શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

God says

*ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે *


તમે *કરોડો* છો
ને હું *એક* છું

મારે *શાંતિ* થી રહેવું હોય
પણ.....

તમારે *મંગળા આરતી* 
કરવી હોય એટલે મને 
*વાઘાં* પહેરાવી અને
બાબલા ની જેમ તૈયાર
કરી દો છો....

*ભોગ* મને ધરાવો છો
અને *આરોગો* છો પોતે...!

જે દિવસે એક જલેબી 
ચાખીશ....એ દિવસથી
*પ્રસાદ* ધરાવવાનું બંધ 
થઈ જશે....
તે જાણું છું

*લગ્ન* નથી થતાં
તે *મંગળફેરા* માંગે છે

*સંતાન* નથી
તે *ઘોડિયું* માંગે છે

કોઈને *નોકરી* જોઈએ છે
તો કોઈને *છોકરી*

*માબાપ ખાસ કોઈને*
*જોઈતાં નથી*
પણ *મિલકત*
બધાંને જોઈએ છે

કોઈ *કમાવા* માંગે છે
તો કોઈ *ચોરી* કરવા 
માંગે છે...

કોઈને *બજાર* ઊંચું લઈ 
જવું છે તો કોઈને *મફતનું*
જોઈએ છે....

કોઈ *રોટલો* માંગે છે
તો કોઈ *ઓટલો*

*મહામારી હું લાવ્યો નથી*
પણ તે કાઢવાનું મને કહેવાય છે

જે આવે છે તે
*ઘંટ* ખખડાવી ને મારા 
કાન કોતરે છે...

હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની *શ્રદ્ધા* 
ઘટી જાય છે...

કોઈનું કામ થઈ જાય છે
તો મને *મહાભોગ* ચડે છે

*વરસાદ* નથી આવતો
તો *યજ્ઞ* થાય છે

આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને 
કહેવાય છે....

પણ સાચું કહું
*હું  કૈં નથી કરતો*

નથી હું પરણાવતો
કે નથી કોઈ નું છૂટું કરતો

*જંગલ* હું નથી કાપતો

*હાઇરાઈઝ* મેં નથી બાંધ્યાં

*અમીર* હું નથી કરતો

*ગરીબી* મેં નથી આપી

તમને *લીલીછમ* પૃથ્વી 
આપી રહેવા માટે
એની તમે *રાખ* કરો તો
*એમાં મારો શો વાંક....?*

મેં *અણુ* આપ્યો
ને તમે *બૉમ્બ* બનાવ્યો
પછી કહો કે
*શાંતિ* વાર્તા કરો
તો કેવી રીતે કરું....?

સાચું કહો
તમે મને
*ઈશ્વર* માનો છો કે 
*નોકર...?*

*પ્રાર્થના* ની આડમાં
તમે *આજ્ઞાઓ* જ કરો 
છો....કે બીજું કૈં....?

ને તમે ઈચ્છો છો કે
તમે *સેવા* કરો છો છતાં પણ
હું કોઈનું સાંભળતો નથી....?

હું *મેરેજ બ્યુરો* નથી ચલાવતો
કે નથી ચલાવતો
કોઈ *એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ*

મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે
કોઈ પાસે થી કૈં જોઇતું

*શ્રીફળ* વધેરી અને
મને વધેરવાનું રહેવા દો તમે

*આપવાનું હતું તે આપ્યું જ છે*

હવે મારી પાસે કૈં નથી
કૃપા કરી ને
હવે કૈં માંગી અને
મને *શરમાવશો* નહી...🙏🏻
                                               
તમારું કામ થઈ જશે એમ કહેનાર
મારા કોઈ
*સહાયક* કે *કમિશન એજન્ટો*
મેં નિમેલા નથી                               
                                                
તમે આજ સુધી
ઘણી પ્રાર્થનાઓ કરી
પણ
આજે હું તમને
એક પ્રાર્થના કરું છું

અને એ પણ જાણું છું
હું જે કહું છું એ પછી કોઈ
મારી પાસે મંદિરમાં આવવાનું
નથી....

*તોય કહું છું....*

*કોઈ માંગણી ન હોય*
તો જ... 
*મારી પાસે આવજો*

અને હા....
છેલ્લે છેલ્લે એટલું જ 
કહીશ કે

*તમારા કર્મ પર ધ્યાન આપજો*
 
મારી *વ્યથા* ને અનુભવજો
એવી આશા સાથે....
શબ્દો ને *વિરામ* આપુ છું.... 

*આ બધું કર્મ નું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.*

*જેવા કર્મ કરશો તેવું ભોગવશો....*

     *લી. તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ*😞😠🙏

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

Fees of doctors

अगर वकील की फ़ीस ज़्यादा हो तो वो बड़ा वकील होता है
इंजीनियर की सेलरी ज़्यादा हो तो बड़ा इंजीनियर होता है 
ca का चार्ज ज़्यादा हो तो बड़ा काबिल ca होता है 
मास्टरजी की ट्यूशन फ़ीस ज़्यादा हो तो वो बहुत अच्छे टीचर में शुमार होते है 
महँगे रेस्टोरेंट में ख़ाना ख़ाना स्टेट्स सिम्बल होता है
महँगी कार लक्ज़री होती है 
महँगा आर्किटेक्ट बड़ा होता है 
महँगी घड़ी अच्छा समय बताती है 
महँगी ड्रेस अपका बड़ा स्तर बताती है 
महँगी दारू लेवल बताती है 
महँगी जिम आपका स्टैण्डर्ड बताती है 
आपके बेटे भाई बाप का महँगा पैकेज आपकी क़ाबिलियत बताता है 

पर डाक्टर की जरा सी महँगी लगी फ़ीस डाक्टर को लुटेरा / कमीशन खोर / डैकैत / चोर साबित करती है 😝😲🙏

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2023

Life after 50

*Chandrakant Baksi—*

*મેં 50 વટાવ્યા પછી મારા માં આવેલા બદલાવો, વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી*

*ખુદના માટે સમય કાઢું છું.સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી.મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.*

*નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.*

*ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.*

*રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.*

*વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.*

*ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.*

*ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.*

*સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.*

*બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.*

*હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.*

*જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.*

*લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.*

*હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.*

*ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.*

*પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.*

*કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું*