મંગળવાર, 1 ઑક્ટોબર, 2019

Doctor, duty, relatives, law, police

Fwd from Dr. Kirit Bhatt

Thanks to dr Jenil Chikani


પ્રેક્ટિસ શરૂ કરીએ એ પહેલાં અમારી પાસે એક ઓથ લેવડાવવામાં આવે છે-કે પેશન્ટનાં સારા સ્વાસ્થ્ય માટે અમે શક્ય એટલું બધું જ કરીશું. અમારું શ્રેષ્ઠત્તમ પ્રદાન કરીશું. પ્રેક્ટિસ શરૂ કર્યા પછી પણ રોજ અમારી એક જ પ્રાર્થના હોય છે કે અમે લીધેલા સંક્લપને પાળીએ.
અમારા પરિવારમાં શુભ પ્રસંગ હોય કે બચ્ચાંઓની માંદગી હોય પરંતુ પેશન્ટની સારવારમાં અમે કચાશ ન રહે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ.
અમારા મેડિકલ જ્ઞાન અને અનુભવને આધારે ખૂબ ગંભીર પેશન્ટને પણ હેમખેમ રાખવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ. પણ ક્યારેક અચાનક ઊભા થયેલા કોમ્પ્લિકેશન્સને કારણે બધી જ સજાગતા રાખવા છતાં અને તમામ મેડિકલ ગાઇડલાઇન ફોલો કરવા છતાં પેશન્ટને બચાવી શકતા નથી એ અમારી કમનસીબી છે.
સુરતમાં હમણાં એક સિનિયર ગાઇનેકોલોજીસ્ટ જે પાંત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમની સામે એફ.આર.આઇ કરવામાં આવી. એમનાં પર આરોપ મૂક્યો ં અને એ પણ માનવવધનો. મને ચોક્કસ ખ્યાલ છે કે ડોક્ટરે તમામ પ્રયત્ન કર્યા જ હશે, તમામ ગાઇડલાઇન ફોલો કરી જ હશે પણ બ્લિડીંગ બંધ ન થયું અને પેશન્ટ બચી ના શક્યું.
તમારામાંથી કેટલાક પેશન્ટ એવા હોય છે જે દવા લેવા આવે ત્યારે ગુગલ કરીને આવતા હોય છે. અમારા નિદાન સામે પ્રશ્નો પૂછી-પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ વિશે પણ જાણકારી મેળવતા હોય છે. આ એક સારી આદત છે. આ આદતનો હું આદર કરું છું. સાવ નાની બિમારીઓમાં જો તમે આટલી માહિતી મેળવતા હોવ તો આવા કોમ્પ્લિકેશન્સને મેડિકલી સમજવા માટે પણ તૈયાર રહેવું જોઇએ.
ડિલીવરી પછી સામાન્ય બ્લિડીંગ થાય તો એ કંટ્રોલમાં આવી જતું હોય છે. ક્યારેક બધી જ ગાઇડલાઇન ફોલો કરવા છતાં એ કંટ્રોલમાં ન આવે એવું પણ બની શકે. આવું બહુ રેર કેસમાં થાય છે, પણ આવું થઇ શકે છે.  આપણાં શરીરમાં પાંચથી સાડા પાંચ લિટર લોહી વહે છે. કોમ્પ્લિકેશન્સ વખતે આ લોહીને બહાર વહી જતા વાર નથી લાગતી. કારણ કે તે શરીરની નળીઓમાં રહેલા ફોર્સથી વહેતું હોય છે.
ઇન્ડિયામાં મેટરનલ મોર્ટાલિટી રેશિયો ઘટી રહ્યો છે. 2004-2006 દરમિયાન આ રેટ 254 હતો, 2011થી 213માં આ રેટ 167 થયો અને 2014થી 2016 દરમિયાન આ રેટ 130 થયો. ડોક્ટર અને પેશન્ટ બેઉની સજાગતાને કારણે આ આંકડાઓ ઘટી રહ્યા છે.
સુરતનાં ડોક્ટર સામે 304ની કલમ-માનવવધની કલમ લગાડવામાં આવી છે. પોતાનાં પેશન્ટ એ એની પૂંજી છે. ડોક્ટર ક્યારેય પણ એનો વધ કરવાનું વિચારી ન શકે.
એક ગાઇનેકોલોજીસ્ટ તરીકે હું અને અમારી સાથે જોડાયેલા ડોક્ટર્સ હાલી ગયા, ધ્રુજી ગયા.
આ કોઇ એક ડોક્ટર સામે લગાડેલી કલમ નથી. આ કોઇ એક ડોક્ટર સામે ફાડેલી એફ.આઇ.આર નથી. આ તમામ ડોક્ટર્સ સામે ફાટેલી એફ.આઇ.આર છે. તમામ ડોક્ટર્સ સામે લગાડેલી કલમ છે.
મારી ખાસ એક અપીલ કરવી છે-ડોક્ટર પણ માણસ છે અને એને પણ જમીર હોય છે. જ્યારે તમે સારા ન થાવ કે તકલીફમાં હોવ ત્યારે તમારા સ્વજન જેટલી જ કે કદાચ એનાંથી પણ વધારે ચિંતા ડોક્ટરને હોય છે.
ડોક્ટર બેદરકાર રહી શકતો નથી. નિવારી ન શકાય એવા સંજોગો વચ્ચે એ બધું જ જ્ઞાન ઠાલવે, બધી જ ગાઇડલાઇનનો ઉપયોગ કરે- પોતાનાં સહ ડોક્ટરની પણ એ મદદ લે- અને પેશન્ટ ન બચે એવું શક્ય છે. આવું બહુ ઓછા કેસમાં-ભાગ્યે જ થતું હોય છે પણ આવું થઇ શકે છે.
અમે ડોક્ટર છીએ પણ સાથે સાથે માણસ પણ છીએ. તમે અમને ભગવાન પછીનાં દરજ્જે મૂકો છો એ તમારી ભલમનસાઇ છે.
ડોક્ટર્સને સમજવા માટે આપ સૌને અપીલ કરું છું-કારણ કે આપનાં વિના ડોક્ટર-ડોક્ટર નથી રહેતો…
"ડિલિવરી પછી થતાં વધુ પડતાં રક્તસ્ત્રાવ ને કારણે પ્રસૂતા નું મોત. "
"ડોક્ટર ની બેદરકારી ને લીધે મોત નો આરોપ "
ત્યાં સુધી તો ઠીક હતું કે સ્વજન ખોવાનું દુઃખ આક્ષેપબાજીમાં પરિવર્તિત થઈ છાપે ચડ્યું. પણ જ્યારે દર્દીના સગાઓએ treating doctor વિરુદ્ધ FIR અને arrest કરવાની માંગ અને તો જ મૃતદેહ પાછો લઈશું તે વાત એક gynaecologist તરીકે અંદર સુધી હચમચાવી ગઈ. જ્યારે  પોલિટિકલ પ્રેશરને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ treating doctor ની સામે  sec 304 ( culpable to homicide મનુષ્ય વધના ગુના માટે)  અને 314 ધારા  દાખલ કરાઇ ત્યારે ડોક્ટરની જમાત કેટલી અસહાય છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ!

33 વર્ષની સફળ પ્રેક્ટિસ, હજારોની સંખ્યામાં ડિલિવરી (નોર્મલ તથા C. Section) ,V. I. P.  પેશન્ટ ના ફેમિલી ગાયનેક (દર્દીના મમ્મીની ડિલિવરી આ જ ડોક્ટરએ કરાવી હતી) તરીકે સન્માન પામ્યા પછી  એક ખરાબ કેસ (યાદ રાખો PPH ડિલિવરી પછી થતું વધુ બ્લીડીંગ ડોક્ટરની ભૂલને કારણે નથી થતું) જો ડોક્ટરને હત્યારાની સમકક્ષ લાવીને મૂકી દે એવું કેવું ન્યાયતંત્ર?  કે વો સમાજ?!

"ડોક્ટરો તો લૂંટવા માટે જ બેઠા હોય છે! " "પૈસા માટે ડોક્ટરો કાપી જ નાખે" " લોહીની નસ કપાઇ ગઇ હશે એટલે જ બ્લીડીંગ છૂટી પડયું હશે. "  આટલી બધી નેગેટિવટી ડોક્ટર માટે શા માટે?  ડોક્ટર પણ એ જ સમાજમાંથી આવે છે જે સમાજના તમે ભાગ છો! દર્દીઓને લૂંટીને - કાપીને - મારીને  અંબાણી - બિરલા બનતા ડોક્ટર હજી મેં નથી જોયાં.નવે- નવ મહિના anc care આપ્યા પછી પોતાના દર્દી ને ડિલિવરી દરમિયાન /પછી થતાં વધુ બ્લીડીંગને કારણે, બધા જ ઉપાય અજમાવ્યા છતાં ન બચાવી શક્યા ની ડોક્ટરની અસહાયતા,  પીડા કે તણાવની કલ્પના સરખી છે ખરી!  જવા દો!  ડોક્ટર માણસ છે અને તેને તમારા દર્દી માટે લાગણી થાય એ વાત તમારા ગળે નહીં ઉતરે!તો pure business ની જ વાત કરીએ તો ય કોણ ડોક્ટર એવું ઈચ્છે કે તેનું દર્દી/ કેસ ખરાબ થાય! કારણ કે  તેની સીધી અસર તેના બીજા  દર્દી પર પડવાની જ છે! જો સમાજ  દર્દી ને થતાં નાના મોટા દરેક કોમ્પ્લીકેશન  માટે સાચુ સમજ્યા વિના ડોક્ટરને જ જવાબદાર માનશે તો  કાબેલ માં કાબેલ ડોક્ટર થોડો પણ જોખમી  જણાતો કેસ હાથમાં  નહીં લે!  એ દિવસ દૂર નથી જ્યારે દરેક ડિલિવરી  કોર્પોરેટ સેક્ટરમાં થશે.!

PPH   - ડિલિવરી પછી થતું વધુ બ્લીડીંગ,  DIC - લોહી ગંઠાવવા માં ખામી,  pulmonary embolism - લોહી નો ગઠ્ઠો છૂટો પડી ફેફસાંની રક્તવાહિની માં ફસાવવું ત્યાર પછી  શ્વાસ લેવામાં તકલીફ ઉભી થવી...  આ બધા એવા જીવલેણ કોમ્પ્લીકેશનના ઉદાહરણ છે જે ઘણાખરા ભાગે unpredictable & inevitable હોય છે.  જો આ બધાનો ઇલાજ સો ટકા  સંભવ હોત તો  વિકસિત દેશો જેવા  USA,  UK  & Australia  માં માતા નો મૃત્યુદર શૂન્ય હોત!  જે  નથી! માનવી તરીકેની ડોક્ટરની મર્યાદા અને ઈશ્વરની આધિપત્ય સમજીએ અને સ્વીકારીએ.

અમે  શહેરના  બધા gynaecologists ઇલાજ કરતા  ડોક્ટર સામે કરવામાં આવેલી FIR નો વિરોધ કરીએ છીએ  કારણ કે  અમે જાણીએ છીએ કે આ દર્દી ની ડીલીવરી  અમારામાંથી કોઈની પણ  પાસે કરાવવામાં આવી હોત તો પણ દર્દીનું શરીર  આ જ રીતે વર્ત્યુ  હોત!

અમે ભગવાન નથી  પણ અમે હત્યારા પણ નથી જ.

ડૉ. જુગ્તી હિતેશ પટેલ

ટિપ્પણીઓ નથી: