💝💚💛💝💚💛💝💚 💛
આ વખતે થોડીક રોમેન્ટિક two લાઇનર્સ:
*સ્વપ્ન એટલે…
તારા વગર…તને મળવું.
*મારા જીવનની સૌથી સુંદર પળ કઈ?
જયારે તું online માંથી
is typing થાય ને એ.
*શ્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે,
છતાંય કેમ કોઈક અંદર કાયમ રહી જાય છે.
*પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શુ થયો..
અહીં ઇર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું.
*એક નફરત છે, જે લોકો એક પલમાં સમજી જાય છે, અને
એક પ્રેમ છે, જેને સમજવામાં વર્ષો નીકળી જાય છે.
*ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી ગેરસમજોને સૂકવવી છે...
*સંબંધોની ક્યારેય પરીક્ષા ના લેશો..
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.
*હોય જો સાથ તારો હુંફાળો, તો દૂર રહે શિયાળો,
શિયાળો એટલે સતત કોઇની હુંફ ઇચ્છતી એક પાગલ ઋતુ !
*લાગણી તો મારી ભટકતી હતી
ખબર નહી તુ એમા ક્યારે ઘર કરી ગઈ.
*રાત થાશે સાથમાં ને સાથમાં,
રાત જાશે વાતમાં ને વાતમાં,
*મળીએ ત્યારે આંખમાં હરખ
અને અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ.
*અમુક રાતે તમને ઊંઘ નથી આવતી, અને
અમુક રાતે તમે સુવા નથી માંગતા.
વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે.
*હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
*નસે નસમાં થાય અનેરો હર્ષ જયારે મારા કાને થાય તારા શ્વાસનો સ્પર્શ.
*જરા નજીક જઇ વાંચી લેવાની હોય છે,
દરેક આંખોમાં એકાદ કહાની હોય છે.
*ક્યાંક અઢળક પણ ઓછું પડે, અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે.
*રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,
છતા કોઇના મૌન સામે હારી જવાય છે.
*સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે, ચાલો
વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ.
*પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા..
*હું તો અભણ હતો ,
પછી ખબર નહી કોણ વાંચી ગયું મને.
*જે કહી દેવાય એ શબ્દ, અને જે ના કહી શકાય એ લાગણી.
*લાગણીનો ટેકો મળી જાય,
પછી લાકડીના ટેકાની જરુર
રહેતી નથી.
*મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો, પણ ખાલી દિલ તુટ્યું હતું
એટલે ક્લેઈમ પાસ ના થયો.
*ગરમ ચા જેવા મગજને ઠંડું
કરવાનો ઉપાય ?
પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો.
💚💝💛💚💝💛💚💝💛
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો