સોમવાર, 21 જાન્યુઆરી, 2019

Woman

*ગમતી સ્ત્રી....*

*સ્ત્રી એટલે...*
જે ફકત અને ફકત તમારા માટે તૈયાર થાય અને "આજે ખૂબ જ સુંદર લાગે છે" એવા એક વાકયની આશમાં તૈયાર થઈને તમારી આસપાસ કોઈપણ અર્થહીન વાતો કરે...!

*સ્ત્રી એટલે...*
જેની સવાર પોતાના માટે નહીં, પણ તમારા માટે થાય...
જેના રાતોના ઉજાગરા અને આંખો નીચેના કુંડાળા તમારા માટે થાય...!

*સ્ત્રી એટલે...*
પોતે સાચી છે, એ જાણતી હોવા છતાં
થોડાક વિરોધ પછી બધું જ ચૂપચાપ સહન કરતી જાય...!

*સ્ત્રી એટલે...*
નાનપણમાં અને યુવાનીમાં જોયેલા
અઢળક સપનાઓના ફુગ્ગાને 'મેરેજ' નામની
એક જ ટાંકણીથી ફોડી નાખે....!

*સ્ત્રી એટલે...*
જે તમને તમારી જાત કરતાં પણ વધુ સમજે,
છતાં પણ "તું મને સમજતી જ નથી,"
કે પછી, "તું મને કયારેય નહીં સમજે" એવા
વાકયો રોજ ભાવશૂન્ય ચહેરે સાંભળી લે...!

*સ્ત્રી એટલે...*
જેને તમારા સિવાય કોઈ જ પુરુષ મિત્ર ના હોવો જોઈએ, ભલે તમારે મહિલા મિત્રો હોય...!

*સ્ત્રી એટલે...*
સવારનું એલાર્મ અને રાતનો નાઈટ લેમ્પ...
વહેલી સવારનું ટિફીન ને  અંતે દરવાજાનું તાળું....!

*સ્ત્રી એટલે...*
બાળકની ટીચરથી લઈને તમારી શુભચિંતક, આખા ઘરનું બધું જ સંભાળીને આખરે, "તારે તો આખો દિવસ મોબાઈલ જ હોય" એમ સાંભળનારી...!

*સ્ત્રી એટલે...*
જેને બીમાર પડવાની, થાકવાની કે દુઃખી દેખાવાની સખ્ત મનાઈ છે તે...!

*સ્ત્રી એટલે...*
તમે ખોટા હોવા છતાં તમારો પક્ષ લેનારી...!

*સ્ત્રી એટલે...*
વગર વાંકે પિયરના લોકો વિષે ખરાબ સાંભળનારી...!

*સ્ત્રી એટલે...*
તમને ખુશ જોવા,  રડવાનું છૂપાવીને
ખોટું હસનારી...!

પરંતુ....
*સ્ત્રી એટલે...*
તમારા જીવનમાં રહેલ  એક દૈવી તત્વ.......❤❤❤respect all women

ટિપ્પણીઓ નથી: