લેબલ duty સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ duty સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 19 જૂન, 2020

My life my way

From Dr. Mrs. J. H. Takvani.

My mom had a lot of problems. She did not sleep and she felt exhausted. She was irritable, grumpy, and bitter. She was always sick, until one day, suddenly, she changed.

The situation was the same, but she was different.

One day my dad said to her:

- I've been looking for a job for three months and I haven't found anything, I'm going to have a few beers with friends.

My mom replied:
- It's okay.

My brother said to her:
- Mom, I'm doing poorly in all subjects at the University ...

My mom replied:
- Okay, you will recover, and if you don't, well, you repeat the semester, but you pay the tuition.

My sister said to her:
- Mom, I hit the car.

My mom replied:
- Okay daughter, take it to the workshop, find how to pay and while they fix it, get around by bus or subway.

Her daughter-in-law said to her:
- Mother-in-law, I come to spend a few months with you.

My mom replied:
- Okay, settle in the living room couch and look for some blankets in the closet.

All of us at my mom's house gathered worried to see these reactions.

We suspected that she had gone to the doctor and that she was prescribe some pills of "I don't give a damn about 1000 mg."

She would probably also be ingesting an overdose.

We then proposed to do an "intervention" to my mother to remove her from any possible addiction she had towards some anti-tantrum medication.

But what was not the surprise, when we all gathered around her and my mom explained:

"It took me a long time to realize that each person is responsible for their life, it took me years to discover that my anguish, my mortification, my depression, my courage, my insomnia and my stress, did not solve their problems but aggravated mine.

I am not responsible for the actions of others, but I am responsible for the reactions I express to that.

Therefore, I came to the conclusion that my duty to myself is to remain calm and let each one solve what corresponds to them.

I have taken courses in yoga, meditation, miracles, human development, mental hygiene, vibration and neurolinguistic programming, and in all of them, I found a common denominator: finally they all lead to the same point.

And, it is that I can only interfere with myself, you have all the necessary resources to solve your own lives.

I can only give you my advice if you ask me and it depends on you to follow it or not.

So, from now on, I cease to be: the receptacle of your responsibilities, the sack of your guilt, the laundress of your remorse, the advocate of your faults, the wall of your lamentations, the depositary of your duties, who should solve your problems or spare a tire every time to fulfill your responsibilities.
From now on, I declare all independent and self-sufficient adults.

Everyone at my mom's house was speechless.

From that day on, the family began to function better, because everyone in the house knows exactly what it is that they need to do. 

Author:
A HAPPY WOMAN!!( pls feel free to share)

શનિવાર, 15 ફેબ્રુઆરી, 2020

Feelings of parents and children

અરે સાંભળો છો...કાવ્યા બોલી

મેં ..હસ્તા..હસ્તા..કિધુ..
કેમ શંકા છે ?...

હજુ કાન સારા છે..બોલ જે બોલવું હોય તે.....

કાવ્યા નજીક  આવી...

આજે તમારી પાસબુક ઘણા વખતે બેંક મા ભરાવવા ગઈ હતી...

તમારા પેન્શન એકાઉન્ટ થી આપણો રોજિંદા વ્યવહાર ચાલતો હોવાથી..

આ સેવિંગ ની પાસબુક ઉપર મારૂ ધ્યાન ન હતું...

પણ છેલ્લા એક વર્ષ થી તમારા ખાતા મા. કોઈ 15000 રૂપિયા જમા કરાવે છે..

તપાસ કરો આ એકાઉન્ટ કોનું છે....?

મેં ગંભીરતા થી. .

પાસબુક હાથ માં લીધી..

ચશ્મા પહેરી ઝીણી આંખ કરી ને પાસબુક ની એક..એક એન્ટ્રી ચેક કરી...

વાત તો સાચી..હતી....

કાવ્યા ની
મને ખ્યાલ આવી ગયો......

આ વ્યક્તી કોણ છે..

મેં કાવ્યા ને કિધુ..

તને  તપાસ કરી જણાવીશ.

વહેલી સવારે મારા રૂમ ના બારણાં ખોલી નાખવા ની આદત મારી છે..

હું આખ બંધ કરી મારા રૂમ ની અંદર સૂતો હતો..

મન થી  ભગવાન નો ઉપકાર માનતો હતો...

હે પ્રભુ તારો આભાર ..

જીંદગીમાં તેં મને માન સન્માન અને સ્વમાન સચવાય તેટલું આપી દીધું.. સાથે સાથે પરિવાર પણ પ્રેમાળ અને સમજુ આપ્યો..ખૂબ..ખૂબ આભાર...

પ્રભુ તારો..મારું નિવૃત જીવન તેં સુધારી દીધું....

ત્યાં મારા રૂમ ની અંદર  પિન્ટુ આવ્યો...

તેણેે ધીરે થી મારૂ પાકીટ ઉઠાવ્યું....હું..ઝીણી આખે જોઈ રહ્યો હતો...

જે મને શંકા કાલે ગઈ હતી તે સાચી..પડવા ની તૈયારી હતી....

પિન્ટુ એ મારૂ પાકીટ ખોલ્યું..અને તેમાં રૂપિયા ની નોટો મુકતો દેખાયો...

મેં એક હાથે લાઈટ ચાલુ કરી..અને બીજા હાથે પિન્ટુ નો હાથ પકડ્યો....

પિન્ટુ..સ્તબ્ધ થઈ ગયો..

પપ્પા આ શુ કરો છો ,?

મારી બાજુ માં સુતેલ કાવ્યા ને બુમ મારી..

કાવ્યા જાગ...

આ પિન્ટુ આપણો...

મારૂ પાકીટ....

પિન્ટુ ના ખભે હાથ મૂકી હું બોલ્યો બેટા  મારી શંકા સાચી નીકળી..

આ તું શું કરી રહ્યોં છે  બેટા?

કાવ્યા..પિન્ટુ સામે જોઈ બોલી બેટા..
           શુ છે આ બધું ?

મેં કીધું કાવ્યા....તું પૂછતી હતી ને મારી પાસબુકમાં દર.

મહિને રૂપિયા 15000 કોણ જમા કરાવે છે.....

એ આ આપણો પિન્ટુ કરાવે છે...

મારા પાકીટ માં દર મહિને રૂપિયા 5000  હાથ ખર્ચી ના પણ આજ મુક્તો હતો...

મને એમ કે તું પેન્શન ઉપાડી ને વધતા રૂપિયા મારા પાકીટમાં મૂકે છે...

પિન્ટુ...આંખ મા પાણી સાથે બોલ્યો...

મેં કાંઈ ખોટું કર્યું છે. ? પપ્પા...

ના બેટા....

મારી.પાસે..કહેવા માટે કોઈ શબ્દો નથી....

એક પુત્ર તરીકે ની ફરજ તું ચુક્યો નથી તેનો આનંદ છે...

માઁ બાપ ની તો ફરજ છે..

બાળકોની
જરૂરિયાતો પૂરી કરવાની..

પણ જયારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય ત્યારે...

માઁ બાપ ની જીંદગી નો ..

બાળકો પાછળ કરેલ મેહનત અને ખર્ચ નો થાક લગભગ ઉતરી જાય..છે...

ઘડપણ ની જરૂરિયાત કેટલી?

સ્વમાનનો ઓટલો અને રોટલો..

.મધ્યમ વર્ગ વારસામાં સંસ્કાર સિવાય શું આપી શકે..

બેટા

Proud of you my dear son...

પપ્પા..

.તમારા ઉપકાર અને લાગણીઓ સામે આ રૂપિયા ની .કોઈ કિંમત નથી...

પિન્ટુ બોલ્યો

હું કોલેજ માં આવ્યો ત્યારથી  નોકરી એ લાગ્યો ત્યા સુધી..

મારૂ પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયાઓ મૂકી દેતા હતા...

મારે કોઈ દિવસ તમને કહેવું નથી પડ્યું..પ

પ્પા રૂપિયા વપરાઈ ગયા છે..હાથ ખર્ચી..આપો...

એવું પણ બની શકે . .

કદાચ.

તમારા ખર્ચ કે મોજશોખ ઉપર કાપ મૂકી તમે મારી જીંદગી ને  એવી સુંદર રીતે  શણગારી છે..

કે આજે હું..ઉચ્ચ હોદ્દા અને પગાર ને લાયક બન્યો છું..

અને જેના સાચા હક્કદાર તમે અને મમ્મી છો...

હજુ પપ્પા આ તો મારી  શરૂઆત છે..

મારી પ્રગતિ ની સાથે સાથે પાસબુક નો ગ્રાફ પણ ઉંચો જશે
અને પાકીટ પણ તમારે નવું.લેવું પડશે....

પિન્ટુ હસી પડ્યો..

મેં ધીરે થી કિધુ બેટા...તેં પણ હવે પરિવાર માંડ્યો છે..

તારી પણ જરૂરિયાતો દિવસે.. દિવસે વધશે...

અમારે જરૂર..નથી..

તું આનંદ કર
અમને જરૂર પડશે ત્યારે તને કહીશું...

હવે થી રૂપિયા જમા કરાવવા ના બંધ કર...

પપ્પા..

25 વર્ષ સુધી તમે મારી.કેરિયર બનાવી...

જયારે ઉચ્ચ પગાર મેળવવા નો હક્કદાર થાઉં ત્યારે હું..

તમારી સામે જોવાનું ભૂલી જાઉતો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય ?

બચપન મા મારો હક્ક હતો..

તમારી ફરજ હતી
સમય સંજોગો બદલાયા છે..

પપ્પા..

આજે મારી ફરજ છે..

તમારો હક્ક છે....

માઁ બાપ નું સર્જનએ નિઃસ્વાર્થ ભાવનાઓ  થી કંડારેલ એક મૂર્તિ  બરાબર છે.

કદાચ ભગવાન થી પણ ઉચ્ચ સ્થાન તેમનું એટલા માટે છે..

આપણે ભગવાન ને જોયા નથી અનુભવ્યા નથી..

પણ માઁ બાપ ના .પ્રેમ નો અનુભવ આપણે મિનિટે મિનિટે કરતા રહીએ છીયે...

પિન્ટુ ના માથે હાથ ફેરવી હું બોલ્યો..

બેટા...ખૂબ ખૂબ પ્રગતિ કર...

તારી ભાવના અને લાગણી ની હું કદર કરૂ છું....

ભગવાને અમારા બંન્ને ની સ્વમાન સાથે બધી જરૂરિયાતો પૂરી થાય તેટલું આપ્યું છે..

એટલે..

આજ પછીમારા પાકીટ ને અડવાનું બંધ અને પાસબુક મા રૂપિયા પણ જમા કરવાનું પણ બંધ..

.સમજ્યો..

ના પપ્પા...

લોકો પોતાની.પ્રગતિ માટે મંદિર..આશ્રમો માં રૂપિયા અને ભેટો મૂકે છે,

મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘર માં બેઠા હોય  છે..

મારી નજર મા ઘર એ જ મંદિર છે..

અને એ મંદિર મા તમે બંન્ને મારા જાગતા ભગવાન સ્વરૂપ છો....

માઁ બાપ ખુશ તો ભગવાન પણ ખુશ..

પિન્ટુ હાથ જોડી ઉભો થયો..અને બોલ્યો...

અમારા થી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહાર માં કોઈ વખત પણ ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો..

એટલી ફક્ત વિનંતી કરૂ છું...

આટલું બોલી ..

પિન્ટુ ફરી તેના રૂમ.તરફ આગળ વધ્યો

મારા રૂમ મા રાખેલ  ભગવાન ની મૂર્તિ સામે જોઈ..

હું બોલ્યો  હે પ્રભુ...

તારો.ખૂબ ખૂબ આભાર..

સંતાન સમજુ નીકળે ત્યારે પણ ભગવાન ની કૃપા સમજી લેજો.બધા ના નસીબ મા આવા સંતાનસુખ લખેલ નથી હોતા

  *💟 સંવેદના ના ઝરણાઓ 💟*

મંગળવાર, 21 જાન્યુઆરી, 2020

Relationships with parents

👌👌👌👌👌👌

અચાનક મારા મિત્રનો ફોન આવ્યો...તું ઘરે જલ્દી આવીજા

મેં કારણ પૂછ્યું...
તેણે કિધુ..ઘરે આવીજા પછી જણાવુ...

હું..અને કાવ્યા...કાર મા બેસી..
વિજય ના ઘરે જવા રવાના થયા..રસ્તા મા વિચારતા હતા...અચાનક બોલાવવાનું કારણ શું હશે ?

તેના ઘર પાસે...કાર પાર્ક કરી અમે દોડી ને અંદર ગયા....
વિજય ની પત્ની રડતી હતી..વિજય માથે હાથ દઈ બેઠો હતો...

મેં કીધું..વિજય અચાનક  શુ થયું....?
વિજય કહે....દોસ્ત..કાલ સાંજના સ્કૂલે થી છુટી હેમલ ( વિજય નો પુત્ર) ઘરે નથી આવ્યો..

મેં કીધુ...સ્કૂલ માંથી શુ કહે છે ?

સ્કૂલ માંથી કહે છે..છેલ્લા પિરિયડ સુધી..હેમલ કલાસ મા હતો....
તારી ભાભી તેને સ્કૂલે લેવા ગઈ...ઘણી રાહ જોયા પછી..સ્કુલ મા તપાસ કરી..પણ તે લોકો એ હાથ અધ્ધર કરી દીધા...

પોલીસ માં જાણ કરી ? મેં પૂછ્યું

હા કરી.એ લોકો તપાસ કરી રહ્યા છે...

છેલ્લે તારે કોઈ સાથે માથાકૂટ કે દુશ્મની થઈ હોય તો યાદ કર....

ના ..એવું તો કઇ નથી યાદ આવતું ...

થોડી વાર...બેઠક રૂમમા શાંતિ થઈ ગઈ...
મારી અચાનક નજર ...તેના કાચ ના ટેબલ ઉપર પડેલ એક સુંદર ફોટો ફ્રેમ ઉપર પડી...

"દાદા સાથે નો હેમલ નો ફોટો" હોળી ના કલર થી રંગાયેલ....

મને યાદ આવ્યું.. પારિવારિક માથાકૂટ ને કારણે વિજય તેના પિતા ને ગયા વર્ષે શહેર ના ઘરડા ઘર મા મુકી આવ્યો હતો...

હું...જયારે..જયારે વિજય ના ઘરે આવતો..ત્યારે દાદા અને હેમલ ની નિર્દોષ મસ્તી તોફાન જોઈ હું ખુશ થતો.. .દાદા-પૌત્રનો પ્રેમ જોવાની મઝા આવતી હતી...

મેં વિજય ને કિધુ..તું ઉભો થા....
વિજય કહે કેમ ?
મેં કીધું..સવાલ કરવા નો સમય નથી..
વિજય અને તેની પત્ની...ઉભા થયા...અમારી કાર..માં બેસી ગયા....

મારી કાર...ઘરડાઘર પાસે ઉભી રહી...
મેં કિદ્યુ....વિજય મારો અંતર આત્મા કહે છે..હેમલ અહીં જ હશે..
અમે દોડતા...અંદર ગયા...
દાદા નો રૂમ નંબર મને ખબર હતો...કારણ કોઈ કોઈ વખત હું તેને મળવા જતો હતો...

અમે દોડી ને રૂમ ખોલ્યો...
તો હેમલ અને દાદા મસ્તી તોફાન કરતા હતા..બન્ને ના ગાલ હોળી ના કલર થી રંગાયેલા હતા...

વિજયે દોડી ને હેમલ ને તેડી લીધો..
વિજય ..અને તેની પત્ની  હેમલ ને ભેટી ને ખૂબ રડ્યા...બેટા આવી રીતે જાણ કર્યા વગર જતું રહેવાય ?

મારી આંખમાંથી પણ પાણી પડી રહ્યા હતા...
મારાથી કડવું પણ સત્ય બોલાયા
વગર રહેવાયુ નહીં..મેં કીધું..

વિજય..તને  તારો પુત્ર ફક્ત ચોવીસ કલાક આખ થી દુર થયો અને આટલું લાગી આવ્યું..તો વિચાર કર...
આ પથારી માં સુતેલ નિઃસહાય તારો બાપ એક વર્ષ થી તને  તેની રડતી આખે શોધી રહ્યો છે....
તેની વેદના અને લાગણી ની કલ્પના આજે થોડી કરી.લે....

હેમલ... વિજય ના હાથ માંથી ઉતરી ફરી દાદા પાસે જતો રહ્યો અને બોલ્યો..દાદા આલોકો ને વઢો ને..મારે ઘરે નથી જવું...મને ઘરે નથી ગમતું...

મેં કીધું..સોરી વિજય..
બાળકો એ તો પરિવાર નું ભવિષ્ય છે..તેઓને  વર્તમાન જ  આવો ખરડાયેલો..બતાવશો..તો આવનાર ભાવિષમા તું આ બાળક પાસે શુ અપેક્ષા રાખીશ ?
બાળકો હંમેશા તમારૂ વડીલ પ્રત્યે નું વર્તન અને વ્યવહાર જોતા હોય છે...
જેવું  વાવો તેવું લણો.. એ ભૂલતો નહીં....

આ પગલુ.. મને તારૂં ત્યારે પણ યોગ્ય નહોતું લાગ્યું..અને આજે પણ..નથી લાગતું..
દરેક માઁ ને પોતાના સંતાન શ્રવણ જેવા ગમે છે..પણ પોતાનો પતિ જો શ્રવણ બનવા નો પ્રયતન કરે તો આંખમા ખૂંચવા લાગે છે..

આ તારો વ્યક્તીગત મામલો હોવાથી હું ચૂપ રહ્યો હતો...
પણ આજે મેં મારી મર્યાદા લાગણી ના આવેશ મા  તોડી છે..જેમાં મારો અંગત કોઈ સ્વાર્થ નથી...મને માફ કરજે..દોસ્ત ..

માઁ બાપ ને સમજવા માટે.. માઁ બાપ બનવું પડે..કહી રડતી આખે મેં રૂમ ની બહાર નીકળવા નો પ્રયતન કર્યો...

ત્યાં...વિજયે મને ઉભો રાખ્યો...દોસ્ત. ઉભો રહે...
તું અમારી દરેક મુશ્કેલી માં અમારી સાથે ઉભો રહ્યોં...છે...  માટે..તને સત્ય કહેવા નો પણ એટલો જ અધિકાર છે.

હું મારા બાપ પ્રત્યે ની ફરજ ભૂલી ગયો હતો...મારા બાળકે અને તેં મારી આંખ ખોલી મારી ફરજ
પ્રત્યે જાગૃત કર્યો છે..તારો આભાર માનું એટલો ઓછો છે..

આજે...હું નિર્ણય લઉ છું..મારા પિતા ને માન સ્વમાન સાથે  હું અમારા ઘરે પરત લઈ જાઉ છું..

દોસ્ત.. ખૂબ..ખૂબ.ધન્યવાદ...
દરેક સંબધ ને સ્વાર્થ થી જોવા ને બદલે ઋણાનુબંધ થી જોવા ની આદત પાડ... તારી દુનિયા  બદલાઈ જશે..
મારા મિત્ર ને ત્યાં બનેલી
આ સત્ય ઘટના છે.
📝       Copy.

મંગળવાર, 18 જૂન, 2019

My dear doctor friends

We need introspection!
To my Doctor friends:
1) Please get adequate rest. Work for 8 hours a day. Get out of the myth that a doctor should be available 24*7
2) Attend only dire emergency in odd hours. Your sleep is more important. U r a human too.
3) The day you retire or die people have a lot of options other than you. They forget what you have done, the very next month.
  But your mom, dad, wife and kids have only you. U are irreplaceable! U r their asset and lifetime love!
4) Spend quality time with family. People come to OPD till 12 midnight if you r available. They come late after finishing all his job, just for a cold or fever which has been running for 1 week.
But your kid may be still waiting for a dinner with u!
5) We are fooled  in the name of service and noble profession. Govt. considers hospital as a commercial establishment. We pay tax. Patients are consumers and we are service providers. When they can sue us, we deserve all right to get our nominal fee. Never give concession or do it for free. Most patients are ungrateful!!

To patients:
1) When it’s your turn, you have to go. Doctors are not God( for those who believe) or magicians. We have our limitations. Even in a well equipped ICU, you may die of cardiac arrest within seconds, even before the defibrillator is ready to save u!
2) Come as Patients and say your concern and problems, not as an IDIOT( Internet Derived Information Obstructing Treatment). We have more knowledge about the disease which u have referred before coming into my OPD.
3) Don’t ask for discount in a hospital, when u don’t ask in a petrol bunk, hotel/ resort or Malls! Pay your bills, don’t make the doc run behind you, after sleepless nights,monitoring you!
4) If you don’t like the treatment, switch doctor or hospital. Don’t attack the hospital. You don’t attack a movie theatre after a bad movie experience right!
If something untoward happened to your dear ones, sit and discuss with your doctor. Don’t assume he is the culprit. Don’t gather mob or threaten hospital, just to avoid paying bills!

#I_condemn_intern_attack_Kolkatta

બુધવાર, 19 ડિસેમ્બર, 2018

Duty and God

આજનો વિચાર - 19/12/2018

*ફરજ છોડીને કથા સાંભળવા જવાય ?*

લેખક – ડૉ. શશીકાન્ત શાહ

પ્રકાશ એમ.એડ્.માં મારો વિદ્યાર્થી હતો. અત્યંત તેજસ્વી કારકીર્દી ધરાવનારા એ વિદ્યાર્થીનો ગયા સપ્તાહમાં ફોન આવ્યો. પ્રકાશ કહે છે; ‘સર, અમારા નગરમાં *ફલાણા* મહારાજ/બાપુની કથાનું આયોજન ગોઠવાયું છે. શાળામાંથી આઠ દીવસની રજા મુકીને હું કથા સાંભળવા જવાનો છું !’ એમ.એસ.સી,; એમ.એડ્.ની ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંકશન  સાથેની ડિગ્રીઓ ધરાવતો પ્રકાશ, એક શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફિઝીક્સ ભણાવે છે. બીજા માણસો નિતી અને મુલ્યોની વાતો કરે છે, જ્યારે પ્રકાશ આદર્શઘેલો યુવાન છે. જીંદગીમાં કદી ટ્યુશન ન કરવાની એણે પ્રતિજ્ઞા લીધી છે અને આશ્ચર્યજનક રીતે એ પ્રતિજ્ઞાનું ચુસ્ત રીતે પાલન કર્યું છે.

પ્રકાશની વાત સાંભળ્યા પછી મેં મારી સ્ટાઈલ પ્રમાણે શાંતિથી; છતાં મારી નારાજી ભેળવીને થોડાક પ્રશ્નો એના તરફ રવાના કર્યા : ‘શાળામાં રજા મુકીને, વિદ્યાર્થીઓનો અભ્યાસ રઝળતો છોડીને તું આખું અઠવાડીયું ‘બાપુ’ની કથા સાંભળશે ? આ હું શું સાંભળી રહ્યો છું ? આવો નિર્ણય લેતા તને શરમ ન આવી ?’ પ્રકાશે ફોન મુકી દીધો. બીજે દીવસે ફરીથી એનો ફોન આવ્યો, ‘સર, હું શાળાના દરવાજેથી આપને ફોન કરી રહ્યો છું. મેં મારી રજાઓ રદ કરાવી દીધી છે અને આજથી પુનઃ ફરજ પર હાજર થઈ જાઉં છું. મને સાચો માર્ગ બતાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.’

સરકારી કર્મચારી, શાળાનો શિક્ષક કે કૉલેજનો પ્રૉફેસર પોતાની ફરજ છોડીને બાપુની કથામાં, આખ્યાનમાં, જાત્રામાં, ડાકલામાં કે અન્ય ધાર્મિક સમારંભોમાં જઈને ગોઠવાઈ જાય એ તો સમાજનો દ્રોહ છે. સેંકડો કીલોમીટર દુરથી એક ગરીબ, રાંક માણસ સરકારી કામકાજ માટે ગાંધીનગર આવે છે. ઑફીસમાં જાય છે, તો આપત્તીજનક સમાચાર સાંભળવા મળે છે : ‘સાહેબ તો બાપુની કથા સાંભળવા લાંબી રજા પર છે. હવે તો જે થાય તે દસ દીવસ પછી !’

સાહેબની ઉંમર, પ્રિય વાચકો, આપ કેટલી ધારો છો ? ચાળીસ અને પચાસની વચ્ચે હશે. બાપુની કથા સાંભળવા તેઓ નિવૃત્તી સુધી થોભી શક્યા હોત. વળી, ખુરશી પર બેસીને હરામના રુપીયા નહીં પડાવતા, લાંચરુશ્વત નહીં ખાતા મુલ્યનિષ્ઠ માણસે ફરજ છોડીને કથા સાંભળવા જવાની જરુર શી છે ? લાંચિયો અધિકારી કથા સાંભળવા જાય તેનોયે કોઈ અર્થ નથી. દુર દુરથી ભણવા આવતા વિદ્યાર્થીને રખડતા મુકીને કથા સાંભળવાથી શિક્ષકને અજવાળું મળે કે અંધારું?

જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને નિ:સ્વાર્થભાવે નિષ્ઠાપુર્વક ગ્રાહકોની, દર્દીઓની, પ્રજાજનોની સેવા કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાનું બચતું નથી. જેમણે જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હોય એમણે, ત્યાર પછી મંદીરમાં, ચર્ચમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે એ સ્થળ તિર્થધામ છે. ફરજનિષ્ઠ કર્મચારી પોતાના સ્થાન પર બેઠો બેઠો પ્રભુસેવા જ કરે છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની લાંચ આપ્યા વગર કે માનસિક યાતના ભોગવ્યા વગર થોડીક મિનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે તેની તુલનામાં તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય. આ પ્રકારે વિના અડચણે અને વિના વીલંબે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા સંતોષની લાગણી અનુભવે છે. કામને પુજા ગણનારા માણસોને લીધે જ આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની સંખ્યા જેટલી વધારે એટલી સમાજની ગુણવત્તા પણ ઉંચી.

એક શાળાના શિક્ષક ચાર મહીનાની રજા મુકીને અમેરીકા ભાગી ગયા. તેઓ ચાર મહીના પછી પુનઃ ફરજ પર હાજર ન થયા. અમેરીકામાં બેઠાં બેઠાં તેઓ પોતાની રજા લંબાવી રહ્યા છે. પોતાના સ્થાને ફરજ પર હાજર નહીં થનારો એ શિક્ષક, રાજીનામું આપતો નથી એટલે એમની જગ્યા પર બીજા શિક્ષકની નિમણુંક થઈ શકતી નથી. આ ગુરુજી અમેરીકામાં શોપીંગ સેન્ટરમાં મજુરની જેમ કામ કરે છે અને અહીં બિચારા વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાથી વંચિત રહ્યા છે !

ફલાણા-ઢીંકણા બાપુની કથા સાંભળવા ઈચ્છતા પ્રકાશભાઈને રજા રદ કરવા માટે અભિનંદન આપીને મેં જણાવ્યું : ‘ભલા માણસ, તમારી જગ્યા પર અનુદાનિત શાળામાં આ શિક્ષણદ્રોહી સરકાર અવેજી શિક્ષકની નિમણુંક કરશે ? સાત દિવસ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેની જવાબદારી કોની ? બાપુની કથા રજાના દીવસે કે રવીવારે સાંભળવા જવાય, નિવૃત્તી પછી ત્રણસો પાંસઠ દીવસ કથા સાંભળવાનું રાખીએ.. ક્યાં કોઈને વાંધો છે ? પરંતુ કથા સાંભળવા ફરજ છોડીને દોડવાનું ? પોતાના કામકાજ માટે આવતા પ્રજાજનોએ ધક્કા ખાયા કરવાના ? જીવનમાં કામોની અગ્રીમતા જેવું કંઈ હોય કે નહીં ?’

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મેથ્સ શિખવતા એક શિક્ષીકાનો દીકરો બાર સાયન્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવાનો હતો, પતિ બૅન્કમાં મૅનેજર છે. પતિએ પત્નીને સુચના આપી, ‘સ્કુલમાંથી પંદર દીવસ રજા લઈ લે, જેથી પુત્રને શિક્ષણ આપી શકાય અને એની સગવડ સચવાય.’ શિક્ષીકાએ નમ્રતાથી જવાબ આપ્યો, ‘શાળામાં મારા સિત્તેર દીકરા-દીકરીઓ પણ આ જ પરીક્ષામાં બેસવાના છે. મારા વિષય પર તો એમની કારકીર્દીનો આધાર છે. હું પંદર દીવસ તો શું, એક કલાક માટે પણ મારા વિદ્યાર્થીઓથી દુર રહેવાનું નહીં સ્વીકારું.’ ડોક્ટર અને ઈજનેર બની ગયા પછી, કેનેડા અને અમેરીકામાં સેટલ થયા પછી અને મહીને બે-પાંચ લાખ રુપીયાનો પગાર મળતો હોવા છતાં; આ વિદ્યાર્થીઓ પોતાના ગુરુજીને જોતાં જ ચરણસ્પર્શ કરવા કેમ ઉતાવળા થાય છે તેનું કારણ અહીં છુપાયેલું છે. એક શાળાના આચાર્યની ઉંમર ચોપન વર્ષ છે. ડૉક્ટરે એન્જીયોગ્રાફી કરીને સુચના આપી, ‘તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડશે, ચાર વેઈન્સ બ્લોક છે.’ ગુરુજીએ શાંત અને મક્કમ અવાજમાં કહ્યું,  ‘હમણાં શાળાને અને વિદ્યાર્થીઓને મારી જરુર છે… વેકેશન શરુ થાય ત્યાં સુધી કંઈ વીચારવાનું નથી.’ જનસેવા એ જ પ્રભુસેવા એવું સમજીને જીવતા એ ફરીશ્તાઓને આદરપુર્વક વંદન.

ભગવાને સોંપેલી ફરજ છોડીને હાલી નીકળેલા બાપુઓની કથા સાંભળવા તો શું, સ્વયમ્ ભગવાન દર્શન આપવા તૈયાર ઉભા હોય તોયે ન જવાય.

લેખક – ડૉ. શશીકાન્ત શાહ