શનિવાર, 27 ફેબ્રુઆરી, 2021

Greed and life

હરામ ની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે એ જોઈ લો પંજાબના 'ખન્ના' નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે.રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી સાથે, મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી.પણ હું અહીં અસત્ય નહીં બોલીશ.  હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે, ડબલ નહીં, પણ ઘણી વખત કમાણી કરી હતી.સંભવત: મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70-80 રૂપિયામાં વેચાય છે.પરંતુ જો કોઈએ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું, તો હું ગ્રાહકને ના પાડીશ. ઠીક છે, હું દરેકની વાત નથી કરતો, ફક્ત મારી વાત કરી રહ્યો છું.વર્ષ 2008 માં, એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડોક્ટર ની  પ્રિસ્ક્રિપ્શન આપી.  મેં દવા વાંચી અને બહાર કાઢી  તે ડ્રગ બિલ 560 રૂપિયા થઈ ગયું.પણ વૃદ્ધ માણસ વિચારતો હતો.  તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા હતા.  હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા.વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં.  કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી. ત્યારે વૃદ્ધે કહ્યું, "મદદ કરો. મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે."અમારા બાળકો પણ અમને પૂછતા નથી.  હું વૃદ્ધાવસ્થામાં મારી પત્નીની જેમ મરતો જોઈ શકતો નથી. "પરંતુ મેં તે સમયે તે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહ્યું.અહીં હું એક વાત કહેવા માંગુ છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ રકમ 120 રૂપિયા હતી.  ભલે મેં તેમાંથી 150 રૂપિયા લીધા હોત, પણ મારે 30 રૂપિયાનો નફો કર્યો હોત.પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં.ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તે વૃદ્ધાની દવા ખરીદી.પરંતુ તેની પણ મારા પર કોઈ અસર નહોતી.  મેં પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી. સમય જાય છે વર્ષ 2009 આવી ગયું છે.  મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલા તો અમને ખબર નહોતી.  પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો.પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી.પ્લોટ વેચાયા હતા, જમીન વેચી હતી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધી હતી પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી. તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા નીકળી ગયા ત્યારે આખરે ડોક્ટરો એ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવા કહ્યું.તે પછી મારા પુત્રનું 2012 માં અવસાન થયું હતું.  આજીવન કમાવ્યા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં.2015 માં, હું લકવોગ્રસ્ત પણ હતો અને ઈજાઓ પણ થઈ હતી. આજે જ્યારે મારી દવા આવે છે, ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંખ મારી દે છે કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું.એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને 100 રૂપિયાનું ઈંજેક્શન મને 700 રૂપિયામાં અપાયું હતું. પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા હતા અને મારે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછા આવવું પડ્યું. *તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ યાદ છે  અને હું ઘરે ગયો.* હું લોકોને કહેવા માંગુ છું, તે ઠીક છે કે આપણે બધા કમાવવા બેઠા છીએ કારણ કે દરેકનું પેટ છે.  પરંતુ કાયદેસર કમાઇ, પ્રામાણિકપણે કમાઇ. નબળા સહાયકોને લૂંટીને પૈસા કમાવવી સારી વાત નથી, કારણ કે  *નરક અને સ્વર્ગ  ફકત ત્યાં  જ નહી, તે અહી પણ ભોગવવો પડે છે* *અને આજે હું નરક ભોગવી રહ્યો છું.* *પૈસા હંમેશાં મદદ કરતા નથી.  હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો* *તેમનો નિયમ મક્કમ છે કારણ કે કેટલીકવાર નાના લોભ પણ આપણને મોટા દુઃખોમાં ધકેલી શકે છે.* ભાઈઓ બહેનો, અને મિત્રો, વડીલો કોઈ ને કારણ વગર નડવું નહીં તમારૂ હક્કનું ન હોય તો નડો નહીં અને હરામની આવક ઘરે લાવવી નહીં પછી ધંધો કે વકીલાત ચાલે કે ન ચાલે ...🙏🙏---------------------------------

Wife says to husband

*હિંમત રાખી રડ્યા વગર વાંચવા વિનંતી. મારા હૃદયને સ્પર્શી ગયેલ આ લેખ છે*aaje anniversary nathiii😔😔😔😔😔😔😔😔*👰જીવન સંગીની / અર્ધાંગિની ઘર્મ પત્નીની વિદાય* *પત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજા ની જેમ અને  દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્ની ને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણ નો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય છે. તમે રવિવારે  મોડે સુધી પથારીમાં પડી રહેલા હોવ પણ તેનો તો કોઈ રવિવાર કે તહેવાર હોતો જ નથી. ચા લાવ ને પાણી લાવ ને જમવાનું લાવ. આ તો આવું છે અને પેલું તો તેવું છે. તારા માં અક્કલ ક્યારે આવશે આવો ખોટો ખોટો વટ મારો છો. એનામાં અક્કલ છે અને એ છે તો જ તમે ટકેલા છો. નહીં તો દુનિયામાં તમારો કોઈ ભાવ પણ નહીં પૂછશે. જરા આ સ્થિતિની કલ્પના કરી જુવો ::::**એક દિવસ પત્ની અચાનક રાતના  સમયે  મૃત્યુ પામે  છે!!**ઘરમાં રોકકળ થાય  છે!! પત્નીના અંતિમ દર્શન ચાલી રહ્યા હતા!!**તે સમયે એનો આત્મા જતાં જતાં તે પોતાના પતિને જે  કાંઈ  કહે  છે તેનું આ *વર્ણન છે!!* 👰"ચાલો હું જાઉં છું હવે ફરી  *કદીયે મળાશે* નહીં!! લખેલા *લેખ* વિધિએ  ટાળ્યા તો *ટળાશે* નહીં!!ચાલો હું જાઉં છું....👰 *ચોરી ના ચાર* ફેરા  જે 'દિ આપણે સાથે ફરેલા!! *જીવીશું* ને *મરીશું* સંગ  એવા કૉલ દીધેલા!! *અચાનક* જાવું પડશે *એકલા*  મુજને ખબર નહીં!!ચાલો હું જાઉં છું....👰મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!! ઘણું *દુઃખ* થાય છે મને!! પણ હું થઈ *મજબૂર* હવે હું જાઉં છું!! નથી *મન* માનતુ  જતાં, છતાં મારું *કંઈ*  ચાલશે નહીં...ચાલો હુ જાઉં છું.....👰અતિ કલ્પાંત કરે છે!! જુઓને *દીકરો* ને *વહુ* !! નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું!! અને રડે છે, દીકરાનો *દીકરો* કહે છે.... *બા* ....... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા. હા અને તમે મજબૂત રહેજો  *ઢીલા* ન પડશો જરાય!!ચાલો હું જાઉં છું....  👰જુઓ હમણાં જ  *સાસરેથી* *દીકરી* આવશે  જ્યારે જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે.સંભાળી એને *શાંત*  પાડજો! અને જરાયે તમે પણ *રોતા* નહીં!!ચાલો હું જાઉં છું....👰જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી  કર્યુ  છે!! જગતમાં જે કોઈ  આવ્યુ  છે, તે અહીંથી *સિધાવ્યુ* છે!!  ધીરે ધીરે  ભૂલી જજો, મને  *બહું* યાદ  કરતા નહીં!! અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો. હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો.ચાલો હું જાઉં છું....👰નથી મારું કહ્યું *માન્યું* તમે કદી યે આ જીવનમાં, છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર*  બનો *વર્તનમાં* .!! મૂકીને  એકલા જાતાં  *મને ચિંતા* થતી ઘણી!! પણ શું કરું મજબૂર છું...ચાલો હું જાઉં છું....👰તમોને *બી.પી* ને  *હદય* ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે  ભારી!! સવારે  ઊઠીને જો જો *દવા*  લેવાનું  ભૂલતા નહીં!! ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં. હવે હું નથી એ સમજીને જીવજો...ચાલો હું જાઉં છું....👰કરે દીકરોને વહૂ *છણકો*  તો જો જો બોલતા *ના* કાંઈ!! *ચૂપચાપ* બધું સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતાં નહીં.!! સદા હસતા  તમે રહેજો જરાયે  *ઉદાસ*  થાશો નહીં!!ચાલો હું જાઉં છું....👰દીકરાના દીકરાને લઈને તેની *સંગાથે* રમજો!! તમારા *મીત્રોની* સાથે બેસીને સંગતમાં સમય *વ્યતીત* કરજો!! હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી જીવનમાં સંયમ પાડી શકાય. આવુ હું  *યાદ* બહું તો ચૂપચાપ રડી લેજો પણ *મનથી*  જરાયે  *ઢીલા*  પડશો  નહીં!!ચાલો  હું જાઉં છું....👰મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે, એવી બૂમ હવે પાડતા નહીં. બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો. સવાર ને સાંજે તમે નિયમિત  જમીને *દવા* લેજો!! અગર *વહૂ* ભૂલી  જાય  તો સામેથી *યાદ* કરી દેજો!! જમવાનું જે મળે, જેવું મળે તે પ્રેમથી જમી લેજો. ગુસ્સો કરતા નહીં.વર્તાશે  *ગેરહાજરી*  મારી પળેપળે છતાંયે *મૂંઝાશો* નહીં!!ચાલો હું જાઉં છું....👰ઘડપણમાં લેવાની *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!! ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે*  નહીં!!ચાલો હું જાઉં છું....👰સાંજે  સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો!! *તરસ* જો લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!!રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં!!ચાલો હું જાઉં છું....👰પરણ્યા પછી સાથે ઘણું આપણે  *પ્રેમથી*  રહ્યા!! બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા* ખીલી રહ્યા!! ઇ *ફૂલડાની ફોરમ* હવે  મુજથી  *લેવાશે* નહીં કે દૂરથી પણ જોવાશે નહિ.!!ચાલો હું જાઉં છું....👰" *ઊઠો* હવે *સવાર* થઈ " - એવું કોઈ  *કહેશે* નહીં!! *જાતે* ઊઠી જજો કોઈની *રાહ*  જોશો  નહીં....ચાલો હું જાઉં છું....👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! હવે ફરી કદીયે મળાશે નહીં!! *કઈ ભુલ થઈ હોય મારાથી માફ* કરશો!! લખેલા  લેખ  *વિધિએ* ટાળયા તો ટળાશે નહીં.." *ચાલો હું જાવ છું* "   *ચાલો હુ જાવ છુ*નોધ...*જો તમારુ દિલ ❤ હલે તો જ બીજાને મોકલજો.*🌺વાંચીને આંખમા *આંસુ* જરુર આવશે પણ આ જીવનની *કડવી* હકિકત છે. તેથી આજ થી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો . તેની સાથે પ્રેમથી જીવો. આનંદ થી જીવો. મોજથી જીવો. છોડો તમારો અહમ અને પૈસાનો મોહ. પત્ની છે તો બધું જ છે અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કઈ જ નથી એ વાત સમજી ને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજ માં તમારી એકલાની કોઈ વેલ્યુ રહેશે નહિ એ સમજી જ લેજો આજે. તેથી જીવતા  જ એની કિંમત સમજો નહિ તો કાલે ખુબ પસ્તાવો થશે. તેથી આજ થી જ પત્ની  સાથે પ્રેમ થી જીવન જીવી મોઝ માણો.  સાથે ફરશુ સાથે જીવશુ સાથે મરશુ એ વચન હું ના પાડી  શકી વિધિ ના લેખ ખોટા પડયા મને માફ કરજેા અને તમારો ખ્યાલ રાખજેા  એજ લી તમારી જીવન સાથીની જીવન સંગીની તમારી  અઘાઁગીની તમારી પત્ની ના રામ રામ જય સ્વામી નારાયણ  લી એક દુ:ખી પતિ ની વેદના જે સત્ય હકીકત જેા વિશ્વાસ ન હોય તો પુછી લેજેા જેની પાસે પત્ની નથી એને તો જેની પાસે છે તો તેની કદર કરજેા ભગવાન સૌની જેાડી સલામત રાખે તેવી પ્રભુ ના ચરણો માં મારી પ્રાથઁના ❤️🙏🏻🙏🏻🙏🏻

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

Life after 60

૫૦ થી ૬૦ વર્ષ પછીની  જીંદગી ની વાસ્તવિકતા...
પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.
તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા...
આ કોઈ એકલાનો પ્રશ્ન નથી...
સમગ્ર સમાજને લાગુ પડે છે...
સવાર પડે ને...
ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.
બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.
ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.
પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં આવસો.
દાઢી કરીને બ્રસ ધોઈને ડબ્બામાં મુકો. 
નાહવા જાવ એટલે ચડ્ડીબંડ્ડી ડોલમાં નાખજો.
નીકળીને રુમાલ બહાર તાર પર સુકવો. 
માથામાં નાંખવાના તેલની બોટલ બંધ કરીને મુકતાં કીડીઓ ચટકે છે. 
હજાર વાર કહ્યું આ ભુરો મોટો કાંસકો નહી લેવાનો એ ગુંચ કાઢવા માટે છે. 
ધરે હો ત્યારે આ જાડી ટીશર્ટ ના પહેરતા હોય તો.
આ ચાની મલાઈ રકાબીની ધારે ન ચોંટાડતા હોય તો.
ફોન પર વાત કરતાં કરતાં ગેલેરીમાં શું કામ જતા રહો છો, ગામને સંભળાવવાનું છે.
મોબાઈલ જ મંતરવાનો હોય તો ટીવી શું કામ ચાલુ કરો છો.
છેલ્લી વાર કહું છું, ચલો જમવા,
 પંખો બંન્ધ કરીને આવજો. 
તોડેલી રોટલી પતે પછી જ બીજી તોડતા હોવતો. 
જો ફરી પાછું, કેટલી વાર કહ્યું, લેંઘાએ હાથના લુંછો.
કાગળીયું  ડસ્ટબીનમાં નાંખો, હાચું કહીયે તો મિસ્ટર બીન જેવું મો કેમ થઈ જાય છે. 
જમ્યા પછી તરત આડા ના પડો. 
સીંગ ચણાના ફોતરા તરત કચરાપેટી માં નાખો, આખા ઘરમાં ઉડે છે.
દીવાલે ટેકો દઈ ન બેસો તેલના અને ડાઈના ડાઘ પડે છે. 
સવારે તો પેપર દોઢ કલાક વાંચેલું, હવે એ ઓનલાઈન થોડું છે તે બદલાઈ જાય. 
પેપર વાળીને ટીપોઈ પર મુકતા હોતો.
હજી તો અડધો જ દિવસ પત્યો છે, અને આટલાં બધાં સુચનો !
આ સતત રણકતો રેડીયો એટલે જીવન સંગીત !!!
પણ મિત્રો આ રેડીઓ ની મીઠાસ એટલી મધુર છે કે જો એ ચૂપ થઈ જાય ને તો જીવન થઁભી જ જાય...
નાની ઉંમરે આ બધા છણકા ભણકા પતિ પત્ની માં થી કોઈ ને ના ગમે અને ઝગડો જ કરાવે પણ રિટાયર્ડ થયાં પછી જો આવા છણકા ભણકા ના હોય અને શાંત જીવન જીવતા હોય તો રોબોટ જેવિ જિંદગી લાગે અને જીવન નો સાચો આનંદ વિસરાય જ જાય !!!💝🤝🌈
🙏તમામ વડીલ દંપતી ને સમર્પિત 🙏 -

બુધવાર, 24 ફેબ્રુઆરી, 2021

Universal lies

✅*દુનિયાના સર્વસામાન્ય જુઠ્ઠાણાઓ:*
અમારે તો દીકરી અને વહુ બંને એકસરખા.
આવું દોડાદોડી કરીને ન આવો, રહેવાય એવી રીતે આવો.
બહુ ધમાલ ન કરતા, જમવાનું સાદું જ બનાવજો.
તમે સાચ્ચે ફાવી ગયા, આ છેલ્લો પીસ હતો.
પતિ પત્નીને: ડાર્લિંગ, તારા પર તો બધા જ ડ્રેસ સરસ લાગે છે.
માબાપને મન દરેક સંતાન એકસમાન.
તું તો ઘરનો છે, તારી પાસેથી વધારે નહિ લઉં.
વાત પૈસાની નથી, વાત સિદ્ધાંતની છે.
હું પાંચ જ મીનીટમાં તમને ફોન કરું છું.
ચેક તો બે દિવસ પહેલા જ પોસ્ટ કરી દીધો છે.
જો તું સાચું બોલીશને તો હું તને નહિ વઢું.
તમને જ યાદ કરતો હતો ને તમારો ફોન આવ્યો.😁😁

Best assets of life

‘મુજે લગતા થા કી અપની કવિતા સે મેં દુનિયા જીત લુંગા, પર અબ લગતા હૈ કી તુ ગલત થા સંતોષ આનંદ.’ વ્હીલચેરમાં બેસીને કહેલા આ શબ્દો હતા સિત્તેર અને એંશીના દાયકામાં ધૂમ મચાવનાર ગીતકાર સંતોષ આનંદના. છેલ્લા કેટલાય વર્ષોથી ગુમનામ જીવન જીવી રહેલા આ ૮૧ વર્ષના મહાન ગીતકારે એક રિઆલિટી શોના સ્ટેજ પર આવીને ધ્રુજતા હાથે પોતાની લાચારી અને પરવશતાને અનાવૃત કર્યા. 

ફિલ્મ-ફેર એવોર્ડ વિજેતા અને પ્રસિદ્ધિના શિખરે પહોંચીને પાછા વળેલા એક કલાકારની વર્તમાન હાલતે આપણને ઈમોશનલ કરી દીધા. એમના હાથ અને શરીરનું કંપન, આપણી અંદર રહેલા ‘અન-કરપ્ટેડ આત્મા’ને ધ્રુજાવતું ગયું. એમની સાથે આપણે પણ રડ્યા. સંતોષ આનંદ માટે રાતોરાત સોશિયલ મીડિયા પર સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું. 

એનું એક માત્ર કારણ એ હતું કે નેશનલ ટેલિવિઝન પર તેમણે મનુષ્ય જીવનના અંતનું સૌથી ભયાનક, વરવું અને ડરામણું સ્વરૂપ દેખાડ્યુ. માણસ સૌથી વધારે સહાનુભૂતિ એ જ વ્યક્તિ માટે દર્શાવી શકે છે, જે વ્યક્તિમાં એને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. 

૮૧ વર્ષના સફળ, ખ્યાતનામ અને પ્રસિદ્ધ ગીતકારે પોતાની હાલત દ્વારા આપણને ઘડપણ અને જીવનના સૂર્યાસ્તનો અરીસો બતાવ્યો છે, અને એ અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈને આપણને આઘાત લાગ્યો છે. આપણી પાસે ન તો કલા છે, ન તો ગીત. ન શબ્દો છે, ન સંગીત. પ્રશ્ન એ છે કે વ્હીલચેરમાં બેસાડીને આપણને કોણ નેશનલ ટેલીવીઝન સુધી લઈ જશે ? પરવશતાની પીડા અને એકલતાનો આર્તનાદ સાંભળવા માટે, કોણ આપણી બાજુમાં માઈક પકડીને ઉભું રહેશે ? પાર્કિન્સન્સ ડીઝીઝ કે ડિમેન્શિયાથી પીડાતા હોઈશું ત્યારે કોને ફરિયાદ કરશું કે અબ તો દિન ભી રાત લગતા હૈ ? 

વ્હીલ-ચેર પર હોવા છતાં ફક્ત વિલ-પાવરથી ટકી રહેલો એક કલાકાર બે હાથ જોડીને આપણને એટલું જ કહેવા માંગે છે કે જીવનમાં શું કમાયા એ મહત્વનું નથી, કોને કમાયા ? એ મહત્વનું છે. એક અર્થસભર સંબંધ જીવનના સૂર્યાસ્તને રમણીય બનાવી શકે છે. 

વાત ફક્ત એટલી જ છે કે આ શરીર ડૂબતું હોય ત્યારે આપણા જીવનનો સન-સેટ જોવા માટે કોઈ બાજુમાં હોવું જરૂરી છે. પ્રસિદ્ધિ, સત્તા, સમૃદ્ધિ કે સંપત્તિ આપણું ડાયપર નથી બદલી શકતા. ઈમોશનલી અન-અવેલેબલ અને કેરલેસ રહેલા કેર-ટેકર્સ આપણી પથારીની બાજુમાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત હશે અને આપણે ઈમ-મોબાઈલ થઈ ચુક્યા હશું.

ત્યારે આપણા મૃત્યુના વરઘોડાને ફક્ત એક જ ઘટના જીવંત બનાવી શકે છે અને એ છે કોઈ પરિચિત વ્યક્તિ સાથેનો વાર્તાલાપ. પ્રિયજનની ગેરહાજરીમાં આવેલું મૃત્યુ પણ ફિક્કુ અને અધૂરું લાગે છે. એવું લાગે કે આ વિદાય બરાબર નથી. ખાસ મૃત્યુ પામવા ફરી આવવું પડશે. 

એ વાતની સાબિતી તો મળી ગઈ કે એવોર્ડ, સિદ્ધિ કે સફળતા મનુષ્યના અંતને આહલાદક નથી બનાવી શકતા. મહાપ્રસ્થાન નજીક આવે ત્યારે સ્ટેન્ડીંગ-ઓવેશન એ જ આપી શકે છે, જેઓ ભાવનાત્મક લગાવથી આપણી સાથે જોડાયેલા હોય. 

ફૂટેજ, માઈક, ટી.આર.પી કે સહાનુભૂતિ આપણને નહીં મળે. આપણા અંતની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડશે. એટલીસ્ટ એક એવા સંબંધનું વાવેતર કરીને, જેને ધ્રુજતા હાથે કહી શકાય કે ઝીંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ. આપણી કહાનીના પાત્રો જો છેક સુધી આપણી આસપાસ રહે, તો એ જ ઈશ્વરની કૃપા અને આપણી સૌથી મોટી મૂડી. 

-ડૉ. નિમિત્ત ઓઝા

શનિવાર, 20 ફેબ્રુઆરી, 2021

Golden words to all doctors

Golden Words to every doctor

🌡A patient is never a customer or consumer, let the law of the land say anything.
 🌡Every patient is a life with a beating heart and a thinking brain, and you are being trusted by that patient to keep that heart beating and brain thinking.
 🌡That is your responsibility today and after a thousand years as a doctor. 
 🌡Don't ever be carried away by pride, anger or suffering, because you are the only link between the patient and life.
 🌡Every patient will not be kind to you. Some will shout, some blame, some threaten and some sue. 
🌡Stay above that plane of interaction and do what you must for the good of that patient.
 🌡If you feel you are not required, leave without either a harsh word or a bad feeling, because more lives wait to be saved by you, your time is far more precious. 
🌡Clinical skills, patient interaction and communication skills are on a sharp decline. 
🌡We will all benefit from learning more about these. In the massive information overload that burdens us, clinical skills can form a solid ground to confidently walk upon. 
🌡The fear of committing a mistake is universal among doctors, please learn to develop your own individual strategy to overcome that fear.
 🌡Please make your own standardised history-taking questions and examination format, and never ever skip a single step in that.
 🌡Writing your differential diagnosis is the best strategy to learn and eliminate mistakes.
🌡 Overconfidence is the biggest risk for a doctor!
Be the best soul that your patient meets. 
🌡Even the most illiterate or rural patient will notice your words, manners and etiquette. These must always be perfect. 
My dear ones, enjoy every moment of the holiest path that you have chosen to tread upon earth.
.

ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2021

Happy Life

🙏🏻 કર્મના સિદ્ધાંત નું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો..સુંદર ૧૧ વાતો સમજવા જેવી🙏🏻

૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,  આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.

૨ - પહેલાં ના લોકો લોટ જેવા હતા, લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.

૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય, 
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એ જ  આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.

૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય  સુખી થતો નથી.

૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.

૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે.

૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે. અને સંબંધો માંથી પ્રેમ ગયા પછી  માણસ મનોમન બળે છે.

૮ - જીવન માં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીર માંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈ ની રાહ જોતું નથી.

૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.

૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.
   ....... જયશ્રી કૃષ્ણ.....
        .  🙏🏻🌻🙏🏻

મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2021

Our own obituary

🙏🙏"Any man's death diminishes me because I am involved in mankind and therefore never send to know for whom the 🔔 tolls, it tolls for Thee ------

The only gift given to us when we were born wanted or unwanted to all irrespective of the status is DEATH. for somebody shadow is darkness, another realizes light nearby. A wise man knows not only what to look at but also what to overlook. But the tragedy of world that no one knows what he does not know. Write your own obituary and see how it reads while you are alive. If it makes you proud but also sad you have really achieved success in your life. Other wise rethink how you should live. May be rewrite a good obituary and live accordingly. Let us be compassionate, helpful, sharing wise humanbeing. Don't keep grudge and forgive. Remember :
Only those who hurt you, can comfort you. Only those who give you pain, can take it away. 🙏

ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2021

life, family, school and friends

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી  એ અમારી કાયમી ટેવ હતી..!!

અને ભણવાનો તણાવ ?? 
પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!

અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું
ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌...
  
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!

અને અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા  અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.... છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ....

તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી  કે  ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!

અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને  બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!!

અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ

કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!

એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાળ્યા હતા..
અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .

નહીતો ...

અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!

બુધવાર, 10 ફેબ્રુઆરી, 2021

તો મજા આવી જાય

રાત આખી જાગવા જેવી હતી,

એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,

આંખ એની વાંચવા જેવી હતી...

 જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
 
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો મિત્રો

કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.

''કેવી અજીબ વાત છે
 
ભગવાન તમારા ઘરે આવે  એ સૌને ગમે છે’’

પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી

 જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો ચડાવી બેઠા ને

પારકા હસાવી જાય છે...

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,

આપણે તો માણસ મર્યા  પછી જ "બેસવા" જઈએ છીએ. 

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે.!

Journey called life

રાત આખી જાગવા જેવી હતી,

એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,

આંખ એની વાંચવા જેવી હતી...

 જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
 
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો મિત્રો

કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.

''કેવી અજીબ વાત છે
 
ભગવાન તમારા ઘરે આવે  એ સૌને ગમે છે’’

પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી

 જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો ચડાવી બેઠા ને

પારકા હસાવી જાય છે...

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,

આપણે તો માણસ મર્યા  પછી જ "બેસવા" જઈએ છીએ. 

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે.!

સોમવાર, 8 ફેબ્રુઆરી, 2021

Body parts

A man, who regularly attended family meetings suddenly without any notice stopped participating.

After a few weeks, one very cold night the leader of that group decided to visit him.
He found the man at home, alone, sitting in front of a fireplace where a bright fire burned. 

The man welcomed the leader. There was a great silence.
The two men only watched the dancing flames around the logs that crackled in the fireplace.

After a few minutes the leader, without saying a word, examined the woods that formed the fire and selected one of them, glowing most brightly of all, removing it to the side with a pair of tongs. Then he sat down again.

The host was paying attention to everything, fascinated. Before long, the lone member flame subsided, until there was only a momentary glow & the fire soon went out.

In a short time what was previously bright light and heat had become nothing more than a black & dead piece of wood.
Very few words had been spoken since the greeting.

Before preparing to leave, the leader with the tongs picked up the useless piece of wood & placed it again in the middle of the fire. Immediately, the member piece of wood was rekindled, fueled by the light & heat of the burning coals around him.

When the leader reached the door to leave, the host said: Thank you for your visit and for your beautiful lesson. I'll return to the group soon.

 *Why is a group important?*
Very simple:

Because each member that withdraws takes fire & heat from the rest.

It's worth reminding group members that they are a part of the flame.

It's also good to remind us that we are all responsible for keeping each other's flame burning

And we must promote the union among us so that the fire is really strong, effective and lasting.

*THE* *GROUP* *IS* *ALSO* *A* *FAMILY*
*It doesn't matter if sometimes we are bothered by so many messages, quarrels, misunderstanding etc*. 

What matters is to be connected. We are here to meet, learn, exchange ideas or simply to know that we are not alone.

*Let's keep the flame alive.*

The strength of a group

A man, who regularly attended family meetings suddenly without any notice stopped participating.

After a few weeks, one very cold night the leader of that group decided to visit him.
He found the man at home, alone, sitting in front of a fireplace where a bright fire burned. 

The man welcomed the leader. There was a great silence.
The two men only watched the dancing flames around the logs that crackled in the fireplace.

After a few minutes the leader, without saying a word, examined the woods that formed the fire and selected one of them, glowing most brightly of all, removing it to the side with a pair of tongs. Then he sat down again.

The host was paying attention to everything, fascinated. Before long, the lone member flame subsided, until there was only a momentary glow & the fire soon went out.

In a short time what was previously bright light and heat had become nothing more than a black & dead piece of wood.
Very few words had been spoken since the greeting.

Before preparing to leave, the leader with the tongs picked up the useless piece of wood & placed it again in the middle of the fire. Immediately, the member piece of wood was rekindled, fueled by the light & heat of the burning coals around him.

When the leader reached the door to leave, the host said: Thank you for your visit and for your beautiful lesson. I'll return to the group soon.

 *Why is a group important?*
Very simple:

Because each member that withdraws takes fire & heat from the rest.

It's worth reminding group members that they are a part of the flame.

It's also good to remind us that we are all responsible for keeping each other's flame burning

And we must promote the union among us so that the fire is really strong, effective and lasting.

*THE* *GROUP* *IS* *ALSO* *A* *FAMILY*
*It doesn't matter if sometimes we are bothered by so many messages, quarrels, misunderstanding etc*. 

What matters is to be connected. We are here to meet, learn, exchange ideas or simply to know that we are not alone.

*Let's keep the flame alive.*

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2021

Two sides of life

*બે શબ્દો ની વાત* °°°°°°°°°°°°°°°°°°°°       *મુખ અને સુખ* *અરીસામાં ""મુખ"" અને સંસારમાં ""સુખ"" હોતુ નથી બસ દેખાય છે.      *ગાંઠ અને રસ* *શેરડી માં જ્યાં ""ગાંઠ"" હોય છે, ત્યાં ""રસ"" નથી હોતો અને જ્યાં ""રસ"" હોય છે ત્યાં ""ગાંઠ"" નથી  હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે.        *પહેલા અને  પછી*  *બોલતા ""પહેલાં"" અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં ""પછી"" આપણે અક્ષર ના ગુલામ.       *જ્ઞાન અને અભિમાન*  *આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના ""જ્ઞાન નુ અભિમાન"" છે, પરંતુ કોઈ ને પોતાના ""અભિમાન નું જ્ઞાન"" નથી.        *ઈર્ષ્યા અને સંસ્કાર*  *હુ બીજા થી સારૂ કરૂ એ ""ઈર્ષ્યા"" અને હું બીજા નુ સારૂ કરૂ એ ""સંસ્કાર.""    *બાંધવા અને સાચવવા*  *સંબંધો ને ""બાંધવા"" ખૂબ જ સહેલા છે,  પણ આ સંબંધો ને ""સાચવવા"" જ અધરા પડે છે.      *પારખવુ અને સમજવુ* *""પારખવા"" ની કોશિશ ધણી બધી કરી બધાએ,  અફસોસ ""સમજવા"" ની કોશિશ કોઈ એ ના કરી.          *અડવુ અને નડવુ* *કોઈ ને ""અડવુ'" નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને  ""નડવુ"" નહી એ ના શીખ્યા.          *સંગત અને અંગત*  *સુખ વહેંચવા ""સંગત"" જોઈએ, દુઃખ વહેંચવા ""અંગત"" જોઈએ.          *હસાવે અને  રડાવે*             *જીંદગી ""હસાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ નુ ફળ મળ્યું છે, જીંદગી ""રડાવે"" ત્યારે  સમજવુ કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. 🙏🙏🙏🙏🙏

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2021

Seven pearls for life

🌹 સાત કિંમતી રત્નોની ભેટ મોકલુ છું.:-
(૧) *પહેલું રત્ન* - *માફી:- તમારા વિષે કોઈ ગમે એમ બોલે, પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો.*(૨) *બીજું રત્ન* - *ઉપકાર:-* બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ.  નિ:સ્વાર્થ ભાવ રાખો.(૩) *ત્રીજું રત્ન* - *વિશ્વાસ:-* તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધારની અપેક્ષા ન રાખો.(૪) *ચોથું રત્ન* - *સંબંધો:-* સામેના માણસની કાળજી આપણા કરાતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબન્ધો જાળવી રાખો.(૫) *પાંચમું રત્ન* -  *દાન*:-કોઈ ની ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને સમાધાન મળે છે.(૬)  *છઠું રત્ન - આરોગ્ય:-* દરરોજ વ્યાયામ-યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.(૭)  *સાતમુ રત્ન*- *સત્ય:-* હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતાં વર્તમાનમાં જીવો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. સુખમય જીવન જીવો. દીનમાં રહીને જીવનને સરળ બનાવો.એકંદરે જીવન ખુબજ સુંદર છે. એને ભરપૂર મજાથી જીવો.માણસ જેમ બદલાય છે, તેમ નિસર્ગ - કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. *કુદરતના એક વિષાણુએ આપણને બતાવી દીઘું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનું કે શ્રીમંતાઈ કરતાંયે આપણું જીવન મહત્વનું છે - જીવ મહત્વનો છે.* નિત્ય સમાજ , કુટુંબ, પરિવાર સાથે રહો અને થોડું જતું કરવાની ભાવના રાખશો, તો ઈશ્વર સદૈવ પ્રસન્ન રહેશે.              🌹

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021

Politics and normal life

રાજકારણ માં રસ લેતા  મિત્રો ને. જણાવવાનું કે  અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.  બધા. ભારતીયો ને ચાહવું.   કોઈને નફરત કરવી નહીં.   ગામમાં સંપ રહે.   સોસાયટી માં સંપ રહે, કુટુંબ માં સંપ રહે  તેટલુંજ રાજકીય ઉમેદવાર નું ખેંચવું બાકી આજે ભાજપ માં છે, અે કાલે   કોંગ્રેસ માં જતા રહેશે,    આજે કોંગ્રેસ માં છે,એ કાલે ભાજપ માં  જતા રહેશે.  બહુ દુઃખી થવું નહીં.   જાડી ચામડીના થવું.  ધંધામાં ધ્યાન રાખવું.   કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.   તમારે  દેશહિત ડાયરેકટ કરવું.  પાવરચોરી નો કરવી.   ટ્રાફિક ના  નિયમો પાળવા. ગંદકી ના કરવી.   માતાપિતા ની સેવા  કરવી.  સગા ભાઈને આર્થિક મદદ કરવી.   કોઈને નડવું નહીં.  સોસાયટી માં  ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું. ગરીબ, ફેરિયા પાસે બહુ  કસ નો મારવો ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.   તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા  થુકવું નહીં.  આવી અનેક  દેશહિત ની. સેવા  છે.  બાકી  ટીવી ના ડિબીટ માં દેશહિત મા જે મુદ્દા  ઉપાડે  તે સાંભળવામાં સમય બગાડવો નહીં અને મોટેથી  ટીવી નો અવાજ કરી ઘરમાં  પત્ની બાળકો માતાપિતા  ને ખલેલ  પહોંચાડવી નહીં   તેમજ રાજકીય લોકોના  મેસેજ વોટ્સઅેપ ના બહુ મેસેજ ફોરવર્ડ કરી સામાં  નો  સમય  બગાડવો નહીં.  આ બધી  દેશસેવા જ છે. ધંધામાં  ધ્યાન આપો. મતદાન  કરજો. પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહી