ્ધના બીજ, પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જર્મનીના શોષણ, ભાગલા સાથે રોપાયા હતા. તે જ રીતે ત્રીજા વિશ્વયુદ્ધના બીજ બીજા વિશ્વયુદ્ધના અંતે NATO, UN, World Bank જેવી સંસ્થાઓના નામે રોપાયા છે. પોલિટિકલ, મિલિટરી, ઈકોનોમિકલ વિશ્વ સંસ્થાઓ બીજું કાંઈ નહિ પણ દેશોનું ગ્રુપીઝમ છે. જે ભવિષ્યના યુદ્ધ માટેની તૈયારીના ભાગ રૂપે છે. "યુદ્ધ થશે, યુદ્ધ થશે," એમ તૈયારીઓ કરીને, એકબીજાને યુદ્ધનો ડર આપીને, ખરેખર યુદ્ધને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એક દેશ, એક ગ્રુપ તૈયારી કરે એટલે સ્વાભાવિક રીતે જ બીજો દેશ, બીજું બીજું ગ્રુપ ડિફેન્સના નામે તૈયારીઓ શરૂ કરી દે છે. એક દેશ, એક ગ્રુપ હથિયારો ખરીદે, બોર્ડર પર તૈનાત કરે એટલે તરત જ બીજો દેશ, બીજું ગ્રુપ બોર્ડર પર પહોંચી જ જાય.દરેક દેશ પોતાના સાર્વભૌમત્વની રક્ષા કરવા સ્વતંત્ર છે. એ પછી વાસ્તવિક ડર હોય કે કાલ્પનિક, પણ તે યુદ્ધ કરવા હંમેશા સ્વતંત્ર હોય છે. શક્તિશાળી દેશો પર કોઈ કાયદો, કોઈ સંધિ લાગુ થઈ શકતી નથી. દુનિયા હવે પહેલા જેવી નથી રહી કે કોઈ દેશ બીજા દેશ પર હુમલો કરે અને તેને જીતી લે, ગુલામ બનાવી રાખે. યુદ્ધો કરીને પણ અંતે વાતચિતથી જ રસ્તો નીકળવાનો છે. યુદ્ધના નામે નિર્દોષ લોકોનો હંમેશાની જેમ આ વખતે અને ભવિષ્યમાં પણ ભોગ લેવાશે."પ્રગતિ કરવી હોય તો વાતચિતથી નિવેડો લાવો. યુદ્ધ ટાળો."- કૌશિક શરૂઆતનોંધ : કોઈપણ મુદ્દા, સમસ્યાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો તો ખબર પડશે કે આજે જે થઈ રહ્યું છે તે તો માત્ર પ્રતિક્રિયા છે. મૂળ કારણ તો કંઈક અલગ જ હોય છે.

Mother father and we

*🙏🏻માતા પિતા અને આપણે🙏🏻*
☀️દ્રષ્ટિકોણ ની સુઝ☀️
*===================*
                                         
*"મમ્મી, હું મારી પત્ની અને દીકરા સાથે મોલમાં જાઉં છું."*
 
*"હા બેટા, જાઓ. મારા પગ આમેય દુખે છે. મને મોલમાં નથી આવવું. તમે જઈ આવો."*
 
*પૌત્ર એ આગ્રહ કર્યો, "દાદી, તમારે પણ અમારી સાથે આવવું જ જોઈએ." વહુએ કહ્યું, "બેટા, દાદીમા મોલમાં દાદરા નહીં ચડી શકે, તેમને એસ્કેલેટર વાપરતા આવડતું નથી. ત્યાં મંદિર પણ નથી. આથી દાદીમાને મોલમાં આવવામાં રસ નહીં પડે. એમને માત્ર મંદિર જવું જ ગમે છે."*

*દાદીમા આ સ્પષ્ટીકરણ સાથે સહમત હતા.. છતાં પૌત્ર જિદ્દી હતો. તેણે ચોખ્ખું સંભળાવી દીધું કે દાદીમા સાથે આવશે તો જ પોતે મોલમાં આવશે..*

*આખરે દાદીમાએ ચૌદ વર્ષના વ્હાલાપૌત્ર ની જીદ આગળ ઝૂકી જવું પડયું. તેઓ મોલ જવા તૈયાર થયા.. પૌત્ર તો રાજીના રેડ થઈ ગયો.. માતાપિતા તૈયાર થાય એ પહેલાં તે પોતે તો તૈયાર થઈ જ ગયો.. પણ તેણે દાદીમાને પણ તૈયાર કરી નાખ્યા..*

*હજી માતાપિતા તૈયાર થવામાં વાર હતી એટલે ઝટપટ પૌત્ર દાદીને પોતાના ઓરડામાં લઈ ગયો. ત્યાં તેણે બે સમાંતર રેખાઓ એક ફૂટ જેટલા અંતરે દોરી.. તેણે દાદીમા ને કહ્યું કે તેઓ એક રમત રમી રહ્યા છે અને દાદીમાએ સારસ પક્ષી બનવાનું છે. તેમણે એક પગ જમીન પર રાખવાનો છે અને બીજો પગ સારસની જેમ જમીનથી થોડે ઊંચે.. દાદીમા થોડા મૂંઝાયા પણ પૌત્ર આગળ તેમનું કંઈ ચાલવાનું નહોતું આથી તેમણે તેના સૂચવ્યા મુજબ કર્યું.. સમાંતર રેખા વચ્ચે અને બહાર આ મુજબ ક્રમાનુસાર પૌત્ર એ દાદીમાના પગ વારાફરતી ઉંચા નીચા કરાવી તેમને એસ્કેલેટરમાં ચડવા તૈયાર કરી નાખ્યા !! ત્યાં સુધીમાં મમ્મી ને પપ્પા પણ તૈયાર થઈ ગયાં એટલે ચારે જણ કારમાં બેસી મોલ જઈ પહોંચ્યા.. મોલમાં એસ્કેલેટર આવ્યો એટલે માતા પિતા ચિંતા કરતા હતા કે દાદીમા કઈ રીતે એનો ઉપયોગ કરી શકશે ત્યાં પૌત્ર એ દાદીને સારસ પક્ષી વાળી ઘેર રમેલી રમત યાદ કરી તે અહીં રમવા કહ્યું ! દાદીમા એ એમ કર્યું. તેમણે ડાબો પગ ઉંચો કર્યો અને એ સ્વયં સંચાલિત આગળ વધી રહેલા દાદરા પર મૂક્યો.. અને એ સાથે જ જમણો પગ જમીન પરથી ઉંચો લઈ પછીના દાદરા પર મૂક્યો અને આ રીતે તે સહેલાઈ થી એસ્કેલેટરમાં ચડી ગયા. માતા  પિતા તો આભા બની ને આ જોઈ જ રહ્યા.. પછી તો દાદીમા અને પૌત્ર ચાર પાંચ વાર આ એસ્કેલેટરમાં ચડ ઉતરની રમત રમ્યા અને તેમને ખૂબ મજા આવી ! પછી તેમણે બધાએ ત્યાં સિનેમાઘરમાં સાથે બેસી એક ફિલ્મ જોઈ.. વાતાનુકૂલિત સિનેમાઘરમાં ઠંડી ખૂબ હતી એટલે નાનકડા પૌત્ર એ પોતાની બેગમાંથી શાલ કાઢી અને દાદીમાને ઓઢાડી દીધી..*
    
*ફિલ્મ જોયા બાદ તેઓ મોલમાં આવેલ એક રેસ્ટોરાંમાં જમવા ગયા. પિતાએ દાદીમા શું ખાશે એમ હજી પૂછતાં હતાં ત્યાં પૌત્ર એ દાદીમા ના હાથમાં મેનુ કાર્ડ પકડાવી દીધું અને તેમને મનપસંદ ડિશ ઓર્ડર કરવા કહ્યું.. દાદીમા એ એ રાતનું મેનુ નક્કી કર્યું, સૌ માટે !*

*ડિનર બાદ દાદી - પૌત્ર સાથે વિડિયો ગેમ્સ રમ્યા. પછી દાદીમા મોલમાંથી બહાર આવતા પહેલા પોતાના બેડરૂમ મા ગયા ત્યારે પિતાએ નાનકડા દીકરા ને પૂછયું કે તે આવડો નાનો હોવા છતાં દાદી ને આટલી સારી રીતે કઈ રીતે જાણે છે, પોતે એમનો દીકરો હોવા છતાં તે પણ પોતાની માં ને આટલી સારી રીતે જાણતો નથી !*

*"પપ્પા, એક બાળકને બહાર લઈ જવાનું હોય ત્યારે કેટલી બધી તૈયારીઓ કરવામાં આવે છે - દૂધની બોટલ, ડાયપર, વાઈપ્સ વગેરે વગેરે. તમારી મમ્મીએ પણ તમે નાના હશો ત્યારે આ બધું તમારા માટે કર્યું હશે. તો તમે પણ અત્યારે એમના માટે આવું ન કરી શકો ? તમે અને મમ્મીએ એમ કેમ ધારી લીધું કે દાદીને માત્ર મંદિર જવામાં જ રસ છે ? વૃદ્ધ લોકોની પણ સામાન્ય ઈચ્છાઓ હોય છે, પરિવાર સાથે મજા કરવી, બહાર જવું, આનંદ પ્રમોદ કરવો... તેઓ માત્ર એ સ્પષ્ટ બોલી ને વ્યકત કરતા નથી.. એટલે આપણે તેમને એમ કરવા પરાણે ફરજ પાડવી જોઈએ. "*

*પિતા તો આ સાંભળી મૂઢ બની એકી ટશે દીકરા ને જોઈ જ રહ્યા ! તેમને જો કે ચૌદ વર્ષના દીકરા પાસેથી પાઠ શીખ્યાનો આનંદ હતો !*
 
 *આપણે આજે જે છીએ તેવા બનાવવામાં આપણાં માતાપિતાએ ઘણાં ભોગ આપ્યાં છે.. વૃદ્ધ માતાપિતા અંગે આપણે ઘણાં ખરાં ખોટાં અનુમાન કરી બેસતાં હોઈએ છીએ. આને કદાચ 'જનરેશન ગેપ' કહે છે.*

 *આપણે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે, થોડા ઉદાર બનવાની જરૂર છે, થોડી વધુ સહાનુભૂતિ દાખવવાની જરૂર છે.*

    *🙏🏻 જય સિયારામ🙏🏻*

     *🙏🌹 🌹🙏*