શનિવાર, 15 જૂન, 2019

Medical profession on cross roads

આ પોસ્ટ મારાં એવા મિત્રો માટે જેને ચાલી રહેલી બંગાળમાં ડોક્ટરની પરિસ્થિતિ ની જાણ નથી...

એક 85 વરશના વડીલને ગંભીર સમસ્યાને લીધે હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને એનું કમનસીબથી એક ગંભીર બીમારીથી અવસાન થાય છે..આ ઘટના જાણે કે ડોક્ટરે પ્લાન કરી હોય એમ સમજીને 200 જેટલા લોકો નું ટોળું આવીને ડ્યૂટી પરના ડોક્ટરો ને મારે છે એમાં પરિબાહા मुखोपाध्याय  નામના એક ડોક્ટરને ગંભીર રીતે વાગે છે ને એ કોમામા જાય છે..અને ડોક્ટર પોતાના રક્ષણનાં હક માટે હડતાળ પર ઉતરે છે..

એક ગંભીર સમસ્યાને લીધે મૃત્યુ થવું એમાં ડોક્ટર નો શું વાંક??

જો ડોક્ટર નો જ વાંક કાઢવો હોય તો ડાયાબીટીસ હાર્ટ એટેક  કે કોઈ  પણ બીમારી ને લીધે થતાં મૃત્યુ( એ ભલે ને ડોક્ટર ની હાજરી ના હોય ને તો પણ થયું હોય ) એમાં શું ડોક્ટર જવાબદાર??

જો પોતાને મૂરખ સાબિત ના કરવા હોય તો ક્લિયર તફાવત સમજી લો કે

ડોક્ટર દર્દીને બચાવી ના શક્યો... અને... ડોક્ટરે જ દર્દીને માર્યો...

આ બંને વાક્યો જો તમે સરખા જ સમજતાં હોવ તો બુદ્ધિનું દેવાળું ફૂંક્યું કેહવાસે.

ચર્ચા માં બેસીએ ને स्वास्थ्य ની અલક મલક ની વાત કરી ने આખો દિવસ સમોસા વડાપાંવ કે પિઝા બર્ગર ના લોંદા ખાઈ નાખનાર સમાજ જ્યારે પેટ બગડે ત્યારે ડોક્ટર દવા બરાબર નથી આપતો કે પૈસા કમાવવા ઓછી અસર કરે એવી દવા આપે છે ને આવી બધી અર્થ વગર ની વાત કરે છે

દારુ પીવું એ જાણે ફેશન બની ગયું છે પણ લિવર सिरोसिस જેવી ગંભીર બીમારીથી એ જ વ્યક્તિ જ્યારે મરે છે તો ડોક્ટર એના માટે કઈ રીતે જવાબદાર??

સિગાર અને તમાકું ને જાત જાત નું વ્યસન જ્યારે લોકો કરે છે અને રાજમાન્ય આવું હોય છે ત્યારે લોકો ને વાંધો નથી પણ મોઢા ના કે ફેફસા ના કેન્સર નું એક પેશંટ જો ડોક્ટર બચાવી ના શકે તો ડોક્ટર કાતિલ કેમ નો બની ગયો??

અકસ્માત, निसर्गનો નિયમ के બીજા કોઈ પણ રીતે આવતા મૃત્યુ ને ડોક્ટર પાછળ ઠેલવવાંનું કામ કરે છે નહીં કે એને રોકી દેવાનું.

ડોક્ટર સ્વાર્થી છે, લૂંટારા છે, કાતિલ છે,માર ખાવાને લાયક છે, આમ વિચારતા પેલા એક પ્રસંગ તમારા ફેમિલી નો યાદ કરો જેમાં ડોક્ટર એ તમારા સ્નેહીજન ને મૌત થી બચાવ્યો હોય..

પ્રસૂત માતા ને એક નિરામયી બાળક હાથમાં આપવું..

ગંભીર બીમારી સાથે આવેલ બાળક જ્યારે ઘરે જાય ત્યારે એક સ્વાસ્થ્ય પૂર્ણ ભવિષ્ય એ એના ફેમિલી અને આ દેશ ને આપવું..

કોઈક નું સ્નેહીજન જીવી જાય એના માટે  48 કલાક સુધી ડ્યૂટી કરવી એ પણ અડધા અડધા કલાક ના એના vitals( ધબકારા બીપી ) માપતા જાગતાં રેવું ..

હાર્ટ એટેકની ના ટળી શકાય એવાં યમરાજ નાં ભ્રમાસ્ત્ર ને પણ ખોટું પાડવા માટે એની સામે લડી ને તમારા દાદા નાના કાકા મામા કે પપ્પા ને मौत પાસે થી તમારા સાથે લાવવા...

સ્વાઇન ફ્લુ ડેંગૂ ટીબી ચિકન ગુન્યા અને આવા તો સેંકડો બીમારી ના દર્દી સાથે જીવના જોખમ હોવા છતાં કામ કરવું કારણ કે તમને તમારો સ્નેહીજન સ્વસ્થ અને જીવંત મળે..

એઇડ્સ અને બીજી બીમારી જેનો संपूर्ण ઈલાજ નથી એવી બીમારી વાળા વ્યક્તિ ને જ્યારે તમે દુર રાખવાનું પસંદ કરો છો એ જ દર્દી ને સર્જન ડોક્ટર હસતાં રહી ને એના ઓપરેશન કરે છે એ ગંભીર રીસ્ક સાથે કે આ બીમારી એ ડોક્ટર મા આવી શકવાના મૅક્સિમમ ચાન્સ છે.

આ પોસ્ટ અમારા ડોક્ટર ની ખુશામતઈ કે વાહવાહી માટે નથી પણ તમને એટલું યાદ કરાવવા માટે છે કે એક ડોક્ટર લોકો ની ઝીન્દગી માટે કેટલો જરૂરી છે.

આજે એ જ ડોક્ટર ને તમારા સપોર્ટ ની જરૂર છે જ્યારે એની સુરક્ષા નો સવાલ આજે ગંભીર બનતો જાય છે..

જીવન બચાવનારો આજે પોતાના જીવન ને બચાવવા ચિંતા કરવા લાગ્યો છે..

ગંભીર બીમારી ને લીધે અકાળે જો કોઈ દર્દી નું મૃત્યુ થવાના ચાન્સ વધારે છે તો સા માટે હું રીસ્ક લઇને એનો જીવ બચાવું જ્યારે મારી જ કિંમત આ સમાજ ને નાં હોય અને છેલે મને જ કાતિલ સમજવાની હોય, આવી એક ભીતી ની વચ્ચે કામ કરવા લાગ્યો છે..

જીવ બચાવનારો જ પોતાનો જીવ બચાવવા માટે વલખાં મારે છે એ આ એક નિર્બળ સમાજ ની નિશાની છે.

આ ભીતી ના માહોલ મા અમારે આ સમાજના સાથ ની જરૂર છે.. એક સુરક્ષા ના માહોલ માં કામ કરવા માટે આ સમાજ નો સાથ જોઈએ એ માટે હું નમ્ર વિનંતી કરું છું કે અમારા આ સુરક્ષાના હક માટે અમને સાથ આપો અને આવા ડોક્ટર ને સપોર્ટ કરતા મેસેજ તમારા મિત્રો સગા સુધી પહોંચાડો.

ડોક્ટર તરીકે જો અમારી કિંમત જ ના સમજવી હોય તો જ્યારે જરૂર પડે તો બીજો કોઈ સોધી લેજો જો મળે તો.. નમ્ર વિનંતી છે કે જેઓ અમને કાતિલ અને લૂંટારા જ સમજવા હોય તો હું મારા આવા સગા વ્હાલા અને મિત્રો ને કહું છું કે મારી જરૂર પડે તો મને યાદ કરતા नहीं કેમ કે હું તો કાતિલ હોઈસ તમારા માટે..

શરદી થાય, તાવ આવે, મેડિકલ સર્ટિફિકેટ જોઈએ, સેકંડ ઓપિનિયન જોઈએ,whatsapp મા સલાહ જોઈએ, સ્વાસ્થય માટે સલાહ જોઈએ,આ બધા emergency ના હોય એવા કામ માટે કોલ ના કરવો કે મેસેજ ના કરવા..

- અસંવેદનશીલ સમાજ ની વચ્ચે  ડરના માહોલ માં નિષ્ઠાપૂર્ણ કામ કરતો એક ભયભીત ડૉક્ટર.

ટિપ્પણીઓ નથી: