🙏🏻
*સ્ત્રીની આંતર મનની વ્યથા:-*
*નાની હતી.*
*ખુબ બોલતી.*
*મા ટોકતી :*
*ચુપ રહે,*
*નાનાં છોકરાં બહું ના બોલે.....!*
*કિશોરી બની.*
*તોળીને બોલતી.*
*છતાં મા કહેતી :*
*ચુપ રહે,*
*હવે તું નાની નથી.....!*
*યુવતી બની.*
*મ્હોં ખોલું,*
*ત્યાં મા ઠપકારતી :*
*ચુપ રહે,*
*પારકા ઘરે જવાનું છે.....!*
*નોકરી કરવા ગઈ.*
*સાચું બોલવા ગઈ.*
*બોસ બોલ્યા :*
*ચુપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો.....!*
*પુત્રવધુ બની.*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી :*
*ચુપ રહે,*
*આ તારું પિયર નથી.....!*
*ગૃહિણી બની.*
*પતિને કાંઈ કહેવા જાઉં,*
*પતિ ગુસ્સે થતો :*
*ચુપ રહે,*
*તને શું ખબર પડે.....!*
*માતા બની.*
*બાળકોને કાંઈ કહેવા જાઉં.*
*તો તે કહેતા :*
*ચુપ રહે,*
*તને એ નહીં સમજાય.....!*
*જીવનની સાંજ પડી.*
*બે બોલ બોલવા ગઈ.*
*સૌ કહે :*
*ચુપ રહો,*
*બધામાં માથું ના મારો.....!*
*વૃદ્ધા બની.*
*મ્હોં ખોલવા ગઈ.*
*સંતાનો કહે :*
*ચુપ રહે,*
*હવે, શાંતિથી જીવ.....!*
*બસ........,*
*આ ચુપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે.....*
*એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં,*
*ત્યાં તો સામે યમરાજા દેખાયા.*
*તેમણે આદેશ આપ્યો:*
*ચુપ રહે,*
*તારો અંત આવી ગયો.....!*
*હું ચુપ થઈ ગઈ.....*
*હંમેશના માટે..........!*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો