શુક્રવાર, 24 જુલાઈ, 2020

Are you working for fame?

*Are you working to get fame ?*

Are you seeking validation from others?
Are you working to get fame?

Read on....

When Valmiki completed his Ramayana, Narada wasn't impressed. 'It is good, but Hanuman's is better', he said.

'Hanuman has written the Ramayana too!', Valmiki didn't like this at all, and wondered whose Ramayana was better. So he set out to find Hanuman.

In Kadali-vana, grove of plantains, he found Ramayana inscribed on seven broad leaves of a banana tree.

He read it and found it to be perfect. The most exquisite choice of grammar and vocabulary, metre and melody. He couldn't help himself. He started to cry.

'Is it so bad?' asked Hanuman
'No, it is so good', said Valmiki
'Then why are you crying?' asked Hanuman.

'Because after reading your Ramayana no one will read my Ramayana,' replied Valmiki.

Hearing this Hanuman simply tore up the seven banana leaves stating " Now no one will ever read Hanuman's Ramayana.'"

Hanuman said, 'You need your Ramayana more than I need mine. You wrote your Ramayana so that the world remembers Valmiki; I wrote my Ramayana so that I remember Ram.'

At that moment he realized how he had been consumed by the desire for validation through his work.

He had not used the work to liberate himself from the fear of invalidation.

He had not appreciated the essence of Ram's tale to unknot his mind.

His Ramayana was a product of ambition;
but
Hanuman's Ramayana was a product of pure devotion & affection.

That's why Hanuman's Ramayana sounded so much better. Valmiki realized that "Greater than Ram...is the name of Ram!" (राम से बड़ा राम का नाम).

There are people like Hanuman who don't want to be famous. They just do their jobs and fulfill their purpose.

There are many unsung "Hanumans" too...in our life...your spouse, mother, father, friends....let's remember them and be grateful to all....

Points to ponder :

1. Which area of your life are you seeking validation ?

2. Who are you seeking validation from ?

3. Know that you are complete and perfect with all your imperfections !

ગુરુવાર, 23 જુલાઈ, 2020

How to live a happy life

🙏🏻 *જીવનને જીવવાની જડીબુટી* 🙏🏻
 
👉 શું અમે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ અને ડેકોરેટર્સને પૈસા ચૂકવવા માટે કમાઇ રહ્યા છો?
👉 આપણે અતિ મોંઘા ઘર, સારું ફર્નિચર અને ખર્ચાળ લગ્નોથી આપણે કોને પ્રભાવિત કરવા માગીએ છીએ?
👉 શા માટે આપણે આપણા જીવનના અતિ મહત્વના વર્ષોમાં કૂતરાની જેમ કામ કરીએ છીએ?
👉 આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માંગીએ છીએ?
👉 આપણામાંના દરેકને બે બાળકો છે. ઘણાને એક જ બાળક હોય છે.
👉 "જરૂરિયાત" કેટલી છે અને આપણે ખરેખર "જોઈએ" કેટલું છે? એના વિષે વિચારો.
👉 શું આપણી આવનારી પેઢી કમાવવા માટે અસમર્થ હશે, કે આપણે તેમના માટે ખૂબ બચત કરીશું ?
👉 શું આપણે મિત્રો, કુટુંબ અને સ્વયં માટે અઠવાડિયામાં એક દિવસ કાઢી શકતા નથી ??
👉 શું તમે તમારી માસિક આવકનો 5% તમારા આત્મ આનંદ માટે ખર્ચ કરો છો?
સામાન્ય રીતે ... ના.
👉 આપણે કમાવા સાથે આનંદ કેમ કરી શકતા નથી?
👉 તમારા હૃદયમાં કોલેસ્ટરોલ બ્લોક્સ કે મણકાની ગાદી ખસી જાય તે પહેલાં આનંદ કરવા માટે સમય ફાળવો.
👉 આપણી પાસે સંપત્તિ નથી, અમારી પાસે દસ્તાવેજો પર માત્ર ટેમ્પરરી નામ છે.
ભગવાન કટાક્ષરૂપે હસે છે, જ્યારે કોઈ કહે છે,
"હું આ જમીન નો માલિક છું" !!

👉 શ્રીમંત બનવું ખરાબ નથી, પરંતુ તે માત્ર ખૂબ ધનવાન હોવું જ અયોગ્ય છે.
👉 ચાલો, જીવી લઈયે, જીવન પૂરું થાય તે પહેલા.

👉 એક દિવસ, આપણે બધા એકબીજાથી અલગ થઈશું; દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે,  એક દિવસ અમારા બાળકો અમારા ચિત્રો જોશે અને પૂછશે 'આ લોકો કોણ છે?' અને અમે અદ્રશ્ય આંસુઓથી હસીશું કારણ કે હૃદયને જોરદાર શબ્દથી સ્પર્શ કરવામાં આવે છે અને તમે કહો છો: "તે મારા જીવન સાથેનો શ્રેષ્ઠ દિવસ હતો."

*આ તમારા બધા મિત્રોને મોકલો જે તમે ક્યારેય ભૂલશો નહી*

આને તે લોકોના વોટ્સપમાં મોકલો જેમણે તમને કોઈપણ રીતે સ્મિત આપ્યું છે.

મારા જીવનમાં થોડો સમય મને સ્મિત કરવા બદલ 🙏🏽🙏🏽🙏🏽

બુધવાર, 22 જુલાઈ, 2020

Life is like a Pomegranate

જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે

વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો નથી.

લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..

વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય..

મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!

કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું
કેટલાક ને સંભાળી લઉ છું

કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી
  ને..
મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ  જાય છે..

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને

પ્રભુને મળવા ગયો, ને
રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો..

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..

મારી સાથે બેસીને...
સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
હું જ ખરાબ ચાલી રહ્યો છુ..

શું વેંચીને તને ખરીદુ,
" જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં..

દિલનો નેક છું સાહેબ..
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો..
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી..

રોજ સાંજે... સુરજ નહિ..
પણ..
આ અનમોલ જિંદગી . .
ઢળતી જાય છે..

આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..
તું સમજેતો મોતી ન સમજે તો પાણી..

સહન કરવાની ની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે,
હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે..

એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ.
માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ..‼️

કૃષ્ણનું મુખ અને હોઠ
ક્યાંથી લાવશો ?
મેળામાં બહુ બહુ તો
વાંસળી મળે..!!

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..

મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય
પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.

ફિક્કા ચેહરાઓની,
ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું,
સંબંધો ની ઉણપ છે ..

: મગજ કયારેય સીધું ચાલતું નથી
અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,
સરવાળે,,,,,
મગજ વાળા હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.

❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી..

*જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,*
*પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...*

*ખબર છે કે મારૂં કશું પણ નથી*
*છતાં છોડવાનું ગજું પણ નથી!*
🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸

Balloons and life

ફુગ્ગા🎈

એક વ્યક્તિ હતો જે મેળા માં ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતો હતો. તેની પાસે લાલ, પીળો, સહિત તમામ પ્રકારના ફુગ્ગા હતા.

જયારે આ માણસ નો ધંધો ત્યારે તે તેને હિલિયમ થી ભરેલા ફુગ્ગા ને હવા માં છોડી દેતો. આ જોઈને બધાં બાળકો ની નજર ત્યાં પડતી અને બાળકો ફુગ્ગા ખરીદવા આવી જતા.

જયારે પણ તેનું વેચાણ ઓછું થતું તે આજ યુક્તી અજમાવતો હતો. બસ આમ તેનું જીવન ચાલતું હતું.

એક વખત તેને લાગ્યું કોઈક તેને પહેરેલું જેકેટ પાછળ થી ખેંચી રહ્યું છે. તે એકદમ પાછળ વળ્યો અને જોયું. તેને એક નાનો છોકરો નજર માં આવ્યો.

તે નાના છોકરા એ તરત તે ફુગ્ગા વાળા ને પ્રશ્ન કર્યો "જો તમે કાળો ફુગ્ગો છોડો છો, તો શું તે પણ ઉડશે?"
તે ફુગ્ગા વાળાએ ખુબજ પ્રેમ થી તે બાળક ને સુંદર જવાબ આપ્યો “બેટા *ફુગ્ગો તેના રંગ થી ઉપર નથી જતો તે તેની અંદર ભરેલી વસ્તુ ના લીધે તે ઉપર જાય છે*.”

‼️ આ જ વસ્તુ આપણા જીવનમાં લાગુ પડે છે. *આપણી અંદરની વસ્તુ જે આપણને ઉપર લઈ જાય છે*

આપણી અંદર રહેલું આપણું વલણ, આપણી માનસિકતા,  સકારાત્મક વલણ એ દરેક અભિગમની ચાવી છે ....

મંગળવાર, 21 જુલાઈ, 2020

Mahabharata explained in short

વિશ્વનો  મહા ગ્રંથ  *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય,   તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..
--------------------------------
*૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો*

*૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ*

*૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા*

*૪)* ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે =  *ભીષ્મપિતા*

*૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે = *દુર્યોધન*

*૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર**

*૭)* વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - = *અર્જુન*

*૮)* બધા સમયે-બધી બાબતોમાં  છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ = *શકુનિ*

*૯)* જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ,  તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે = *યુધિષ્ઠિર*

શુક્રવાર, 17 જુલાઈ, 2020

Corona, analysis of current situation

Another point of view
First Lockdown in India - was it good strategy?

Most nations including advanced, affluent ones have not been able to control COVID19 transmission.

The pandemic continues unabated as long as the density of the susceptible population is greater than the threshold herd immunity density but when this critical point is approximately reached the epidemic begins to wane, and ultimately die out.

We may slow it down by measures like lockdown, universal mask use, hand hygiene etc but none of the strategy can terminate it.

What makes pandemic virus infect more and more people?
The major factors which promote the spread are low infective dose, R0 2-4 depending upon susceptible population and overcrowding particularly in poorly ventilated spaces.
The more and more use of protective gear by general population like universal masking, personal hygiene and social distancing are the ways to bring down R0.

The minimal infective dose is defined as the lowest number of viral particles that cause an infection in 50% of individuals

SARS-CoV-2 is a new pathogen we lack data on so far (for SARS, the infective dose in mouse models was only a few hundred viral particles). It appears that relatively low infective dose is needed in case of COVID19 because the virus is spreading relatively more efficiently.

On the basis of previous work on SARS and MERS coronaviruses, we know that exposure to higher doses are associated with a worse outcome. This may be likely the case in COVID-19 as well in the current pandemic as severe illness and mortality is reported much more in young HCWs (working in Covid wards) compared to young people in general population. 

In the COVID-19 clinic and wards the purpose of donning PPE is to prevent such large exposures to HCWs to prevent high dose infection.

After exposure to sufficient inoculum dose
our ‘innate immune system’ detects virus infection and mounts an innate immune response which is not the virus-specific, unlike acquired immune (characterised by interferon, neutrophils and cytokines)
causing no symptoms or some symptoms : fever, headaches, muscle pain (asymptomatic and symptomatic cases) This response serves two purposes: to slow down the replication and spread of the virus, giving time to ‘acquired immune response to kick in, in the following week which will stop and finally clear the infection. Such response fortunately occurs in most infected individuals.

In older people and those with co-morbidity, the immune response not being robust the virus keeps replicating and spreading in the body, the inefficient innate immune response keeps increasing leading to uncontrolled inflammation due to  ‘cytokine storm’ (serious/ critical cases).

Generally the highly symptomatic individuals cough up large quantities of virus and asymptomatic/pre-symptomatic individuals shed small quantities, this rule may be digressed by later group not uncommonly with several cases reported as super spreaders in these groups.

The lockdown may have been successful in staggering the rapidity of this process rather than terminating it. First lockdown in India achieved the same and gave us time to get prepared (masks, PPE, sanitizers, health infrastructure), it is another thing that we did utilise it though not fully. Universal mask wearing and hand hygiene is another way to achieve the same results. Both strategies aim towards the same, the first may work better with unaware, uneducated population albeit at enormous economic cost. The latter will work better with educated and aware population.

This pandemic will keep on occurring with large widespread outbreaks or repeated small scale outbreaks till threshold herd immunity is achieved by disease or the vaccine.

In hindsight, the huge inadvertent, ‘collateral gain’ from the first lockdown is that it has given us greater chance of survival than citizens of USA, UK, ITALY, SPAIN. If we compare the death rates, it is as high as 5-10% in these countries whereas in our country deaths are less than 3%. This despite the fact that these western nations have a far, far better and advanced healthcare delivery system than ours.

The pandemic peaked after several weeks (2-3 months) in our country. We learnt a lot from the experience of scientific community of these western countries during this time.

By then guidelines got standardised, with the role of steroids, tocilizumab and LMWH clearly well defined. Imagine the treatment plans in our country without this western data.

Will the vaccine come to our rescue?

There are following possibilities (and some due to fast tracking the development of vaccine)

1. Vaccine may arrive earliest in next 6-12 months by that time this RNA virus (like influenza virus) may get mutated resulting in a non-effective vaccine.

2. Vaccine  may not  work well in older age group and persons with co-morbidities like influenza vaccine. (The main purpose of vaccine stands defeated)

3. Vaccine works but precipitates PIMS TS / MIS-C. (Long term data shall avoid this eventuality but whole world is in a hurry to have the vaccine asap.)

4. Vaccine behaves like dengue vaccine

5. Effective vaccine arrives after threshold immunity in the community has been achieved.

6. Very effective vaccine is developed and universal vaccination is carried out to control disease transmission(a Herculean task)

Discovery of more effective treatment or vaccine is being eagerly awaited till then

‘Covid would be down intermittently but not out’ 

The debate shall go on!

Dr Shyam Kukreja

બુધવાર, 15 જુલાઈ, 2020

Retirement

🍃☘️🍀🌿🌺🌿🍀☘️🍃

*જો તમે અથવા તમારા ઘરમાં કોઇ નિવૃત હોય કે થવાના હોય તો ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો...*
કદાચ નિવૃતીને આ રીતે બક્ષીજ મુલવી શકે👍✍🙏🌷🌴🌺🍀🍁🌸
             
😱🥶🤬🤡👺🤯😎🤣
નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?
🙏🙏🙏🙏🙏🙏
(સદાબહાર -ચંદ્રકાંત બક્ષી)

પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે. આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી. સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે, પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય તો ૬૫ વર્ષ પૂરાં થવા જોઈએ. તમને ‘સિનિયર સિટિઝન’ અથવા વયસ્ક નાગરિકની ઉપાધિ મળે છે. (ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે) પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી. મોટો જજ કે મોટો જનરલ મેનેજર કે મોટો પુલિસ અફસર કે મોટો એક્ઝિક્યુટિવ નિવૃત્ત થાય છે અને ઘણી વાર શા માટે તરત મરી જાય છે? ‘યેસ સર’ જીવનભર સાંભળ્યું છે, પછી સામાન્ય નાગરિક થઈ શકાતું નથી. જીવનભર ટેબલ પરની બેલ દબાવીને સેવાઓ લીધી છે, પછી પોસ્ટ ઓફિસમાં ટિકિટ કે મની ઓર્ડરની કતારમાં ઊભા રહેવાતું નથી. મોટા માણસને નાના થતાં આવડતું નથી.

૩૦૦-૩૫૦ ચોરસ ફિટની કૅબિનમાંથી બહાર નીકળીને જો ફૂટપાથ ઉપર આવીને એક રૂપિયાની મગફળી ખરીદીને ફાકતાં ફાકતાં ચાલી શકો તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી, પણ એ લગભગ અશક્ય છે. શૉફરે ચલાવેલી મોટરકાર મૂકીને બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય તો તમે દુનિયા જીતી લીધી છે. નિવૃત્તિ પણ આવું જ સિન્ડોમ છે. તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો. એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે. પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહસાસ છે.

કઈ ઉંમર હોય છે, નિવૃત્તિની? નક્કી નથી, પણ જો તમે ૫૬ના છો તો હવે ૫૪ના થવાના નથી, તમે ૬૩ના છો તો હવે ૬૧મું વર્ષ બહુ પાછળ ચાલ્યું ગયું છે. હવે ૬૧નો નહીં, ૬૧ની ગતકાલીન કસકનો નહીં, ૬૫ની અનાગતકાલીન ચિંતાનો વિચાર કરો. રિટાયરના ગર્ભમાં ટાયર (થાકવું) ધબકી રહ્યું છે. હું એકલો નહીં જમી શકું, હું એકલો નહીં સૂઈ શકું. તમારે જ તમારી પથારી કરવાની છે, તમારે જ તમારો ચાનો કપ અને ચાની તપેલી ધોઈ નાખવાની છે. શરીર કમજોર પડતું જાય છે, બીજા પર અવલંબન વધતું જાય છે, સમયભાન ઘટી જાય છે. તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય; પ્રતિષ્ઠા કે શાખ સિવાય તમારી પાસે શું હતું? હવે ચાબુક તમારા હાથમાં નથી. હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે (જો દાંત રહી ગયા હોય તો!) હવે તમારી પ્રતિષ્ઠા મહત્ત્વની નથી, તમારી ઉપયોગિતા મહત્ત્વની છે. કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી. એક મિત્રે કહ્યું હતું, એક સંસ્કૃત શ્ર્લોક ઉદ્ધૃત કરીને, કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું...! તો આદર રહે છે, સ્વીકાર થાય છે. માણસ સહજ થઈ જાય છે.

નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે, હવે કેટલાં વર્ષોની જિંદગી બાકી રહી? ૧૦ વર્ષ બાકી રહ્યાં? તો એને ૧૫ વર્ષ કરવાં પડશે. બીજી વાત, બાકીની વધેલી જિંદગી (લેફટ્ઓવર લાઈફ)નું શું કરવું છે? ટી.વી. જોવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું છે. જે દુનિયા જોવાની ઈચ્છા હતી, પણ જોેઈ શકાઈ નથી; કારણ કે સમય કે સગવડ ન હતાં, એ દુનિયા જોવી છે. સિગરેટ, શરાબ, બધું જ ધીરે ધીરે છોડવું પડશે, નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે. of સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે. પૈસા સંભાળવા, સાચવવા, સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે. ઊછળતી જવાની ને અઢળક પૈસા, એ એક વિનાશક સ્ફોટક ફૉર્મ્યુલા છે, તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવૉર્સ થતા નથી, પણ બન્નેમાંથી એકનો દેહાંત થઈ શકે છે. ગુજરાતી કહેવત છે કે ભીંત અને કરો સાથે ન પડે! મોટી દીવાલ ભીંત છે, નાની દીવાલ કરો છે, અને બન્ને એકબીજાને સહારે ઊભા છે. બન્ને સાથે પડવાના નથી, એક પડશે અને બીજાએ એકલા જ ઊભા રહેવાનું છે. લગ્નજીવન પણ આજ છે. પતિ-પત્ની સાથે મરતાં નથી, એક મરી જાય છે, બીજાએ જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો, પત્ની વિનાનો પુરુષ જીવનની અસહ્યતાને બરાબર અનુભવીને સમજે છે. નિવૃત્તિ પુરુષનું ‘વૈધન્ય’ બની જાય છે.

નિવૃત્તિ જીવનને રિ-સ્ટ્રક્ચર કરવાનું નામ છે. હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી. ધન હોવા છતાં સેવા મળે જ એ આવશ્યક નથી. બન્ને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે, પણ આ અસહાય અવસ્થા નથી. મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઈન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી. વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે, સ્વસ્થ હોય છે, શરીર સરસ રાખી શકે છે, પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે? ગફુરનો તર્ક એવો હતો કે વિદેશી વૃદ્ધો પોતે જ પોતાનું કામ કરતાં રહે છે એટલે એમના શરીરો ચુસ્ત રહે છે, જ્યારે આપણે ત્યાં સંયુક્ત પરિવારોને કારણે અને કૌટુંબિક પરંપરા પ્રમાણે પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્રી, પૌત્ર દાદાજીને કોઈ કામ કરવા દેતા નથી એટલે દાદાજી એક ‘કાઉચ પોટેટો’ (સોફા પર બેઠેલું બટાટું) બની જાય છે! બધા જ દાદાજીનું કામ કરવા તત્પર હોય છે અને દાદાજીએ કોઈ જ શારીરિક કામ કરવાનું હોતું નથી, માટે એમની તબિયત રુગ્ણ થતી જાય છે. લેટેસ્ટ કપડાં પહેરવાં કે એકલા બહારગામ પ્રવાસ કરવો કે જિંદગીની મજાઓ કરવી એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી. પશ્ર્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિઅર ફૅમિલી (માત્ર પિતા-માતા-સંતાનોનો પરિવાર)ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે. નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો આધાર છે.

નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે. તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો, નિવૃત્તિ તમારો, તમારા શરીરનો, તમારા સંંબંધોનો, તમારા પરિવેશનો કબજો લઈ લે છે. દિવસમાં ૮, ૧૦, ૧૪ કલાક જે લોકો સાથે કામ કર્યું છે એ લોકોના નામો પણ યાદ કરવા પડે એ દિવસો આવી ચૂક્યા છે અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે. હવે ડોરબેલ ઓછી વાગે છે, હવે ટેલિફોન ઓછા આવે છે, હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે! હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે: સ્પિરિચ્યુઅલની (અધ્યાત્મિક) કે સ્પિરિટ્સની (શરાબ)? અને બંને સાચી છે, કારણ કે   ચહેરો તમારો છે?
🙏🌺🌸☘️🍁🌴🌷🍀🌼
(ઓછામાં ઓછો ઓછામાં ઓછો પાંચ વખત આ લેખ વાંચવો જરૂરી છે!!)

મંગળવાર, 7 જુલાઈ, 2020

Tummy and obesity in lighter way

પેટને ફાંદ માં પરિવર્તિત થવાની જાણ સૌથી પહેલાં એનાં (ફાંદ ના) ધારક ને જ થતી હોય છે..

પણ શરુઆતમાં ધારક એને પેટ જ કહે છે અને ફાંદના અસ્તિત્વને જ નકારતો રહે છે..

એકદમ સ્વાભાવિક રીતે પોતાને સાંત્વના આપે છે કે દિવાળી પર મફત ના મઠિયા ને મીઠાઈ (સોનપાપડી) ને કારણે અને ભરપૂર આરામ ના કારણે આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ને બહુજ જલદી સામાન્ય થઈ જશે..

નવી નવી ફાંદ ના ધારક એક ભ્રમમાં હોય છે કે આ કોઈ સીઝનલ વાઈરલ ટાઈપ કે જુવાનીનાં ખીલ જેવી સ્થિતિ છે, જે કોઈ પ્રયત્ન વગર અઠવાડિયા માં ઠીક થઈ જશે..

પણ પણ પણ..

એવું થતું નથી..
અઠવાડિયું મહિનામાં અને મહિના વર્ષ માં પરિવર્તિત થઈ જશે પણ કમબખ્ત ફાંદ, ધારકની નાભીથી ઉપર 6 ઈંચ સુધી પોતાનું સામ્રાજ્ય વધારતી રહે છે, પત્ની છોકરાં કાંઈ ટકોર કરે તો ફાંદ ધારક પત્નીના સ્વાદિષ્ટ ભોજનને અને એના પિયરના લગ્ન પ્રસંગો કે પોતાના જ બાપદાદાની ફાંદની આનુવંશિકતાને જવાબદાર ગણાવે છે, ને ધારક ફાંદની ઉપેક્ષા કરવામાં લાગી જાય છે..

પણ પણ પણ..

નામુરાદ ફાંદને ઉપેક્ષિત અવસ્થા પસંદ નથી હોતી એટલે એ શર્ટના બટન તોડી ને પણ પોતાની હાજરી નોઘાવવાનો સફળ કે આંશિક સફળ પ્રયત્ન કરે રાખે છે..

અને ધારકને ઈનશર્ટ કરવાનું છોડવા મજબૂર કરી દે છે..

ઘરવાળી ભલે મન મારીને પણ ફાંદથી ટેવાઈ જાય પણ દુષ્ટ પ્રકૃતિના મિત્રો ફાંદને પાછું પેટ કહી શકાય તેવી સ્થિતિ લાવવા માટે એવાં એવાં જીવલેણ ઉપાય બતાવે છે કે જેના અમલીકરણમાં જાતકનો જીવ ગળે સુધી આવી જાય..

પછી તો કંટાળીને જાતક ભીષ્મપ્રતીજ્ઞા લઈ જ લે છે કે પોતે પાછું ત્રેવીસની ઉંમરનું પેટ લાવીને જ જંપશે.

પોતાને જ મોંઘા સ્પોર્ટ્સ શુઝ ગીફ્ટ આપે અને સવારે જલ્દી ઉઠી ને દોડવા જવાનું, શું ખાવું કે ના ખાવું..?

મિત્રlને રવાડે ચડી જીમની વાર્ષિક ફી ભરી આવવી.. અરે કપાલભાતી કે અનુલોમ-વિલોમ પણ શીખી આવે.. આર્યુવેદના નાજુક તબિયતવાળા વૈદોની સલાહ પણ લઈ આવે ને આ ક્રમ મુજબ થોડાં દિવસ ચાલવાનો પ્રયત્ન પણ કરે..

પછી પછી ક્યારેક અચાનક જ બદમાશ મિત્રો ક્યારેક વણેલા ગાંઠિયા કે વાડીલાલ નાં આઇસક્રીમની લાલચ આપીને જાતકને ફસાવી દે છે. ને સ્પોર્ટ્સ શુઝ પર ધૂળ જામવા લાગે છે ને ફાંદ પણ ચીનની જેમ પોતાના વિસ્તાર ચુપચાપ વધારવામાં લાગી હોય છે..

ફાંદ અને જાતકની લડાઈમાં ફાંદ હમેશા બાજીરાવ પેશ્ર્વાની જેમ જાતક ને હથિયાર મૂકવા મજબૂર કરી જ દે છે..

ને હવે તો.. જાતક ઢીલાં શર્ટ પહેરવાનું નક્કી કરે છે ને ફોટો શૂટ વખતે શ્ર્વાસ રોકવાનો પ્રયાસ કરે છે..

પરાજિત યોધ્ઘાની જેમ સોફા પર પડી રહે છે ને હવે ટીવી પર બાબા રામદેવ નું પેટ ફુલાવવું ને મશક ની જેમ અંદરની તરફ ગોળગોળ ફેરવવું પણ જાતકને પ્રભાવિત નથી કરતું.. ઈવન શિલ્પા શેટ્ટી નો યોગ નો વીડિયો પણ..

પછી એ પોતાના મિત્ર વર્તુળમાં પોતાના જેવા ફાંદ ધારકોનો સમાવેશ કરે છે..
એમનાં તર્ક..

1- ખાધેપીધે સુખી માણસની નિશાની..
2- એક ઉમર પછી બઘાને ફાંદ હોય જ ને..
3- જેને ફાંદ ના હોય તે બઘા બિમાર..
મોરલ ઓફ સ્ટોરી..
ફાંદ નું પ્રગટ થવું ને નિરંતર પ્રગતિશીલ રહેવું એ જન્મ મરણ જેવી નિશ્ચિત બાબત છે..
જો ફાંદ તમારો નકશો બગાડી ને પાકિસ્તાનની જેમ પેદા થઈ ચૂકી છે તો માની લેવું કે એનું અસ્તિત્વ સ્વીકારી લેવું..

ને પોતાની ફાંદના સહઅસ્તિત્વ સાથે જીવવાનું શીખી લેવું. 😄😄😄

શનિવાર, 4 જુલાઈ, 2020

Pain of mind of a woman

🙏🏻
*સ્ત્રીની આંતર મનની વ્યથા:-*

*નાની હતી.*
*ખુબ બોલતી.*
*મા ટોકતી :*
*ચુપ રહે,*
*નાનાં છોકરાં બહું ના બોલે.....!*

*કિશોરી બની.*
*તોળીને બોલતી.*
*છતાં મા કહેતી :*
*ચુપ રહે,*
*હવે તું નાની નથી.....!*

*યુવતી બની.*
*મ્હોં ખોલું,*
*ત્યાં મા ઠપકારતી :*
*ચુપ રહે,*
*પારકા ઘરે જવાનું છે.....!*

*નોકરી કરવા ગઈ.*
*સાચું બોલવા ગઈ.*
*બોસ બોલ્યા :*
*ચુપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો.....!*

*પુત્રવધુ બની.*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી :*
*ચુપ રહે,*
*આ તારું પિયર નથી.....!*

*ગૃહિણી બની.*
*પતિને કાંઈ કહેવા જાઉં,*
*પતિ ગુસ્સે થતો :*
*ચુપ રહે,*
*તને શું ખબર પડે.....!*

*માતા બની.*
*બાળકોને કાંઈ કહેવા જાઉં.*
*તો તે કહેતા :*
*ચુપ રહે,*
*તને એ નહીં સમજાય.....!*

*જીવનની સાંજ પડી.*
*બે બોલ બોલવા ગઈ.*
*સૌ કહે :*
*ચુપ રહો,*
*બધામાં માથું ના મારો.....!*

*વૃદ્ધા બની.*
*મ્હોં ખોલવા ગઈ.*
*સંતાનો કહે :*
*ચુપ રહે,*
*હવે, શાંતિથી જીવ.....!*

*બસ........,*
*આ ચુપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે.....*
*એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં,*
*ત્યાં તો સામે યમરાજા દેખાયા.*
*તેમણે આદેશ આપ્યો:*
*ચુપ રહે,*
*તારો અંત આવી ગયો.....!*

*હું ચુપ થઈ ગઈ.....*
*હંમેશના માટે..........!*

ગુરુવાર, 2 જુલાઈ, 2020

Worldly matters

.
ll અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવા બધાં ખરાબ ભાવ વિશે સમજાવો.

ત્યારે કૃષ્ણે કીધું,

કેન્ડી ખાતી વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,

એને કહેવાય "મોહ"

એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,

એને કહેવાય "લોભ"

અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,

એને કહેવાય "ઈર્ષ્યા"

કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,

એને કહેવાય "ક્રોધ"

ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,

એને કહેવાય "આળસ"

રેસ્ટોરન્ટમાં  જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,

એને કહેવાય "તુચ્છતા"

જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,

એને કહેવાય "ભય"

પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,

એને કહેવાય "શોષણ"

ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,

એને કહેવાય "ભ્રમ"

દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,

એન કહેવાય "અક્ષમ્ય અપરાધ"

પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,

એને કહેવાય "છલ"

આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,

એને કહેવાય "આત્મશાંતિ" ll