🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
તને પત્ની કહું કે મિત્ર?
એક પત્ની થી વધુ બેહતર દોસ્ત તમને બીજો કોઇ પણ નહિ મળે.
તમને તમારા કરતાંય વધુ કોઈ જાણતું હોય તો એ તમારી પત્નિ છે.
તમારું ઘર, માતા -પિતા, સંતાનો, વ્યવહાર અને તમારા દોસ્તો ને પણ સાચવવાની જવાબદારી એની, તમારા સુખ માં ભગવાન નો આભાર ને દુઃખ માં ફરિયાદ કરી, એ ભગવાન સાથે પણ લડી લે છે.
મુસીબત મા સૌથી પહેલો દિલાસો એ આપે છે, અંગત મિત્રો ને સગાં પણ સાથ છોડી ને ચાલ્યા જાય, સંતાનો પણ સાથ ના આપે, ત્યારે એક માત્ર એજ અડીખમ પાસે ઉભી હોય છે.
ક્યારેક એ દાસી, તો કયારેક પ્રેમિકા, ક્યારેક શિક્ષક બની જાય તો કયારેક નર્સ ની ભુમિકા માં હોય, એનાથી બેસ્ટ કૂક તમને બીજે ક્યાંય નહિ મળે,કારણ કે ભગવાને એને તમારા ઘર ની અન્નપૂર્ણા બનાવી છે.
મુશ્કેલી ના સમયે એવા તો રસ્તા કાઢશે, કે મલ્ટીનેશનલ કંપની વાળાય મુંજાય જાય.
અને સૌથી વધુ મજાક પણ આપણે એની જ ઉડાવીએ છીએ છતાંય ,એને કોઈ ફરક નથી પડતો, કારણ કે, એના મનમાં સંતોષ હોય, તમારા ચહેરા પર હાસ્ય લાવવા નો.
મિત્રો, ફ્રેન્શીપ ડે, વેલેન્ટાઈન ડે, ટીચર ડે અને ના જાણે બીજા કેટલાય ડે... પણ પત્ની નો આભાર કે પ્રેમ વક્ત કરવાનો કોઇ દિવસ જ નથી.
અરે આપણે તો એ નો જન્મદિવસ, ને એનિવર્સરી પણ યાદ રાખતા નથી.
જાણો છો કેમ? કેમકે પત્ની ના સમર્પણ ને તમારા કે મારા શબ્દો ની જરૂર નથી. પણ છતાંય માત્ર એક વાર એનો આભાર માનજો, એને એક મિત્ર ની નજરે જોજો,
મારો દાવો છે ,કે તમને એનાથી બેસ્ટ ફ્રેન્ડ કયાંય નહિ મળે.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો