લેબલ value સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ value સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 16 મે, 2020

Activities in lock down

*ભણતર સાથે ગણતર કોને કહેવાય*

તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો.

આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય.

(1)  બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો.
(2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો.
(3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો.
(4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન  નો ઉપયોગ કરતા શીખવાડો.
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો.
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો.
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો.
(8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો.
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો.
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો.
(11) શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો.
(12)  ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો.
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો.
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા  સમજાવો.
(15) શેરડીનો સાંઠો છોલતા, સૂડી દાતરડું, પકડ, પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો.
(16) વણવપરાયેલ નોટ,ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો.
(17) કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો
(18) શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો.
(19) પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો.
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે એ  જરૂરી છે.
(21) કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો
(22) ઇંચ ,ફૂટ , મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધ જાણે.
(23)  ગાતા, દોડતા ,ચિત્રકામ રંગોળી ,અક્ષરોનું પેન્ટીંગ ,સુંદર અક્ષર લેખનની તાલીમ આપો.
(24) નળનાં આટા ,તેની કીટ પાણીની ઘરેલું વ્યવસ્થા ,ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્યક્ષ સમજાવો.
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડામાંથી ઉપયોગી ઘરવસ્તુ બનાવતા આવડે.
(26) પાનું પકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી સ્ટીકર  બનાવરાવો.
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો.
(30) ઘરના જરૂરી કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો
(31) કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની  તાલીમ આપો.
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો  એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો.
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું , તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો  આવશે 
   આ  નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવાર લક્ષી, સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે........
આભાર.

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2020

Waren Buffet

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
👆👆👆👆👆👆
TRUTH OF LIFE MUST LEARN FROM ABOVE MASSAGE.

શનિવાર, 28 ડિસેમ્બર, 2019

Dear daughter

લાડકવાયી દીકરી

એક ગર્ભવતી મહિલાએ તેના પતિને પુછયુ કે તે શેની અપેક્ષા રાખે છે? દીકરી કે દીકરો

પતિ કહે છે જો પુત્ર થશે તો તેને હુ ગણિત શીખવીશ, આપણે સાથે રમવા જઇશુ, હુ તેને ઘણું બધુ શીખવીશ

પત્ની: હા, હા, પણ દીકરી આવી તો?

પતિ: જો દીકરી આવી તો મારે તેને કશુ શીખવવું નહી પડે કારણ કે તે માત્ર એકલી હશે જે મને બધુ શીખવશે. ફરીથી એકવાર, કપડા કેવી રીતે પહેરવા, કેવી રીતે જમવું, શુ બોલવું કે શુ ના બોલવું, ટુંકમા તે મારી બીજી માતા બની રહેશે. મને તેનો હીરો ગણશે ભલે મારામાં કશુ હોય કે ના હોય. તે દરેક બાબતને સમજી લેશે જેમા મારો ઇનકાર હશે. 

તેના પતિ સાથે હંમેશા મારી સરખામણી કરશે. તે ગમે તેટલી મોટી થઇ જાય તેમ છતા તેની અપેક્ષા એવી રહેશે કે હુ તેને નાની ઢિંગલીની જેમ રાખું.

**મારા માટે આખી દુનિયા સાથે લડી લેશે. અને જો કોઇએ મારી લાગણીને ઘવાય તેવું વર્તન કર્યું તો તેને જીવનભર માફ નહી કરે*

પત્ની: મતલબ તમારી પુત્રી એ તમામ બાબતોમાં હોશિયાર હશે તે તમારો પુત્ર નહી કરે

પતિ: ના, ના મારો એવો અર્થ નથી. કદાચ તે પણ તમામ ચીજો કરશે જે દીકરી કરશે પરંતુ તે પહેલા દરેકને શીખશે, જ્યારે દીકરીઓ આની સાથે જન્મ લેતી હોય છે. પુત્રી ના પિતા હોવું એ કોઇ પણ માટે ગૌરવ અને ગર્વની વાત છે.

પત્ની: પરંતુ તે આપણી સાથે હંમેશા નહી રહી શકે.

પતિ: હા, પરંતુ આપણે તેના હદયમા હંમેશા રહીશું. કોઇ ફરક નથી પડતો કે જ્યારે તે આપણી સાથે નહી હોય, તે આપણી સાથે જ રહેશે, આપણા હદયમા.

પુત્રીંઓ ખરેખર પરીઓ હોય છે, જે બિનશરતી પ્રેમ અને સંભાળ સાથે જન્મતી હોય છે.

તમામ પુત્રીઓના પિતાને અર્પણ 🙏🙏🙏🙏

સોમવાર, 16 ડિસેમ્બર, 2019

Life at various ages

*વિચારવા જેવી બાબત..*

*૪૦ વર્ષે 😗 વઘુ ભણેલાં અને  ઓછું ભણેલાં સરખા જ.*
*વઘુ ભણેલાં કરતાં ઓછું ભણેલાં વઘુ કમાય.*

*૫૦ વર્ષે 😗 દેખાવડા અને કદરૂપા સરખા થઇ જાય. કરચલીઓ પડે. ડાઘા પડે. દેખાવ બગડે.*

*૬૦ વર્ષે 😗 મોટી પોસ્ટ અને નાની પોસ્ટવાળા સરખા. રીટાયર્ડ થાય પછી પટાવાળો ય માન ના આપે.*

*૭૦ વર્ષે 😗 મોટું ઘર કે નાનું ધર કોઇ ફરક નહીં.*
*કેમ કે ટાંટિયા કામ ના કરે. ફરી શકાય નહી.*
*રહેવા થોડી જ જગ્યા જોઇએ.*

*૮૦ વર્ષે 😗 વઘુ કે ઓછા પૈસાનો કોઇ મોટો ફરક નહી. વાપરવા ક્યાંય જવાય નહી. ક્યાં વાપરવા.?*

*૯૦ વર્ષે 😗 ઉંઘતા કે જાગતા કોઇ ફરક નહી. જાગીનેય શું કરવું તેની ભાંજગડ.*

*માટે જીવન સરળ બનાવો. છેવટે તો ઉંમર થતાં બધું સરખું જ. શું કામ ટેન્શન લેવું. બધું ભુલી સરસ જીવન જીવો.*

શનિવાર, 8 જૂન, 2019

Life and relationships

🏞♦🏞♦🏞♦🏞♦🏞♦🏞

जो *पिता* के पैरों को छूता है
           वो कभी *गरीब* नहीं होता।

जो *मां* के पैरों को छूता है
         वो कभी *बदनसीब* नही होता।

जो *भाई* के पैराें को छूता है
         वो कभी *गमगीन* नही होता।

जो *बहन* के पैरों को छूता है
       वो कभी *चरित्रहीन* नहीं होता।

*जो गुरू के पैरों को छूता है*
         *उस जैसा कोई*
                *खुशनसीब नहीं होता*.......

💞अच्छा *दिखने* के लिये मत जिओ
          बल्कि *अच्छा* बनने के लिए जिओ💞

💞जो *झुक* सकता है वह सारी
          ☄दुनिया को *झुका* सकता है 💞

💞 अगर बुरी आदत *समय पर न बदली* जाये
          तो बुरी आदत *समय बदल देती* है💞

  💞चलते रहने से ही *सफलता* है,
          रुका हुआ तो पानी भी *बेकार* हो जाता है 💞

💞 *झूठे दिलासे* से *स्पष्ट इंकार* बेहतर है
   अच्छी *सोच*, अच्छी *भावना*,
          अच्छा *विचार* मन को हल्का करता है💞

💞मुसीबत सब पर आती है,
          कोई *बिखर* जाता है
            और कोई *निखर* जाता है💞
💞दुनिया की ताकतवर चीज है *"लोहा"*🔩
       जो सबको काट डालता है ....
लोहे से ताकतवर है *"आग"*🔥
        💞जो लोहे को पिघला देती है....💞
💞आग से ताकतवर है *"पानी"*🌧
        ☄जो आग को बुझा देता है.... 💞
💞और पानी से ताकतवर है *"इंसान"*
        जो उसे पी जाता है....💞
💞इंसान से भी ताकतवर है *"मौत"*
         जो उसे खा जाती है....💞
💞और मौत से भी ताकतवर है *"दुआ"*
      जो मौत को भी टाल सकती है...💞

💞 "तेरा मेरा"करते एक दिन चले जाना है...
         जो भी कमाया यही रह जाना है💞
      *💞कर ले कुछ अच्छे कर्म💞*
      *💞साथ यही तेरे आना है💞*

        *💞मुझे वो 👌रिश्ते पसंद है,*
   

🏞♦🏞♦🏞♦🏞♦🏞♦

શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019

Value life not death

I received this message and it’s so true and somewhat funny. I couldn’t resist passing it on.

*Value LIFE Not DEATH*

*1. We care more for the dead than we do for the living!*

*2. We spend more to bury a person than we do to save their life.*

*3. We will not travel to go see a sick relative but will travel to bury him /her.*

*4. People will rarely respect you while alive but will want to "pay their last respects" to your casket.*

*5. A person may NEVER receive roses in their entire life but they will get lots dumped on their graveyard!*

*6. We will spend a night at a neighbour's funeral and it will be our first time to see the inside of their house!*

*7. No one cares to know your community until you die and they will all fill car after car to "escort" your corpse.*

*8. We will take the dead to the mosque/temple/church, knowing fully well they had nothing to do with God while alive.*

*9. We might not have granite tops in our kitchens but use the granite in the graveyard!*

*10. A person may under no circumstances be able to afford a limousine ride when alive but will be driven in one when dead!*

*We have a culture of "hypocrisy"
... a culture that is "Pro-death" and NOT "Pro-life!"*

*We need to value life BEFORE death.*

*Please love people while they are alive, show them your kindness when they need it,  your presence at their funeral will never make up for your absence when they needed you. Do it now rather than regret later.*

બુધવાર, 2 જાન્યુઆરી, 2019

Value of a friend

કશું સંતાડવું નથી, જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે.
દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં મારે તને જાહેર કરવો છે.

તારી કંપની લક્ઝરી છે. એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે.
તું મારો છે એની સાબિતી રુપે, આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે ?

ખિસ્સાઓ સાવ ખાલી હોય અને છતાં કોઈની જાહોજલાલી હોય. આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે.
તારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર. એના પર લોન લઈ લઉં તો એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે ?

તારી હાજરી બહુ Obvious છે યાર. તારા કારણે કેટલાયની નજરોમાં આવું છું.
એક તારા નામને કારણે, હું ૩૦ %ના સ્લેબમાં આવું છું.

તેં આપેલી મોંઘીદાટ ક્ષણો હવે ચોપડે ચડાવવી છે, જિંદગી પાસેથી તારા નામની એક રસીદ ફડાવવી છે.

તારા માટેનો સમય જો હું બીજા કોઈને ન આપું, તો એને કરચોરી કહેવાય ?
મારું ચાલે તો તને ગજવામાં સંતાડી દઉં. પણ તું જ કહે, સરકારને થોડું સોરી કહેવાય ?

તારી હાજરીના માનમાં, જીવતરના દુઃખ સામે જોઈને થોડું સ્માઈલ કરવું છે.
દોસ્ત, મિલકતના નામે જો તું હોય ને તો મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે.
-ડૉ. નિમિત્ત ઓઝા

શનિવાર, 24 નવેમ્બર, 2018

10 stories

10  short stories with deep meanings.

1) She was very excited
     today, after all the
     school was re-opening
     after a long summer
     break. Now, once
     again, she could start
     selling stationery at
     the traffic signal to
     feed her family.

2) She, a renowned artist
     and a strict mother,
     often scolded her 6-
     year-old son for he
     could never draw a
     line straight. As he
     breathed slowly into   
     the ventilator, she
     begged him to make
     one more crooked line
     on the ECG.

3) "Everyone goes with
      the flow… but the one 
     who goes against it
     becomes someone
     remarkable.” Before I
     could explain this to
     the traffic police, the
     man issued me a fine.

4) Their love was
     different. She was
     happy every time he
     kicked her in the
     stomach. Every time
     he kicked she loved
     him more. She waited
     for the time she would
     hold her baby for the
     first time.

5) All my toys are yours..!
     Read her brother’s   
     death note.

6) They took his father,
     and only returned a
     flag.

7) At 25, I became a
     mother of one; at 27 I
     became a mother of
     two; and today, at 55, I
     have become a
     mother of three!  My
     son got married today,
     and brought home his
     wife!

8) “Born to rich parents,
      this boy is so lucky,”
      exclaimed the
      neighbors!
      Somewhere in
      heaven, three unborn
      sisters cried.

9) “You ruined my career,
      I was supposed to be
      an Executive Director,”
      she thought to
      herself.  The little
      angel held her finger
      tightly and she forgot
      everything; A mother
      was born.

10) Once a 5-year-old boy
       was standing
       barefoot in the
       shallow water of the
       ocean. He was
       repeating the same
       sentence to the
       waves – “Even if you
       touch my feet a
       thousand times, I
       won’t forgive you for
       taking my parents   
       away.

_Breath taking! Aren't they?_10  short stories with deep meanings.

શુક્રવાર, 6 એપ્રિલ, 2018

Value of life

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં  2000 રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરૂ કર્યું.

આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો.

ભાષણ શરૂ કરતાં જ તેમને હાથમાં પકડેલી 2000 ની નોટ બતાવતા પૂછ્યું,

“કોને જોઈએ છે આ 2000  રૂપિયાની નોટ ?”

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.

એમણે કહ્યું,

“ભલે,
જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ 2000 ની નોટ આપીશ...

પણ

એ પહેલાં મારે કઈક કહેવું છે.”

એમ કહી એ 2000 રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.

ખંડમાં સન્નાટો છવાઈ ગયો.

ચૂંથેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું,

“હજુ પણ આ 2000 ની નોટ કોને જોઈએ છે?”

ફરી હાથ ઉપર થવા લાગ્યા.

“ભલે” કહી એમણે એ 2000 રૂપિયાની નોટ જમીન પર ફેંકી દીધી

અને

તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરીને પૂછ્યું.

“હજુયે આવી ખરાબ
અને
ધૂળવાળી નોટ કોને જોઈએ છે ?”

છતાંયે

બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા...

પછી

એમણે કહ્યું,

“મારા પ્રિય મિત્રો,

આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ...

નોટને મેં ડૂચો કરી,
રગદોળી
છતાં તમારે તે જોઈએ છે,

કારણ કે તમને ખબર છે

કે

આનાથી એની કિંમત ઘટશે નહિ.

અત્યારે પણ તેની કિંમત 2000 રુપીયા જ છે.

આવી જ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ,

ખોટા નિર્ણયો

કે

ભૂલને લીધે હતાશ,  નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.

આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ

અને

આપણને લાગે છે

કે

આપણે સાવ નકામાં થઇ ગયા છીએ

પણ

એવું નથી.

કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી.

આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”

આમ,

નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવું જ માનવજીવનનું પણ છે.

સંજોગોને લીધે તે પછડાય, કચડાય

– ગમે તે થાય
છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી...

પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,

પણ

નેગેટિવ ફીલીંગ્સ ના કારણે, 99% લોકો દુઃખી થાય છે......

સોમવાર, 27 નવેમ્બર, 2017

If God shuts a door

If God shuts a door, let us quit banging on it. Whatever was behind it, wasn’t meant for us. Consider the fact that maybe he closed that door because He knew we were worth so much more.......

શુક્રવાર, 10 નવેમ્બર, 2017