ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

Time passes fast

“1 રૂપિયાની 3 પાણીપુરી”
              અને
“3 રૂપિયાની 1 પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મેદાન પર આવીજા”
         અને
“ઓનલાઈન આવીજા” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હોટલમાં ખાવા ઝંખવું”
               અને
“ઘરનું ખાવા ઝંખવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“ખાધુ પીધુ ને રાજ કર્યુ”
            અને
“દુનિયાદારી સ્વીકારવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“બહેનની પારલે ચોકલેટ ચોરવી”
                 અને
“બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે”
                  અને
“snooze બટન દબાવવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“તૂટેલી પેન્સિલ”
        અને
“તૂટેલા દિલ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“જીંદગીભરના દોસ્ત”
             અને
“કાંઇ જ કાયમી નથી” એ બે
ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હું મોટો થવા માંગુ છું”
             અને
“હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“ચાલો મળીને પ્લાન કરીએ”
               અને
“ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

“મા બાપ આપણી ઇચ્છા પુરી કરે”
               અને
“આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

" કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા."
" ઉંમર સાથે વધતા વર્ષો... આપણી સાથે કળા કરી ગયા.."

" કોઈને લીફ્ટ મળી ગઈ...
ને કોઈ દાદરા ચડી ગયા,
     કોઈએ સંઘર્ષ કર્યો, કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.. "

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા....
          પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા..!

"સ્કૂલના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા..,
     યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા...."

"પણ એક વાતમાં આપના સૌના નસીબ ઉઘડી ગયા...
" આપણને સૌને અનાયસે અદ્ભૂત મિત્રો મળી ગયા..."

ટિપ્પણીઓ નથી: