શનિવાર, 19 જાન્યુઆરી, 2019

Ideal husband

*જો અખિલ ગુજરાત  આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષા લેવામાં આવે તો તેનું પ્રશ્નપેપર કેવું હોય?*

*(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)*
૧. લગ્નની વ્યાખ્યા આપો.
૨. પત્નીનો મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ?
૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોય ?
૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ?
૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ?

*(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)*
૧. તમારી સાસુમા અને પત્ની નો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ.
૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો.
૩. શાકના કોડિયામાં આવેલા કેશ જોયા પછીની પતિની મનોદશા.
૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો.

*(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)*
૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે'  વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય.
૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા.

*(D)  તફાવત આપી સ્પષ્ટ કરો -  (20 માર્ક)*
૧. ભાઈ અને સાળાને અપાતી સહાય.
૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ.

*(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)*
૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે.
૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ.
૩. તમારા ભાઈ સાવ ભોળા છે.
૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન છે.
૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કામણાં છીએ તે કહેવું જ જોઈએ.
૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો.

*(F) 'મારે બહુ માગા આવતા હતા' કાવ્યનો કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)*

*(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)*
૧. પત્નીની વાતમાં હંમેશા ........................ પૂરવી જોઈએ. (હા કે ના)
૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........................ કરવા (વખાણ,  નિંદા)
૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ........................ નીવડે છે (ઘાતક, ફાયદાકારક)
૪.  સાળાને આપેલી........................ કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન)

*(H)  નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)*
૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિદેશવાળી આકૃતિ દોરી સમજાવો.

(અથવા)
૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્ની ને આકૃતિ દોરી સમજાવો.

*(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)*

(A) (B)
૧. ચાંદલાનું અંતિમ ગંતવ્ય ૧. સમદુખિયા
૨. સાઢુભાઈ ૨. નવું ટીવી
૩. લેંઘા નો નવો અવતાર       ૩. પરભવનો લેણીયાત
૪. સાળો                            ૪. કીટી પાર્ટી
૫. પારકી પંચાત                 ૫. પ્લાઝો

😜😜😜

ટિપ્પણીઓ નથી: