ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

A women

*સ્ત્રીની ઘરમાં હાજરી જ સૌથી મોટું બ્લેસિંગ છે..!*

જીવનના કેલેન્ડરના પાનાં ફાટતા જાય, એમ એમ સ્ત્રીનો દેહ પણ ઘસાતો જાય છે. એક જમાનો હતો જ્યારે એ ઘરની 'ઓલરાઉન્ડર' હતી!! સવારે પાંચ વાગ્યે પથારી છોડે ત્યારથી રાત્રે સૌના સૂઈ ગયા પછી રસોડાનું છેલ્લું વાસણ સાફ કરે ત્યાં સુધી એના પગમાં જાણે "વરાળિયું એન્જિન" જોડાયેલું હતું..!


બાળકોના લંચ બોક્સ, પતિના ઇસ્ત્રી કરેલા કપડાં, મહેમાનોની સરભરા અને સામાજિક પ્રસંગોની દોડધામ.. આ બધું જ એ હસતા મુખે કરી લેતી!! પણ, હવે સમય બદલાયો છે. બાળકો હવે 'યુવાન' થઈ ગયા છે. પેલા નાનકડા પંખીઓ હવે આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યા છે, પણ આ ઉડાન તૈયાર કરવામાં જે માળું ગૂંથાયું હતું, એ માળાની મુખ્ય કારીગર - એટલે કે "માં" - હવે થાકી છે!!


જે સ્ત્રી એક સમયે દસ માણસોની રસોઈ ચપટી વગાડતા કરી દેતી, આજે એને લોટ બાંધતા પણ હાથના સાંધામાં કળતર થાય છે!! જે ડાઈનિંગ ટેબલ પર એ આખા ઘરને પીરસતી, આજે ત્યાં બેસતા પણ એની કમર 'કચકચ' અવાજ કરે છે. જે હાથોએ હજારો રોટલીઓ વણીને પરિવારના સપનાઓને આકાર આપ્યો છે, આજે એ જ હાથોની આંગળીઓના વેઢા કદાચ ધ્રૂજતા હશે..!


એ સ્ત્રી માટે રસોડું એ માત્ર 'ચાર દીવાલો' નથી, પણ એનું "અવિજેય સામ્રાજ્ય" હતું!! પણ હવે જ્યારે એ ગેસના ચૂલા પાસે ઊભી રહે છે, ત્યારે વરાળના ગરમાવા કરતાં એને પોતાના અસ્તિત્વનો થાક વધુ વર્તાય છે. આપણે સમજવું પડશે કે સ્ત્રી ક્યારેય 'નકામી' નથી થતી, એ તો માત્ર "થાકેલી" હોય છે!!


એના સ્મરણોમાં હજુ પણ એ જુવાનીની દોડધામ જીવતી હોય છે, પણ એનો દેહ હવે રજા માંગે છે..! જેમ જૂના વડલાના પાન ખરી જાય પણ એનો છાંયો ઘટાદાર જ રહે, એમ ભલે એ રસોઈ ન કરી શકે, પણ એની હાજરીની હુંફ આખા ઘરના તાપમાનને 'હૂંફાળું' રાખે છે!! એના કરચલીવાળા હાથમાં જે આશીર્વાદની તાકાત છે, એ દુનિયાના કોઈ પણ 'ફાઈવ-સ્ટાર હોટલના શેફ'ના સ્વાદમાં ક્યારેય હોતી નથી..!


આ કોઈ દયનીય સ્થિતિ નથી, આ તો "કુદરતનો હિસાબ" છે!! લોખંડને પણ કાટ લાગે, તો આ તો હાડચામનું માનવ શરીર છે..! આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્ત્રીને "દેવી" માની લીધી છે. અને 'દેવી ક્યારેય થાકે નહીં, એને ક્યારેય બીમારી ન હોય' એવો આપણો ભ્રમ છે!! 


પણ યાદ રાખજો, જે સ્ત્રીએ પોતાની આખી જુવાની બીજાના પેટ ઠારવામાં અને ઘરને ચમકાવવામાં ખર્ચી નાખી છે, એને હવે 'રિટાયરમેન્ટ'નો પૂરો હક છે!! જ્યારે માં કહે કે "આજે રસોઈ બનાવવાની ઈચ્છા નથી," ત્યારે એનો અર્થ આળસ નથી, પણ એના થાકેલા સ્નાયુઓનો આર્તનાદ હોય છે..! 


હવે એને દોડીને દૂધની થેલી લેવા જવાનું ન હોય, પણ હવે એને નિરાંતે હિંચકે બેસીને પોતાનું મનગમતું પુસ્તક વાંચવાનો કે સંગીત સાંભળવાનો હક્ક મળવો જોઈએ!! આપણે ત્યાં સ્ત્રીને હંમેશા 'ત્યાગની મૂર્તિ' કહીને એની પાસે અપેક્ષાઓના પહાડ ખડકી દેવામાં આવે છે. પણ સાહેબ, મૂર્તિને પણ સમયાંતરે 'અભિષેક' અને સંભાળની જરૂર હોય છે..!


જે માંએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એને ચાલવામાં ટેકાની જરૂર હોય ત્યારે 'જનરેશન ગેપ'ના બહાના હેઠળ એને એકલી ન પાડી દેવાય!! યુવાન સંતાનોએ એ સમજવાની જરૂર છે કે મમ્મીના ઘૂંટણનો દુખાવો એ માત્ર 'મેડિકલ રિપોર્ટ'નો આંકડો નથી, પણ એણે આખી જિંદગી તમારી પાછળ કરેલી દોડધામનું "ઈન્વોઈસ" છે!!


હવે એની પાસે રસોઈની જ જીદ રાખવાને બદલે, એની પાસે બેસીને એના જમાનાની વાતો સાંભળવાનો સમય છે..! એને હવે "પીરસાવવાની" જરૂર નથી, એને હવે પ્રેમથી આપણે 'પીરસવાની' જરૂર છે!! જીવનના આ ઢળતા સૂરજે જો સંતાનોનો સાથ મળે, તો એ સંધ્યા પણ કોઈ નવી સવાર કરતાં ઓછી મનમોહક નથી હોતી..!


યુવાન થયેલા બાળકોએ હવે એ સ્વીકારવું પડશે કે મમ્મી હવે "સુપરવુમન"ના કોસ્ચ્યુમમાંથી બહાર આવી ગઈ છે!! હવે એને તમારી સેવાની નહીં, પણ તમારી 'સમજદારી'ની વધુ જરૂર છે. જે ઘરના ઉંબરા એણે આખી જિંદગી સાચવ્યા છે, એ ઉંબરે હવે એને હારવાની જરૂર નથી..!


સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય અને બાળકો યુવાન થાય, ત્યારે ઘરની લગામ ભલે બદલાય, પણ ઘરનો 'પ્રેમ' અને 'આદર' અકબંધ રહેવા જોઈએ!! એ રસોઈ નથી બનાવી શકતી? કોઈ વાંધો નહીં, બહારથી મંગાવી લો અથવા તમે પોતે બનાવી લો. પણ એના ચહેરા પરનું 'સ્મિત' કોઈ સંજોગોમાં કરમાવવું ન જોઈએ..!


કારણ કે, ઘર માત્ર દીવાલોથી નથી બનતું, એ તો તે સ્ત્રીની હાજરીની સુગંધથી બને છે!! ભલે એ રસોઈ ન કરે, પણ એનું ઘરમાં માત્ર હોવું એ જ પરિવાર માટે સૌથી મોટું "બ્લેસિંગ" છે. – અજ્ઞાત "જો આ આર્ટિકલ તમને સ્પર્શી ગયું હોય તો આને આગળ શેર જરૂર કરશો!!"🪶હરેકૃષ્ણ ..

વોટ્સએપ: 7878222218

From Blogger iPhone client

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

How to accept “No” in life?

“ — A BEAUTIFUL LESSON IN RAISING CHILDREN*


Yesterday, Dhruv went to Costco in Seattle.


Outside the store, he no soticed a little boy, hardly five years old, standing with packets of chips and a small board that said they were being sold for $20 for a Scouts charity fundraiser.


People were walking past him.


With the innocence and confidence of a five-year-old, he would approach them one by one:


“Would you like to buy a packet?”


Some bought.

Many smiled and politely said, “No, thank you.”


But the little boy did not look disappointed.

He simply smiled, turned to the next person, and tried again.


Dhruv stopped and bought a packet from him.


The boy smiled brightly and said, “Thank you!”


Curious, Dhruv asked him,


“How many packets do you still have to sell? And how long are you going to stay here?”


His answer was something Dhruv—and perhaps all of us—will remember for a long time.


“Till 100 people say NO to me.”


Dhruv was surprised.


The teacher standing beside the boy then explained:


“It is not important how many packets he sells. What is important is that he learns, at this age, how to hear ‘NO’… accept it… and still have the courage to ask the next person.”


What a lesson!


We spend so much time teaching our children how to succeed.


Study hard.

Come first.

Win the competition.

Get selected.

Achieve more.


But perhaps one of the greatest gifts we can give them is to teach them how to fail.


How to hear NO without losing confidence.

How to face rejection without feeling defeated.

How to fall without being afraid of getting up again.

How to understand that one rejection does not define their worth.


Because life will not always say YES.


There will be examinations we don't clear, opportunities we don't get, interviews we don't crack, relationships that don't work, and dreams that take longer than expected.


Success makes us happy.


But learning how to handle failure makes us strong.


That little five-year-old was not standing outside Costco merely selling chips.


He was practising courage.

He was collecting “NOs.”

He was learning resilience.

He was preparing for life.


Maybe instead of asking our children only,


“Did you win?”


we should sometimes ask,


“Did you try again after you failed?”


Don't raise a child who is only prepared for success.


Raise a child who is not afraid of failure.


A salute to that teacher.

A salute to his parents.

And a salute to that little boy who taught a grown-up world a very big lesson:


*Sometimes, 100 NOs can teach you more than one YES.*❤️

From Blogger iPhone client

સોમવાર, 31 ઑગસ્ટ, 2026

Atrocity act needs revision

◆ *એટ્રોસિટી એક્ટ ક્યારે લાગુ પડે?* ◆


◆ *આ કાયદો કેમ સંશોધન માગે છે.*◆


*જ્યારે કોઈ વ્યક્તિ SC-STના લોકોને જાહેરમાં અપમાનિત કરે, બળજબરી કરે, મારપીટ કરે, જમીન પડાવી લે, સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહિતની કોઈપણ પ્રકારની હેરાનગતિ કરે તો આ ગુનો દાખલ કરવામાં આવે છે. આવા લોકો સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ-1989 અંતર્ગત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુના માટે જે તે વ્યક્તિને IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ એક્ટ હેઠળ અલગ અલગ પ્રકારના ગુનાઓ કરવા બદલ 6 મહિનાથી 10 વર્ષ સુધીની જેલની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.*


ચોક્કસપણે કાયદા નો હેતુ ભારતના દલિત સમુદાય ને સન્માન પૂર્વક જીવવાનો અધિકાર પ્રદાન કરવાનો હતો. કાયદા ના ગઠ્ઠન પછી ૩૫ વર્ષે મહ્દઅંશે હવે તેનો હેતુ સિધ્ધ થઈ ચુક્યો છે. *પણ હવે ઘણા દલિતો અને ખાસ કરી ને દલિત આગેવાનો અને આરક્ષણ થી સરકારી ઉચ્ચ પદ પ્રાપ્ત દલિત અધિકારીઓ પણ આ કાયદા નો બ્ર્હમાસ્ત્ર (હથિયાર) તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.* 


*પોલીસ અધિકારીઓ અન્ય સમાજ અને ન્યાયાધીશો પણ જે તે કિસ્સામાં દલિત ફરિયાદી નો આક્ષેપ ખોટો છે તે જાણતા હોવા છતાં કાયદાને કારણે લાચાર થઈ જતાં હોય છે.*


*અત્યારે અન્ય સમાજ ના તમામ લોકો આ કાયદા ના કારણે પ્રતિપક્ષી દલિત સમાજ ની વ્યક્તિ પોતે અન્યાય કરતી હોય તો પણ સહન કરી લે છે. હવે કોઈ પણ બિનદલિત વ્યક્તિ કયારેય દલિત સમાજ ની વ્યક્તિ ને જાતિ વિષયક અપમાન જનક શબ્દ બોલતી જ નથી છતાં પણ સામેની મોટાભાગની દલિત વ્યક્તિ તેની સામે ખોટી રીતે આ કાયદાકીય હથિયાર ઉગામવાનો મોકો છોડતી જ નથી.આ એક ગંભીર સમસ્યા નું નિર્માણ થઈ ચુક્યું છે.*


*હવે એટ્રોસિટી કાયદા અનુસાર કોઈ ખોટી ફરિયાદ કરી જ ન શકે અને કરેતો ખોટો આક્ષેપ છે જાણી શકાય તેવા ફેરફારો આ કાયદા અંતર્ગત લાવવા જ જોઈએ.*


*"વક્ફ એકટ", "મુસ્લિમ પર્સનલ લો બોર્ડ", "મદરેસા ને આર્થિક સહાય", "હિન્દુ ધર્મસ્થાન અધિનિયમ" વિગેરે ની જેમ જ આ કાયદો પણ તાત્કાલિક ધોરણે સંશોધન માગે જ છે.*


◆ *આ પોસ્ટ દેશના તમામ પ્રબુધ્ધ નાગરિક, તમામ ન્યાયાધીશ, તમામ આઈ.એ.એસ.ઓફિસર્સ, તમામ રાષ્ટ્રપ્રેમી મિડીયા કર્મી, તમામ રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાન સુધી તમારાં દ્વારા પંહોચવી જ જોઈએ.*◆


■ એક રાષ્ટ્રપ્રેમી ભારતીય નાગરિક. ■

From Blogger iPhone client

બુધવાર, 26 ઑગસ્ટ, 2026

Doctor patient relationship and medical profession.

Doctor-Patient Relationship: Trust

🧩🧩🧩🧩🧩🧩🧩🧩🧩

Doctors are not killers... but the medical profession is slowly being killed!

In today’s world, surge pricing applies to almost everything.

The moment it rains, a ₹300 cab ride becomes ₹1,200.

During festive seasons, a ₹6,000 flight ticket jumps to ₹28,000.

Hotel tariffs go up.

Movie tickets get expensive.

No one calls this wrong.

Everyone simply says—"It's the law of demand and supply."

But when it comes to doctors, the rules change.

Whether a patient is stable or extremely critical...

Whether it's 2:00 PM or 2:00 AM...

Whether it's a 5-minute consultation or a 50-minute explanation...

People expect the doctor's fee to remain unchanged.

Whether it's a routine procedure or a life-threatening, complex surgery...

Both are viewed with the exact same lens.

But the reality is different.

As complexity increases—

Responsibility increases.

Risk increases.

Time increases.

Mental stress increases.

And the risk of litigation increases too.

Lawyers charge higher fees for complex cases.

Chartered accountants charge more for intricate work.

Engineers, architects, and consultants—everyone determines their fees based on the difficulty of the task.

No one objects to this.

Then why is a different standard expected only from doctors?

Patients want—

The best doctor,

The best hospital,

The most advanced technology,

The best ICU,

The maximum time,

The utmost attention...

But zero change in fees!

An even greater truth is that

Most doctors begin treatment in emergencies without asking for money first.

They stay up all night trying to save someone's life.

They sacrifice their own time, family, and health just to save a life.

Yet, no doctor can guarantee that every single patient will recover without fail.

Because doctors fight against nature...

They do not rule over nature.

Doctors are not gods.

Doctors are not machines.

Doctors are not servants.

They are professionals who use their higher education, skill, experience, and honest efforts to save human lives.

Society must realize one thing—

Complexity comes at a price.

A society that fails to respect skill, time, and responsibility...

Will not be able to retain exceptional doctors.

And in the end, all that remains is a weak and broken healthcare system.

Doctors are not killers.

However, unrealistic expectations, distrust, violence, and the demand for perfection in every single situation—all of these are slowly destroying the medical profession.

Respect doctors, because behind every successful treatment lie years of knowledge, experience, sacrifice, and countless sleepless nights.

🪷🙏🏻🪷

- Disclaimer - it's from the social media post

From Blogger iPhone client

બુધવાર, 19 ઑગસ્ટ, 2026

Meet loved ones while living

* *અંતિમયાત્રા* 

* અજ્ઞાત 


કોલેજની એ જૂની ઈમારતના પગથિયાં પર બેસીને ચાર મિત્રોએ એક વાર જીવનભર યાદ રહે એવું વચન આપ્યું હતું.


આરવ... 

કબીર... 

નીલ... 

અને માનવ...


ચારેય એકદમ જીગરજાન.


એકનો આનંદ એટલે ચારેયનો આનંદ... 

એકનું દુઃખ એટલે ચારેયનું દુઃખ.


એ દિવસે કેન્ટીનમાં ચા પીતા માનવ અચાનક હસીને બોલ્યો,


"અરે... આપણે એક વચન લઈએ?"


બધા હસ્યા.


"જેનો મૃત્યુ પહેલા થાય... એની અંતિમયાત્રાને બાકીના ત્રણ ખભો આપશે."


એક પળ શાંતિ છવાઈ ગઈ...


અને પછી ચારેય ખડખડાટ હસવા લાગ્યા.


"પાગલ છે તું!"


ચારેયના હાથ એકબીજા પર મુકાયા.


"પ્રોમિસ!"


એમને લાગ્યું હતું... 

મૃત્યુ હજુ બહુ દૂર છે.


પણ જિંદગીને ભવિષ્ય કહેતા ક્યારેય આવડતું નથી...


---


કોલેજ પૂરી થઈ...


સપનાં મોટાં થયાં...


રસ્તા અલગ થયા...


આરવ વિદેશ ગયો.


કબીર પોતાનો ધંધો ઉભો કરવામાં વ્યસ્ત થયો.


નીલ સરકારી નોકરીમાં જોડાયો.


અને માનવ...


એ તો ગામમાં જ રહ્યો.


વૃદ્ધ, બીમાર પિતાનું નાનકડું દુકાન સંભાળવા માટે તેણે પોતાના ઘણા સપનાં શાંતિથી બાજુ પર મૂકી દીધા.


શરૂઆતમાં... 

રોજ ફોન થતા. 

રાતે કલાકો સુધી વાતો.


પછી અઠવાડિયામાં એક વાર. 

પછી મહિનામાં એક વાર. 

અને પછી...


"મળીએ યાર..." 

"ચોક્કસ..." 

"આવતા મહિને..."


આ શબ્દો હંમેશા માટે અધૂરા રહી ગયા.


સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા... 

સ્ટેટસ પર ❤️... 

એકાદ "Take Care"... 

બસ આટલી જ મિત્રતા બચી.


---


એક રાત્રે... 

સાડા અગિયાર વાગ્યા હતા. 

જૂના WhatsApp ગ્રુપ પર એક મેસેજ આવ્યો.


"મિત્રો... માનવ હવે આપણી વચ્ચે નથી."


બસ... 

ફક્ત એટલું જ.


કબીરે તરત લખ્યું... 

"આવી મજાક ના કરો..."


નીલે ફોન લગાવ્યો. 

ફોન બીજાએ ઉપાડ્યો.


સામેથી ધ્રુજતો અવાજ આવ્યો... 

"દાદા... સવારે દસ વાગે અંતિમયાત્રા છે... શક્ય હોય તો... જરૂર આવજો..."


ફોન કટ થઈ ગયો.


ત્રણેયમાંથી કોઈને એ રાતે ઊંઘ ન આવી.


---


બીજા દિવસે... 

સફેદ ચાદરમાં શાંતિથી સૂતેલો માનવ એમની સામે હતો.


ચહેરો એ જ... 

હાસ્ય એ જ... 

પણ આંખો... 

હંમેશા માટે બંધ થઈ ગયેલી.


આરવે ધ્રુજતા હાથે એના કપાળને સ્પર્શ કર્યો. 

ઠંડું... 

એકદમ ઠંડું...


અને એના મોઢેથી અચાનક શબ્દ નીકળી ગયા... 

"અરે ઉઠ ને યાર... 

આપણે હજુ મળવાનું હતું..."


જવાબ ન આવ્યો.


---


ત્યાં જ માનવના વૃદ્ધ પિતા ધીમે ધીમે આગળ આવ્યા. 

એમની આંખોમાં આંસુ નહોતા. 

કારણ... 

બધા આંસુ પહેલાથી જ ખતમ થઈ ગયા હતા.


એમના હાથમાં એક નાનકડો લોખંડનો ડબ્બો હતો. 

એમણે કહ્યું... 

"આ... 

એ તમારા માટે મૂકી ગયો છે..."


ડબ્બો ખોલ્યો. 

અંદર ચાર પરબિડીયા હતા. 

ત્રણ મિત્રોના નામના... 

અને ચોથું... 

"માનવ" 

પોતાના નામનું.


એક પળ કોઈ કંઈ બોલ્યું નહીં. 

બધાએ પોતાનો પત્ર ખોલ્યો.


---


એમાં લખ્યું હતું... 

"જો તમે આ વાંચી રહ્યા હો... 

તો મેં મારું વચન પાળ્યું છે. 

હવે તમારો વારો છે. 

પણ... 

મારી અર્થીને ખભો આપતા પહેલા... 

એક કામ કરો."


ત્રણેયના હાથ ધ્રુજવા લાગ્યા. 

આગળ લખ્યું હતું...


"તમારા મોબાઈલની ગેલેરી ખોલો... 

જુઓ... 

છેલ્લા ત્રણ વર્ષમાં... 

આપણો એક પણ નવો ફોટો છે?"


... 

ત્રણેયે ફોન ખોલ્યા. 

હજારો ફોટા. 

નવી ગાડી. 

વિદેશ. 

ઓફિસ. 

ધંધો. 

બાળકો. 

રજાઓ. 

પ્રસંગો. 

બધું હતું. 

પણ... 

ચાર મિત્રોનો છેલ્લો ફોટો... 

પાંચ વર્ષ પહેલાનો. 

કોલેજ રીયુનિયનનો. 

બધા હસતા હતા. 

કોઈને ખબર નહોતી... 

એ જ છેલ્લો ફોટો બનશે.


---


પત્ર આગળ કહેતો હતો... 

"તમે મને ક્યારેય ભૂલ્યા નથી... 

ફક્ત... 

મળવાનું મોકૂફ રાખતા રહ્યા. 

હું પણ કહેતો રહ્યો... 

'કંઈ વાંધો નહીં... 

આગલી વખતે મળીશું.'


પણ... 

જિંદગીએ 'આગલી વખત' જ આપી નહીં."


આ એક જ લીટીથી... 

ત્રણેય તૂટી પડ્યા. 

ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. 

સ્મશાનમાં દરેકના રડવાનો અવાજ ગુંજતો હતો.


---


પણ... 

પત્ર હજુ પૂરો નહોતો થયો.


છેલ્લે લખ્યું હતું... 

"મારી છેલ્લી ઈચ્છા... 

મને અગ્નિ આપતા પહેલા... 

મારી સાથે એક સેલ્ફી લો. 

એને સોશિયલ મીડિયા પર ક્યારેય પોસ્ટ ના કરતા. 

જ્યારે કામ... 

પૈસા... 

જવાબદારીઓ... 

તમને તમારા માણસોથી દૂર લઈ જાય... 

ત્યારે ફક્ત એ ફોટો જોજો. 

અને જાતને પૂછજો... 

જીવતા માણસો માટે સમય નહોતો... 

તો મૃત માણસ માટે આટલા આંસુ કેમ?"


---


એ દિવસે... 

સ્મશાનમાં... 

ત્રણ મિત્રો... 

એક અર્થીની બાજુમાં ઉભા રહ્યા. 

કોઈ હસતું નહોતું. 

આંખો સુજેલી. 

હાથ ધ્રુજતા હતા. 

મોબાઈલનો કેમેરા ચાલુ થયો. 

એક ફોટો લેવાયો. 

અને એ એક ફોટામાં... 

આખા જીવનનું સત્ય કેદ થઈ ગયું.


---


છ મહિના પછી... 

દરેક મહિનાના પહેલા રવિવારે... 

એ ત્રણેય નિયમિત મળવા લાગ્યા. 

ફોન સાયલન્ટ. 

કામ બંધ. 

ધંધો બંધ. 

કારણ એમને સમજાયું હતું... 

વ્યસ્ત રહેવું એ સફળતાની નિશાની હોઈ શકે... પણ પોતાના માણસો માટે સમય ન હોવો એ જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.


---


🪷 *સંદેશ*


માણસ મિત્રના મૃત્યુથી એટલો રડતો નથી... 

જેટલો એ ના મળેલા પળો માટે રડે છે... 

એ મોકૂફ રાખેલી મુલાકાત માટે રડે છે... 

એક એવા ફોન માટે રડે છે... 

જે "કાલે કરું" કહેતા ક્યારેય કર્યો જ નહીં.


યાદ રાખજો... 

મૃત્યુ અચાનક આવે છે... 

પણ... 

"એક વાર મળવું હતું" એ પસ્તાવો જીવનભર જીવતો રહે છે.


આજે જ કોઈ જૂના મિત્રને ફોન કરો. 

કારણ... 

કેટલાક સંબંધો ફરી જોડાય છે... 

પણ કેટલાક સ્વજનો... 

ફક્ત યાદોમાં જ રહી જાય છે.


જીવતા માણસોને સમય આપો... 

 સ્વજનો ની અંતિમયાત્રામાં પહોંચવું જરૂરી છે... પણ એ પહેલા નિયમિત મળતા રહેવું એ વિશેષ જરૂરી છે.

From Blogger iPhone client

મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

Heaven and hell are here only

*માણસ મૃત્યુ પછી સ્વર્ગ મળશે એવી આશાએ* આખી જિંદગી ખૂબ પ્રયત્ન કરે છે. 

કોઈ ઉપવાસ કરે છે,

કોઈ દાન-ધર્મ કરે છે,

કોઈ તીર્થયાત્રા કરે છે,

તો કેટલાક દેવને માનતા રાખે છે. 

સ્વર્ગ એટલે કોઈ નવી હાઉસિંગ સોસાયટી જેવું છે,

જ્યાં એક નાનો ફ્લેટ મેળવવા માટે પુણ્યના ગુણ ભેગા કરવા પડે છે એવું લાગે છે...


પણ એક ક્ષણ થોભીને એવો પણ વિચાર કરો...

ખબર નહીં... કદાચ આપણે પહેલેથી જ સ્વર્ગમાં જ જીવી રહ્યા હોઈએ?

સવારે ઉઠતાની સાથે આજુબાજુ એકવાર ધ્યાન આપો.

એક બટન દબાવો એટલે અંધકાર પ્રકાશમાં બદલાય જાય.

બીજું બટન દબાવો એટલે પંખો ફરવા લાગે.

ત્રીજું બટન દબાવો એટલે ઠંડી હવા આખા રૂમમાં ભરાઈ જાય.

નળ ખોલો એટલે પાણી વહેવા લાગે.

ગેસ સળગાવો એટલે થોડી જ મિનિટોમાં જમવાનું તૈયાર.

ખિસ્સામાંથી મોબાઈલ કાઢો એટલે આખું વિશ્વ તમારી હથેળીમાં આવી જાય.

હજારો કિલોમીટર દૂર હોય એવા તમારા પ્રિય લોકો પણ થોડી જ સેકંડમાં તમારી સામે દેખાય.

આટલી બધી અદ્ભુત સુવિધાઓ... પણ આપણે એને બહુ સામાન્ય સમજીએ છીએ. આ બધું આપણો જન્મસિદ્ધ અધિકાર છે એવું વર્તન કરીએ છીએ.

એકવાર કલ્પના કરો...

બસો વર્ષ પહેલાનો કોઈ રાજા આજે તમારા ઘરે આવે, તો કદાચ તે પોતાના રાજમહેલમાં પાછો પણ ન જવા માંગે.

તે આશ્ચર્યથી પૂછશે —

"આ શું?" — ગરમ પાણી!

"પછી આ શું?" — ઠંડી હવા!

"આ શું છે?" — આખા વિશ્વની માહિતી!

"આ શું?" — દસ મિનિટમાં ઘરે આવી જતું જમવાનું!

ત્યારે તે હસીને કહેશે —

"મેં આખી જિંદગી રાજ કર્યું, યુદ્ધો જીત્યા, અઢળક સંપત્તિ મેળવી... પણ આવી સુવિધાઓ મને ક્યારેય નહોતી મળી."

આ સાચું જ છે!

આજે એક સામાન્ય માણસ પણ ઘણી સુવિધાઓની બાબતમાં જૂના જમાનાના સૌથી શક્તિશાળી રાજાઓ કરતાં પણ વધારે ધનવાન છે.

તોય...

આપણે ખુશ નથી.

કેમ?

કારણ કે માણસને જે મળ્યું છે એની કિંમત ધીમે-ધીમે ઓછી થઈ જાય છે.


AC ચાલુ છે — આનંદ નથી. 

બંધ થાય ત્યારે જ... તકલીફ થાય છે.

મોબાઈલ છે — આનંદ નથી. 

નેટવર્ક જાય એટલે દુનિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગે.

પોતાનું ઘર છે — સંતોષ નથી.

પાડોશીનું ઘર મોટું છે એનું દુઃખ.

પોતાની ગાડી છે — તૃપ્તિ નથી. 

બીજાની ગાડી મોટી છે એની ચિંતા.

એટલે માણસ પોતાના સ્વર્ગમાં ઊભો રહીને, બીજાના સ્વર્ગ સાથે પોતાની તુલના કરીને દુઃખી થાય છે.


પણ આ જ પૃથ્વી પર બીજું એક જગત પણ છે...

આજે પણ લાખો લોકો એક ઘડો પાણી માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.

લાખો પરિવારો પાસે પાકું ઘર જ નથી.

દિવસમાં બે ટંકનું જમવાનું પણ નક્કી નથી.

બાળકોના સપના શાળાના ઉંબરા સુધી પહોંચતા પહેલા જ તૂટી જાય છે.

શરીર ઢાંકવા માટે ઠીક કપડાં પણ નથી.


આપણે "સામાન્ય" સમજીએ છીએ એ સુવિધાઓ જ બીજાઓ માટે જિંદગીનું મોટું સ્વપ્ન છે.


આપણને ACનો રિમોટ ન મળે એટલે ગુસ્સો આવે.

એમને તડકાથી બચવા ઝાડનો છાંયો પણ નથી મળતો.


આપણે ડાયટ ચાર્ટ શોધીએ છીએ.

એ લોકો પછીના ટંકનું જમવાનું કેવી રીતે મળશે એ વિચારતા-વિચારતા સૂઈ જાય છે.


ત્યારે સમજાય છે...

સ્વર્ગ અને નરક એટલે મૃત્યુ પછી મળતી જગ્યાઓ નથી...

એ અહીં જ છે... 

આ પૃથ્વી પર જ... 

આ જ શહેરમાં... 

આ જ રસ્તા પર... 

ક્યારેક એક જ દિવાલની બે બાજુએ...


એક ઘરનો છોકરો તેનો નવો મોબાઈલ થોડો સ્લો થયો એટલે કંટાળે છે.

સામેના ઘરનો છોકરો ઓનલાઈન ભણવા માટે મોબાઈલ જ નથી એટલે રડે છે.


એક માણસ ગરમ પાણી પાંચ મિનિટ મોડું આવ્યું એટલે ફરિયાદ કરે છે.

બીજો માણસ આજે પાણી મળ્યું એટલે બસ છે એમ કહીને દેવને પ્રાર્થના કરે છે.


ફરક પરિસ્થિતિમાં જ નથી...

ફરક દ્રષ્ટિકોણમાં પણ છે.


કેટલાક લોકો ખરાબ પરિસ્થિતિમાં પણ હસતા શીખી ગયા છે.

તો કેટલાક લોકો બધી સુવિધાઓ હોવા છતાં ફરિયાદોમાંથી બહાર નીકળી શકતા નથી.


માણસની સૌથી વિચિત્ર આદત એ છે કે —

તેની પાસે જે નથી એનો હિસાબ તે રોજ કરે છે...

પણ તેની પાસે જે છે એનો હિસાબ તે ક્યારેય કરતો નથી.


દરેક રાત્રે સૂતા પહેલા ફક્ત પાંચ વસ્તુઓ લખીને જુઓ —

આજે હું શ્વાસ લઉં છું.

આજે મારી પાસે પીવા માટે પાણી છે.

આજે મને જમવાનું મળ્યું.

આજે મને રહેવા માટે એક ઘર છે.

આજે મારા લોકો મારી સાથે છે.

કદાચ આપણી જિંદગી જ બદલાઈ જશે.


કદાચ "સ્વર્ગ" એટલે કોઈ જગ્યા નથી... એ એક અનુભવ છે!

એવી જ રીતે "નરક" પણ કોઈ જગ્યા નથી... એ અનુભવને ભૂલી જવું એ જ નરક છે!


_આપણી પાસે જે છે એના માટે કૃતજ્ઞ હોવું એટલે સ્વર્ગ._

જે મળ્યું છે એ ભૂલીને, ફરિયાદોમાં જીવવું એટલે નરક.


મૃત્યુ પછી શું થાય છે એની કોઈને ખાતરીપૂર્વક ખબર નથી.

પણ જીવતા-જીવતા જ આપણને આ સુંદર પૃથ્વી, શ્વાસ લેવા માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અન્ન, પ્રેમ કરનારા આપણા લોકો, એક બટન દબાવવાથી મળતી અસંખ્ય સુવિધાઓ મળી છે.

આટલું બધું હોવા છતાં પણ જો આપણે હંમેશા દુઃખી રહીએ...

તો એનાથી મોટું કમનસીબ બીજું કયું?


કદાચ દેવ હસીને કહેતો હશે —

*"મેં તને સ્વર્ગમાં જ રાખ્યો છે... પણ ત્યાં પણ તું ફરિયાદોની ઓફિસ જ ખોલીને બેઠો છે!"*


એટલે આજથી ફરિયાદો ન ગણો..

*"કૃતજ્ઞતા"* ગણો.

કારણ કે _"કૃતજ્ઞતા" વાળા હૃદયમાં જ *સાચું સ્વર્ગ હોય છે.*

From Blogger iPhone client

સોમવાર, 17 ઑગસ્ટ, 2026

In love for seven times

*સાત વાર પ્રેમમાં...*

એક ૧૮ વર્ષના પૌત્રએ તેના ૮૦ વર્ષના દાદાને પૂછ્યું: "દાદા... તમે એક જ સ્ત્રીને ૬૦ વર્ષ સુધી કેવી રીતે પ્રેમ કરી શક્યા?" પૌત્રને આવા જવાબોની અપેક્ષા હતી:

*"તમારે સમજણની જરૂર છે...!તમારે ખુલ્લી વાતચીત કરવી જોઈએ... તમારે સમાધાન કરવું પડશે અને ગોઠવણ કરવી પડશે..."!*પરંતુ દાદા હસ્યા, એક ક્ષણ માટે દાદી તરફ જોયું અને કહ્યું: *"તને કોણે કહ્યું કે હું ૬૦ વર્ષથી એક જ સ્ત્રીને પ્રેમ કરું છું…?*"

પૌત્ર આશ્ચર્યચકિત થઈ ગયો.

*દાદાજી આગળ કહે છે...*

“20 વર્ષની ઉંમરે, હું તેની સુંદરતા અને તેના જીવંત જુસ્સાના પ્રેમમાં પડી ગયો.

*તે મારો પહેલો પ્રેમ હતો…*

30 વર્ષની ઉંમરે, તે માતા બની. મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જે રાતભર જાગતી રહેતી હતી, ધીમે ધીમે અમારા બાળકને સૂવડાવા માટે પારણું હલાવતી હતી.

*તે મારો બીજો પ્રેમ હતો…*

40 વર્ષની ઉંમરે, મને તે બહાદુર સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જેણે સ્મિત સાથે અમારા પરિવારનો બોજ ઉઠાવ્યો.

*તે મારો ત્રીજો પ્રેમ હતો…*

50 વર્ષની ઉંમરે, મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જેણે અમારા બાળકોના ભવિષ્ય માટે પોતાના સપના અને ઇચ્છાઓનું બલિદાન આપ્યું.

*તે મારો ચોથો પ્રેમ હતો…*

60 વર્ષની ઉંમરે, તેના ચહેરા પર કરચલીઓ દેખાઈ આવી હતી, પરંતુ મને તે સાથી સાથે પ્રેમ થઈ ગયો જે ફક્ત એક નજરથી મારી ચિંતાઓ સમજી શકતી હતી.

*તે મારો પાંચમો પ્રેમ હતો…*

70 વર્ષની ઉંમરે, મને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો જે મને દરરોજ પૂછતી હતી: 'શું તમારી તબિયત તો બરાબર છે ને?' તેની ચિંતા મારા હૃદયને સ્પર્શી ગઈ.

*એ મારો છઠ્ઠો પ્રેમ હતો…*

અને હવે, ૮૦ વર્ષની ઉંમરે, હું એ સ્ત્રીના પ્રેમમાં છું જે મારી બાજુમાં ધીમે ધીમે ચાલે છે, મને અમારી જૂની યાદો વારંવાર કહે છે, અને મારી સાથે હસે છે.

*એ મારો સાતમો પ્રેમ છે…*

પૌત્ર ચૂપ રહ્યો.

દાદા હસ્યા અને અંતે કહ્યું: *લગ્ન એટલે આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે રહેવાનું નથી…!જીવન બદલાય ત્યારે… એ જ વ્યક્તિના જુદા જુદા સ્વરૂપો સાથે…, વારંવાર પ્રેમમાં પડવાનું શીખવાનું છે."*

સુંદરતા બદલાય છે. ઉંમર બદલાય છે. શરીર બદલાય છે. સંજોગો બદલાય છે. પરંતુ જો, દરેક પરિવર્તન દ્વારા, તમે હજી પણ… તમારા જીવનસાથીને જોઈ શકો છો અને…કહી શકો છો...

"*તમે હજુ પણ તે જ છો… જેને હું પ્રેમ કરું છું.*"

*લાંબા અને સુખી લગ્નજીવનનું એ જ સાચું રહસ્ય છે.*

કારણ કે... પ્રેમ એટલે ફક્ત એક જ વાર પ્રેમમાં પડવું નહીં. સાચો પ્રેમ એટલે જીવનના દરેક ઋતુમાં વારંવાર એક જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું. સાચો પ્રેમ એટલે એકસરખો રહેવાનો નથી.

*તે સાથે બદલાવાનો છે... અને દરરોજ…,એકબીજાને પસંદ કરવાનો છે.*

From Blogger iPhone client

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

Intensive vs relaxed parenting

આજકાલ 'ઇન્ટેન્સિવ પેરિન્ટિંગ' નો ટ્રેન્ડ વધ્યો છે, જેમાં માતા-પિતા બાળકો પાછળ સતત મંડ્યા રહે છે અને તેમને ક્ષણે-ક્ષણે રક્ષણ આપે છે. આનાથી માતા-પિતામાં ચિંતા વધે છે અને બાળકો માનસિક રીતે નબળા તથા નિર્ભર બને છે.

​૧. જો સમાજના દબાણમાં આવીને તમે બાળક માટે બધું જ જાતે કરવા જશો, તો કશુંક ન કરવા પર તમને અપરાધભાવ થશે. પણ યાદ રાખો, બાળકોમાં કુદરતી રીતે જ સ્વાવલંબી બનવાની ક્ષમતા હોય છે. માતા-પિતાનું કામ માત્ર આ ક્ષમતાને સહયોગ આપવાનું છે.

​૨. બાળકો વડીલોની નજર વગર, અન્ય બાળકો સાથે રમે તે જરૂરી છે. આનાથી તેઓ જાતે નિર્ણયો લેતા, સમસ્યાઓ ઉકેલતા, મિત્રો બનાવતા અને પોતાના જીવનની જવાબદારી લેતા શીખે છે.

​૩. બાળકોમાં મદદ કરવાની સહજ વૃત્તિ હોય છે. નાનપણથી જ તેમને ઘરના કામમાં જોડો. મોટા થતાં આ ટેવ તેમને આત્મવિશ્વાસ આપશે. તેમને પોતાની પસંદગીનું કામ પસંદ કરવા દો.

​૪. બાળક ૪ વર્ષનું થાય પછી તેના જીવનમાં તમારી મધ્યસ્થતા ઘટાડો. ઉદાહરણ તરીકે, ૯ વર્ષના બાળકે તેના ક્લાસનો સમય યાદ રાખવો અને ત્યાં પહોંચવાનું આયોજન જાતે જ કરવું જોઈએ. બાળક જેટલું વહેલું પોતાની જવાબદારી લેશે, તેટલું વધુ ખુશ રહેશે.

​૫. પ્રતિબંધોને બદલે સુરક્ષાના નિયમો શીખવો

​ડરના કારણે બાળકોને રોકવાને બદલે તેમને સુરક્ષાના નિયમો શીખવો—જેમ કે મિત્રો સાથે નીકળવું, અજાણ્યા લોકો સાથે ન જવું અને રસ્તો જોઈને ઓળંગવો. અતિ-સુરક્ષા આપવાને બદલે તેમને જાગૃત બનાવો.

From Blogger iPhone client

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2026

MBBS seats. An unknown fact

ભારતે સત્તાવાર રીતે 823 મેડિકલ કોલેજોમાં કુલ 1,36,939 MBBS સીટોનો રેકોર્ડ બનાવ્યો છે.


આપણે માનવામાં આવે છે કે રાષ્ટ્રીય ડૉક્ટરની અછતને હલ કરી રહ્યા છીએ. જો કે, જો તમે ઝીણા અક્ષરે લખેલું વાંચો, તો એક ઘણી ભયાનક વાસ્તવિકતા બહાર આવે છે.


આ વર્ષે ઉમેરાયેલી 9,911 નવી ચમકદાર સીટોમાંથી, માત્ર 2,111 સીટો સરકારી કોલેજોની છે, જ્યારે 7,800 જેટલી staggering સીટો ખાનગી મેડિકલ સંસ્થાઓમાં ઉમેરવામાં આવી છે.


ભારતના ઇતિહાસમાં પહેલી વાર, ખાનગી કોલેજો પાસે તમામ MBBS સીટોમાંથી 54% હિસ્સો છે, જે સાબિત કરે છે કે ભારત શૈક્ષણિક વિસ્તરણ નથી ચલાવી રહ્યું, તે ઉચ્ચ-નફાવાળી સંપત્તિ શોષણ યોજના ચલાવી રહ્યું છે.


જો તમે ક્યારેય સફેદ કોટ પહેરવાનું સપનું જોયું હોય, તો મુક્ત બજાર પાસે તમારા માટે અદ્ભુત સમાચાર છે: હવે તમારે NEETમાં અશક્ય 99.9 પર્સેન્ટાઇલ સ્કોરની જરૂર નથી, તમારે ફક્ત એક એવા પરિવારની જરૂર છે જે પોતાની પેઢીઓ જૂની મિલકત વેચી નાખવા, પોતાના મ્યુચ્યુઅલ ફંડ વેચવા અને પિતરાઈ ભાઈના ઘર પર ગીરો લેવા તૈયાર હોય. પ્રતિ ડિગ્રી ₹1 કરોડના સાધારણ ખાનગી દરે, તે 7,800 નવી ખાનગી સીટો દર વર્ષે મધ્યમ વર્ગની બચતમાંથી સીધા ₹7,800 કરોડ શિક્ષણ માફિયાઓના ખાતામાં નાખશે.


આ વિસ્તરણ નથી. આ છૂપા વેશે ખાનગીકરણ છે.


આપણે બે સંપૂર્ણપણે અલગ પ્રકારના ડોકટરો બનાવી રહ્યા છીએ. એક જેણે મેરિટ પર પ્રવેશ મેળવ્યો અને સરકારી કોલેજમાં વર્ષે ₹10,000 ભરે છે, અને બીજો જેણે ₹1.25 કરોડમાં પ્રવેશ ખરીદ્યો અને હવે તેણે પોતાનું રોકાણ વસૂલવું પડશે. જ્યારે તે દસ બિનજરૂરી ટેસ્ટ કરાવે અને દર્દીઓને કમિશન આપતી ખાનગી હોસ્પિટલ તરફ ધકેલે ત્યારે શું આપણે બીજાને દોષ આપી શકીએ? આપણે એડમિશન ડેસ્ક પર જ દવાની વ્યાપારીકરણને સંસ્થાગત બનાવી રહ્યા છીએ.


સરકાર 1.36 લાખ સીટોની ઉજવણી એવી રીતે કરે છે જાણે બધી સીટો સમાન હોય. તે નથી. એક સરકારી સીટ એવા ડૉક્ટર બનાવે છે જે બિહારના PHCમાં ₹70,000 પ્રતિ માહે લઈને કામ કરી શકે. એક ખાનગી સીટ દેવામાં ડૂબેલા ગ્રેજ્યુએટને બનાવે છે જેણે લોન ચૂકવવા માટે મેટ્રોની કોર્પોરેટ હોસ્પિટલોમાં ઉંચા પગારવાળી નોકરી પાછળ દોડવું જ પડે અથવા વિદેશ જવું પડે. 7,800 ખાનગી સીટો ઉમેરવાથી ગ્રામીણ ડૉક્ટરની અછત કેવી રીતે હલ થશે?


થશે જ નહીં. તેનો હેતુ ક્યારેય તે હતો જ નહીં. તેનો હેતુ 22 લાખ NEET ઉમેદવારોની હતાશાને અનુમાનિત, મંદી-પ્રૂફ આવકના સ્ત્રોતમાં ફેરવવાનો છે. સફેદ કોટ હવે સેવાનું પ્રતીક નથી, તે EMI પર વેચાતી લક્ઝરી પ્રોડક્ટ છે.

From Blogger iPhone client

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2026

Gratefulness and Journaling

જીવનની મુશ્કેલીઓ અને સુખ-આનંદ એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે અને ઘણીવાર ધરાવે પણ છે. આ દ્વૈતતા (બે વિરોધાભાસી પાસાંઓ) વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક સૌથી અસરકારક સાધન 'કૃતજ્ઞતા' છે. જીવનમાં તમે જે બાબતો માટે આભારી છો તેનું નિયમિતપણે અવલોકન કરવું એ માનસિક થાક કે નિરાશા (burnout) સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. તે તમારા મગજને સતત 'ખતરો શોધવાના મોડ'માંથી બહાર લાવે છે, જેનાથી તમે એવા સંસાધનો અને સફળતાઓને જોઈ શકો છો જેને તમે અન્યથા કદાચ અવગણી નાખત. દિવસના અંતે "કૃતજ્ઞતાનું ઓડિટ" (gratitude audit) કરવાનો પ્રયાસ કરો, જેમાં તમે એવી ત્રણ નાની બાબતોને ઓળખો જે સારી રીતે પાર પડી હોય અને તે શા માટે બની તે વિશે વિચારો. ઘણા લોકો ભૂલથી તેમના વિચારો અને લાગણીઓને 'બેકગ્રાઉન્ડ એપ' (પૃષ્ઠભૂમિમાં ચાલતી પ્રક્રિયા) જેવી ગણે છે; તેઓ તેના પર ત્યારે જ ધ્યાન આપે છે જ્યારે આખી સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. આપણે જવાબો માટે બહારની દુનિયા તરફ જોવાની આદત પણ કેળવી લીધી છે. ધ્યાન (meditation) કે ડાયરી લેખન (journaling) જેવી પદ્ધતિઓ દ્વારા આપણી પોતાની અંતઃસ્ફુરણા સાંભળવાને બદલે આપણે ગૂગલ કે AI પર નિર્ભર રહીએ છીએ. જો તમે 'સાચા' પગલાં માટે હંમેશા સ્ક્રીન સામે જોતા રહેશો, તો તમે એવા આંતરિક સંકેતોને સાંભળવાની ક્ષમતા ગુમાવી દેશો જે તમને જણાવે છે કે ક્યારે કોઈ વ્યૂહરચના (અથવા તમારું પોતાનું સ્વાસ્થ્ય) તેની સીમા વટાવી રહી છે અથવા કટોકટીના તબક્કે પહોંચી રહી છે. *ભાવનાત્મક રીતે મજબૂત નેતાઓ સુખાકારીને 'જાતે જ કરવાના કામ' (DIY પ્રોજેક્ટ) તરીકે જોતા નથી.* લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને આનંદ માટેનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ સંપત્તિ, ખ્યાતિ કે બુદ્ધિઆંક (IQ) નથી; તે આપણા સંબંધોની ગુણવત્તા છે. અત્યંત તણાવપૂર્ણ વાતાવરણમાં ટકી રહેનારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા લોકો આ બોજ એકલા ઉપાડતા નથી. તેઓ સમજે છે કે સુખ એ સંબંધો પર આધારિત છે. તેઓ અન્ય લોકો માટે મહત્વપૂર્ણ છે અને અન્ય લોકો તેમના માટે મહત્વપૂર્ણ છે. જ્યારે દબાણ વધે છે ત્યારે એકલા પડી જવાને બદલે, તેઓ તેમના નેટવર્કનો સહારો લે છે અને જવાબદારી વહેંચી લે છે જેથી બધો બોજ તેમના પોતાના ખભા પર ન રહે. વધતા જતા એકલતાના યુગમાં, 'સામાજિક સુખાકારી' (social fitness) એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી શારીરિક સુખાકારી. મજબૂત મનોબળ ધરાવતા લોકો ઊંડા અને સ્વસ્થ સંબંધો કેળવવામાં જાણીજોઈને સમય ફાળવે છે. મદદની આપ-લે થઈ શકે તેવી સહાયક વ્યવસ્થા જાળવીને, તેઓ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે વાતાવરણ નકારાત્મક બને અથવા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જાય, ત્યારે તેઓ તે પડકારનો સામનો એકલા હાથે ન કરે.

From Blogger iPhone client

Luxury and duties of life in India Vs USA

અમેરિકા જઈ આવેલા એક વરિષ્ઠ નાગરિકની સલાહ


પ્રિય મિત્રો,


અમે છેલ્લા બે મહિનાથી અમેરિકાના સિયાટલ (વોશિંગ્ટન) ખાતે રહી રહ્યા છીએ.


ભારતથી નીકળતી વખતે મારી પત્નીને શ્વાસની ગંભીર તકલીફ હતી. તેથી અમે ભારતમાંથી જરૂરી દવાઓ સાથે લઈ આવ્યા હતા. અમેરિકામાં તે દવાઓ લીધા પછી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો.


પરંતુ દવાઓ પૂરી થઈ ગઈ. મુસાફરી દરમિયાન ફરી તકલીફ ન થાય તે માટે મેં મારી દીકરીને સિયાટલમાં શ્વાસરોગના નિષ્ણાત (Pulmonologist) પાસે અપોઇન્ટમેન્ટ લેવા કહ્યું.


પણ ત્યાં સીધા નિષ્ણાતને મળી શકાતું નથી.


પહેલા જનરલ ફિઝિશિયનને મળવું ફરજિયાત હતું. એક અઠવાડિયા પછી માત્ર વિડિયો કોલ દ્વારા અપોઇન્ટમેન્ટ મળી.


અમે લગભગ 10 મિનિટ ડૉક્ટર સાથે વાત કરી અને ભારતમાં કઈ દવાઓ લેતા હતા તે જણાવ્યું. ડૉક્ટરે સમસ્યા સમજીને દવા લખી આપી અને કહ્યું કે ફાર્મસીમાંથી લઈ લેશો.


પરંતુ ફાર્મસીમાં ખબર પડી કે દવા તરત ઉપલબ્ધ નથી. 4–5 દિવસ પછી મળશે.


પાંચમા દિવસે દવા મળી. આશ્ચર્યની વાત એ હતી કે દવા સિપ્લા (Cipla) કંપનીની હતી અને તેના પર "Made in India" લખેલું હતું.


અમેરિકાની મેડિકલ ઇન્સ્યોરન્સથી 50% ડિસ્કાઉન્ટ મળ્યા પછી પણ અમારે લગભગ ₹21,000 ચૂકવવા પડ્યા. એટલે કે ભારતમાં આશરે ₹2,500માં મળતી દવા અમેરિકામાં લગભગ ₹42,000ની પડી.


ભારતમાં સહેલાઈથી મળતી દવા અમને અમેરિકામાં મેળવવામાં 12 દિવસ લાગ્યા.


એક અઠવાડિયા પછી ડૉક્ટરની કન્સલ્ટેશન ફીનું **$283 (લગભગ ₹23,000)**નું બિલ પણ આવ્યું.


નિવૃત્તિ પછી ભારતમાં રહેવું કેટલું ભાગ્યશાળી છે તેનો મને સાચો અનુભવ થયો.


અમે ઘણીવાર "સારી જિંદગી"ની શોધમાં વિદેશ જવાનું સ્વપ્ન જોતા હોઈએ છીએ. પરંતુ જો થોડું વિચારીએ તો સમજાય કે એવી ઘણી સુવિધાઓ, જે લંડન કે ન્યૂયોર્કના કરોડપતિઓને પણ સહેલાઈથી મળતી નથી, તે ભારતના મધ્યમવર્ગીય લોકોને રોજિંદા જીવનમાં ઉપલબ્ધ છે.


ભારતના સામાન્ય માણસનું પણ એક "VIP જીવન"


1. સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ

જ્યાં દુનિયાના ઘણા દેશોમાં સામાન્ય ઇન્ટરનેટ માટે દર મહિને લગભગ ₹4,000 ખર્ચવા પડે છે, ત્યાં ભારતમાં માત્ર ₹300માં હાઈ-સ્પીડ 5G ડેટા મળે છે. વિશ્વમાં સૌથી સસ્તું ડેટા ભારતમાં છે.


2. 10 મિનિટમાં ઘર સુધી ડિલિવરી

ચા માટે આદુ કે દૂધ ખૂટ્યું? Blinkit, Zepto અથવા Swiggy Instamart પરથી ઓર્ડર કરો, પાણી ઉકળે ત્યાં સુધી સામાન ઘરે આવી જાય. જ્યારે યુરોપમાં ઠંડીમાં કોટ પહેરીને 15 મિનિટ ચાલીને દુકાને જવું પડે, અને દુકાન બંધ પણ મળી શકે.


3. તાત્કાલિક આરોગ્ય સેવા

સ્પેશિયાલિસ્ટને મળવું હોય તો સીધા હોસ્પિટલ જઈ શકાય. બ્લડ ટેસ્ટ માટે ટેક્નિશિયન ઘરે આવી જાય અને રિપોર્ટ થોડા કલાકોમાં વોટ્સએપ પર મળી જાય. મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી.


4. માનવીય સહયોગ

ઘરકામ, રસોઈ, ડ્રાઇવિંગ જેવી સેવાઓ ભારતમાં માત્ર અમીરો માટે નથી. મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. આથી સૌથી કિંમતી વસ્તુ — સમય — બચી જાય છે.


5. UPI ક્રાંતિ

₹5ની ચાથી લઈને ₹50,000ના લેપટોપ સુધી — બધું એક QR સ્કેનથી ચૂકવી શકાય છે. રોકડની જરૂર નહીં, કાર્ડ મશીનની ચિંતા નહીં અને કોઈ ટ્રાન્ઝેક્શન ફી નહીં. આ ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશો હજુ પાછળ છે.


6. નાની-નાની મફત સુવિધાઓ

ભારતમાં મોટાભાગની હોટેલમાં પીવાનું પાણી મફતમાં મળે છે, જ્યારે ઘણા દેશોમાં તેના માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ગલીના નાકે ચાની લારી, ઇસ્ત્રીવાળા જેવી રોજિંદી સુવિધાઓ જીવન સરળ બનાવે છે.


7. સંબંધોનું સામાજિક સુરક્ષા જાળું

અહીં પડોશી સમસ્યા આવે તો કોર્ટની નોટિસ નથી મોકલતા, પરંતુ પ્રેમથી ખીચડીનો ડબ્બો મોકલે છે. આપણા સંબંધો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે.


નિષ્કર્ષ


ભારત માત્ર એક દેશ નથી; તે દરેક વળાંક પર સુવિધાઓથી ભરેલું એક અદ્ભુત જીવન છે.


પશ્ચિમના દેશોમાં લોકો ઘાસ કાપવાથી લઈને પ્લમ્બિંગ સુધી બધું પોતે કરે છે. જ્યારે ભારતમાં સેવા-કેન્દ્રિત જીવનશૈલી હોવાથી ઘણી બાબતોમાં સહાય સરળતાથી મળી રહે છે.


જો આપણે માત્ર થોડા સુધારા કરી લઈએ તો ભારત કરતાં વધુ સારું રહેવાનું સ્થાન કદાચ બીજું ન હોય.


આપણે શું સુધારવું જોઈએ?


1. નાગરિક સંસ્કાર (Civic Sense)

કચરો ન ફેંકવો, ગુટખા ન થૂંકવા, જાહેરમાં પેશાબ ન કરવો, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું, બિનજરૂરી હોર્ન ન વગાડવા, રસ્તા રોકીને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અને લાઉડસ્પીકરનો અતિરેક ઉપયોગ ન કરવો.


2. પદ અને શક્તિનો સાચો ઉપયોગ

તમારી સ્થિતિનું મૂલ્યાંકન એથી ન કરો કે તમે કેટલા લોકોને હેરાન કરી શકો છો, પરંતુ એથી કરો કે તમે કેટલા લોકોનું જીવન વધુ સારું બનાવી શકો છો.


3. બહારનું વિશ્વ પણ આપણું જ ઘર છે

માત્ર પોતાનું ઘર જ નહીં, પરંતુ આસપાસનું વાતાવરણ પણ આપણું જ છે. તેની પણ એટલી જ કાળજી રાખવી જોઈએ.


4. ઉત્તમ કાર્ય સંસ્કૃતિ વિકસાવીએ

"કર્મ એ જ પૂજા છે" એ ભાવનાથી પોતાની ફરજ નિભાવવી જોઈએ. જેમ પૂજા કરતી વખતે ભૂલ ન થાય તેની કાળજી રાખીએ છીએ, તેમ પોતાના કામમાં પણ સંપૂર્ણ નિષ્ઠા રાખવી જોઈએ.


અંતિમ સંદેશ:


અહીં આપણે માત્ર જીવતા નથી; અહીં એક એવી વ્યવસ્થા છે જે દરેક ક્ષણે આપણી સંભાળ રાખે છે.


આ "ભારતીય વૈભવ" એવી હકીકત છે, જેની દુનિયાના ઘણા દેશો ઈર્ષ્યા કરે છે.

From Blogger iPhone client

બુધવાર, 5 ઑગસ્ટ, 2026

Live life the way you are to die soon

*એક ડૉક્ટર બહુ જ હોશિયાર હતા.*


*તેમના વિશે કહેવાતું કે, એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે.*


*ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે.*


*દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો? જિંદગીમાં જે બાકી રહી ગયું છે, એ શું છે?*


*દરેક દર્દી પોતાના દિલની વાત લખતો.*


*હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ.*


*મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ.*


*કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી.* 


*તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને હર્ટ થયું છે; એની પાસે જઈને માફી માગી લઈશ.*


*એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ.*


*જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું.*


*ગિલ્ટ ન થાય, એવું કામ કરીશ.*


*જાતજાતની વાતો જાણવા મળી.*


*ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે.*


*દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો અને કહેજો કે તમે લખ્યું હતું, એ રીતે કેટલું જીવ્યા?*


*ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે,*


*જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે, એ વેર વાળી લઈશ.*


*મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.*


*હું રૂપિયા વધારે કમાઈશ.*


*મારી જાતને વધુ બિઝી રાખીશ.*


*દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.*


*ડૉક્ટરે સવાલ કરતા કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ? હજુ ક્યાં મોડું થયું છે ???*


*બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો?*


*બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.*


*સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!*


*એવું ન લાગવું જોઈએ કે, હું મારી જિંદગી મને ગમે, એમ જીવ્યો નથી !*👍😂💃😍

From Blogger iPhone client

શનિવાર, 1 ઑગસ્ટ, 2026

Live life larger for senior citizens

🧑‍🦯🧑‍🦯🧑‍🦯🧑‍🦯🧑‍🦯🧑‍🦯🧑‍🦯

*આજે વ્રુદ્ધ દિવસ ( સિનિયર સિટીઝન દિવસ) નિમીત્તે તમામ સિનિયર સિટીઝન માટે પ્રસ્તુત છે એક અનમોલ મેસેજ.🙏🙏*


*NO TENSION* 


    છોડી દ્યો આ બધું tension.

ખાઓ પીઓ જલસા કરો ,

     મોજથી ઉડાઓ *PENSION.* 


હુકુમ ચાલે છે ત્યાં સુધી, 

    કરી લ્યો હકુમત ભાઈ.!!

પછી, બૈરા છોકરાઓ પણ 

  નહિ માને કોઈ; *SUGGESTION.!!*


ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની

      ઉમર તો ગઈ હવે..!!

કોઈ સોરી કહે તો પણ , 

  શાંતિથી કહેજો 

*NO MENTION..!!*


હાથમાં છે વહેવાર ત્યાં સુધી

    રાખો બધુય હસ્તગત ,

પછી પાણી માટે ય પૂછવું પડશે,

    એવી થશે 

*POSITION..!!*


શરતોમાં જીત્યો છું ને ,

    શરતોમાં ઘણું હાર્યો છું..!!

હવે કહો જિંદગી ને , 

 *DON'T APPLY ANY CONDITION .!!*


 ગુમાવ્યું એનો ગમ ના કરો ,

   મળ્યું છે એમાં મોજ કરો ,

 કેમ કે, ક્યારે હાર્ટ બેસી જશે,

    *WITHOUT ANY MENTION ..!!*


ક્યારેક પાપ કર્યા હોય તો 

  એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!

ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,

    *WITHOUT ANY OBJECTION.!!*


દોડ ધામ ચિંતા ઉતાવળ, 

  મેલો માળીયે આ ભૂતાવળ,

બીપી, સુગરને કહો રુક જાઓ,

   આગળ નથી કોઈ *PERMISSION..!!*          . 


મુત્યુ આવે તો મરવાનું મજાથી ,

   ડરવાનું નહિ, અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું ,

   આપ્યા વગર કોઈ *OPTION..!!* 👏


ઘડપણનું છે સરસ નામ,

કોઈ કહે સન્યાસાશ્રમ,

કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ,

પણ હું કહું *આનંદાશ્રમ*...🌸


ઘડપણમા આપણે કે'વું રહેવું,

ઘરમાં હો તો આશ્રમ જેવું,

આશ્રમમાં હો તો ઘર જેવું,🏡

જલ્સામાં રહેવું અને *બસ જલ્સાથી રહેવું...*


ક્યાંય ગુંચવાવું નહીં,

જુની યાદો કાઢવી નહીં

*'અમારાં વખતે' આમ હતું બોલવું નહીં,*

અપમાન થાય તો મનમા આણવું નહીં...


*વાતને ખોટી ખોટી લંબાવવી નહીં,*

સુખની ભઠ્ઠી જમાવતા રહેવું,

બધાથી દોસ્તી જોડતાં રહેવું,

રાગ લોભને દૂર ભગાડતા રહેવુ...


*આનંદને હંમેશા અનુભવાય,*

*લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય,*

*ચોખઠા વડે સહેલાઇથી ચવાય,*

*કાનયંત્રથી સરસ સંભળાય...*


પાર્કમાં જઈને ફરી આવા ય,🌳

મંડળમા જઈ ભજન ગવાય,🏫

ટી.વી. ની સિરિયલ જોઈ લેવાય, 📺

છોકરાંઓ સામે ચૂપચાપ રહેવાય...😷


પૌત્ર પોત્રીઓ સાથે રમતાં રહેવું,

પત્નિ; બાળકોને ગમતા રહેવું,

મિત્રો સાથે ગપ્પા મારતાં રહેવું,🤝

*સમય કાઢીને "ચા ની કિટલીએ" જતાં રહેવું...*


પત્નિનો સામાન ઉપાડી લેવાનો

થાકો ત્યાં જ બેસી જવાનું,

ગમે ત્યારે જ્યુસ - શરબત પીતા રહેવાનું,🧋

*સિનિયરોની ક્લબમાં જતાં રહેવાનુ...*


ના આવડે તોયે થોડું ગાઈ લેવું,

એકાંતમાં થોડું નાચી લેવું,🤸‍♂️

કોઈ જોઈ લે'તો વ્યાયામ ગણાવવું,

*મોજમાં રહેવું - મસ્ત રહેવું...*


કંટાળો આવે તો સુઈ જવું,

જાગી જાઓ તો સંગીત માણવું,🎼

જાગતાં જાગતાં નસકોરા બોલાવો,

*ટોકે કોઈ તો હળવું હસી લેવું...*😁


*સૌ સિનિયર સિટીઝન' મિત્રોને પ્રણામ*🙏🙏🙏 👍જય માતાજી 

જય શ્રી રામ

 જય બાલાજી

વાલા મિત્રો 🙏

જય શ્રી કિષ્ના 🙏🌹

From Blogger iPhone client

રવિવાર, 5 જુલાઈ, 2026

Don’t overdo after 60

*૬૦ પછી હોશિયારી મારવી નહિ પરંતુ હોશિયાર રહેવું* 😂

    

*૬૦ પછી હોશિયારી મારવી નહિ* 

*1, સીડીઓ ઉતાવળે ચઢવી નહિ* 


*2, ડોક્ટર જો આપે કડવી દવા*

*એની અવગણના કરવી નહિ*


 *3, ઊંઘમાંથી ઉઠી તરત ચાલવું નહીં*

*બે ઘડી બેસી પછી પલંગ પરથી ઉઠવું* 


*4 લોન્ગ ડ્રાઈવ પર ભલે જાઓ* 

*ડ્રાઈવર વગર જવું નહિ*


*5, જો ભર પેટ ખાધું હોય* 

*ગાડી તરત ચલાવવી નહિ* 


*6, જો રોગ ઘર કરે*

*નજર અંદાજ કરવું નહિ* 


*7, મેડિકલ ટ્રીટમેન્ટ છોડી ને* 

*ઘરગથ્થુ ઈલાજ કરવો નહિ* 


*8, જિંદગીભર ભાર ઉપાડ્યો* 

*હવે વજન ઉંચકવું નહિ* 


*9, બોડી ચેકઅપ જરૂરી છે* 

*ચેકઅપ થી ડરવું નહિ*


*10, જીભ નો ચટાકો સહુ ને ગમે* 

*બેફામ ઝાપટવું નહિ* 


*11, ઊંઘ સહુ થી સારી દવા* 

*ઉજાગરાની દોસ્તી કરવી નહિ* 


*12, કુટુંબ માટે ઘણુ કર્યુ હવે*

*પોતની મોજ માટે કાંઇક કરો*


*13, આર્થિક જરૂરિયાત ન હોયતો*

*કામ ધંધા બંધ કરો*


*14, શરીર સ્વસ્થ હોય અને*

*15, નાણાકીય સગવડ હોય*

*તો નાની મોટી ટુર કરો*


*નહિતો .................*.

*16, બગીચા માં ફરવા જાવ*

*17, મંદિરે દર્શન કરવા જાવ*

*18 મનગમતા ગીત સાંભળો*

*હરો ફરો અને મોજ કરો*


*19, પરસેવો પાડી જે કમાણી કરીછે*

*20, એ આપણાં માટે રાખવી*


*21, કોઇના કહેવા મુજબ નહિ*

*પોતાની મરજી મુજબ જીવવુ*

*22, અને કોઇને નડવુ પણ નહિ*


*23, સ્વમાન ભેર જીવવા માટે*

*24, બધું સંતાનો ના નામે કરવું નહિં*


*25, શોખ હોય જો જીવન માં* 

*એને કદી મુકવા નહિં*


*શોખ હશે તો જીવન ઉપવન*

*26, ઝુરી ઝુરી ને મરવું નહિં* 

*👫27, મિત્રો સારા રાખવા જેથી*

*28, વિપતી માં કયારેય ડરવું પડે નહિં ///*


*ખાસ યાદ રાખજો*

*૬૦ પછી*

*હોશિયારી મારવી નહિ*🌹..

From Blogger iPhone client

શનિવાર, 4 જુલાઈ, 2026

Men’s life is easy

*Why are men so happy?*



A woman responded to this.……


Because their life is set:


They keep the same surname throughout their life.


They never get pregnant.


Mechanics don't talk to them about complicated technical matters or try to fool them.


Wrinkles enhance their personality.


Grey hair makes them even more attractive.


New shoes do not harm their feet.


Their phone calls last only 30 seconds.


For a 15-day vacation, all they need is one suitcase – and that is almost always half empty.


They can open any jar or bottle without any help.


They don't mind if someone else at the party is wearing the same clothes as them; they might even become friends.


They have no qualms about wearing the same suit for 12 consecutive wedding ceremonies.


They can watch TV with a friend for hours without talking, and it doesn't even occur to them: "Is he angry with me?"




Three pairs of shoes are enough for him for ten years.


Plus


The same hairstyle lasts for years, maybe decades, or even a lifetime. And if they get bored, they shave their heads without regret.


They can wear swim trunks regardless of how their legs look or whether their stomachs are sticking out. They don't care; they're happy either way.


They never worry about: "What to cook for lunch the next day.”


Even if their weight increases by five kilos, they don't even notice. And even if they do, it doesn't bother them.


Whether they have a belly or not, if they have money, they get a lot of attention.


And the worst part is that...


*Every Single One of these things is absolutely true !!!*

😇

From Blogger iPhone client

બુધવાર, 1 જુલાઈ, 2026

Doctor’s prayer

ડોક્ટર ની પ્રાર્થના 


એ મારી મોટી વિડંબણા છે ભગવાન

કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.


પણ એ મારું સદભાગ્ય પણ છે

કે લોકોની પીડા દૂર કરવાની

એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની

એક ઉત્તમ તક તેં મને આપી છે.

મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.

એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું

એવી મને શક્તિ આપજે.


દર્દીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું

રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું

કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું

તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું

તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં

એવી મને સદબુદ્ધિ આપજે.


તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું

તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં

નિદાન અને દવા ઉપરાંત

આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ

તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં

તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા

અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું

એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.


આ વ્યવસાય પૂણ્યનો છે,

પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,

તેમાં હું મારી જાતને જાળવી રાખું

ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે

વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા

અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે

સમતોલપણું જાળવી શકું

એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.


અને આ બધોય વખત

સૌથી મહાન ઉપચારક તો તું જ છે,

સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે

હું તો માત્ર નિમિત્ત છું –

એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.


– કુંદનિકા કાપડિયા

(‘પરમ સમીપે’)

From Blogger iPhone client

શુક્રવાર, 26 જૂન, 2026

God is tired

*ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે*

 *જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે*

 

*થાકેલો પ્રભૂ*


તમે 

*કરોડો* 

છો

ને હું 

*એક*

 છું


મારે 

*શાંતિ* 

થી રહેવું હોય

પણ.....


તમારે 

*મંગળા આરતી* 

કરવી હોય એટલે મને 

*વાઘાં* 

પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર

કરી દો છો....


*ભોગ* 

મને ધરાવો છો

અને 

*આરોગો* 

છો પોતે...!


જે દિવસે એક જલેબી 

ચાખીશ....

એ દિવસથી

*પ્રસાદ* 

ધરાવવાનું બંધ 

થઈ જશે....

તે જાણું છું


*લગ્ન* 

નથી થતાં

તે 

*મંગળફેરા* 

માંગે છે


*સંતાન* 

નથી

તે 

*ઘોડિયું* 

માંગે છે


કોઈને 

*નોકરી* 

જોઈએ છે

તો કોઈને 

*છોકરી*


*માબાપ ખાસ કોઈને*

*જોઈતાં નથી*

પણ 

*મિલકત*

બધાંને જોઈએ છે


કોઈ 

*કમાવા* 

માંગે છે

તો કોઈ 

*ચોરી*

 કરવા 

માંગે છે...


કોઈને

 *બજાર* 

ઊંચું લઈ 

જવું છે તો કોઈને

 *મફતનું*

જોઈએ છે....


કોઈ 

*રોટલો* 

માંગે છે

તો કોઈ 

*ઓટલો*


જે આવે છે તે

*ઘંટ*

 ખખડાવી ને મારા 

કાન કોતરે છે...


હું કોઈનું કામ નથી કરતો

તો મારા પરની

 *શ્રદ્ધા* 

ઘટી જાય છે...


કોઈનું કામ થઈ જાય છે

તો મને

 *મહાભોગ* 

ચડે છે


*વરસાદ* 

નથી આવતો

તો 

*યજ્ઞ*

 થાય છે


આકાશ ખાબકે છે

તો ખમ્મા કરવાનું મને 

કહેવાય છે....


પણ સાચું કહું

*હું કૈં નથી કરતો*


નથી હું પરણાવતો

કે નથી કોઈ નું છૂટું કરતો


*જંગલ* 

હું નથી કાપતો


*હાઇરાઈઝ*

 મેં નથી બાંધ્યાં


*અમીર* 

હું નથી કરતો


*ગરીબી* 

મેં નથી આપી


તમને

*લીલીછમ* 

પૃથ્વી 

આપી રહેવા માટે

એની તમે 

*રાખ* 

કરો તો

*એમાં મારો શો વાંક....?*


મેં 

*અણુ* 

આપ્યો

ને તમે 

*બૉમ્બ* 

બનાવ્યો

પછી કહો કે

*શાંતિ*

વાર્તા કરો

તો કેવી રીતે કરું....?


સાચું કહો

તમે મને

*ઈશ્વર* 

માનો છો કે 

*નોકર...?*


*પ્રાર્થના* 

ની આડમાં

તમે 

*આજ્ઞાઓ* 

જ કરો 

છો....

કે બીજું કૈં....?


ને તમે ઈચ્છો છો કે

તમે 

*સેવા* 

કરો છો છતાં પણ

હું કોઈનું સાંભળતો નથી....?


હું 

*મેરેજ બ્યુરો* 

નથી ચલાવતો

કે નથી ચલાવતો

કોઈ

 *એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ*


મેં કોઈનું કૈં બગાડ્યું નથી

કે નથી મારે

કોઈ પાસે થી કૈં જોઇતું


*શ્રીફળ* 

વધેરી અને

મને વધેરવાનું રહેવા દો તમે


*આપવાનું હતું તે આપ્યું જ છે*


હવે મારી પાસે કૈં નથી

કૃપા કરી ને

હવે કૈં માંગી અને

મને

*શરમાવશો* નહી...


🙏🏻

                        

તમારું કામ થઈ જશે એમ કહેનાર

મારા કોઈ

*સહાયક* કે *કમિશન એજન્ટો*

મેં નિમેલા નથી     

માટે તેવા લોકો થી બચો 

                                 

તમે આજ સુધી

ઘણી પ્રાર્થનાઓ કરી

પણ

આજે હું તમને

એક પ્રાર્થના કરું છું


અને એ પણ જાણું છું

હું જે કહું છું એ પછી કોઈ

મારી પાસે મંદિરમાં આવવાનું

નથી....


*તોય કહું છું....*


*કોઈ માંગણી ન હોય*

તો જ... 

*મારી પાસે આવજો*


અને હા....

છેલ્લે છેલ્લે એટલું જ 

કહીશ કે


*તમારા કર્મ પર*

 *ધ્યાન આપજો*

 

મારી 

*વ્યથા* ને અનુભવજો

એવી આશા સાથે....

શબ્દો ને 

*વિરામ* આપુ છું.... 


*આ બધું કર્મ નું ચક્ર છે.* 

*કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.*


*જેવા કર્મ કરશો તેવું ભોગવશો....*


   *લિ. તમારો પણ*

*તમારાથી થાકેલો પ્રભુ* 


🙏🙏🙏🙏



🌹🙏🏻🌹

From Blogger iPhone client

બુધવાર, 17 જૂન, 2026

Prayer and poem from childhood

*જેની પહેલી બે કડી રાત્રે સૂતી* *વખતે ગાતા..આખી કવિતા વાંચ્યા ને તો ઘણો સમય થઈ ગયો હશે!!*

*તો માણો....*

       

 ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.


હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.


પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય

ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.


અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય

જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.


સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત

શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.


વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ

સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.


આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ

ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.


ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત

ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.


ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ

ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.


જોવા આપી આંખડી, સાંભળવાને કાન

જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.


ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર

પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.


તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ

તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.


અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર

બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.


કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ

કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.


ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ

આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.


મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ

એવી બુધ્ધિ દો અને,‌ પાળો બાળ તમામ.


*કવિ દલપતરામ*


*શ્રી દલપતરામની આ કવિતા જેટલી વાર વાંચીએ એટલી વાર ભગવાન ઉપર આપણો અહોભાવ વધતો જ જાય છે...આ ઉપરાંત ભગવાન પાસે શું માંગવું અને કેવી રીતે માંગવું અને કેવી રીતે આભાર વ્યક્ત કરવો એ બધુજ આ કવિતામાં આવે છે એટલે કોઈ પણ વ્યક્તિ રોજ સવારમાં ફક્ત આ કવિતાનો પાઠ કરે* 🙏

From Blogger iPhone client

મંગળવાર, 16 જૂન, 2026

Keep silence for a while when you are angry

https://whatsapp.com/channel/0029Vb7K0LDDOQIXMQrONe0k


એક વ્યક્તિને વાતે વાતે બહુ જ ગુસ્સો આવી જતો હતો. સ્વભાવની આ આદતના કારણે આખું પરિવાર ભારે પરેશાન રહેતું હતું. ઘરમાં કાયમ કલેશ અને અશાંતિનું વાતાવરણ છવાયેલું રહેતું હતું.


એક દિવસ તે ઘરના દરવાજે કોઈ સાધુ મહારાજ પધાર્યા. તે વ્યક્તિએ આદરપૂર્વક મહારાજને વંદન કર્યા અને પોતાની આ મોટી સમસ્યા વિશે વાત કરી. 


તેણે ખૂબ જ આજીજી કરતા કહ્યું, "મહારાજ! મને બહુ જલ્દી અને અતિશય ગુસ્સો આવી જાય છે. હું દિલથી ઈચ્છવા છતાં પણ મારા ગુસ્સા પર જરાય નિયંત્રણ રહેતું નથી. કૃપા કરીને આમાંથી બચવાનો કોઈ સચોટ ઉપાય બતાવો."


સાધુ મહારાજ બધી વાત શાંતિથી સમજી ગયા. તેમણે પોતાની ઝોળીમાંથી એક નાની દવાની શીશી કાઢીને આપી. 


તેમણે ઉપાય બતાવતા કહ્યું, "જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે તરત જ આ દવાના ચાર ટીપાં પોતાની જીભ પર નાંખી લેવા. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ૧૦ મિનિટ સુધી આ દવાને મોંમાં જ રાખવાની છે."


"ત્યાં સુધી મોં બિલકુલ ખોલવાનું નથી! જો ૧૦ મિનિટ પહેલાં મોં ખુલશે, તો આ દવાની કોઈ જ અસર થશે નહીં!" સાધુ મહારાજે ગંભીર થઈને ચેતવણી આપી.


તે વ્યક્તિએ સાધુ મહારાજે જણાવ્યા પ્રમાણે જ દવાનો ઉપયોગ શરૂ કરી દીધો. જ્યારે પણ ગુસ્સો આવવાનો ઉભરો થાય, ત્યારે તરત જ શીશીમાંથી ચાર ટીપાં જીભ પર મૂકીને મોં સજ્જડ બંધ કરી દેવામાં આવતું.


આશ્ચર્યની વાત એ હતી કે માત્ર સાત દિવસમાં જ ગુસ્સો કરવાની વર્ષો જૂની આદત એકદમ છૂટી ગઈ! ઘરમાં વાતે વાતે થતી તકરાર બંધ થઈ ગઈ.


બરાબર સાત દિવસ પછી તે સાધુ મહારાજ ફરીથી તે જ દરવાજે આવ્યા. સાધુને જોતાં જ તે વ્યક્તિ દોડીને તેમના પગે પડી ગઈ. 


તેણે અત્યંત ખુશ થઈને કહ્યું, "મહારાજ! તમારી આ ચમત્કારી દવાથી મારો ગુસ્સો જાણે ગાયબ થઈ ગયો છે! હવે મને વાત વાતમાં ક્રોધ નથી આવતો અને મારા આખા પરિવારમાં પરમ શાંતિનું વાતાવરણ રહે છે."


ત્યારે સાધુ મહારાજ સહેજ હસ્યા અને તેમણે એક મોટું રહસ્ય ખોલતા જણાવ્યું, "અરે ભાઈ! એ શીશીમાં કોઈ ચમત્કારી દવા નહોતી!! તેમાં તો ફક્ત સાદું પાણી ભરેલું હતું!!"


વાસ્તવમાં ચમત્કાર પાણીનો નહીં, પણ મૌનનો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ક્રોધની અવસ્થામાં હોય છે, ત્યારે તેની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને મોંમાંથી માત્ર કડવા વેણ જ નીકળે છે. 


ગુસ્સાનો સાચો ઈલાજ માત્ર અને માત્ર ચૂપ રહીને જ કરી શકાય છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો હંમેશા વિવાદ અને દુશ્મની વધારે છે, જ્યારે મૌન તે આગને ઠારી દે છે. 


ક્રોધ એ ક્ષણિક પાગલપન છે, તેને શાંત કરવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય મૌન ધારણ કરી લેવું તે જ છે. તેથી જ કહેવાયું છે કે, "ન બોલવામાં નવ ગુણ." ✨હરેકૃષ્ણ" …✍

From Blogger iPhone client

સોમવાર, 15 જૂન, 2026

Age of 60, 70, 80, 90, 100

*सामान्य ज्ञान में एक रोचक जानकारी*


दक्षिण भारत में *60, 70, 80, 90 और 100 वर्ष* की आयु पूर्ण होने पर विशेष उत्सव मनाने की परंपरा है।


कभी किसी ने पूछा—"इन आयुओं को इतने विशेष और भव्य रूप से क्यों मनाया जाता है? क्या यह केवल एक परंपरा है या इसके पीछे कोई आध्यात्मिक रहस्य भी छिपा है?"


इसका उत्तर महाभारत के प्रसिद्ध राजा *ययाति* की कथा में मिलता है।


राजा ययाति ने जीवन के सभी सुखों, वैभव और ऐश्वर्य का भरपूर आनंद लिया। लेकिन जब वृद्धावस्था उनके जीवन में आई, तब उन्हें एक गहन सत्य का बोध हुआ—


*"भोगों की सीमा होती है, लेकिन इच्छाओं की कोई सीमा नहीं होती।"*


इस अनुभूति ने उनके जीवन की दिशा बदल दी। उन्होंने वृद्धावस्था को स्वीकार किया और बताया कि जीवन में पाँच महत्वपूर्ण आंतरिक पड़ाव आते हैं। ये केवल आयु के पड़ाव नहीं, बल्कि चेतना और समझ के पड़ाव हैं।


संयोग से भारतीय संस्कृति में मनाए जाने वाले 60, 70, 80, 90 और 100 वर्ष इन्हीं आंतरिक परिवर्तनों के प्रतीक माने जाते हैं।


*60 वर्ष — षष्टिपूर्ति*


संग्रह से समझ की ओर यात्रा।


इस आयु में मन यह पूछना छोड़ देता है कि "और कितना पाना है?" और यह सोचने लगता है कि "अब वास्तव में महत्वपूर्ण क्या है?"


आत्मचिंतन बढ़ता है, प्रशंसा और दिखावे का आकर्षण कम होने लगता है।


यह पतन नहीं, बल्कि परिपक्वता की शुरुआत है।


*70 वर्ष — भीमरथ शांति*


स्वयं को सिद्ध करने से अधिक मूल्यवान हो जाती है शांति।


इस अवस्था में व्यक्ति बहस जीतने की अपेक्षा संबंध बचाने को अधिक महत्व देता है।


उसे अनुभव होता है कि—


*"सही होने से अधिक महत्वपूर्ण शांत रहना है।"*


इसी कारण 70वें वर्ष का विशेष सम्मान किया जाता है।


*80 वर्ष — शताभिषेकम्*


आपकी उपस्थिति ही आशीर्वाद बन जाती है।


अब लोग केवल सलाह लेने नहीं आते, बल्कि आपके अनुभव, धैर्य और स्नेह की छाया पाने आते हैं।


आपकी उपस्थिति ही यह संदेश देती है—


*"जीवन चलता रहता है और अंततः सब ठीक हो जाता है।"*


इसीलिए 80 वर्ष की आयु को अत्यंत पवित्र माना गया है।


*90 वर्ष — नवति*


अहंकार का शांत विसर्जन।


इस अवस्था में व्यक्ति दूसरों को सुधारने की आवश्यकता महसूस नहीं करता।


वह बातों को व्यक्तिगत रूप से लेना छोड़ देता है।


जीवन के अनुभव उसे सिखा देते हैं कि छोटी-छोटी बातें अपनी ऊर्जा खर्च करने योग्य नहीं हैं।


यह विनम्रता ही वास्तविक आध्यात्मिकता है।


*100 वर्ष — शतमानम्*


जीवन व्यक्तिगत कहानी से ऊपर उठ जाता है।


100 वर्ष की आयु केवल वर्षों की गणना नहीं है, बल्कि जीवन की संपूर्णता का प्रतीक है।


तब समझ आता है कि जीवन की अधिकांश चिंताएँ व्यर्थ थीं।


जो प्रेम हमने दिया और पाया, वही सबसे मूल्यवान था।


और जीवन सदैव किसी अदृश्य करुणामयी शक्ति के संरक्षण में आगे बढ़ता रहा।


इस अवस्था में व्यक्ति केवल एक इंसान नहीं रह जाता, बल्कि एक प्रेरणादायी उपस्थिति बन जाता है।


*सारांश*


हमारे ऋषि-मुनियों ने केवल आयु का नहीं, बल्कि आयु के साथ होने वाले आंतरिक विकास का उत्सव मनाया।


*60 वर्ष — प्राथमिकताएँ बदलती हैं।*


*70 वर्ष — शांति शक्ति बन जाती है।*


*80 वर्ष — उपस्थिति ही उपचार बन जाती है।*


*90 वर्ष — अहंकार शांत हो जाता है।*


*100 वर्ष — जीवन पूर्णता को प्राप्त करता है।*


वृद्धावस्था कमजोरी नहीं है, बल्कि आत्मा के परिष्कार की एक सुंदर प्रक्रिया है, जिसमें अंततः ज्ञान, विनम्रता और करुणा ही शेष रह जाती हैं।


*आज का विचार*


*"बढ़ती हुई आयु का अर्थ बूढ़ा होना नहीं, बल्कि अधिक निर्मल, अधिक बुद्धिमान और अधिक सौम्य बनना है।"*


सभी वरिष्ठ नागरिकों को सादर नमन। 🙏

From Blogger iPhone client