મંગળવાર, 7 જુલાઈ, 2020

Tummy and obesity in lighter way

પેટને ફાંદ માં પરિવર્તિત થવાની જાણ સૌથી પહેલાં એનાં (ફાંદ ના) ધારક ને જ થતી હોય છે..

પણ શરુઆતમાં ધારક એને પેટ જ કહે છે અને ફાંદના અસ્તિત્વને જ નકારતો રહે છે..

એકદમ સ્વાભાવિક રીતે પોતાને સાંત્વના આપે છે કે દિવાળી પર મફત ના મઠિયા ને મીઠાઈ (સોનપાપડી) ને કારણે અને ભરપૂર આરામ ના કારણે આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ને બહુજ જલદી સામાન્ય થઈ જશે..

નવી નવી ફાંદ ના ધારક એક ભ્રમમાં હોય છે કે આ કોઈ સીઝનલ વાઈરલ ટાઈપ કે જુવાનીનાં ખીલ જેવી સ્થિતિ છે, જે કોઈ પ્રયત્ન વગર અઠવાડિયા માં ઠીક થઈ જશે..

પણ પણ પણ..

એવું થતું નથી..
અઠવાડિયું મહિનામાં અને મહિના વર્ષ માં પરિવર્તિત થઈ જશે પણ કમબખ્ત ફાંદ, ધારકની નાભીથી ઉપર 6 ઈંચ સુધી પોતાનું સામ્રાજ્ય વધારતી રહે છે, પત્ની છોકરાં કાંઈ ટકોર કરે તો ફાંદ ધારક પત્નીના સ્વાદિષ્ટ ભોજનને અને એના પિયરના લગ્ન પ્રસંગો કે પોતાના જ બાપદાદાની ફાંદની આનુવંશિકતાને જવાબદાર ગણાવે છે, ને ધારક ફાંદની ઉપેક્ષા કરવામાં લાગી જાય છે..

પણ પણ પણ..

નામુરાદ ફાંદને ઉપેક્ષિત અવસ્થા પસંદ નથી હોતી એટલે એ શર્ટના બટન તોડી ને પણ પોતાની હાજરી નોઘાવવાનો સફળ કે આંશિક સફળ પ્રયત્ન કરે રાખે છે..

અને ધારકને ઈનશર્ટ કરવાનું છોડવા મજબૂર કરી દે છે..

ઘરવાળી ભલે મન મારીને પણ ફાંદથી ટેવાઈ જાય પણ દુષ્ટ પ્રકૃતિના મિત્રો ફાંદને પાછું પેટ કહી શકાય તેવી સ્થિતિ લાવવા માટે એવાં એવાં જીવલેણ ઉપાય બતાવે છે કે જેના અમલીકરણમાં જાતકનો જીવ ગળે સુધી આવી જાય..

પછી તો કંટાળીને જાતક ભીષ્મપ્રતીજ્ઞા લઈ જ લે છે કે પોતે પાછું ત્રેવીસની ઉંમરનું પેટ લાવીને જ જંપશે.

પોતાને જ મોંઘા સ્પોર્ટ્સ શુઝ ગીફ્ટ આપે અને સવારે જલ્દી ઉઠી ને દોડવા જવાનું, શું ખાવું કે ના ખાવું..?

મિત્રlને રવાડે ચડી જીમની વાર્ષિક ફી ભરી આવવી.. અરે કપાલભાતી કે અનુલોમ-વિલોમ પણ શીખી આવે.. આર્યુવેદના નાજુક તબિયતવાળા વૈદોની સલાહ પણ લઈ આવે ને આ ક્રમ મુજબ થોડાં દિવસ ચાલવાનો પ્રયત્ન પણ કરે..

પછી પછી ક્યારેક અચાનક જ બદમાશ મિત્રો ક્યારેક વણેલા ગાંઠિયા કે વાડીલાલ નાં આઇસક્રીમની લાલચ આપીને જાતકને ફસાવી દે છે. ને સ્પોર્ટ્સ શુઝ પર ધૂળ જામવા લાગે છે ને ફાંદ પણ ચીનની જેમ પોતાના વિસ્તાર ચુપચાપ વધારવામાં લાગી હોય છે..

ફાંદ અને જાતકની લડાઈમાં ફાંદ હમેશા બાજીરાવ પેશ્ર્વાની જેમ જાતક ને હથિયાર મૂકવા મજબૂર કરી જ દે છે..

ને હવે તો.. જાતક ઢીલાં શર્ટ પહેરવાનું નક્કી કરે છે ને ફોટો શૂટ વખતે શ્ર્વાસ રોકવાનો પ્રયાસ કરે છે..

પરાજિત યોધ્ઘાની જેમ સોફા પર પડી રહે છે ને હવે ટીવી પર બાબા રામદેવ નું પેટ ફુલાવવું ને મશક ની જેમ અંદરની તરફ ગોળગોળ ફેરવવું પણ જાતકને પ્રભાવિત નથી કરતું.. ઈવન શિલ્પા શેટ્ટી નો યોગ નો વીડિયો પણ..

પછી એ પોતાના મિત્ર વર્તુળમાં પોતાના જેવા ફાંદ ધારકોનો સમાવેશ કરે છે..
એમનાં તર્ક..

1- ખાધેપીધે સુખી માણસની નિશાની..
2- એક ઉમર પછી બઘાને ફાંદ હોય જ ને..
3- જેને ફાંદ ના હોય તે બઘા બિમાર..
મોરલ ઓફ સ્ટોરી..
ફાંદ નું પ્રગટ થવું ને નિરંતર પ્રગતિશીલ રહેવું એ જન્મ મરણ જેવી નિશ્ચિત બાબત છે..
જો ફાંદ તમારો નકશો બગાડી ને પાકિસ્તાનની જેમ પેદા થઈ ચૂકી છે તો માની લેવું કે એનું અસ્તિત્વ સ્વીકારી લેવું..

ને પોતાની ફાંદના સહઅસ્તિત્વ સાથે જીવવાનું શીખી લેવું. 😄😄😄

ટિપ્પણીઓ નથી: