મંગળવાર, 8 ઑક્ટોબર, 2019

Doctor is not a criminal

"ડિલિવરી પછી થતાં વધુ પડતાં રક્તસ્ત્રાવ ને કારણે પ્રસૂતા નું મોત. "
"ડોક્ટર ની બેદરકારી ને લીધે મોત નો આરોપ "
ત્યાં સુધી તો ઠીક હતું કે સ્વજન ખોવાનું દુઃખ આક્ષેપબાજીમાં પરિવર્તિત થઈ છાપે ચડ્યું. પણ જ્યારે દર્દીના સગાઓએ treating doctor વિરુદ્ધ FIR અને arrest કરવાની માંગ અને તો જ મૃતદેહ પાછો લઈશું તે વાત એક gynaecologist તરીકે અંદર સુધી હચમચાવી ગઈ. જ્યારે  પોલિટિકલ પ્રેશરને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ treating doctor ની સામે  sec 304 ( culpable to homicide મનુષ્ય વધના ગુના માટે)  અને 314 ધારા  દાખલ કરાઇ ત્યારે ડોક્ટરની જમાત કેટલી અસહાય છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ!

33 વર્ષની સફળ પ્રેક્ટિસ, હજારોની સંખ્યામાં ડિલિવરી (નોર્મલ તથા C. Section) ,V. I. P.  પેશન્ટ ના ફેમિલી ગાયનેક (દર્દીના મમ્મીની ડિલિવરી આ જ ડોક્ટરએ કરાવી હતી) તરીકે સન્માન પામ્યા પછી  એક ખરાબ કેસ (યાદ રાખો PPH ડિલિવરી પછી થતું વધુ બ્લીડીંગ ડોક્ટરની ભૂલને કારણે નથી થતું) જો ડોક્ટરને હત્યારાની સમકક્ષ લાવીને મૂકી દે એવું કેવું ન્યાયતંત્ર?  કે વો સમાજ?!

"ડોક્ટરો તો લૂંટવા માટે જ બેઠા હોય છે! " "પૈસા માટે ડોક્ટરો કાપી જ નાખે" " લોહીની નસ કપાઇ ગઇ હશે એટલે જ બ્લીડીંગ છૂટી પડયું હશે. "  આટલી બધી નેગેટિવટી ડોક્ટર માટે શા માટે?  ડોક્ટર પણ એ જ સમાજમાંથી આવે છે જે સમાજના તમે ભાગ છો! દર્દીઓને લૂંટીને - કાપીને - મારીને  અંબાણી - બિરલા બનતા ડોક્ટર હજી મેં નથી જોયાં.નવે- નવ મહિના anc care આપ્યા પછી પોતાના દર્દી ને ડિલિવરી દરમિયાન /પછી થતાં વધુ બ્લીડીંગને કારણે, બધા જ ઉપાય અજમાવ્યા છતાં ન બચાવી શક્યા ની ડોક્ટરની અસહાયતા,  પીડા કે તણાવની કલ્પના સરખી છે ખરી!  જવા દો!  ડોક્ટર માણસ છે અને તેને તમારા દર્દી માટે લાગણી થાય એ વાત તમારા ગળે નહીં ઉતરે!તો pure business ની જ વાત કરીએ તો ય કોણ ડોક્ટર એવું ઈચ્છે કે તેનું દર્દી/ કેસ ખરાબ થાય! કારણ કે  તેની સીધી અસર તેના બીજા  દર્દી પર પડવાની જ છે! જો સમાજ  દર્દી ને થતાં નાના મોટા દરેક કોમ્પ્લીકેશન  માટે સાચુ સમજ્યા વિના ડોક્ટરને જ જવાબદાર માનશે તો  કાબેલ માં કાબેલ ડોક્ટર થોડો પણ જોખમી  જણાતો કેસ હાથમાં  નહીં લે!  એ દિવસ દૂર નથી જ્યારે દરેક ડિલિવરી  કોર્પોરેટ સેક્ટરમાં થશે.!

PPH   - ડિલિવરી પછી થતું વધુ બ્લીડીંગ,  DIC - લોહી ગંઠાવવા માં ખામી,  pulmonary embolism - લોહી નો ગઠ્ઠો છૂટો પડી ફેફસાંની રક્તવાહિની માં ફસાવવું ત્યાર પછી  શ્વાસ લેવામાં તકલીફ ઉભી થવી...  આ બધા એવા જીવલેણ કોમ્પ્લીકેશનના ઉદાહરણ છે જે ઘણાખરા ભાગે unpredictable & inevitable હોય છે.  જો આ બધાનો ઇલાજ સો ટકા  સંભવ હોત તો  વિકસિત દેશો જેવા  USA,  UK  & Australia  માં માતા નો મૃત્યુદર શૂન્ય હોત!  જે  નથી! માનવી તરીકેની ડોક્ટરની મર્યાદા અને ઈશ્વરની આધિપત્ય સમજીએ અને સ્વીકારીએ.

અમે  શહેરના  બધા gynaecologists ઇલાજ કરતા  ડોક્ટર સામે કરવામાં આવેલી FIR નો વિરોધ કરીએ છીએ  કારણ કે  અમે જાણીએ છીએ કે આ દર્દી ની ડીલીવરી  અમારામાંથી કોઈની પણ  પાસે કરાવવામાં આવી હોત તો પણ દર્દીનું શરીર  આ જ રીતે વર્ત્યુ  હોત!

અમે ભગવાન નથી  પણ અમે હત્યારા પણ નથી જ.

ડૉ. જુગ્તી હિતેશ પટેલ

ટિપ્પણીઓ નથી: