લેબલ honesty સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 9 માર્ચ, 2021

Honesty

*જ્યારે* *રાજકારણ* *માં* *આ* *સમજ* *આવશે*  *ને*     *ત્યારે*  *તે* *રાજનીતિ* *કહેવાશે* ......👇👇👇👇👇 *પ્રેરણાદાયી* *પ્રસંગ* 🙏👇🙏👇🙏 *ચારસો* *મીટર* ની *રેસ* માં *કેન્યા* નો *રનર* *અબેલ* *મુત્તાઈ* સહુ થી આગળ હતો .. *ફિનિશિંગ* *લાઈન* થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ *અટકી* પડ્યો... એને લાગ્યુ કે આ *દોરેલા* પટ્ટા જ *ફિનિશિંગ* લાઈન છે      અને *મૂંઝવણ* માં અને *ગેરસમજ* માં ,  એ ત્યાં જ અટકી પડ્યો  ,  તેની પાછળ *બીજા* *નમ્બરે* દોડી રહેલ સ્પેનિશ રનર *ઈવાન* *ફર્નાન્ડિઝ* એ આ જોયું અને તેને લાગ્યુ કે આ *કૈક* *ગેર* *સમજ* છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને *મુત્તાઈ* ને કહ્યું કે તે *દોડવાનું* *ચાલુ* રાખે...       પણ *મુત્તાઈ* ને  સ્પેનિશ *ભાષા* માં સમાજ ના પડી.... આ આખો *ખેલ* માત્ર *ગણતરી* ની *સેકન્ડ* નો હતો. ... *સ્પેનિશ* રનર *ઈવાન* એ પાછળ થી આવી       અને  *અટકી* પડેલા *મુત્તાઈ* ને *જોર* થી *ધક્કો* માર્યો                   અને*મુત્તાઈ* ફિનિશ *રેખા* ને પર કરી ગયો....ખુબ  *નાનો*  ,     પણ  અતિ *મહત્વ* નો પ્રસંગ. ...આ *રેસ* હતી ... અંતિમ *પડાવ* પૂરો કરી *વિજેતા* બનવાની રેસ... *ઈવાન* ધારત તો પોતે *વિજેતા* બની શકત ..... ફિનિશ *રેખા* પાસે આવી ને અટકી પડેલા *મુત્તાઈ* ને *અવગણી* ને *ઈવાન* વિજેતા બની શકત. .. આખરે વિજેતા *મુત્તાઈ* ને *ગોલ્ડ* *મેડલ* મળ્યો અને *ઈવાન* ને *સિલ્વર* . ...એક *પત્રકારે* ઈવાન ને  પૂછ્યું ,        👇  *"* તમે આમ કેમ કર્યું *?*  તમે *ધારત* તો તમે *જીતી* શકત.. તમે આજે *ગોલ્ડ* *મેડલ*  ને હાથ થી જવા દીધો... *"*  *ઈવાન* એ સુંદર જવાબ આપ્યો ..." મારુ *સ્વ્પ્ન* છે કે  *,* ક્યારેક  આપણે એવો  *સમાજ* બનાવીયે ,  જ્યા *વ્યક્તિ* બીજા *વ્યક્તિ* ને *ધક્કો* મારે ,        પરંતુ  *પોતે* આગળ જવા માટે નહિ.... પરંતુ *બીજા* ને આગળ લાવવા ,  *મદદ* કરવા ,     એની  *શક્તિ* ને બહાર લાવવા  *ધક્કો* મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."* *પત્રકારે* ફરી થી પૂછ્યું , " તમે એ *કેન્યન* *મુત્તાઈ* ને  કેમ જીતવા દીધો *?*    તમે  જીતી શકત... *"* જવાબ માં *ઈવાન* એ કહ્યું  ,        👇  *"* *મેં*  એને *જીતવા* નથી દીધો.. ,એ *જીતતો* જ હતો...આ *રેસ* એની હતી...અને છતાં જો હું એને *અવગણી* ને *ફિનિશ* *લાઈન* પાર કરી જાત ,  તો પણ મારી  *જીત* તો  કોઈ *બીજા* પાસે થી પડાવેલી *જીત*  જ હોત.. *"* આ *જીત* પર હું કેવી રીતે *ગર્વ* કરી શકત *?* આવો જીતેલો *ચંદ્રક* હું મારી *મા* ને શી રીતે બતાવી શકું *?* *હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "**સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*       👇એક પેઢી થી બીજી પેઢી ને મળતો *વારસો* છે....આમ થાય અને આમ ના જ થાયે... આ જ *પુણ્ય* અને *પાપ* છે...*આ જ ધર્મ છે...**આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....* *નીતિમત્તા* અને *સંસ્કાર* ના કોઈ ઇન્જેક્શન  કે   *ટેબ્લેટ* નથી આવતી...*જીતવું મહત્વ નું છે ..  પણ કોઈ ભોગે  જીતવું  એ માનસિક  પંગુતા છે .......*  કોઈ નો *યશ* *ચોરી* લેવો... કોઈ ની *સફળતા* પોતા ને *નામ* કરવી ..... *બીજા*  ને *ધક્કો* મારી *પોતે*  આગળ આવવાનો  *પ્રયત્ન* ......       👇 આ બધું  કદાચ  થોડી *ક્ષણો* માટે *જીતી* ગયા નો *ભાવ* અપાવે પણ *ખુશી* નહિ અપાવે ...કારણ , *અંતરમન* અને *અંતરઆત્મા* તો *સાચું*  જાણે  છે ...  *આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...*🙏🙏🙏🙏🙏

શનિવાર, 27 ફેબ્રુઆરી, 2021

Greed and life

હરામ ની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે એ જોઈ લો પંજાબના 'ખન્ના' નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે.રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી સાથે, મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી.પણ હું અહીં અસત્ય નહીં બોલીશ.  હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે, ડબલ નહીં, પણ ઘણી વખત કમાણી કરી હતી.સંભવત: મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70-80 રૂપિયામાં વેચાય છે.પરંતુ જો કોઈએ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું, તો હું ગ્રાહકને ના પાડીશ. ઠીક છે, હું દરેકની વાત નથી કરતો, ફક્ત મારી વાત કરી રહ્યો છું.વર્ષ 2008 માં, એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડોક્ટર ની  પ્રિસ્ક્રિપ્શન આપી.  મેં દવા વાંચી અને બહાર કાઢી  તે ડ્રગ બિલ 560 રૂપિયા થઈ ગયું.પણ વૃદ્ધ માણસ વિચારતો હતો.  તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા હતા.  હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા.વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં.  કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી. ત્યારે વૃદ્ધે કહ્યું, "મદદ કરો. મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે."અમારા બાળકો પણ અમને પૂછતા નથી.  હું વૃદ્ધાવસ્થામાં મારી પત્નીની જેમ મરતો જોઈ શકતો નથી. "પરંતુ મેં તે સમયે તે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહ્યું.અહીં હું એક વાત કહેવા માંગુ છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ રકમ 120 રૂપિયા હતી.  ભલે મેં તેમાંથી 150 રૂપિયા લીધા હોત, પણ મારે 30 રૂપિયાનો નફો કર્યો હોત.પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં.ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તે વૃદ્ધાની દવા ખરીદી.પરંતુ તેની પણ મારા પર કોઈ અસર નહોતી.  મેં પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી. સમય જાય છે વર્ષ 2009 આવી ગયું છે.  મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલા તો અમને ખબર નહોતી.  પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો.પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી.પ્લોટ વેચાયા હતા, જમીન વેચી હતી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધી હતી પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી. તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા નીકળી ગયા ત્યારે આખરે ડોક્ટરો એ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવા કહ્યું.તે પછી મારા પુત્રનું 2012 માં અવસાન થયું હતું.  આજીવન કમાવ્યા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં.2015 માં, હું લકવોગ્રસ્ત પણ હતો અને ઈજાઓ પણ થઈ હતી. આજે જ્યારે મારી દવા આવે છે, ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંખ મારી દે છે કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું.એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને 100 રૂપિયાનું ઈંજેક્શન મને 700 રૂપિયામાં અપાયું હતું. પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા હતા અને મારે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછા આવવું પડ્યું. *તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ યાદ છે  અને હું ઘરે ગયો.* હું લોકોને કહેવા માંગુ છું, તે ઠીક છે કે આપણે બધા કમાવવા બેઠા છીએ કારણ કે દરેકનું પેટ છે.  પરંતુ કાયદેસર કમાઇ, પ્રામાણિકપણે કમાઇ. નબળા સહાયકોને લૂંટીને પૈસા કમાવવી સારી વાત નથી, કારણ કે  *નરક અને સ્વર્ગ  ફકત ત્યાં  જ નહી, તે અહી પણ ભોગવવો પડે છે* *અને આજે હું નરક ભોગવી રહ્યો છું.* *પૈસા હંમેશાં મદદ કરતા નથી.  હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો* *તેમનો નિયમ મક્કમ છે કારણ કે કેટલીકવાર નાના લોભ પણ આપણને મોટા દુઃખોમાં ધકેલી શકે છે.* ભાઈઓ બહેનો, અને મિત્રો, વડીલો કોઈ ને કારણ વગર નડવું નહીં તમારૂ હક્કનું ન હોય તો નડો નહીં અને હરામની આવક ઘરે લાવવી નહીં પછી ધંધો કે વકીલાત ચાલે કે ન ચાલે ...🙏🙏---------------------------------

બુધવાર, 11 માર્ચ, 2020

Money at risk. Honesty on stake

!! Blind Rat~Race after Vitamin "M" !!

Satyam, IL&FS, DHFL, GTB & Now *'YES Bank...'*

All have one thing common is Hunger for *Quick Money...*

Harshad Mehta *to* Ketan Parekh...
Kapil Vadhvan *to* Rana Kapoor...

Same Modus Operandi ~ Same Out Come......👎

These are not *institutional collapses.* What has collapsed is the *ethics and values* of the people behind.

The *auditors* have failed - both *internal and external.* Reputed Rating Agencies also Played their dubious Roll, both for Towering Fees & Favour...

The  Promoters and Independent Directors have failed *individually and Collectively.* Rating agencies have failed and Regulators have failed, also..

On one side are those who are committing the fraud. Then there are those who are supposed to,  but not detecting the fraud. Then there are those who know what's happening but are afraid to report and *remain silent..*🤭

Greed for Money, Over ambitious aspirations coupled with *zero values and ethics* is the result of these collapses..

Wonder how many more holes are there in the Balance Sheets of institutions and yet five star reviews are being given and lay investors and depositors are made fools. They are at the receiving side always and waiting in queue for their hard earn money, saved for old age needs.. Mostly, during such type of *intentional* Crashes, Both *Depositors and Investors* are looted collectively...😩

Do not trust organisations that are *flashy,* *advertise* too much, *grow too fast* and could  collapse too suddenly. Lending is a serious business and companies that only believe in pressing the *accelerator with no leg on the brakes* will meet with serious collapse one day. Cautious *Conservative approach* is the right approach while lending money. No two thoughts about this.

Really, extremely Strange Phenomenon are happening these days in our Economy, that is....
👇
# *"Profits are Privatised While Losses are Nationalized".*

With gun you can rob the Bank but now With Bank, you can rob million Persons at a time...😝

It's now high time that Schools & Colleges go back to teach the *Basics of Indian Culture* - Satya, Dharma, Shanti and Aahinsa. Time to teach Morals, Values, Principles, Simplicity of life as *Chapters even in Modern Business Schools* so that *next generations stand by* it and not affected by the *Virus of Corruption* as we are being affected by coronovirus for shaking hands by giving up Indian culture of a  *Namaste...🙏*

India needs education based on Values, but not merely *literacy...📚*

શુક્રવાર, 19 જુલાઈ, 2019

Region and country

જયરાજસિંહ પરમાર નો જબરજસ્ત લેખ .. અચૂક વાંચો👍👍👍👍👍

એક જાહેર જીવન માં રહેલી રાજકીય વ્યક્તિ આવુ સમાજ ની આંખ ઉઘાડતુ સત્ય જાહેર માં વ્યક્ત કરે એમાં એમની રાજકીય કારકિર્દી ને નુકશાન થાય એવુ ભયસ્થાન રહેલુ હોવા છતાં નિડરતા થી પોતાની વાત મુકે એ સલામ ને પાત્ર છે...

-----
આ લેખ કોઈ ધર્મ, કર્મકાંડ કે પુજા પધ્ધતિની આલોચનાના એકમાત્ર ઉદેશથી લખાયો નથી માટે એનું વિશ્લેષણ મુક્તમને કરશો એવો આગ્રહ છે. બહુમત માનસિકતાની વિરુદ્ધનો પક્ષ મુકવાના ભયસ્થાન હું જાણું જ છું છતાં એક ટકો યુવાઓના અંતર મન પર દસ્તક દઈ શક્યોતો લખેલુ સાર્થક લેખાશે તે ભરોસે જોખમ લીધું છે. પૂર્વગ્રહ કે પક્ષપાતી નજરે વાંચવાની વૃત્તિ સમાજ અને દેશનું અહિત કરશે એટલે વાંચતા પહેલા મન ને કોઈ ખુંટે બાંધેલું હોય તો મુક્ત કરી દેવાની વિનંતી સહ મારી વાતની શરૂઆત કરૂ છું.

દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દસ દેશોમાં ન્યુઝીલેન્ડ,ડેનમાર્ક  ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, નોર્વે નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા આવે છે. ભારત ૯૫ મા નંબરે છે.આશ્ચર્યની વાત એ છે કે આ દશ દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી,  રથયાત્રા , ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. ક્યાંય તાજિયાના ઝુલુસ નથી નીકળતા કે ક્યાંય હનુમાન ચાલીસા નથી વંચાતી.  ચોકે ચોકે મંદિરો, મસ્જિદો કે ધર્મ સ્થાનો નથી.  બાવા, સાધુ , સંતો, મુલ્લાઓ , પાદરીઓ કે બાબાઓ , મુનિઓ , પંડિત પુરોહિત પણ જોવા મળતા નથી આમ છતાં પ્રામાણિકતા માં તેઓ સર્વોપરી છે.
જ્યારે ભારતમાં અગણિત દેવી દેવતા  ચોકે ચોકે મંદિર અને ગલી ગલીએ મસ્જિદો કે ગુરુદ્વારો જોવા મળે .  બાવા, સાધુ, સંતો,  મુનિઓ, પંડિત,  પુરોહિત કે મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓનો જમઘટ જોવા મળે.લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય પણ લાંચ જરૂર ખાય.  લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવતા ધર્મગુરુઓ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવરાવતા નથી એ પ્રશ્ન છે. લાંચ ન ખાવાનો ગુરુમંત્ર કેમ આપતા નથી ? શું તેઓ દેશને સુધારવા ઇચ્છતા નથી કે તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ નથી ? જવાબ એ છે કે બધા જ ધર્મ ગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બંધ થઈ જાય તો દેશ સુખી સમૃદ્ધ થઈ જાય,લોકો સુખી થઇ જાય, પછી ધર્મ ગુરુઓનો કોઇ ભાવ પૂછશે નહિ કેમકે દુખોનો વેપાર જ ધર્મ ગુરુની મુડી છે.

ઓશો રજનીશને કોઈએ પૂછ્યું કે ભગવાન આ દેશનો લુચ્ચા ને જુઠ્ઠા રાજકારણીઓથી છૂટકારો  ક્યારે મળશે ??
ત્યારે ઓશો રજનીશે કહ્યું કે બહુ અઘરો સવાલ છે..સવાલ અઠંગ રાજકારણીઓથી છુટકારાનો નથી..સવાલ તમારી અજ્ઞાનતાનો છે. જ્યાં સુધી તમારી અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી તમારું શોષણ થતું રહેશે.
તમે પોતે જ્યાં સુધી અજ્ઞાની રહેશો ત્યાં સુધી સમાજનો તમામ શક્તિશાળી વર્ગ તમારું કોઈને કોઈ પ્રકારે શોષણ કરતો રહેશે. તમારું શોષણ સમાજવાદી કરે કે સામ્યવાદી તમને શું ફેર પડશે ? તમને ડાબેરીઓ છેતરે કે જમણેરીઓ તમને શું ફેર પડશે ? સરવાળે લૂંટાવાનુંતો તમારે જ છે ને...
કહેવાય છે " શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર" પણ અહીં આચાર્ય રજનીશે અંધશ્રદ્ધા પર નિશાન તાક્યું છે. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે જે હંમેશા ખેંચાયેલી રહે તેવા પ્રયાસો ધર્મ ના ઠેકેદારો કરતા જ રહેવાના.

મારી વાત એટલી જ છે કે તમે ગીતાના કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ રાખો નસીબ   અને અંધશ્રદ્ધા પર નહિ...વ્યક્તિની જન્મ રાશિ ભલે એક જ હોય પણ કર્મ જુદા જુદા હોય છે ને પરિણામ કર્મના ફળરૂપે ભોગવવાના હોય છે..રામ અને રાવણની રાશિ એક જ  હતી પણ કર્મ બંનેના અલગ અલગ હતા અને ફળ પણ...કૃષ્ણ અને કંસ બંનેના કુળ અને રાશિ એક હતા પણ કર્મનું ફળ અલગ .
ગાંધી અને ગોડસે બંનેની રાશિ એક પણ દિશાઓ જુદી જુદી...ઓબામા અને ઓસામા એક જ રાશિના અને દુનિયાની નજરમાં બંનેના કર્મો જ હતા અને મુલવ્યા પણ એજ રીતે એટલે હંમેશા જન્મ કુંડળીને રાશિની અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે કર્મ પર વિશ્વાસ રાખો...

શ્રદ્ધા અને અતિ શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મોટી ખાઈ છે જે અત્યંત જોખમી છે..અતિશ્રદ્ધા અવળચંડી છે જે વેવલાપણાંનાં વાવેતર કરે છે. આપણે આટલો મોટો વિવિધતામાં એકતા વાળો દેશ હોવા છતાં આપણે અને પશ્ચિમ વચ્ચે કેટલો તફાવત છે તે જુઓ.
યુરોપે " અટપટાં યંત્રો " શોધી  ફૅક્ટરીમાં ફીટ કર્યા અને આપણે ફોટામાં " સિદ્ધિયંત્રો " બનાવી ફીટ કર્યાં .પશ્ચિમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીધા  અંતરિક્ષમાં અને આપણે ગ્રહોના નંગ બનાવી મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિશ્વમાં વિજાણુ યંત્રો થકી સમૃદ્ધ બન્યું અને આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી ગરીબી ને ઘરમાં પાળી.
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો  અને આપણે ધાર્મિક કર્મકાંડો થકી કંગાળ બન્યા. ભારતમાં
પરિશ્રમ થકી સ્વર્ગ ઉતારવા ના બદલે આ લોકમાં અને આપણે પુજાપાઠ–ભક્તિ કરી સ્વર્ગ ને પરલોકમાં જ રહેવા દીધું.
ઍડવર્ડ જેનરે રસી શોધી જગતમાં થી  શીતળા નાબુદ કર્યા અને આપણે ઠંડુ ખાઈ શીતળા માતાના મંદિર બાંધી મુર્ખ ઠર્યા.આખુ વિશ્વ પર્યાવરણ–પ્રદુષણથી ચિંતીત છે ત્યારે જયારે હોળીમાં અને ચિતાઓમાં લાકડા ખડકવા વૃક્ષો અને જંગલો કાપી રહ્યા છીએ.ગંગા યમુના સરસ્વતી નદીને માતાનો દરજ્જો આપી એની ગોદમાં ગંદકી ઠાલવી અને સામે પક્ષે દુનિયાએ નદીનું નદી તરીકે મહત્વ સમજી જતન કર્યુ. વાસ્તુશાસ્ત્ર જેવા ફાલતુશાસ્ત્રને શરણે જઈ ઘરની શાંતિ ડહોળી અને વાસ્તુ શાસ્ત્રીના ઘર સમૃદ્ધ થયા.  દુનિયાએ વૈજ્ઞાનિક ઢબે બ્લડ ચૅક કરી સગાઈઓ કરી અને આપણે આપણા સંતાનોને જન્મકુંડળીમાં ફસાવી દીધા. લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આપણા પણ ભરપૂર લાંચ ખાય તો પાપ  ન લાગે એવી ધાર્મિકતા વારસામાં આપી. વિદેશોમાં વરસાદ લાવવાના મશીન આવી ગયા અને આપણે હજી ટિંટોળીના ઇંડા લઇને બેઠા છીયે.કોઈ કાળામાંથી ગોરા થયાનું ઉદાહરણ નથી પણ સૌદર્ય પ્રસાધનો વેચતી કંપનીઓ મબલખ કમાણી કરે છે. જુહી ચાવલા ટીવી પર વાળ લાંબા ને કાળા કરવા માટે લોકોને ચોક્કસ તેલ વાપરવાની અપીલ કરે પણ એમના પતિદેવ જય મહેતાના માથામાં સંપૂર્ણ ટાલ કેમ છે એ સવાલ આપણને ના થાય.

આ બધી અંધશ્રદ્ધા કેમ પીરસાય છે એ પણ સમજાતું નથી.સવારે વહેલા સૂર્યોદય થાય ત્યારથી જ તેનો વેપલો શરુ થાય છે...ટીવી ચાલુ કરીએ એટલે પહેલું જ " રાશિ ભવિષ્ય " ને " ભવિષ્ય દર્શન " તમને પંડિતજી સજી ધજીને બેઠા બેઠા પીરસે ને લોકો પણ હોંશે હોંશે  ગ્રહણ પણ કરે...ટીવી વાળા લોકોને ટીઆરપી આવે એટલે એ પણ બતાવવા મજબુર થાય. એય શું કરે ?  સરવાળે એમને તો  દર્શકોને ભાવતું જ પીરસવું પડે ને..
પછી બપોરે જમ્યા પછી નવરાશના સમયે ફરી અંધશ્રદ્ધાનો બીજો હુમલો થાય. લક્ષ્મી યંત્રો, ધન વર્ષા યંત્રો વગેરે ની ભરમાર થાય...પ્રજા એ પણ વિચારતી નથી કે યંત્રોથી લક્ષ્મીજી પધારેતો દેશમાં ૨૦ કરોડ લોકો ભૂખે ના મરતા હોત...પછી હનુમાન અને શનિ રક્ષા કવચ આવે. જો આ રક્ષા કવચ જ સુરક્ષા પુરી પાડતા હોય તો પછી દેશના મહાનુભાવોના રક્ષણ માટે આટલી મોંઘીદાટ ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા શું કામ કરે છે સરકાર? વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કે પ્રધાનોના ગળામાં જ એક એક હનુમાન કે શનિ સુરક્ષા કવચ લટકાવી દેવાના ચિંતા જ નહીં ..
પશ્ચિમના દેશોમાં લોકો ટ્રાફિકના લાલ બત્તીના સિગ્નલ પર રોકાઈ જાય છે ને આપણે અહીં બિલાડી આડી ઉતરેતો જ ઉભા રહીએ છીએ..પશ્ચિમમાં વિકસિત દેશોમાં કામગીરીને આધારે પાર્લામેન્ટમાં લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે અને આપણે જાતિને આધારે ચૂંટીએ છીએ જાણે જમાઈ પસંદ કરવાનો હોય. પશ્ચિમમાં દીકરીને ભણાવવા પાછળ ખર્ચ કરે છે ને આપણે દિકરીને પરણાવવા પાછળ. વિકસિત દેશોમાં લોકો પોલીસ જોઈને પોતાને સુરક્ષિત અનુભવે છે જયારે આપણે અહીં લોકો પોલીસ જોઈને ગભરાઈ જાય છે.

આપણા દેશમાં સોનુ ધોઈ આપવાના બહાને પિત્તળ પધરાવી જતી ટોળકી આજે પણ સફળ થાય જ છે..આજે પણ ગણપતિને દુધ પીવરાવનારી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવરાવનારી જમાત અને ટુચકા, ટોટકા ને દોરા-ધાગા અને તાવીજની સંસ્કૃતિ ભૂલ્યા નથી.આજે પણ આપણે આપણે આપણા કર્મ કરતા નિર્મલબાબાના સમોસા ને તેના દ્વારા વરસતી કૃપા પર વધુ ભરોસો છે. મૃત્યુ પછીની વિધી નહીં કરીએ તો પિતૃ નડશે એવો ભય પિતાને મર્યા પછી કાગડો બનાવી વરસમાં એકવાર પુરી ને ખીર ખાવા નોંતરે. ક્યારેય વિચાર્યું છે જો આ વાત સાચી હોત તો ભારત સિવાયના તમામ દેશોમાં ક્રોધીત પિતૃઓ એ કેવું તાંડવ મચાવ્યુ હોત અને ગલીએ ગલીએ ને વૃક્ષે વૃક્ષે ભૂતપ્રેત બેઠા હોય એટલા પિતૃઓ ફરતા હોત  કેમકે ત્યાં તો આવી કોઈ વિધી થતી જ નથી. અરે ભારતમાં પણ જૈનો આ માન્યતા નથી રાખતા. જો મરણોત્તર વિધીના અભાવે બધા પ્રેતાત્મા બની જતા જતા હોત તો આ દુનિયામાં માણસો કરતા ભુત પ્રેતની સંખ્યા વધુ હોત. ગુજરાતમાં 2 લાખથી પણ વધારે માતાજીના ભૂવાઓ છે અને ૧૦ લાખ કરતાં પણ વધારે જ્યોતિષીઓ પણ છે છતાં પણ કોઇએ જાહેર જનતાના હિતમાં ભવિષ્યવાણી કરી હોય કે રાતો રાત 500 ને 1000 નોટો બંધ થવાની છે કે ભૂકંપ આવવાનો છે તો કહો . કોઈ ભવિષ્યવેત્તા એ પોતાનું ત્રિકાળજ્ઞાન પ્રગટ કરી કદીયે કહ્યું નથી કે અહીં વાવાઝોડું આવશે કે અહીં આતંકવાદી હૂમલો થવાનો છે કે બૉમ્બ ફૂટવાનો છે..એટલે આ બધી વાહિયાત વાતોમાંથી બહાર આવીએ..

કવિ અખાએ ઈસ. ૧૬૧૫ -૧૬૭૪ એટલે કે આશરે ૪૦૦ વર્ષ પહેલા અંધશ્રદ્ધામાં ગળાડૂબ સમાજને આંખો ઉઘાડતી અનેક રચનાઓ કરી હતી જે અખાના છપ્પા તરીકે ઓળખાય છે..

આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું,   
આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક,  
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

એક મૂરખને એવી ટેવ,   
પથ્થર એટલા પૂજે  દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું  ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

તિલક કરતાં ત્રેપન થયાં,   
જપમાળાનાં  નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, 
તોય ન પોચતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

ટૂંકમાં ધર્મ અને ધર્માંધતામાં અંતર સમજીએ. શ્રધ્ધા ચોક્કસ હોવી જોઈએ પણ આપણે અંધશ્રદ્ધા નહીં. યંત્રનો જમાનો છે ત્યારે માત્ર મંત્રની માળા ફેરવવી યોગ્ય નથી. સ્વયંબુદ્ધિથી વિચારીશુ તો દેશને વિકસિત બનાવી શકીશું.   દેશને વિશ્વની પ્રથમ શ્રેણીમાં મુકવો હશે તો સંકુચિત રૂઢીગત વિચાર માંથી મુક્ત થવુ પડશે.

જય હિંદ ..

ગુરુવાર, 18 જુલાઈ, 2019