પલકવારમાં સરી ગયું તે વરસ કહો કેટલું વરસ્યું ?
આંખ ભરીને પીધું તોયે,
અડધું પામ્યા અડધું છે તરસ્યું.
ક્ષણમાં રહેવું, ક્ષણમાં શીખવું ને ક્ષણમાં કરવી વાતો,
એવી છૂટે સ્નેહની ધારા
ના કોઈ કદી ધરાતું.
જે ઘડીએ જ્યાં મળ્યા
ત્યાં વિશ્વ નવું છે રચ્યું
પલકવારમાં સરી ગયું તે વરસ કહો કેટલું વરસ્યું ?
પંખીનો આ પડાવ અહીંયાં ને વળી ગીત છે મજાનું,
દોસ્ત ! હવે ના ક્યારેય લાગશે આપણને સૂનું સૂનું
મારી નદીના બેઉ કાંઠે
ગામ તમારું આખે આખું વસ્યું.
પલકવારમાં સરી ગયું તે વરસ કહો કેટલું વરસ્યું ?
આંખ ભરીને પીધું તોયે,
અડધું પામ્યા અડધું છે તરસ્યું.
નૂતન વર્ષાભિનંદન !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો