શનિવાર, 27 ફેબ્રુઆરી, 2021

Wife says to husband

*હિંમત રાખી રડ્યા વગર વાંચવા વિનંતી. મારા હૃદયને સ્પર્શી ગયેલ આ લેખ છે*aaje anniversary nathiii😔😔😔😔😔😔😔😔*👰જીવન સંગીની / અર્ધાંગિની ઘર્મ પત્નીની વિદાય* *પત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજા ની જેમ અને  દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્ની ને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણ નો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય છે. તમે રવિવારે  મોડે સુધી પથારીમાં પડી રહેલા હોવ પણ તેનો તો કોઈ રવિવાર કે તહેવાર હોતો જ નથી. ચા લાવ ને પાણી લાવ ને જમવાનું લાવ. આ તો આવું છે અને પેલું તો તેવું છે. તારા માં અક્કલ ક્યારે આવશે આવો ખોટો ખોટો વટ મારો છો. એનામાં અક્કલ છે અને એ છે તો જ તમે ટકેલા છો. નહીં તો દુનિયામાં તમારો કોઈ ભાવ પણ નહીં પૂછશે. જરા આ સ્થિતિની કલ્પના કરી જુવો ::::**એક દિવસ પત્ની અચાનક રાતના  સમયે  મૃત્યુ પામે  છે!!**ઘરમાં રોકકળ થાય  છે!! પત્નીના અંતિમ દર્શન ચાલી રહ્યા હતા!!**તે સમયે એનો આત્મા જતાં જતાં તે પોતાના પતિને જે  કાંઈ  કહે  છે તેનું આ *વર્ણન છે!!* 👰"ચાલો હું જાઉં છું હવે ફરી  *કદીયે મળાશે* નહીં!! લખેલા *લેખ* વિધિએ  ટાળ્યા તો *ટળાશે* નહીં!!ચાલો હું જાઉં છું....👰 *ચોરી ના ચાર* ફેરા  જે 'દિ આપણે સાથે ફરેલા!! *જીવીશું* ને *મરીશું* સંગ  એવા કૉલ દીધેલા!! *અચાનક* જાવું પડશે *એકલા*  મુજને ખબર નહીં!!ચાલો હું જાઉં છું....👰મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!! ઘણું *દુઃખ* થાય છે મને!! પણ હું થઈ *મજબૂર* હવે હું જાઉં છું!! નથી *મન* માનતુ  જતાં, છતાં મારું *કંઈ*  ચાલશે નહીં...ચાલો હુ જાઉં છું.....👰અતિ કલ્પાંત કરે છે!! જુઓને *દીકરો* ને *વહુ* !! નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું!! અને રડે છે, દીકરાનો *દીકરો* કહે છે.... *બા* ....... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા. હા અને તમે મજબૂત રહેજો  *ઢીલા* ન પડશો જરાય!!ચાલો હું જાઉં છું....  👰જુઓ હમણાં જ  *સાસરેથી* *દીકરી* આવશે  જ્યારે જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે.સંભાળી એને *શાંત*  પાડજો! અને જરાયે તમે પણ *રોતા* નહીં!!ચાલો હું જાઉં છું....👰જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી  કર્યુ  છે!! જગતમાં જે કોઈ  આવ્યુ  છે, તે અહીંથી *સિધાવ્યુ* છે!!  ધીરે ધીરે  ભૂલી જજો, મને  *બહું* યાદ  કરતા નહીં!! અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો. હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો.ચાલો હું જાઉં છું....👰નથી મારું કહ્યું *માન્યું* તમે કદી યે આ જીવનમાં, છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર*  બનો *વર્તનમાં* .!! મૂકીને  એકલા જાતાં  *મને ચિંતા* થતી ઘણી!! પણ શું કરું મજબૂર છું...ચાલો હું જાઉં છું....👰તમોને *બી.પી* ને  *હદય* ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે  ભારી!! સવારે  ઊઠીને જો જો *દવા*  લેવાનું  ભૂલતા નહીં!! ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં. હવે હું નથી એ સમજીને જીવજો...ચાલો હું જાઉં છું....👰કરે દીકરોને વહૂ *છણકો*  તો જો જો બોલતા *ના* કાંઈ!! *ચૂપચાપ* બધું સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતાં નહીં.!! સદા હસતા  તમે રહેજો જરાયે  *ઉદાસ*  થાશો નહીં!!ચાલો હું જાઉં છું....👰દીકરાના દીકરાને લઈને તેની *સંગાથે* રમજો!! તમારા *મીત્રોની* સાથે બેસીને સંગતમાં સમય *વ્યતીત* કરજો!! હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી જીવનમાં સંયમ પાડી શકાય. આવુ હું  *યાદ* બહું તો ચૂપચાપ રડી લેજો પણ *મનથી*  જરાયે  *ઢીલા*  પડશો  નહીં!!ચાલો  હું જાઉં છું....👰મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે, એવી બૂમ હવે પાડતા નહીં. બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો. સવાર ને સાંજે તમે નિયમિત  જમીને *દવા* લેજો!! અગર *વહૂ* ભૂલી  જાય  તો સામેથી *યાદ* કરી દેજો!! જમવાનું જે મળે, જેવું મળે તે પ્રેમથી જમી લેજો. ગુસ્સો કરતા નહીં.વર્તાશે  *ગેરહાજરી*  મારી પળેપળે છતાંયે *મૂંઝાશો* નહીં!!ચાલો હું જાઉં છું....👰ઘડપણમાં લેવાની *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!! ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે*  નહીં!!ચાલો હું જાઉં છું....👰સાંજે  સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો!! *તરસ* જો લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!!રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં!!ચાલો હું જાઉં છું....👰પરણ્યા પછી સાથે ઘણું આપણે  *પ્રેમથી*  રહ્યા!! બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા* ખીલી રહ્યા!! ઇ *ફૂલડાની ફોરમ* હવે  મુજથી  *લેવાશે* નહીં કે દૂરથી પણ જોવાશે નહિ.!!ચાલો હું જાઉં છું....👰" *ઊઠો* હવે *સવાર* થઈ " - એવું કોઈ  *કહેશે* નહીં!! *જાતે* ઊઠી જજો કોઈની *રાહ*  જોશો  નહીં....ચાલો હું જાઉં છું....👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! હવે ફરી કદીયે મળાશે નહીં!! *કઈ ભુલ થઈ હોય મારાથી માફ* કરશો!! લખેલા  લેખ  *વિધિએ* ટાળયા તો ટળાશે નહીં.." *ચાલો હું જાવ છું* "   *ચાલો હુ જાવ છુ*નોધ...*જો તમારુ દિલ ❤ હલે તો જ બીજાને મોકલજો.*🌺વાંચીને આંખમા *આંસુ* જરુર આવશે પણ આ જીવનની *કડવી* હકિકત છે. તેથી આજ થી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો . તેની સાથે પ્રેમથી જીવો. આનંદ થી જીવો. મોજથી જીવો. છોડો તમારો અહમ અને પૈસાનો મોહ. પત્ની છે તો બધું જ છે અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કઈ જ નથી એ વાત સમજી ને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજ માં તમારી એકલાની કોઈ વેલ્યુ રહેશે નહિ એ સમજી જ લેજો આજે. તેથી જીવતા  જ એની કિંમત સમજો નહિ તો કાલે ખુબ પસ્તાવો થશે. તેથી આજ થી જ પત્ની  સાથે પ્રેમ થી જીવન જીવી મોઝ માણો.  સાથે ફરશુ સાથે જીવશુ સાથે મરશુ એ વચન હું ના પાડી  શકી વિધિ ના લેખ ખોટા પડયા મને માફ કરજેા અને તમારો ખ્યાલ રાખજેા  એજ લી તમારી જીવન સાથીની જીવન સંગીની તમારી  અઘાઁગીની તમારી પત્ની ના રામ રામ જય સ્વામી નારાયણ  લી એક દુ:ખી પતિ ની વેદના જે સત્ય હકીકત જેા વિશ્વાસ ન હોય તો પુછી લેજેા જેની પાસે પત્ની નથી એને તો જેની પાસે છે તો તેની કદર કરજેા ભગવાન સૌની જેાડી સલામત રાખે તેવી પ્રભુ ના ચરણો માં મારી પ્રાથઁના ❤️🙏🏻🙏🏻🙏🏻

ટિપ્પણીઓ નથી: