.
ll ઊંધિયું કેમ અસ્તિત્વમાં આવ્યું તેના ઉપર કરેલું મેં સંશોધન.
વર્ષો પહેલાની વાત.
પતંગ ચગાવવાની શોખીન છોકરીના રૂઢિચુસ્ત પરિવાર માં લગ્ન થયા.
પ્રથમ ઉત્તરાયણ આવી ને એ નવોઢા સાસરીમાં પતંગ ચગાવવા થનગને .
હવે બન્યું એવુ કે
સાસુ એ શિયાળુ ઢગલો શાક એની આગળ મૂકી દીધા ને કહ્યું કે બહેનબા જમાઈ કુમાર અને બે ભાણીયા આવ્યા છે તો જમવાનું બનાવી દે.
પરીવારમાં પેહલે થી સાસુ, સસરા, નણંદ, દિયર અને એ પોતે ને એનો પતિ ..
હવે બીજા ૪ એક મહેમાન .
બધા ધાબે ચઢી ગયા અને નીચે એકલી આ વહુ રસોડામાં ભરાઈ ગઈ.
રસોડામાં કામ કરતાં કરતાં બધાના કાયપો છે, લપેટ, ની બુમાબૂમો ચિચિયારીઓ કાને સંભળાય.
વહુ કામ કરતા કરતા ગુસ્સામાં લાલઘૂમ. એનો પતંગનો શોખ આજે પહેલી વાર ઘરમાં ભરાઈને પૂરો થઈ શકતો નહોતો
હવે આ ગુસ્સો બધી શાકભાજી પર ઉતર્યો ને વહુ એ જેમ તેમ આડું અવળું મોટા મોટા કટકા કરી જેમ તેમ રાંધવા મૂકી દીધું .
એકાદ કલાક પછી સાસુ અને નણંદ નીચે આવ્યા.
નીચે આવીને જોયું કે આ શું બનાવ્યું વહુ એ!
સાસુ ગુસ્સામાં તમતમી કહે આ હું
ઊંધુંબાફીયું તે...
કઈ ભાન પડે ?..
હવે મહેમાનને શું ખવડાવવું એ વિચારી દીકરાને જલેબી અને પુરી તૈયાર મંગાવી કે કંઈક તો કોઈ ખાય .
હવે બપોરે બધા નીચે ભૂખ્યા વરૂ જેવા બની જમવા ઉત્તર્યા.
એટલા ભૂખ્યા હતા કે જાતે જ ડીશ કાઢી શાકભાજી લઈ લીધું ને પુરી જોડે ખાવા લાગ્યા.
સાસુ નણંદ હજુ કઈ બોલે સમજાવે એ પહેલાં જ તમામ લોકોના મોં માંથી વાહ શું શાક બન્યું છે - એકદમ ગરમ ગરમ મસ્ત અલગ જ પહેલી વાર જોયું
અને
ખાયું આવું તો .
સાસુ નણંદ એકબીજા ની સામે જોઈ રહ્યા ને વહુ ક્યાં ગઈ નજર નાખવા લાગ્યા તો ધાબેથી વહુની બૂમ સંભળાઈ ....
કાઇપો છે .
બૂમ સાંભળીને સાસુ નણંદ શરમાઈ ને નીચું ઘાલી ગયાં .
આ વાત ધીરે ધીરે બધે ફેલાઈ જતા વહુની આ ઊંધું બાફેલું ગુસ્સામાં તે ફેમસ ડીશ બની ગઈ ને સમય જતાં શબ્દ અપભ્રંશ બની ઊંધિયું બની ગયો. ll
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો