.
ll લીલુંછમ પાન...
ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ
ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
"અમારા વખતે" બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ
સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય
છોકરાંઓ સામે ચૂપ રહેવું
પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું
જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું
થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો.
સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ
કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપ ખોલવું
ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો
મન થાય તો ખાંડ પણ ખાઓ
જુના જુના શર્ટ પહેરવા
થોડા વાળ સવારવા
અરિસાને બોગસ કહેવું
કોઈ ના હોય તો મોં બગાડવું
છોકરાનો મોબાઈલ ખોલવો
પાસવર્ડ હોય તો નાખી દેવો
ડબ્બો મોબાઈલ વાપરતા રહેવું
બંધ પડે તો પછાડતા રહેવું
મસ્ત જમાવવી સૂરની મહેફીલ
સરસ પડે જમવાની પંગત
સાથે જામે ગપ્પાંની રંગત
લુંટીએ જીવવાની ગમ્મત
સ્વાદ લેતા, દાદ દેતા
તૃપ્ત મનથી આનંદ લેતા
ધીમે રહી પોતે નિકળી જવું
પાકેલા પાન જેવું ખરી જવું
અને છેલ્લે...
ક્યારેક એવું પણ બને,
ખરેલાં પાંદડાંનુ પણ તોરણ બને. ll
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો