✍🏻
*ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે.*
તુ દોડતી જાય છે ને
મારાથી ચલાતું પણ નથી,
માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે...*
ઘણા બધા સપનાઓ છે મારી આંખોમાં,
થોડાક તેં બતાવેલા, થોડાક મેં સંઘરેલાં.
કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા,
ઘણા બધા ઈશ્વરે આપેલા,
ને થોડા મેં બનાવેલા,
એ બધા મારાથી
છૂટી ન જાય એ માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે.*
કેટલીક લાગણીઓ છે હૃદયમાં,
ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી,
કેટલીક જવાબદારીઓ છે,
થોડીક જબરદસ્તી થોપેલી,
થોડીક મેં સ્વીકારેલી,
એ બધાનો ભાર ઉંચકીને
ચાલી શકું એ માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે.*
કેટલાકના હૃદયમાં
સ્થાન બનાવવું છે,
ને ઘણાયનું હૃદયમાં સ્થાન ટકાવવું છે,
કુદરતની સુંદરતાને માણવી છે,
ને કંઈક કરી બતાવવુ છે,
જવાબદારીઓ સાથે પોતાના સપના
પણ પુરા કરી શકું
એ માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે.*
કોઈને કડવાશથી
યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે,
લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બનીને રહું
એવા પ્રયત્ન કર્યા છે,
ભૂલથી પણ
કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે,
એ પ્રાર્થનાને
વાસ્તવિકતામાં
જોઈ શકું એ માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે.*
રેતની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે,
આજે સાથે ચાલીએ છીએ
કાલે સાથ છૂટી જાય,
ખુબ પ્રેમ કરુ છું તને,
આપણા બધા નો સાથ યાદગાર બને એ માટે
*ધીમે ચાલ જિંદગી*
*મારાથી હાંફી જવાય છે,*
🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો