*Bye Bye Diwali-*
ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ *દિવાળી...*✨⚡
જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..😂
ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો.. 😰
થીજી ગયેલા ice creamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..🍨
જુદા જુદા ખાનાવાળા Dryfruit Box ને હવા સિવાય કોઈ સ્પર્શયું નથી..😏
સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા..😜
મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..😰
અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો..😔
Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..🤔
ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..
કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..🤔
ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..😰
શું આ જ હતી દિવાળી?😱
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.
મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..👍🏻
નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો...
ફરી મળે એ જ પરિવાર..
ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..
એજ જુના મિત્રો મળે..
એવીજ ચહેરા પર લાલી હો..
*We All Missed Old Diwali Days.
😘😘😘*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો