બુધવાર, 7 ઑક્ટોબર, 2020
A son and a father
બુધવાર, 13 નવેમ્બર, 2019
Old age and company
ટૂંકી વાર્તા : *"કંપની "*
નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું, " બેટા મને ઘરડા ઘર માં મૂકી આવ ને ?" અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું ? અજયે કહ્યું, "કેમ પપ્પા, અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?" હસમુખરાયે હંસતા હંસતા કહ્યું ; "ના બેટા ના; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે, તો મારો ટાઈમ પાસ થઇ જશે." અજયે કહ્યું " પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે ? ૬ મહિના જવા દો, હું કઈ વ્યવસ્થા કરી આપીશ." હસમુખરાય પણ માની ગયા. વાત વિસરાઈ ગઈ. અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈય્યાર થઇ ગયું. હસમુખરાયે પૂછ્યું ; "બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ?" અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે. રવિવાર આવી ગયો, ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા, આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી. હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી. અજયે કહ્યું, "પપ્પા બારણું પણ ખોલો." હસમુખરાયે બારણું ખોલ્યું , સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા. હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો. આજથી તમારા લોકો નું આ જ ઘર છે, મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે. ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા. અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા. અજયે મનોમન બોલી ઉઠ્યો *"જુના મિત્રો ની "કંપની " સ્ટીરોઈડ જેવી હોય છે " !!!*
*મિત્રતા થી ઉત્તમ કોઈ ટોનીક નથી. હસતા રહો અને હસાવતા રહો.* 💐💐
મંગળવાર, 15 ઑક્ટોબર, 2019
My father
દશેરા પછી ના રવિવાર ની તૈયારીઓ ઘર મા ચાલી રહી હતી...ઘર મા દિવાળી નું વાતવરણ બરાબર નું જામ્યું હતું..ઘર ના બધા સભ્યો ની જરૂરિયાત પપ્પા ને ધ્યાન મા હતી..છતાં પપ્પા ચૂપ બેસી સાંભળી રહ્યા હતા..
હવે હું મોટો થઈ ગયો.. હતો એટલે પપ્પા ની દરેક વાત અને મોઢા ના હાવભાવ ને હું ધ્યાન થી નિરીક્ષણ કરતો હતો...
મમ્મી બોલી.. હવે તમારે કયારે કપડાં સીવડાવવા નાખવા ના છે...?
પપ્પા કહે...કબાટ મા આટલા બધા કપડાં તો છે...મારે શું જરૂર છે...?
પણ તમારા મોજા અને અન્ડરવેર ફાટી ગયા છે...તે તો ખરીદી લો..હવે..મમ્મી બોલી..
પપ્પા ...હસી ને બોલ્યા.. અરે ગાંડી...અંદર કોણ જોવા આવવાનું છે.. દિવાળી પછી વિચારશું ..શુ ઉતાવળ છે...
મમ્મી બોલી... હવે તો કામવાળા ને પણ તમારા કપડાં ધોવા આપતા શરમ થાય છે...એ પણ પૂછતો હતો...
કયારે સાહેબ ના નવા કપડાં લાવો છો ?
પાપા ..આજે મમ્મી ને ખીજવવા ના મૂડ મા હતા.....
તો ...તું મારા કપડાં કેમ ધોતી નથી ?
મમ્મી કહે..બધી વાત ને ગમ્મતમાં ન લ્યો દિવાળી મા કોઈ
ના ઘરે જઈએ ત્યારે મોજા મા થી પગ નો અંગુઠો તમારો બહાર આવેલો જોઈ.. ને અમને બધાને શરમ આવે છે..
ઘણી વખત તો..પાછા પગ પર પગ ચઢાવી સ્ટાઇલ મારો છો..પણ બુટના તળિયા તો ફાટી ગયા હોય છે....બુટ પોલિશ ની ડબ્બી ખાલી થઈ ગઈ છે બે મહિના થી..કોરો ગાભો..મારો છો.. ક્યાં સુધી આવી કસર કરશો ?
બસ .. કર...ભાગ્યવાન (મમ્મી ને પાપા પ્રેમ થી આ નામે બોલાવે છે) ...તેં તો મારા બાળકો ની સામે ..મારી ફિલ્મ ઉતારી નાખી....
મને કરકસર કરવા મા આનંદ આવે છે...મારો સમય હતો.. ત્યારે તને ખબર છે..મારા શોખ વિશે તું જ મારી ટીકા કરતી...હતી
સમય પ્રમાણે દરેક વ્યકતીની જીંદગીમાં શોખ.. રુચિ..અને અભિગમ બદલાતા રહે છે....
શોખ ની વાત હું કરતી જ નથી....મમ્મી બોલી
દાઢી ની બ્લેડ પણ ધાર વગર ની, વગર ક્રિમે તમારા ગાલ ઉપર ઘસી..ઘસી.. રોજ લોહી લુવાણ થઈ જાવ છો....
ટૂથ પેસ્ટ નવી પડી હોય તો પણ વેલણ ફેરવી ફેરવી ને પેસ્ટ ને છેલ્લે સુધી ચૂસી લો છો....આ બધું છે શું...?
અમે બધા ખડખડાટ હસી પડ્યા...પાપા પણ પેટ પકડી હસી પડ્યા...બસ કર...હવે...પપ્પા હસતા હસતા બોલ્યા..
વાતવરણ હળવું હતું ..છતાં પણ વાસ્તવિકતા થી દુર ન હતું....તકલીફો ની વચ્ચે પણ પપ્પા ની ધીરજ..ને હું મનોમન સલામ કરતો હતો...
દુનિયા મા જે વ્યક્તિ તમારી આંખો ની ભાષા સમજી લે .. તેનો હાથ અને સાથ છોડવાની ભૂલ કદી કરવી નહીં..પપ્પા
એ મારી તમામ જરૂરિયાતો આંખો ની ભાષા થી જ પુરી કરી..છે..એ પપ્પા ની આંખો ની ભાષા હું ન સમજી શકું તેટલો નાનો ન હતો...
પાપા વિશે મારી કલ્પના ....દેવો થી પણ ઉપર એટલે જ છે....જાગતો દેવ તો આપણા ઘર મા જ બેઠો હોય છે....નાહક ના મંદિર અને ગુરુજી ના આશ્રમ ના પગથિયાં લોકો ઘસી ને પાવન થવા ના નિરર્થક પ્રયત્ન કેમ કરતા હશે..?
કહેવાતા..ગુરુઓ ,બાવા, સાધુ, સંતો .પરિવાર વગર ના હોય છે....તેમને એક પરિવાર ની ભાવના અને જરૂરિયાત વિશે ક્યાંથી ખબર હોય... ?
જ્ઞાન આપવું સહેલું છે....સંસાર રૂપી અગ્નિમાં તપો પછી...
તમારું જ્ઞાન કેમ અપાય તે ખબર પડે...
ભક્તો ના રૂપિયા થી સફેદ ઈસ્ત્રી ટાઈટ કપડાં, ટ્રિમ કરેલ દાઢી ,અને મોંઘી ગાડી મા ફરતા ગુરુજી ને કહો..
કોઈ વખત ST બસ મા મુસાફરી કરો..કોઈ વખત સિટી બસ પકડવા દોટ મુકો..આખર તારીખ મા ઘર ની જરૂરુયાત પુરી કરો....આ તમારા જ્ઞાન અને વાણી વિલાસ ના ચીંથરા ઉડી જશે....
આ વાતો દરમ્યાન...મારૂ ધ્યાન પપ્પા ના ગળા ઉપર અને હાથ ની આંગળી ઉપર હતું...પપ્પા ને ગમતી પાંચ તોલાની સોનાની ચેઇન, આંગળી ઉપર પહેરેલી ત્રણ સોનાની વીંટીઓ અને કાંડે લટકતું ચાંદી નું મજબૂત કડું..ગુમ હતું...
હું શંકા નું સમાધાન કરવા પપ્પા મમ્મી ના રૂમ. માં મોડે થી ગયો...તો દરવાજે અટકી ગયો...
પપ્પા અને મમ્મી એકલા બેઠા હતા..અંદર ના રૂમ મા તેમનો સંવાદ સંભળાતો હતો..
ડિસેમ્બર.માં મેડિકલેમ...અને આપણા સંજય ની કોલેજ ની ફી ભરવા ની આવે છે....કોઈ જગ્યા એ બચત કરશું..
તો આ બધા ખર્ચા ઓ ને પહોંચી શકીશું...
બોનસ તો બાજુ ઉપર..ત્રણ મહિના થી પગાર પણ નથી કર્યો કંપની એ...આવી વિકટ પરિસ્થિતિ મા.. બચત...
હોય તો જ જીંદગી સ્વમાન થી જીવી શકાય..
પણ એક વાત યાદ રાખજે..બાળકો ની દિવાળી ની કોઈ પણ જરૂરિયાત ઉપર કાપ ના મુકતી..તેમને દિવાળી આનંદ થીં ઉજવવા દેજે....પપ્પા એ મમ્મી ને કીધુ..
મારી જાત ઉપર નો.કંટ્રોલ મેં અચાનક ગુમાવી દીધો..હું દોડી ને પપ્પા ને ભેટી પડ્યો..બોલવા ની તાકાત હતી નહીં ..ફક્ત આંખ માંથી આંસુ નીકળતા હતા..
વર્ષો પછી ..પપ્પા ને મેં છાતી એ લગાવ્યા હતા...ગજબ ની શાંતિ અને સલામતી નો અનુભવ મને થયો...56" ની છાતી તો મારા બાપ ની જ છે...એવો અહેસાસ થયો
મેં પપ્પા....નો હાથ પકડ્યો..અને તેમના હાથ માં મને જન્મદિવસે આપેલ 2.5 તોલા નો સોના નો ચેઇન મૂકી બોલ્યો..પપ્પા..દિવાળી ફક્ત બાળકો નહીં આપણે બધા સાથે ઉજવશું...
પપ્પા..બોલ્યા બેટા ગાંડો થયો છે..આ ચેઇન પાછી લઇ લે
મેં ..કીધુ..એક શરત થી લઉં..
તમે તમારી વીંટી ,ગળા ની ચેઇન અને હાથ નું કડુ ...મને બતાવો.. ક્યાં છે ?
પપ્પા મમ્મી..મારી સામે ભીની આંખે જોઈ રહ્યા...
બેટા મને ગર્વ સાથે આનંદ છે.ઉમ્મર ની સાથે તારામાં પરિપક્વતા..આવી ગઈ છે....
બેટા.. એ બધું મેં લોકર માં મૂકી દીધુ છે..
પપ્પા....હવે હું બાળક નથી રહ્યો..તમે પરિવાર ની જરૂરિયાતો પૂરી કરવા...તમારી ઈચ્છાઓ અને મોજ શોખ ને દાવ ઉપર લગાવી રહ્યા છો....
પપ્પા...આ મારા સોનાનો ચેઇન..એ લોકર કે ગળા ની શોભા માત્ર માટે નથી...તમારી પાસે થી આ વાત હું આજે શીખ્યો છુ..પરિવાર જયારે મુશ્કેલી માં હોય ત્યારે વસ્તુ કરતા વ્યક્તિ ને વધારે મહત્વ આપવું જોઈએ..
બેટા જીંદગી મા ખરાબ સમય ..ભગવાન એટલે જ આપે છે..એકબીજા ની ભાવના, વાણી વર્તન અને વ્યવહાર નું જ્ઞાન થાય..
બેટા. એક સલાહ આપું...?
આપો ને પપ્પા...
સમય અને શત્રુ...વાર કરવા માટે કદી રાહ જોતા...નથી..
આ બંન્ને ને પરાસ્ત કરવા માટે પૂર્વ તૈયારીઓ જીંદગી મા કરવી જ પડે બેટા...
ખૂબ મહેનત કરી..તું તારા મિશન તરફ આગળ વધ....
સંસાર છે આવું બધું તો ચાલ્યા કરે...તારો બાપ બેઠો છે..ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી....
પપ્પા એ તેમનો પ્રેમાળ હાથ ..મારા માથા ઉપર ફેરવતા બોલ્યા..
મિત્રો..
આવા 56" ની છાતી વાળા બાપ ની ઉપર તાળીઓ પાડવા ને બદલે યુવાન વર્ગ...બીજાની 56" ની છાતી જોઇ ગર્વ અનુભવ કરતા હોય છે...એક વખત તમારા બાપ ની છાતી માપી લેજો..દુનિયા માં કોઈ ની છાતીઓ જોઈ..તમે તાળીઓ નહીં પાડો...
આવા માઁ બાપ ની લાગણીઓ સમજવા નો સાચા દિલ થી પ્રયત્ન પણ કરશો..તો તેમનો અડધો થાક ઉતરી જશે...
તેમના ખરાબ સમય મા તેમની લાગણી અને જરૂરિયાત સમજવા નો ફક્ત પ્રયત્ન કરીયે તો પણ ઘણું છે..
Jay Jinendra
Jay Gurudev
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019
Father tells children
*Beautiful letter written by a Father to his Son and Daughter 👌*
Must send to your children
Following is a letter to his daughter from a renowned Hong Kong TV broadcaster and Child Psychologist.
The words are actually applicable to all of us, young or old, children or parents.!
This applies to all sons & daughters too.
All parents can use this in their teachings to their children.
Dear Children,
I am writing this to you because of 3 reasons
*A).* Life, fortune and mishaps are unpredictable, nobody knows how long he lives.
*B).* I am your father, and if I don't tell you these, no one else will.
*C).* Whatever written is my own personal bitter experiences that perhaps could save you a lot of unnecessary heartaches.
*Remember the following as you go through life*
*1.* Do not bear grudge towards those who are not good to you. No one has the responsibility of treating you well, except your mother and I.
To those who are good to you, you have to treasure it and be thankful, and ALSO you have to be cautious, because, everyone has a motive for every move. When a person is good to you, it does not mean he really will be good to you. You have to be careful, don't hastily regard him as a real friend.
*2.* No one is indispensable, nothing is in the world that you must possess.
Once you understand this idea, it would be easier for you to go through life when people around you don't want you anymore, or when you lose what you wanted the most.
*3.* Life is short.
When you waste your life today, tomorrow you would find that life is leaving you. The earlier you treasure your life, the better you enjoy life.
*4.* Love is nothing but a transient feeling, and this feeling would fade with time and with one's mood. If your so called loved one leaves you, be patient, time will wash away your aches and sadness.
Don't over exaggerate the beauty and sweetness of love, and don't over exaggerate the sadness of falling out of love.
*5.* A lot of successful people did not receive a good education, that does not mean that you can be successful by not studying hard! Whatever knowledge you gain is your weapon in life.
One can go from rags to riches, but one has to start from some rags!
*6.* I do not expect you to financially support me when I am old, neither would I financially support your whole life. My responsibility as a supporter ends when you are grown up. After that, you decide whether you want to travel in a public transport or in your limousine, whether rich or poor.
*7.* You honour your words, but don't expect others to be so. You can be good to people, but don't expect people to be good to you. If you don't understand this, you would end up with unnecessary troubles.
*8.* I have bought lotteries for umpteen years, but could never strike any prize. That shows if you want to be rich, you have to work hard! There is no free lunch!
*9.* No matter how much time I have with you, let's treasure the time we have together. We do not know if we would meet again in our next life.
*Your Parents*
Read it twice
Ask your Son and Daughter to read it thrice.
Worth a Read...
બુધવાર, 8 મે, 2019
Papa's friend request
પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ
-ડૉ. નિમિત્ત ઓઝા (દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ)
અમૂક ઉંમર સુધી આખું ઘર આપણું હોય છે. આપણી દરેક પ્રવૃત્તિઓ, વર્તન અને વાતો આપણા ઘરના સભ્યો માટે સાર્વજનિક હોય છે. કોઈથી કશું સંતાડવાનું હોતું નથી. અમૂક ઉંમર પછી આપણા જ ઘરમાં આપણને એક અલગ ઓરડો ફાળવવામાં આવે છે. આપણા મોટા અને સમજદાર થવાની એ સૌથી કમનસીબ વાસ્તવિક્તા છે કે એક જ છતની નીચે રહેતા હોવા છતાં પણ મમ્મી-પપ્પાથી આપણી દીવાલો અલગ થઈ જાય છે. વૃદ્ધિ પામવાનો એક ગેરફાયદો એ પણ છે કે સમજણ આવતાની સાથે જ પ્રાયવસીના નામે આપણી આસપાસ દીવાલો ચણીને આપણે મોટા થયાની ઉજવણી કરીએ છીએ. વાતો કરવા માટેની સૌથી સાર્વજનિક જગ્યા ગણાતા ઘરનું વિભાજન થઈને ધીમે ધીમે ખાનગીકરણ થતું જાય છે.
કોઈપણ જાતની પરમીશન લીધા વગર ગમે ત્યારે જેમના ખોળામાં બેસી જતા અને જાહેરમાં જેમના કપડા પલાળતા, એ જ લોકોએ થોડા વર્ષો પછી આપણા રૂમનો દરવાજો ખખડાવીને પૂછવું પડે છે કે ‘અંદર આવીએ ?’. સંતાનોને મા-બાપથી તેમની ઉંમર કે દીવાલો નહીં, તેમના સિક્રેટ્સ અલગ કરતા હોય છે.
ફક્ત ફેસબુકનું જ નહીં, ઉંમર વધવાની સાથે દરેક સંતાનની જિંદગીનું સેટિંગ પણ ‘પબ્લિક’માંથી ‘પ્રાઈવેટ’ થતું જાય છે. નિશાળમાં બનેલી દરેક ઘટનાઓ ઘરે આવતાની સાથે જ મમ્મી પપ્પાને કહી દેનારા આપણે, હવે ‘માય લાઈફ’ના બેનર હેઠળ આપણી બધી પ્રવૃત્તિઓને ‘પર્સનલાઈઝ’ કરી નાંખીએ છીએ. એકાંતની શોધમાં નીકળેલા આપણે ધીમે ધીમે એકલા પડતા જઈએ છીએ.
અપરિચિત અને અજાણ્યા હોય એવા હજારો લોકો સાથે ફેસબુક પર ફ્રેન્ડઝ બનેલા આપણને, મમ્મી કે પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતા પહેલા જો વિચારવું પડે તો સમજવું કે હવે એક જ ઘરમાં આપણે પાડોશીઓ છીએ. મોટા થવાની સાથે આપણું વિશ્વ વિસ્તરતું જાય છે અને મમ્મી પપ્પાનું વિશ્વ આપણામાં સીમિત થતું જાય છે.
પપ્પાએ મોકલેલી ફ્રેન્ડ રીક્વેસ્ટનો અર્થ એ નથી કે એમને આપણા પર નજર રાખવી છે. એમને તો ફક્ત એમની નજરમાં આપણને રાખવા હોય છે. આપણા ફેસબુક અપડેટ્સથી પણ મમ્મી-પપ્પા આપણો મૂડ જાણી લેતા હોય છે. એમને એટલો હક તો આપવો જોઈએ. એમની સાથે બેસીને વાતો કરે, એવો પણ આગ્રહ ન રાખનારા દરેક મા-બાપને હક છે કે એટલીસ્ટ એમના સંતાનની ફેસબુક સ્ટોરીઝ અને વોટ્સ-એપ સ્ટેટ્સ જોઈ શકે. પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ, એ આપણી જાસૂસી કરવાનું કોઈ ષડયંત્ર નથી. આ એમણે ખુલા દિલથી મોકલેલો મૈત્રી પ્રસ્તાવ છે. તેઓ કહેવા માંગતા હોય છે કે બહુ જીવ્યા પિતા-પુત્ર બનીને, ચાલ હવે મિત્રો બનીને જીવીએ.
પપ્પા કે મમ્મીની ફ્રેન્ડ રીક્વેસ્ટ, એ બીજું કાંઈ નથી પણ તેમણે શોધી કાઢેલો એક નવો રસ્તો છે ફક્ત એટલું જ જાણવા માટે કે એમનું સંતાન મજામાં છે કે નહીં ! આપણને એવો કોઈ હક નથી કે આપણા મજામાં હોવાની વાત પણ એમનાથી ખાનગી રાખીએ. જેઓ આપણી રગેરગથી માહિતગાર છે, એમને ફેસબુક પર બ્લોક કરવાનો કોઈ જ અર્થ નથી. આ દુનિયામાં આવ્યા બાદ આપણને સૌથી પહેલી ‘લાઈક્સ’ એમની જ મળેલી, જેમની ફ્રેન્ડ રીક્વેસ્ટ આપણે હજુ પણ પેન્ડિંગ રાખી છે.
-ડૉ. નિમિત્ત ઓઝા
રવિવાર, 7 એપ્રિલ, 2019
Father
પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું...
કેવી રીતે ?
1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…
2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…
3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…
4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…
5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…
6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…
7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…
8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…
9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…
10. આર્થિક સંકડાશ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…
11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…
12. પોતાનો બર્થડે ઉજવવાની હંમેશાંના પડે અને ફેમિલીમાં સૌનો બર્થડે ઉજવવા તૈયાર રહીને…
પપ્પા, હવે અમારેય તમને,
તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે,
થોડા ચાન્સ અમનેય
આપોને !
અને છેલ્લે...
પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી.
‼ 😊 *G M* 😊 ‼
શુક્રવાર, 29 માર્ચ, 2019
Daughter
એક પિતાએ
એની *લાડક્વાયી દીકરીની*
સગાઇ કરી.
છોકરો ખુબ સારો
અને
સઁસ્કારી હતો
એટલે
છોકરીનાં પિતા
ખૂબ
ખુશ હતા.
*વેવાઈ* પણ
*માણસાઈવાળા* હતા
એટલે
છોકરીના પિતાને
માથા પરથી મોટો બોજો
ઉતરી ગયો હોય
એવી હળવાશ અનુભવતા હતા.
એકદિવસ છોકરીના
સાસરિયાં વાળાએ
વેવાઈને જમવા માટે તેડાવ્યા.
તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા
એમના નવા વેવાઈના
મહેમાન બન્યા.
દીકરીના સાસરિયામાં
એમને આદર સાથે
આવકાર આપવામાં આવ્યો.
વેવાઈ માટે ચા આવી.
ડાયાબિટીસ હોવાથી
ડોક્ટરે
ખુબ સાવચેતી રાખવાનું કહેલું
અને
ખાંડવાલી ચા પીવાથી
મનાઈ કરેલી
પણ
નવા સંબંધીને ખોટું ના લાગે
એટલે
ચા લઈ લીધી.
ચાની પહેલી ચૂસકી મારી તો
બિલકુલ ઘર જેવી જ ચા હતી.
ખાંડ વગરની
અને ઈલાયચી નાંખેલી.
છોકરીના પિતાને થયું
મારા ટેસ્ટની આ લોકોને કેમ
ખબર હશે ?
બપોરે જમવા બેઠા ત્યારે પણ
બધી જ રસોઈ
ડોકટરે જેવી સલાહ આપી હતી
તે મુજબની જ હતી.
બપોરની આરામની વ્યવસ્થા,
ઉઠીને તુરંત વરિયાળીનું પાણી
બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
છોકરીના પિતાને
સમજાતું નહોતું કે
નવા વેવાઈને આ બધી
ખબર કેમ પડી?
જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી
ત્યારે પૂછ્યા વગર
ના રહી
શક્યા કે મારે શું ખાવાનું છે ?
શું પીવાનું છે ?
મને કેવો ટેસ્ટ પસંદ છે ?
આ બધી ખબર તમને
કેમ પડી ?
દીકરીના સાસુએ કહ્યું ,
" કાલે સાંજે જ
તમારી દીકરીનો
મારા પર ફોન આવી
ગયો હતો.
એણે મને કહ્યું કે મારા પપ્પા
એમના સ્વભાવ પ્રમાણે
કંઈ બોલશે નહી પણ
એની તબિયતને ધ્યાને લેતા
કેટલીક બાબતોનું
ખાસ ધ્યાન રાખવાનું છે.
તમે મારા પપ્પાને સાચવજો.
*"બાપની આંખ ભીની થઇ ગઈ".*
છોકરીના પિતા ઘરે આવ્યો એટલે
ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી
માતાના ફોટા પરથી હાર ઉતારીને
નીચે મૂકી દીધો.
એના પત્નીએ પૂછ્યું,
"કેમ બાના ફોટા પરથી
હાર ઉતારી લીધો."
આંખમાં આંસુ સાથે
પતિએ એની પત્નીને
કહ્યું,
"મને આજે ખબર પડી કે
મારુ ધ્યાન
રાખનારી મારી માં ગઈ જ નથી.
આ જ
ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."
*જેના ઘરમાં દીકરી હોય* એને *બે માનો પ્રેમ મળે છે*
*એક જન્મદાત્રી મા* અને
*બીજી દીકરીમાં રહીને*
*બાપને જીવની જેમ સાચવતી મા."*
*દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે..(દિકરી વ્હાલ નો દરીયો)પોસ્ટ પસંદ આવે તો આગળ મોકલજો*
આ પોસ્ટ તમે આગળ બીજાને મોકલી એવા લોકોને સમજાવો કે દીકરી-દીકરા માં કોઈ ફર્ક નથી હોતો,,,, દીકરી બે ઘરોની જવાબદારી નિભાવે છે.... એટલે તો દીકરી પારકી થાપણ કહેવાઈ છે.....
I Love My Ladli......
શુક્રવાર, 11 જાન્યુઆરી, 2019
Father is always there
પપ્પા તો છે જ ને ...!!
હતા મારા જન્મ પર
બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ
ઉભા હતા એ..,
અદબ વાળીને,
બધાએ માત્ર વહાલ કર્યું
ને જે દવાખાનાના બીલ
બાકી હતા તેમાં...,
*પપ્પા તો છે જ ને...*
પેટ ઘસીને ભાંખોડીયા
ભરતા થયો હું,
અથડાયો ઘડાયો,
કેટકેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં
ડર લાગે, પણ...
પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
*પપ્પા તો છે જ ને...*
યાદ છે નિશાળનો
પહેલો દિવસ...
જ્યારે રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે,
ડરી ગયો હું..,
આ ચોપડીઓના
જંગલમાં,
પણ ખબર હતી કે,
હાથ પકડનાર...
*પપ્પા તો છે જ ને...*
સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ,
ને ભુંસતો સુધારતો
હું ભુલો,
જો નહીં સુધરે ભુલો,
ને નહીં ઉકલે આંટીઘૂંટી
તો એ બધું ઉકેલવા,
*પપ્પા તો છે જ ને..*
પહેલી સાઇકલ, સ્કૂટર
ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને
જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું
આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા
*પપ્પા તો છે જ ને...*
*તું ભણ ને બાકી હું*
*ફોડી લઈશ*
આ ડાયલોગ પર
આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને
પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
*પપ્પા તો છે જ ને...*
કોઈ કરકસર કે કચાશ
ના કરી મને સારો માણસ
બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ
પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
*પપ્પા તો છે જ ને...*
નોકરી પછી લગ્ન ને
પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને
ના જોયું,
કંઈ ખુટી પડશે તો
હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
*પપ્પા તો છે જ ને...*
જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના,
ને વિતાવ્યું આખું
આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય,
તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
*તારા પપ્પા તો છે જ ને*
હાર્યો કેટલીય વાર
જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું,
જુગારી કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા
મથતા ને..,
થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત
કે.....,
*પપ્પા તો છે જ ને...*
🙏🙏🙏
સોમવાર, 7 જાન્યુઆરી, 2019
Daughter in law and daughter.
જેનું એક આમંત્રણ પણ જીંદગીનો મહામૂલો પ્રસંગ ગણાય એવો એ માણસ હાથ જોડીને ઊભો હતો. જેનાં એક જ અવાજે સેંકડો લોકોની તકદીર બદલાઇ જાય એવા એ માણસનાં અવાજમાં કંપ વર્તાતો હતો. આખા શહેરની ફાઇવ સ્ટાર હોટલો એણે બુક કરી લીધી હતી. લોકોએ ક્યારેય ન માણી હોય એવી ભવ્ય આગતા-સ્વાગતા હતી અને છતાં એ માણસ માફી માંગતો હોય એવા સૂરમાં કહેતો હતો-’ક્યાંક કોઇ કસર રહી ગઇ હોય તો થોડું સહન કરી લેજો…છેવટે અમે દીકરીવાળા છીએ !’
ઇશા અને આનંદ પીરામલની પ્રિ-વેડિંગ સેરીમનીમાં મુકેશ અંબાણીએ આ શબ્દો કહ્યાં. આ વાત ફોર્બ્સ ટોપ ટેનમાં સતત આવતો એક બિઝનેસમેન ન્હોતો કહી રહ્યો. જામનગરની ભવ્ય રિફાઇનરીનો સ્થાપક કે હજ્જારો કરોડનાં બિઝનેસ સામ્રાજ્યનો અધિષ્ઠાતા પણ ન્હોતો બોલી રહ્યો. એ બોલી રહ્યો હતો ત્યારે એ હતો માત્ર એક દીકરીનો પિતા. એ વખતે એને બીજા કશાંની પડી ન્હોતી. એને માત્ર એની દીકરીની પડી હતી. મુકેશ અંબાણીનું આવું બોલવું એ અદભૂત બાબત હતી-પણ મારો સવાલ એ છે કે-દરેક દીકરીનાં બાપની મૂછ નીચી કેમ હોય છે?
આ કોઇ એક પ્રસંગ કે એક વ્યક્તિની વાત નથી. આપણે ત્યાં સદીઓથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દીકરીનાં બાપે તો નમતું જોખવું જ પડે !
થોડા વખત પહેલાં આવા જ એક બીજા લગ્ન યોજાયેલા. એ પિતા એનાં જમાનાનો શ્રેષ્ઠ રમતવીર હતો. ક્યારેય કોઇ ભારતીય જે સિધ્ધિ ન્હોતી મેળવી શક્યો એ સિધ્ધિ એણે મેળવી હતી અને છતાં એની દીકરીનાં લગ્ન પ્રસંગે એનો કોઇ ફોટો હજી સુધી જોવા મળ્યો નથી. એનાં વિશે એક અંગ્રેજી ચેનલે માત્ર ચાર લાઇનમાં લખ્યું કે-લેકકોમોમાં જ્યારે સિંધી પધ્ધતિથી દિપીકા-રણવીરનાં લગ્ન થઇ રહ્યા હતા ત્યારે છેલ્લા ફેરા વખતે પ્રકાશ પદુકોણ એમની દીકરી દિપીકાને વળગીને રડી પડ્યા પણ તમને એમની આ તસવીર જોવા નહીં મળે. આ એ માણસ હતો-જેણે પ્રથમવાર ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી હતી અને ઇંગ્લેન્ડનાં લગભગ દરેક સ્પોર્ટસ મેગેઝીને એની તસવીર કવરપેજ પર છાપી હતી.
સ્વાભાવિક રીતે બધાંનું ધ્યાન દિપીકા અને એનાં પતિ પર હોય પણ દિપીકાનાં પિતા પ્રકાશ પદુકોણ પણ કોઇ રેંજીપેંજી માણસ નથી.
આપણે ઘણી પ્રગતિ કરી ચૂક્યાં છીએ પણ કદાચ-સામંતવાદી જડતામાંથી બહાર આવી શકતા નથી અને એટલે જ દીકરીનો બાપ નમતું ન જોખે એ આપણાં દિમાગને સ્વીકાર્ય જ નથી.
દીકરીઓ આજકાલ સાપનો ભારો નથી-એ પારકી થાપણ પણ નથી. એ તો એક પિતા પાસેથી લોન પર લઇ આવેલું વહાલ છે. જો આપણે એવું માનતા હોઇએ કે સ્ત્રી અને પુરૂષ સમોવડાં છે-તો દીકરી અને દીકરાનો બાપ પણ સમોવડાં જ હોવા જોઇએ.
લગ્ન જેવો મોટો પ્રસંગ લઇને બેઠાં હોઇએ તો કયાંક કશું ભૂલી જવાય, કોઇને ઓછું આવે પણ ખરું. દીકરીનાં બાપનાં હૈયે કોઇને ખોટું તો ન લાગી જાય ને..એવી ફાળ શું કામ રહેવી જોઇએ? દીકરીનો બાપ ગમે એટલો નામવાન હોય પણ દીકરીનાં લગ્ન પ્રસંગે તો એણે હાથ જોડીને જ ઊભા રહેવાનું એવું આપણે કેમ માનીએ છીએ?
આનંદ પીરામલે મુકેશ અંબાણીનાં જવાબમાં કહ્યું પણ ખરું કે વર્ષોથી ચાલતી આ પ્રથા બદલવાનું અમે કહ્યું પણ મુકેશભાઇ માન્યા નહીં. મુકેશ અંબાણી ભલે વિનમ્ર રહ્યા-પણ આપણે આ પ્રથા ચોક્કસ જ બદલવી જોઇએ.
એક યુગ હતો નરસિંહ મહેતાનો. કુંવરબાઇનું મામેરું કરવામાં આવ્યું ત્યારે દીકરીનાં બાપની આબરૂ ધૂળમાં મળી જાય એનો પૂરતો બંદોબસ્ત સાસરિયાં તરફથી કરવામાં આવ્યો. આવા વખતે એક બાપની આબરૂને બચાવવા ભગવાને જાતે શેઠ શામળશા બનીને આવવું પડ્યું હતું.
દીકરાને પરણાવીને તમે ઘરે વહુ નથી લાવતા-એક દીકરી દત્તક લો છો. ફરક એટલો જ છે કે દત્તક લીધેલી આ દીકરી મોટી છે. આપણે ત્યાં એક કહેવત છે. વરને કોણ વખાણે? વરની મા…જ્યારે આ કહેવત બદલાઇને વહુને કોણ વખાણે? વરની મા..એવી થશે ત્યારે આ પરિસ્થિતિ બદલાશે.
દરેક મા એવું માને છે કે એનો દીકરો કનૈયા જેવો છે. સાક્ષાત રામ છે. પણ દરેક માએ એક વાત સમજવાની જરૂર છે કે કોઇપણ કૃષ્ણ રૂકમણિ વિના પૂરો નથી અને દરેક રામ સીતા વિના અધૂરો છે. કોઇની દીકરી એને પરણીને આવે છે ત્યારે તમારો દીકરો પરિપૂર્ણ બને છે.
એક દીકરી એનાં પરિવારને પાછળ મૂકી દઇ તમારે ઘરે આવે ત્યારે તમારે એનાં દર્દને સમજવું જોઇએ. કોઇકવાર એકલાં બેઠાં હોવ ત્યારે આ ઠૂમરી સાંભળજો…
બાબુલ મોરા નૈયર છૂટો હી જાય…
ચાર કહાર મિલ, મોરી ડોલિયાં સજાવેં
મેરા અપના બેગાના છૂટો જાય…
દીકરી જ્યાં મોટી થઇ હોય એ ચાર દિવાલોને જ માત્ર નથી છોડતી-પિતાનાં નામનું આકાશ પણ છોડી દેતી હોય છે. એક આખેઆખી સલામતી છોડી દેતી હોય છે. પિતાનાં ઘરેથી જ્યારે દીકરી વિદાય થાય ત્યારે વડલાને એની વિશાળ વડવાઇ પરથી પંખી ઉડી ગયા જેવી વેદના થતી હોય છે. કણ્વ ઋષિએ કહેલું કે દીકરીને વળાવતા મને જો આટલી વેદના થતી હોય તો એક સંસારી પિતાને કેટલી વેદના થતી હશે?
મુકેશ અંબાણીએ ભલે આનંદ પીરામલની વાત ન માની-પણ આ પરંપરાને આપણે બદલી નાંખીએ. હવે દીકરીનાં બાપે હાથ જોડીને ઊભા રહેવાની જરૂર નથી કારણ કે લેનાર કરતાં આપનાર વધારે મહાન હોય છે.
-----------------------------------------