બુધવાર, 29 જાન્યુઆરી, 2020

The real tip

*-:* *ટીપ* *:-*

ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો.

સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ  કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.

ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર.

કદાચ હમણાં જ થયેલી ડીલના આંકડા ગણી રહ્યા હતા.

સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો.

વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરી.

ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા.

હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું.
પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો.

સુખદેવ, ટેબલ ક્લીન કરી નાખ. ત્રણ હજારનું બિલ અને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો.
મેનેજર બબડતો હતો.

ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો  પેપર નેપ્કિન ઉપાડ્યો.

બિઝનેસ ચલાવતા લોકોએ પેનથી કદાચ પેપર નેપ્કિન પર પણ આંકડા માંડ્યા હતા.

ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જોવાઈ ગયું.

તને ટીપ આપતાં જીવ ચાલ્યો નહીં સુખા, આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે,
એટલે
અહીં આવવા જવાનું તો થતું રહેશે,

તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે, જમવાનું લાવતો હોય એ કેવું લાગે ?

આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા.

આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ,

ફેક્ટરીનો કાફેટેરિયા કોઈએ તો ચલાવવો પડશેને ?

લિ.નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો.

નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા.

અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાંપીને ખિસ્સામાં મૂકી દીધી.
    
This is the Quality of Real Freinds !!

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2020

When a wife leaves.

*Very very Emotional & Heart touching*
*🙏ખાસ વાંચવા વિનંતી...*

*👰જીવન સંગીની ઘર્મ પત્ની*
પત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજા ની જેમ અને દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્ની ને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણ નો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય છે. તમે રવિવારે  મોડે સુધી પથારીમાં પડી રહેલા હોવ પણ તેનો તો કોઈ રવિવાર કે તહેવાર હોતો જ નથી. ચા લાવ ને પાણી લાવ ને જમવાનું લાવ. આ તો આવું છે અને પેલું તો તેવું છે. તારા માં અક્કલ ક્યારે આવશે આવો ખોટો ખોટો વટ મારો છો. એનામાં અક્કલ છે અને એ છે તો જ તમે ટકેલા છો. નહિ તો દુનિયામાં તમારો કોઈ ભાવ પણ નહિ પૂછશે. જરા આ સ્થિતિ ની કલ્પના કરી જુવો ::::
એક દિવસ *પત્ની અચાનક*  રાતના  સમયે  *મૃત્યુ*  પામે  છે!!
ઘરમાં *રોકકળ* થાય  છે!! પત્નીના *અંતિમ દર્શન* ચાલી રહ્યા હતા!!
તે સમયે એનો *આત્મા* જતા જતા તે પોતાના *પતિને* જે  કાંઈ  કહે  છે તેનું આ *વર્ણન* છે!!

👰"ચાલો હું જાઉં છું હવે ફરી  *કદીયે મળાશે* નહીં!! લખેલા *લેખ* વિધિએ  ટાળ્યા તો *ટળાશે* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰 *ચોરીનાચાર* ફેરા  જે 'દિ આપણે સાથે ફરેલા!! *જીવીશુ* ને *મરીશુ* સંગ  એવા કૉલ દીધેલા!! *અચાનક* જાવું પડશે *એકલા*  મુજને ખબર નહીં!!
ચાલો હું જાઉં છું....
👰મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!! ઘણું *દુઃખ* થાય છે મને!! પણ હું થઈ *મજબૂર* હવે હું જાઉં છું!! નથી *મન* માનતુ  જતાં, છતાં મારું *કંઈ*  ચાલશે નહીં...
ચાલો હુ જાઉં છું.....
👰અતિ કલ્પાંત કરે છે!! જુઓને *છોકરો* ને *વહૂ* !!નથી જોયું જવાતુ છતાં ના દઈ  શકતી દિલાસો હું!! અને રડે છે છોરાનો *છોરો* કહે છે....*બા* ..... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા. હા અને તમે મજબૂત રહેજો  *ઢીલા* ન પડશો જરાય!!
ચાલો હું જાઉં છું....
  👰જુઓ હમણાં જ  *સાસરેથી* *દિકરી* આવશે  જ્યારે જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે.
સંભાળી એને *શાંત*  પાડજો! અને જરાયે તમે પણ *રોતા* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી  કર્યુ  છે!! જગતમાં જે કોઈ  આવ્યુ  છે, તે અહીંથી *સિધાવ્યુ* છે!!  ધીરે ધીરે  ભૂલી જજો, મને  *બહું* યાદ  કરતા નહીં!! અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો. હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો.
ચાલો હું જાઉં છું....
👰નથી મારુ કહ્યુ *માન્યું* તમે કદી યે આ જીવનમાં, છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર*  બનો *વર્તનમાં* .!! મૂકીને  એકલા જાતાં  *મને ચિંતા* થતી ઘણી!! પણ શું કરું મજબૂર છું...
ચાલો હું જાઉં છું....
👰તમોને *બી.પી* ને*ડાયાબિટીસ*  ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે  ભારી!! સવારે  ઊઠીને જો જો *દવા*  લેવાનુ  ભૂલતા  નહીં!! ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહિ. હવે હું નથી એ સમજી ને જીવજો...
ચાલો હું જાઉં છું....
👰કરે છોરો ને વહૂ *છણકો*  તો જો જો બોલતા *ના* કાંઈ!! *ચૂપચાપ* બધું સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતા નહીં.!! સદા હસતા  તમે રહેજો જરાયે  *ઉદાસ*  થાશો નહીં!!
ચાલો હું જાઉં છું....
👰છોરાના છોરાને લઈને તેની *સંગાથે* રમજો!! તમારા *મીત્રોની* સાથે બેસીને સંગતમાં સમય *વ્યતીત* કરજો!! હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી જીવનમાં સંયમ પાડી શકાય. આવુ હું  *યાદ* બહુ તો ચૂપચાપ રડી લેજો પણ *મનથી*  જરાયે  *ઢીલા*  પડશો  નહીં!!
ચાલો  હું જાઉં છું....
👰મારો રૂમાલ ક્યાં છે મારી ચાવી ક્યાં છે એવી બૂમ હવે પાડતા નહિ. બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો. સવાર ને સાંજે તમે નિયમિત  જમીને *દવા* લેજો!! અગર *વહૂ* ભૂલી  જાય  તો સામેથી *યાદ* કરી દેજો!! જમવાનું જે મળે જેવું મળે તે પ્રેમથી જમી લેજો. ગુસ્સો કરતા નહિ.
વર્તાશે  *ગેરહાજરી*  મારી પળેપળે છતાંયે *મૂંઝાશો* નહી!!
ચાલો હું જાઉં છું....
👰ઘડપણમાં લેવાનુ *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!! ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!
પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે*  નહીં!!
ચાલો હું જાઉં છું....
👰સાંજે  સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો!! *તરસ* જો લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!!
રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰પરણ્યા પછી સાથે ઘણું આપણે  *પ્રેમથી*  રહ્યા!! બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા* ખીલી રહ્યા!!
ઇ *ફૂલડાની ફોરમ* હવે  મુજથી  *લેવાશે* નહીં કે દૂરથી પણ જોવાશે નહિ.!!
ચાલો હું જાઉં છું....
👰" *ઊઠો* હવે *સવાર* થઈ "-એવું કોઈ  *કહેશે* નહીં!! *જાતે* ઊઠી જજો કોઈની *રાહ*  જોશો  નહીં....
ચાલો હું જાઉં છું....
👰અને હા....એક *વાત* તમારાથી *છુપાવી* છે!!! મને માફ કરશો
તમારી *જાણ* વિના બાજુની *પોસ્ટઓફીસ* મા બચત ખાતુ ખોલાવેલ તેમા *14* લાખ જમા છે!!! મારી દાદી ની શીખામણ હતી!!!દિકરી એક એક પાય ભેરી કરી *ઓશીકા* ના ખુણે રાખતી જાજે તેમાથી *પાંચ પાંચ* લાખ દિકરી, વહુને આપજો!! *ચાર* લાખ તમારા ખાતામા નાખજો અને હા તમે વાપરજો!! છોરાના છોરાને *ભાગ* લઈ દેજો!!
ચાલો હું જાઉં છું....
👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! હવે ફરી કદીયે મળાશે નહીં!!
*કઈ ભુલ થઈ હોય મારાથી માફ* કરશો!! લખેલા  લેખ  *વિધિએ* ટાળયા તો ટળાશે નહીં..
" *ચાલો હું જાવ છું* "
   *ચાલો હુ જાવ છુ*

નોધ...
જો તમારુ *દિલ* ❤ હલે તો જ બીજાને મોકલજો.

*જીવન શિક્ષણ...*
*ગ્રીન લાઈફ ઓફ ઇન્ડિયા*
*સરદાર પટેલ ડિજિટલ સેવા*

🌺વાંચી ને આંખમા *આંસુ* જરુર આવશે પણ આ જીવનની *કડવી* હકિકત છે. તેથી આજ થી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો . તેની સાથે પ્રેમથી જીવો. આનંદ થી જીવો. મોજથી જીવો. છોડો તમારો અહમ અને પૈસા નો મોહ. એ છે તો બધું જ છે અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કઈ જ નથી એ વાત સમજી ને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજ માં તમારી એકલા ની કોઈ વેલ્યુ રહેશે નહિ એ સમજી જ લેજો આજે. તેથી જીવતા જી જ એની કિંમત સમજો અને જીવો નહિ તો કાલે ખુબ પસ્તાવો થશે. એના વિના નું જીવન તમારું મોત થી પણ બદતર બની જશે. તેથી આજ થી જ એની સાથે પ્રેમ થી જીવન જીવી મોઝ માણો.

🙏🙏

..

બુધવાર, 22 જાન્યુઆરી, 2020

When I will not be there

હૂ નહિ હોવ.........ત્યારે.......!
આ મારા જેવા દરેક 60 + વાળા ની ઇચ્છા ઓ નુ પ્રતિબિંબ છે.......
જેડી

દરેક પતિ-પત્નિએ વાંચવા લાયક લેખ.

તું શોધીશ મને ચારે બાજુ,
ભટકીશ ખૂણે ખૂણે પણ
દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.

તું ઈચ્છીશ હું તારી સાથે રહું,
રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.

તને લાગશે વાસણનો અવાજ થયો
તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.

તું થાકીને ઘરે આવીશ,
સોફા પર ઢળી જઈશ, ત્યારે
અદરખ અને એલચી વાળી
કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.

તને ઓફિસનો ગુસ્સો હશે અને
ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે,
વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.

તું ફરવા જવાનું પ્લાન કરીશ અને
ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે
તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.

ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ,
ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.

તને વાતો કરવી હશે ઘણી,
સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની,
તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.

તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ,
ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ,
એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.

તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.

અંતે કદાચ એવું થશે
તું મને યાદ કરવાની કોશિશ કરીશ,
મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કદાચ એ સમયે તારી “યાદમાં હું નહિ હોઉ.

ક્રિયાના મૃત્યુના એક મહિના પછી
બેડરૂમમાંથી સામાન ખસેડતી વખતે
પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર
ભીની આંખે વાંચી રહ્યો હતો.

તક, વસ્તુ, વ્યક્તિ કે સમય
મોટેભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય ત્યારેજ આપણને તેની કદર, તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે.
ત્યાં સુધી આપણે તેનું મહત્ત્વ સમજી નથી શકતા.

વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય,
તક કદાચ ફરીથી મેળવી શકાય, પણ
કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી.

આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે ઘણું એવું યાદ આવે છે
જે આપણે તેને કહેવા ઈચ્છતા હતા,
ઘણી એવી ક્ષણો યાદ આવે છે જે આપણે તેની સાથે ગાળવાના, માણવાના સપના સેવ્યા હતા. પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે.” એવું વિચારીને, પોતાના મનને કે સામેના પાત્રને મનાવીને આપણે એ સમય ગુમાવી દઈએ છીએ.

હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે कल किसने देखा ? પણ આપણે જાણે ભવિષ્ય વેત્તા હોઈએ તેમ
ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ.
જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ,
મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.

કદાચ એવું ન કરતા આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો ?

કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ તેને આજે જ સમય આપીએ તો ?
જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ
કાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખી છે તેને આજે જ વહેતી કરીએ તો ? કેવું સારું થાય નહિ ?

એક વખત વિચાર જરૂર કરજો.

તારી સાથેહું જીવવા ઈચ્છું છું તારી સાથે,
જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું તારી સાથે, સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું તારી સાથે.

વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શો માં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું તારી સાથે.

હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું તારી સાથે.

સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું તારી સાથે.

ઈશ્વર પાસે હવે એકજ યાચના છે
મારો શ્વાસ ચાલે તારી સાથે અને અટકે પણ તારી સાથે.

રોહને ફિલ્મી અંદાજમાં ઘુટણ પર બેસીને
સ્વાતિને પ્રપોઝ કરતા કહ્યું જે સ્વાતિએ પ્રેમથી ભીંજાયેલી આંખોએ સ્વીકાર્યું.
પરિવારો સહમત થયા અને બન્નેના લગ્ન થયા. રોહન અને સ્વાતિ એ જેવું વિચાર્યું હતું જેવા જીવનના સ્વપ્નો જોયા હતાં એવું જ જીવન બન્ને જીવી રહ્યા હતા.
કોઈપણ જાતની ફરિયાદો વગર શરતો વગર.

લગ્નને ૨૫વર્ષ પુરા થઇ ગયા
બન્ને ૬૫ વટાવી ગયા હતા.
સ્વાતિ આઈ.સી.યુ. માં એડમીટ હતી.
રોહન તેની બાજુમાં તેનો હાથ પકડીને બેઠો હતો. રાત્રે બે વાગે સ્વાતિએ આંખ ખોલી, રોહન તેની બાજુમાં જ હતો એ જોઇને આછું સ્મિત કર્યું અને પાછી આંખો બંધ થઇ ગઈ.

ઈ.સી.જી મશીનમાં તેના ધબકારા
ધીરે ધીરે ઓછા થતા દેખાયા શરીર ઠંડુ પડવા લાગ્યું, પણ રોહન હજી તેનો હાથ પકડીનેજ બેઠો હતો.

સવારે શબવાહિનીમાં એક સાથે બે શબ લઇ જવાની તૈયારી કરવામાં આવી. જે સમયે સ્વાતિનો શ્વાસ અટક્યો બરાબર બીજીજ ક્ષણે રોહનનો શ્વાસ પણ થંભી ગયો.

રોહનની સાચાં દિલથી પ્રેમથી કરેલી યાચના કદાચ ઈશ્વરે મંજુર કરી દીધી. કાલ્પનિક લાગે પણ આપણે જેને અનકંડીશનલ લવ કહીએ છીએ, એ કદાચ આ જ છે. એ કેટલું સુંદર મૃત્યુ કહેવાય જે આપણા પ્રિયપાત્ર સાથે જ મળે. સાથે જીવવાના આનંદથી પણ વધુ કદાચ સાથે જીવનનો અંત આવે એ સુખદ હશે.

પ્રેમ થવું, પ્રપોઝ કરવું, લગ્ન થવા એ બધુંજ સુખદ છે, પણ આખું જીવન સાથે વીતાવવું, ઘરડાં થઈએ ત્યારે એકબીજા ને ટેકો આપવો, માથામાં આવેલા બેચાર ધોળા વાળથી શરુ થયેલી ટીખળ સાવ ચાંદી જેવા વાળ થાય ત્યાં સુધી અકબંધ ચાલે એથી વધુ શું જોઈએ જીવનમાં?

આપણે ઘરડાં થઈએ ત્યારે આરામથી જીવન જીવવા માટે અત્યારથી સેવિંગ્સ કરતા હોય છે, ઇન્સ્યોરેન્સ કરાવીએ છીએ, પેન્શન માટેની યોજનાઓ બનાવીએ છીએ, પણ સાથે સાથે જેની સાથે આ બધું માણવાનું છે એની લાગણીઓ, હુંફ, સ્નેહાળ સ્પર્શ જેવી વસ્તુઓ માટે પણ સેવિંગ્સ કરી શકતા હોત, પ્લાનિંગ કરી શકતા હોત તો કેટલું સારું થાત.

આ બધું જ કરવાની સાથે, ભવિષ્યની યોજનાઓ બવાનાવાની સાથે વર્તમાનમાં પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય ગાળવો, એને સમજવું, થોડી ફરિયાદો કરવી અને ઘણી સાંભળવી, એ બધું પણ જીવનને રોમાંચિત કરે છે. લાગણી એવી વસ્તુ છે કે જેને ભવિષ્ય માટે બચાવીને રાખવાને બદલે તેને અત્યારે વાપરીને ભવિષ્ય સુધારી શકીએ છીએ, સંબંધ સુધારી શકીએ છીએ, માણી શકીએ છીએ. ક્યાંય એવી ફિક્સ ડીપોઝીટ નથી જ્યાં લાગણીઓ સાચવી શકાય. એતો બસ વાપરવામાં, છૂટથી ખુલ્લા હાથે વહાવવામાં જ આનંદ છે.

સુખી થવા માટે ઘડપણની રાહ ન જુઓ, કારણ કે રાહ જોવામાં જો લાગણીઓને, સંબંધને, પ્રેમને ઘડપણનું ગ્રહણ લાગી ગયું તો વય સાથે આવનરુ ઘડપણ અસહ્ય બની જશે........

મંગળવાર, 21 જાન્યુઆરી, 2020

Relationships with parents

👌👌👌👌👌👌

અચાનક મારા મિત્રનો ફોન આવ્યો...તું ઘરે જલ્દી આવીજા

મેં કારણ પૂછ્યું...
તેણે કિધુ..ઘરે આવીજા પછી જણાવુ...

હું..અને કાવ્યા...કાર મા બેસી..
વિજય ના ઘરે જવા રવાના થયા..રસ્તા મા વિચારતા હતા...અચાનક બોલાવવાનું કારણ શું હશે ?

તેના ઘર પાસે...કાર પાર્ક કરી અમે દોડી ને અંદર ગયા....
વિજય ની પત્ની રડતી હતી..વિજય માથે હાથ દઈ બેઠો હતો...

મેં કીધું..વિજય અચાનક  શુ થયું....?
વિજય કહે....દોસ્ત..કાલ સાંજના સ્કૂલે થી છુટી હેમલ ( વિજય નો પુત્ર) ઘરે નથી આવ્યો..

મેં કીધુ...સ્કૂલ માંથી શુ કહે છે ?

સ્કૂલ માંથી કહે છે..છેલ્લા પિરિયડ સુધી..હેમલ કલાસ મા હતો....
તારી ભાભી તેને સ્કૂલે લેવા ગઈ...ઘણી રાહ જોયા પછી..સ્કુલ મા તપાસ કરી..પણ તે લોકો એ હાથ અધ્ધર કરી દીધા...

પોલીસ માં જાણ કરી ? મેં પૂછ્યું

હા કરી.એ લોકો તપાસ કરી રહ્યા છે...

છેલ્લે તારે કોઈ સાથે માથાકૂટ કે દુશ્મની થઈ હોય તો યાદ કર....

ના ..એવું તો કઇ નથી યાદ આવતું ...

થોડી વાર...બેઠક રૂમમા શાંતિ થઈ ગઈ...
મારી અચાનક નજર ...તેના કાચ ના ટેબલ ઉપર પડેલ એક સુંદર ફોટો ફ્રેમ ઉપર પડી...

"દાદા સાથે નો હેમલ નો ફોટો" હોળી ના કલર થી રંગાયેલ....

મને યાદ આવ્યું.. પારિવારિક માથાકૂટ ને કારણે વિજય તેના પિતા ને ગયા વર્ષે શહેર ના ઘરડા ઘર મા મુકી આવ્યો હતો...

હું...જયારે..જયારે વિજય ના ઘરે આવતો..ત્યારે દાદા અને હેમલ ની નિર્દોષ મસ્તી તોફાન જોઈ હું ખુશ થતો.. .દાદા-પૌત્રનો પ્રેમ જોવાની મઝા આવતી હતી...

મેં વિજય ને કિધુ..તું ઉભો થા....
વિજય કહે કેમ ?
મેં કીધું..સવાલ કરવા નો સમય નથી..
વિજય અને તેની પત્ની...ઉભા થયા...અમારી કાર..માં બેસી ગયા....

મારી કાર...ઘરડાઘર પાસે ઉભી રહી...
મેં કિદ્યુ....વિજય મારો અંતર આત્મા કહે છે..હેમલ અહીં જ હશે..
અમે દોડતા...અંદર ગયા...
દાદા નો રૂમ નંબર મને ખબર હતો...કારણ કોઈ કોઈ વખત હું તેને મળવા જતો હતો...

અમે દોડી ને રૂમ ખોલ્યો...
તો હેમલ અને દાદા મસ્તી તોફાન કરતા હતા..બન્ને ના ગાલ હોળી ના કલર થી રંગાયેલા હતા...

વિજયે દોડી ને હેમલ ને તેડી લીધો..
વિજય ..અને તેની પત્ની  હેમલ ને ભેટી ને ખૂબ રડ્યા...બેટા આવી રીતે જાણ કર્યા વગર જતું રહેવાય ?

મારી આંખમાંથી પણ પાણી પડી રહ્યા હતા...
મારાથી કડવું પણ સત્ય બોલાયા
વગર રહેવાયુ નહીં..મેં કીધું..

વિજય..તને  તારો પુત્ર ફક્ત ચોવીસ કલાક આખ થી દુર થયો અને આટલું લાગી આવ્યું..તો વિચાર કર...
આ પથારી માં સુતેલ નિઃસહાય તારો બાપ એક વર્ષ થી તને  તેની રડતી આખે શોધી રહ્યો છે....
તેની વેદના અને લાગણી ની કલ્પના આજે થોડી કરી.લે....

હેમલ... વિજય ના હાથ માંથી ઉતરી ફરી દાદા પાસે જતો રહ્યો અને બોલ્યો..દાદા આલોકો ને વઢો ને..મારે ઘરે નથી જવું...મને ઘરે નથી ગમતું...

મેં કીધું..સોરી વિજય..
બાળકો એ તો પરિવાર નું ભવિષ્ય છે..તેઓને  વર્તમાન જ  આવો ખરડાયેલો..બતાવશો..તો આવનાર ભાવિષમા તું આ બાળક પાસે શુ અપેક્ષા રાખીશ ?
બાળકો હંમેશા તમારૂ વડીલ પ્રત્યે નું વર્તન અને વ્યવહાર જોતા હોય છે...
જેવું  વાવો તેવું લણો.. એ ભૂલતો નહીં....

આ પગલુ.. મને તારૂં ત્યારે પણ યોગ્ય નહોતું લાગ્યું..અને આજે પણ..નથી લાગતું..
દરેક માઁ ને પોતાના સંતાન શ્રવણ જેવા ગમે છે..પણ પોતાનો પતિ જો શ્રવણ બનવા નો પ્રયતન કરે તો આંખમા ખૂંચવા લાગે છે..

આ તારો વ્યક્તીગત મામલો હોવાથી હું ચૂપ રહ્યો હતો...
પણ આજે મેં મારી મર્યાદા લાગણી ના આવેશ મા  તોડી છે..જેમાં મારો અંગત કોઈ સ્વાર્થ નથી...મને માફ કરજે..દોસ્ત ..

માઁ બાપ ને સમજવા માટે.. માઁ બાપ બનવું પડે..કહી રડતી આખે મેં રૂમ ની બહાર નીકળવા નો પ્રયતન કર્યો...

ત્યાં...વિજયે મને ઉભો રાખ્યો...દોસ્ત. ઉભો રહે...
તું અમારી દરેક મુશ્કેલી માં અમારી સાથે ઉભો રહ્યોં...છે...  માટે..તને સત્ય કહેવા નો પણ એટલો જ અધિકાર છે.

હું મારા બાપ પ્રત્યે ની ફરજ ભૂલી ગયો હતો...મારા બાળકે અને તેં મારી આંખ ખોલી મારી ફરજ
પ્રત્યે જાગૃત કર્યો છે..તારો આભાર માનું એટલો ઓછો છે..

આજે...હું નિર્ણય લઉ છું..મારા પિતા ને માન સ્વમાન સાથે  હું અમારા ઘરે પરત લઈ જાઉ છું..

દોસ્ત.. ખૂબ..ખૂબ.ધન્યવાદ...
દરેક સંબધ ને સ્વાર્થ થી જોવા ને બદલે ઋણાનુબંધ થી જોવા ની આદત પાડ... તારી દુનિયા  બદલાઈ જશે..
મારા મિત્ર ને ત્યાં બનેલી
આ સત્ય ઘટના છે.
📝       Copy.

Should I run Marathon?

"Dr, should I run the Marathon? "

With the increasing popularity of the "Marathons", running has become an "in-thing". Suddenly, it's trending on twitter and Facebook has groups of runners, which plan which next event to attend. Marathon runners travel all over the country to run various Marathons organised by various bodies. Apart from sporting industry, a chunk of humanitarian organisation and philanthropic causes have embraced Marathon running. In other words:" I'm running a half marathon this year" has become the new "coolness" mantra. Everybody - from your neighbour to your boss is suddenly running at least the half marathon.  So much so you feel almost guilty for not running.

And then- comes the shocking headlines. Almost every year, a couple of persons die "at the finish line"(Ironic, I know! ). The press, in its characteristically shrill and unabashedly biased tone, describes in  details the picture of a 40 something over achiever,  the epitome of health, and has been "running since years"- until he collapsed and croaked at the last marathon of his life. Experts- from cardiologists to fitness coaches -have their "15 minutes of fame"- and discuss their views on the case. The stress of corporate life and "dire need of Yoga to restore the  balance in life" is then discussed. But then the din dies down, and the marketing giants flex their muscles, running becomes good again, running shoes companies sell their sneakers for thousands of rupees once again- till the next unfortunate death.  Then; the cycle is repeated.The laity are as uninformed as ever : Should you run the marathon?  Is a question -which more often than not goes unanswered. 

Let me, as a cardiologist give my views on the topic.

Diseases responsible for the most deaths in runners are diseases which they have, but are unaware of. Which are these? The list is long, but a cardiology consult would rule out many of these. Coronary artery disease,  hypertrophic cardiomyopathy, Aortic (and other valvular)stenosis aberrant course of coronary arteries, Long QT syndromes are the "usual suspects" ; but there are at least a dozen more . Presence of any of these is actually a contra indication to ANY running - not just Marathon running.

So are you "safe" if you don't have these, and are otherwise healthy?

Apparently not. And here's why-

High endurance high intensity sustained exercise, like marathon running causes the body to incur an "oxygen debt". This "oxygen debt" causes tiny foci of "anoxic myocytes"- oxygen starved heart muscle cells-which ultimately, over many such sessions of high intensity running - die. These "islands" of dead heart muscle cells, in the midst of healthy myocyte cause "heterogeneity"- that is they are "different". These may "misfire" - and cause the heart to beat fast and stop.
This is a common mechanism by which a healthy marathon runner dies.

Of course - not all marathon runners develop these dead heart muscles over time. Who does?  Difficult to predict. But commonly -though not exclusively -they develop in an under conditioned runner or one who tries to "peak fast".

My point is this-and you hope you get it. The "usual suspects " diseases proscribe marathon running.  But, even if you do not have any of them- you STILL have a chance of dying. Too bad, that's how the cookie crumbles.

Any athletic endeavour caries a risk. Boxers can get memory loss, Parkinsonism and of course, brain hemorrhage and death. F1 racers  risk cremation in their prized cars in event of an accident. Football players, cricketers, even recreational sportsmen like surfers flirt with death day in and day out. Compared to that, the risk of mortality following a Marathon run seems abysmally low. The risk of dying following a Marathon run, is lower than the risk of dying during Childbirth,  for example. But I doubt if the statistic will mean much to the bereaved family of a dead runner.

So how do I answer the question : " Dr , Do I run the Marathon? "
Actually,  it is quite simple.
1. Are you HEALTHY enough to run? ( Rule out the "usual suspects")
2. What is the reason you want to run?
Is it a passion to run, or merely a passing phase or peer pressure? 

If it's a passion , run by all means. People accept greater risks  for their passion everyday.
However, if it's merely for "style" or  to "post a picture on Facebook", please abstain.

It's just not worth dying for a fad, or to please the world!

-Penned by Dr Kaushal Chhatrapati

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2020

Waren Buffet

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
👆👆👆👆👆👆
TRUTH OF LIFE MUST LEARN FROM ABOVE MASSAGE.