દશેરા પછી ના રવિવાર ની તૈયારીઓ ઘર મા ચાલી રહી હતી...ઘર મા દિવાળી નું વાતવરણ બરાબર નું જામ્યું હતું..ઘર ના બધા સભ્યો ની જરૂરિયાત પપ્પા ને ધ્યાન મા હતી..છતાં પપ્પા ચૂપ બેસી સાંભળી રહ્યા હતા..
હવે હું મોટો થઈ ગયો.. હતો એટલે પપ્પા ની દરેક વાત અને મોઢા ના હાવભાવ ને હું ધ્યાન થી નિરીક્ષણ કરતો હતો...
મમ્મી બોલી.. હવે તમારે કયારે કપડાં સીવડાવવા નાખવા ના છે...?
પપ્પા કહે...કબાટ મા આટલા બધા કપડાં તો છે...મારે શું જરૂર છે...?
પણ તમારા મોજા અને અન્ડરવેર ફાટી ગયા છે...તે તો ખરીદી લો..હવે..મમ્મી બોલી..
પપ્પા ...હસી ને બોલ્યા.. અરે ગાંડી...અંદર કોણ જોવા આવવાનું છે.. દિવાળી પછી વિચારશું ..શુ ઉતાવળ છે...
મમ્મી બોલી... હવે તો કામવાળા ને પણ તમારા કપડાં ધોવા આપતા શરમ થાય છે...એ પણ પૂછતો હતો...
કયારે સાહેબ ના નવા કપડાં લાવો છો ?
પાપા ..આજે મમ્મી ને ખીજવવા ના મૂડ મા હતા.....
તો ...તું મારા કપડાં કેમ ધોતી નથી ?
મમ્મી કહે..બધી વાત ને ગમ્મતમાં ન લ્યો દિવાળી મા કોઈ
ના ઘરે જઈએ ત્યારે મોજા મા થી પગ નો અંગુઠો તમારો બહાર આવેલો જોઈ.. ને અમને બધાને શરમ આવે છે..
ઘણી વખત તો..પાછા પગ પર પગ ચઢાવી સ્ટાઇલ મારો છો..પણ બુટના તળિયા તો ફાટી ગયા હોય છે....બુટ પોલિશ ની ડબ્બી ખાલી થઈ ગઈ છે બે મહિના થી..કોરો ગાભો..મારો છો.. ક્યાં સુધી આવી કસર કરશો ?
બસ .. કર...ભાગ્યવાન (મમ્મી ને પાપા પ્રેમ થી આ નામે બોલાવે છે) ...તેં તો મારા બાળકો ની સામે ..મારી ફિલ્મ ઉતારી નાખી....
મને કરકસર કરવા મા આનંદ આવે છે...મારો સમય હતો.. ત્યારે તને ખબર છે..મારા શોખ વિશે તું જ મારી ટીકા કરતી...હતી
સમય પ્રમાણે દરેક વ્યકતીની જીંદગીમાં શોખ.. રુચિ..અને અભિગમ બદલાતા રહે છે....
શોખ ની વાત હું કરતી જ નથી....મમ્મી બોલી
દાઢી ની બ્લેડ પણ ધાર વગર ની, વગર ક્રિમે તમારા ગાલ ઉપર ઘસી..ઘસી.. રોજ લોહી લુવાણ થઈ જાવ છો....
ટૂથ પેસ્ટ નવી પડી હોય તો પણ વેલણ ફેરવી ફેરવી ને પેસ્ટ ને છેલ્લે સુધી ચૂસી લો છો....આ બધું છે શું...?
અમે બધા ખડખડાટ હસી પડ્યા...પાપા પણ પેટ પકડી હસી પડ્યા...બસ કર...હવે...પપ્પા હસતા હસતા બોલ્યા..
વાતવરણ હળવું હતું ..છતાં પણ વાસ્તવિકતા થી દુર ન હતું....તકલીફો ની વચ્ચે પણ પપ્પા ની ધીરજ..ને હું મનોમન સલામ કરતો હતો...
દુનિયા મા જે વ્યક્તિ તમારી આંખો ની ભાષા સમજી લે .. તેનો હાથ અને સાથ છોડવાની ભૂલ કદી કરવી નહીં..પપ્પા
એ મારી તમામ જરૂરિયાતો આંખો ની ભાષા થી જ પુરી કરી..છે..એ પપ્પા ની આંખો ની ભાષા હું ન સમજી શકું તેટલો નાનો ન હતો...
પાપા વિશે મારી કલ્પના ....દેવો થી પણ ઉપર એટલે જ છે....જાગતો દેવ તો આપણા ઘર મા જ બેઠો હોય છે....નાહક ના મંદિર અને ગુરુજી ના આશ્રમ ના પગથિયાં લોકો ઘસી ને પાવન થવા ના નિરર્થક પ્રયત્ન કેમ કરતા હશે..?
કહેવાતા..ગુરુઓ ,બાવા, સાધુ, સંતો .પરિવાર વગર ના હોય છે....તેમને એક પરિવાર ની ભાવના અને જરૂરિયાત વિશે ક્યાંથી ખબર હોય... ?
જ્ઞાન આપવું સહેલું છે....સંસાર રૂપી અગ્નિમાં તપો પછી...
તમારું જ્ઞાન કેમ અપાય તે ખબર પડે...
ભક્તો ના રૂપિયા થી સફેદ ઈસ્ત્રી ટાઈટ કપડાં, ટ્રિમ કરેલ દાઢી ,અને મોંઘી ગાડી મા ફરતા ગુરુજી ને કહો..
કોઈ વખત ST બસ મા મુસાફરી કરો..કોઈ વખત સિટી બસ પકડવા દોટ મુકો..આખર તારીખ મા ઘર ની જરૂરુયાત પુરી કરો....આ તમારા જ્ઞાન અને વાણી વિલાસ ના ચીંથરા ઉડી જશે....
આ વાતો દરમ્યાન...મારૂ ધ્યાન પપ્પા ના ગળા ઉપર અને હાથ ની આંગળી ઉપર હતું...પપ્પા ને ગમતી પાંચ તોલાની સોનાની ચેઇન, આંગળી ઉપર પહેરેલી ત્રણ સોનાની વીંટીઓ અને કાંડે લટકતું ચાંદી નું મજબૂત કડું..ગુમ હતું...
હું શંકા નું સમાધાન કરવા પપ્પા મમ્મી ના રૂમ. માં મોડે થી ગયો...તો દરવાજે અટકી ગયો...
પપ્પા અને મમ્મી એકલા બેઠા હતા..અંદર ના રૂમ મા તેમનો સંવાદ સંભળાતો હતો..
ડિસેમ્બર.માં મેડિકલેમ...અને આપણા સંજય ની કોલેજ ની ફી ભરવા ની આવે છે....કોઈ જગ્યા એ બચત કરશું..
તો આ બધા ખર્ચા ઓ ને પહોંચી શકીશું...
બોનસ તો બાજુ ઉપર..ત્રણ મહિના થી પગાર પણ નથી કર્યો કંપની એ...આવી વિકટ પરિસ્થિતિ મા.. બચત...
હોય તો જ જીંદગી સ્વમાન થી જીવી શકાય..
પણ એક વાત યાદ રાખજે..બાળકો ની દિવાળી ની કોઈ પણ જરૂરિયાત ઉપર કાપ ના મુકતી..તેમને દિવાળી આનંદ થીં ઉજવવા દેજે....પપ્પા એ મમ્મી ને કીધુ..
મારી જાત ઉપર નો.કંટ્રોલ મેં અચાનક ગુમાવી દીધો..હું દોડી ને પપ્પા ને ભેટી પડ્યો..બોલવા ની તાકાત હતી નહીં ..ફક્ત આંખ માંથી આંસુ નીકળતા હતા..
વર્ષો પછી ..પપ્પા ને મેં છાતી એ લગાવ્યા હતા...ગજબ ની શાંતિ અને સલામતી નો અનુભવ મને થયો...56" ની છાતી તો મારા બાપ ની જ છે...એવો અહેસાસ થયો
મેં પપ્પા....નો હાથ પકડ્યો..અને તેમના હાથ માં મને જન્મદિવસે આપેલ 2.5 તોલા નો સોના નો ચેઇન મૂકી બોલ્યો..પપ્પા..દિવાળી ફક્ત બાળકો નહીં આપણે બધા સાથે ઉજવશું...
પપ્પા..બોલ્યા બેટા ગાંડો થયો છે..આ ચેઇન પાછી લઇ લે
મેં ..કીધુ..એક શરત થી લઉં..
તમે તમારી વીંટી ,ગળા ની ચેઇન અને હાથ નું કડુ ...મને બતાવો.. ક્યાં છે ?
પપ્પા મમ્મી..મારી સામે ભીની આંખે જોઈ રહ્યા...
બેટા મને ગર્વ સાથે આનંદ છે.ઉમ્મર ની સાથે તારામાં પરિપક્વતા..આવી ગઈ છે....
બેટા.. એ બધું મેં લોકર માં મૂકી દીધુ છે..
પપ્પા....હવે હું બાળક નથી રહ્યો..તમે પરિવાર ની જરૂરિયાતો પૂરી કરવા...તમારી ઈચ્છાઓ અને મોજ શોખ ને દાવ ઉપર લગાવી રહ્યા છો....
પપ્પા...આ મારા સોનાનો ચેઇન..એ લોકર કે ગળા ની શોભા માત્ર માટે નથી...તમારી પાસે થી આ વાત હું આજે શીખ્યો છુ..પરિવાર જયારે મુશ્કેલી માં હોય ત્યારે વસ્તુ કરતા વ્યક્તિ ને વધારે મહત્વ આપવું જોઈએ..
બેટા જીંદગી મા ખરાબ સમય ..ભગવાન એટલે જ આપે છે..એકબીજા ની ભાવના, વાણી વર્તન અને વ્યવહાર નું જ્ઞાન થાય..
બેટા. એક સલાહ આપું...?
આપો ને પપ્પા...
સમય અને શત્રુ...વાર કરવા માટે કદી રાહ જોતા...નથી..
આ બંન્ને ને પરાસ્ત કરવા માટે પૂર્વ તૈયારીઓ જીંદગી મા કરવી જ પડે બેટા...
ખૂબ મહેનત કરી..તું તારા મિશન તરફ આગળ વધ....
સંસાર છે આવું બધું તો ચાલ્યા કરે...તારો બાપ બેઠો છે..ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી....
પપ્પા એ તેમનો પ્રેમાળ હાથ ..મારા માથા ઉપર ફેરવતા બોલ્યા..
મિત્રો..
આવા 56" ની છાતી વાળા બાપ ની ઉપર તાળીઓ પાડવા ને બદલે યુવાન વર્ગ...બીજાની 56" ની છાતી જોઇ ગર્વ અનુભવ કરતા હોય છે...એક વખત તમારા બાપ ની છાતી માપી લેજો..દુનિયા માં કોઈ ની છાતીઓ જોઈ..તમે તાળીઓ નહીં પાડો...
આવા માઁ બાપ ની લાગણીઓ સમજવા નો સાચા દિલ થી પ્રયત્ન પણ કરશો..તો તેમનો અડધો થાક ઉતરી જશે...
તેમના ખરાબ સમય મા તેમની લાગણી અને જરૂરિયાત સમજવા નો ફક્ત પ્રયત્ન કરીયે તો પણ ઘણું છે..
Jay Jinendra
Jay Gurudev