બુધવાર, 1 માર્ચ, 2023
Enjoy life
સોમવાર, 10 ઑક્ટોબર, 2022
Quoting doctors
સોમવાર, 5 જુલાઈ, 2021
expectations from life
બુધવાર, 2 જૂન, 2021
Life can be like this
રવિવાર, 30 મે, 2021
Doctors and society
રવિવાર, 11 એપ્રિલ, 2021
How much is enough
ગુરુવાર, 19 નવેમ્બર, 2020
An emotional story
બુધવાર, 4 નવેમ્બર, 2020
Reality of life
બુધવાર, 22 જુલાઈ, 2020
Life is like a Pomegranate
જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે
વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો નથી.
લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..
વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય..
મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!
કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું
કેટલાક ને સંભાળી લઉ છું
કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી
ને..
મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ જાય છે..
શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.
જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને
પ્રભુને મળવા ગયો, ને
રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો..
કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..
મારી સાથે બેસીને...
સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
હું જ ખરાબ ચાલી રહ્યો છુ..
શું વેંચીને તને ખરીદુ,
" જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં..
દિલનો નેક છું સાહેબ..
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો..
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી..
રોજ સાંજે... સુરજ નહિ..
પણ..
આ અનમોલ જિંદગી . .
ઢળતી જાય છે..
આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..
તું સમજેતો મોતી ન સમજે તો પાણી..
સહન કરવાની ની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે,
હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે..
એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ.
માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ..‼️
કૃષ્ણનું મુખ અને હોઠ
ક્યાંથી લાવશો ?
મેળામાં બહુ બહુ તો
વાંસળી મળે..!!
આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..
મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય
પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.
ફિક્કા ચેહરાઓની,
ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું,
સંબંધો ની ઉણપ છે ..
: મગજ કયારેય સીધું ચાલતું નથી
અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,
સરવાળે,,,,,
મગજ વાળા હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.
❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી..
*જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,*
*પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...*
*ખબર છે કે મારૂં કશું પણ નથી*
*છતાં છોડવાનું ગજું પણ નથી!*
🌸🍀🌸🍀🌸🍀🌸🍀🌸
મંગળવાર, 5 મે, 2020
Medical Vs other professions
Please Forward this message to all Non-Medico Persons on your Contacts..
''MYTHS AND FACTS OF MEDICAL PRACTICE''
*1. MYTH - MEDICAL PROFESSION IS A NOBLE PROFESSION*..
FACT- EVERY PROFESSION, WHETHER OF A TEACHER, SOLDIER, TAILOR OR SHOPKEEPER, IS NOBLE, IF DONE WITH SINCERITY AND INTEGRITY.
*A CARELESS DOCTOR CAN KILL ONE**, A CARELESS DRIVER CAN KILL DOZENS, A CARELESS ENGINEER CAN KILL HUNDREDS..
*2. MYTH - AS IT IS A SERVICE TO HUMANITY, DOCTORS SHOULD NOT RUN AFTER MONEY*.
FACT - MONEY IS AN IMPORTANT MEASURE OF SUCCESS. RUNNING AFTER IT IS NOT GOOD FOR ANYBODY, BUT EARNING MORE MONEY BY DOING MORE WORK IS NOT A MORAL CRIME.
AND ALL WHO ADVISING DOCTORS, THEMSELVES RUNNING AFTER MONEY, AREN'T THEY?
*3. MYTH - DOCTORS MUST BE HUNDRED PERCENT HONEST.*
FACT- DOCTORS DO NOT COME FROM MARS OR VENUS. IF SUPREME COURT JUDGES OR ARMY GENERALS CAN BE CORRUPT, SO CAN A FEW DOCTORS. AS A CLASS, THEY ARE STILL BETTER THAN POLITICIANS, BUREAUCRATS, LAWYERS, POLICE OR PSU ENGINEERS.
*4. MYTH - MOST OF THE TIME, DOCTORS DO NOT UNDERSTAND THE DISEASE AND WRITE UNNECESSARY AND COSTLY DRUGS AND ADVISE TESTS AND TREAT ON A TRIAL BASIS.*
FACT- DOCTOR PATIENT RELATIONSHIP IS BASED ON TRUST, IF YOU DO NOT TRUST YOUR DOCTOR, GO TO ANOTHER ONE. MEDICAL SCIENCE IS A LIFE LONG LEARNING PROCESS, AND ALL TREATMENT, TO SOME EXTENT IS BASED ON TRIAL AND ERROR. THE SAME MEDICINE, WHICH WORKS FOR ONE PATIENT MAY NOT WORK ON ANOTHER.
SECOND, THE RESPONSIBILITY OF PROVIDING QUALITY DRUGS AT AFFORDABLE PRICES LIES NOT WITH THE DOCTOR, BUT WITH THE STATE AUTHORITIES, JUST LIKE PROVIDING FOR BETTER ROADS, UNADULTERATED QUALITY FOOD AND DAIRY PRODUCTS, UNINTERRUPTED POWER AND WATER SUPPLY ETC AND ETC. LIKE CLOTHS, CARS AND MOBILE PHONES, COSTLY DRUGS ARE GENERALLY BETTER THAN CHEAP ONES. HOWEVER, IF THE GOVERNMENT MAKES IT MANDATORY TO WRITE GENERICS, IT SHOULD ENSURE QUALITY AND THE CONSEQUENCE OF POOR/NON EFFICACY SHOULD NOT BE BLAMED ON DOCTORS.
THIRD, TESTS ARE DONE FOR PATIENT’S OWN SAFETY. JUST LIKE WEARING A HELMET OR SEAT BELT, INVESTIGATIONS INCREASE THE SAFETY. MOST OF THE DOCTORS IN INDIA ARE TRAINED TO WORK ON CLINICAL HUNCH AND COMMON SENSE AND NOT RELY TOO MUCH ON TESTS, AND ADVISE MUCH LESS TESTS THAN WHAT IS ACTUALLY WRITTEN IN THE BOOK OR DONE IN THE DEVELOPED WORLD.
*5. MYTH - TREATMENT COSTS ARE INCREASING IRRATIONALLY*.
FACT- COMPARED TO WESTERN WORLD, TREATMENT COSTS IN INDIA ARE STILL VERY LOW, AND MANY FOREIGNERS ARE COMING HERE FOR THIS REASON. AND IT WOULD BE WORTHWHILE TO THINK ABOUT ANY OTHER SERVICE OR PRODUCT WITH AS RAPID ADVANCEMENT IN TECHNOLOGY AND EQUIPMENT AS MEDICAL SCIENCE, WHOSE COST IS NOT INCREASING
*6. MYTH - DOCTORS ARE NEXT TO GOD*..
FACT - DOCTORS ARE AS HUMAN AS CAN BE. THEY ALSO GET TIRED, FALL SICK, HAVE FAMILY COMMITMENTS, GET UPSET AND STRESSED SOMETIMES AND CAN SUFFER FROM ALL THE FRAILTIES OF A HUMAN BEING. IF ANYONE WANTED TO BE TREATED BY GOD THEN THEY CAN VISIT THE TEMPLE..
Forwarded message
Good morning
મંગળવાર, 31 માર્ચ, 2020
How are we and how should we be?
A little BIG reflection on the quarantine And What COVID -19 Taught Me
1. United States 🇺🇸 is no longer the world's leading country.
2. China 🇨🇳 won the 3rd World War without firing a missile and no one could handle it.
3. Prevention saves more lives than acting at the last moment .
4. Health professionals are worth more than a footballer.
5. Europeans are not as educated as they appear.
6. We are not mistaken when we ask for more hospitals "and less war".
7. Oil 🛢 is worthless in a society without consumption.
8. Death does not distinguish race, color, or social status .
9. Human beings are opportunistic and despicable no matter their socioeconomic position when raising prices .
10. For Some Toilet paper is more important than food.
11. Now we know how animals feel in zoos.
12. There are those who earn millions and do not serve humanity.
13. Health workers are alone, abandoned and forgotten. Even so, they never give up.
14. No Pastor, Priest or Any Religious Leader saved A coronavirus patients. They simply are there to serve their own self interests
15. Humans👱🏻👩🏼🦰👳🏼♂👩🏾🦱 are the real 🦠 viruses on the planet.
16. The planet regenerates quickly without human intervention .
17. We can reach Mars butvare not prepared for a pandemic.
18. Politicians take the opportunity to pull the rival's rug.
19. MORE SHOULD BE INVESTED IN HEALTH RATHER THAN FESTIVALS.
20. Nature Is a Gr8 Leveler. Try Not To Screw With It Or It Shall Screw Ur Happiness. Live And Let Live Other Creatures. They were on this planet much b4 us.
બુધવાર, 11 માર્ચ, 2020
Money at risk. Honesty on stake
!! Blind Rat~Race after Vitamin "M" !!
Satyam, IL&FS, DHFL, GTB & Now *'YES Bank...'*
All have one thing common is Hunger for *Quick Money...*
Harshad Mehta *to* Ketan Parekh...
Kapil Vadhvan *to* Rana Kapoor...
Same Modus Operandi ~ Same Out Come......👎
These are not *institutional collapses.* What has collapsed is the *ethics and values* of the people behind.
The *auditors* have failed - both *internal and external.* Reputed Rating Agencies also Played their dubious Roll, both for Towering Fees & Favour...
The Promoters and Independent Directors have failed *individually and Collectively.* Rating agencies have failed and Regulators have failed, also..
On one side are those who are committing the fraud. Then there are those who are supposed to, but not detecting the fraud. Then there are those who know what's happening but are afraid to report and *remain silent..*🤭
Greed for Money, Over ambitious aspirations coupled with *zero values and ethics* is the result of these collapses..
Wonder how many more holes are there in the Balance Sheets of institutions and yet five star reviews are being given and lay investors and depositors are made fools. They are at the receiving side always and waiting in queue for their hard earn money, saved for old age needs.. Mostly, during such type of *intentional* Crashes, Both *Depositors and Investors* are looted collectively...😩
Do not trust organisations that are *flashy,* *advertise* too much, *grow too fast* and could collapse too suddenly. Lending is a serious business and companies that only believe in pressing the *accelerator with no leg on the brakes* will meet with serious collapse one day. Cautious *Conservative approach* is the right approach while lending money. No two thoughts about this.
Really, extremely Strange Phenomenon are happening these days in our Economy, that is....
👇
# *"Profits are Privatised While Losses are Nationalized".*
With gun you can rob the Bank but now With Bank, you can rob million Persons at a time...😝
It's now high time that Schools & Colleges go back to teach the *Basics of Indian Culture* - Satya, Dharma, Shanti and Aahinsa. Time to teach Morals, Values, Principles, Simplicity of life as *Chapters even in Modern Business Schools* so that *next generations stand by* it and not affected by the *Virus of Corruption* as we are being affected by coronovirus for shaking hands by giving up Indian culture of a *Namaste...🙏*
India needs education based on Values, but not merely *literacy...📚*
શુક્રવાર, 17 જાન્યુઆરી, 2020
Waren Buffet
વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :
(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.
(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.
(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.
(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.
(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.
આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.
(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.
(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.
(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.
(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.
(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.
(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.
(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.
(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.
(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.
(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.
(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.
(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
👆👆👆👆👆👆
TRUTH OF LIFE MUST LEARN FROM ABOVE MASSAGE.
બુધવાર, 20 નવેમ્બર, 2019
70% of everything
*✍જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.*
જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.*
*✍એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.*
*✍નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”*
*✍બોધ:- જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું. સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.*
*✍મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.*
*✍મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.*
*✍આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.*
*✍પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.*
*✍પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.*
*✍૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.*
*✍પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો...???*
*✍સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંમનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો..*
*✍ભાગી જવુ બહુ સહેલું છે. પણ જાગી જવુ બહુ કઠિણ છે. "હ
*✍એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.*
*✍એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું :-જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે..*
*✍જિંદગી કેવી જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે..!!*
બુધવાર, 13 નવેમ્બર, 2019
Original life
ખુબજ હૃદયસ્પર્શિ જીવન ની સત્ય હકિકત...ખાસ વાંચજો ને શેર કરજો..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 "મિ. સંયમ શાહ,
તમે એકલા આવ્યા છો
કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?"
ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું.
'સમજી ગયો,
સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર... મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા-બાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’
'ભલે ત્યારે...’
ડો. ખાખરાવાલાએ
શબ્દો બરાબર ગોઠવીને પછી
જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું..
'મિ. સંયમ,
તમને બ્રેઈન ટ્યૂમર છે.
સામાન્ય રીતે ૮ ટ્યૂમર હોય
ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યૂમર ઇઝ ઇનઓપરેબલ. એ એવી જગ્યાએ આવેલું છે અને એની સાઈઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં...’
ડોક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો ચાલીસ જ વર્ષની હતી. જિંદગીનાં કીમતી વર્ષો એણે બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં.
અલબત્ત,
એમાં સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા
'ડોક્ટર, મને સાચેસાચું જણાવી દો.
મારી પાસે કેટલાં વર્ષો બચ્યાં છે?’
ભીતરનો ખળભળાટ
છુપાવીને સંયમે ઉપરછલ્લી સ્વસ્થતા દાખવીને ડોક્ટરને પૂછી લીધું.
'વર્ષો નહીં, મિ. સંયમ,
તમારી પાસે માત્ર થોડાક મહિનાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું. વધુ માં વધુ છ. જો કીમોથેરપી ન લો..
તો કદાચ એક-બે મહિનામાં જ...’
સંયમ શાહ ભાંગી પડયા.
સુશિક્ષિત હતા એટલે
ધ્રૂસકે ને ધ્રૂસકે રડી ન પડયા,
પણ અંદરથી તો હાલત એવી જ થઈ ગઈ. હાથમાં રિપોર્ટ લઈને, ડોક્ટરનો આભાર માનીને એ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવાલાયક ન હતી. હોય પણ ક્યાંથી? મબલખ ધન કમાવાની લાયમાં એમણે ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કંઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું સ્મિત પણ આલબમિયું હતું.
મનમાં એમ હતું કે...
એક વાર પચીસ-પચાસ કરોડ રૂપિયા કમાઈ લઈશું એ પછી જિંદગીને સારી રીતે માણીશું. એય ને મિત્રો બનાવીશું, મહેફિલો જમાવીશું, પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું, પડોશીના ઘરે જઈને ચા પીશું અને...
અફસોસ....
એ બધું હવામાં અધ્ધર જ રહી ગયું. અચાનક કાળની કંકોતરી આવી પહોંચી..
'સલામ, સા’બ’
સંયમ શાહ ચમક્યા.
ક્લિનિકની બહાર લિફ્ટમેન ઊભો હતો
તે પૂછતો હતો,
'કૈસા હૈ આપકો ?
અચ્છા હો ગયા ના, સા’બ?
યે દાક્તર સા’બ બોત અચ્છે હૈં.
જો પેશન્ટ ઉસકી સારવાર લેતા હૈ
ઉસકો યહાં દોબારા આનેકી જરૂરત નહીં રહેતી, સા’બ’
આની પહેલાં પણ સંયમે આ લિફ્ટમેનને ચાર-પાંચ વાર જોયો હતો. ભારે વાતોડિયો માણસ લાગ્યો હતો એને. દર વખતે એ 'સલામ, સા’બ’ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરાક હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. 'છોટી બહેન કી શાદી હૈ. બિમાર મા' કે લિયે દવા લાની હૈ. પૈસે નહીં હૈ.’ સો-બસો, પાંચસો પડાવીને જ રહે.
પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું.
સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું.
કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારેય
જોવા મળશે કે નહીં? એણે પણ હસીને એના ખભા પર હાથ મૂક્યો,
'ક્યા નામ હૈ તુમ્હારા?’
પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઊતરતાંમાં તો સારી એવી શબ્દોની આપલે થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી પચાસનું પત્તું કાઢીને એ ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઊઠયો,
'આપ બો’ત અચ્છે હૈં, સા’બ ફિર આના’
સંયમના મનમાં
કડવાશભર્યો અફસોસ પ્રગટી ઊઠયો,
એ મનોમન બબડી ગયો,
'એ જ તો તકલીફ છે, દોસ્ત કે હવે બીજી વાર ક્યારેય અહીં આવવાનું નથી. મરવાનું નિશ્ચિત હોય તો પછી નાહક કીમોથેરપી પણ શા માટે લેવી જોઈએ? હવે તો મળીશું આવતા જન્મે...’
રસ્તો ક્રોસ કરીને એ ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઇવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડી ચાલુ થઈ તે સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ..
'રાજુ, એક વાત પૂછું?
તને અમદાવાદ માં કાર ચલાવતાં ક્યારેય કંટાળો નથી આવતો?’
ડ્રાઇવર ગભરાયો.
એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ બીતાં બીતાં એણે જવાબ આપ્યો,
'નહીં, સાહેબ કંટાળો શેનો?
આ તો મારું કામ છે. મારી રોજીરોટી છે. સાહેબ, તમને એવું કેમ લાગ્યું?’
'બસ, એમ જ એક કામ કર,
આજે તું મારી જગ્યાએ આવી જા,
આજે ગાડી હું ચલાવીશ.’
'અરે, સાહેબ તમારી તબિયત?’
'મારી તબિયતની ચિંતા છોડ
એ તો કાર નહીં ચલાવું તો પણ...’
સંયમ વાક્ય ગળી ગયો..
'આપણે બીજી વાતો કરીએ.
તારા ઘરમાં કોણ કોણ છે?
તારી પત્નીનું નામ?
દીકરા-દીકરી કેટલાં છે? શેમાં ભણે છે?’
ડ્રાઇવરને લાગ્યું કે
એના માલિક આજે ગાંડા થઈ ગયા છે.
એ સાચવી સાચવી ને જવાબ આપતો ગયો. છેલ્લાં પાંચ વર્ષથી એ સંયમના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિક ના મોંએથી એણે આવું જ સાંભળ્યા કર્યું હતું :
'કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો?
આજે કેમ મોડો આવ્યો?
હાડકાં હરામ નાં થઈ ગયાં છે, કેમ?
કામ કરતાં જોર આવે છે
અને દર ત્રીજા મહિને પગાર વધારો માગતાં શરમ નથી આવતી.’
એને બદલે
ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું..
'ભ’ઈલા, તારે ઘરે જવું હોય તો જા,
મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી.
કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી. બૈરી-છોકરાં સાથે મજા કરજે’
રાજુથી બોલાઈ ગયું,
'સાહેબ, તમે ખરેખર સારા માણસ છો.’
સાંજે સંયમે પહેલી વાર
પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી. એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડી બોલી ઊઠી..
'પપ્પુ, તમે કેટલા ગુડ-ગુડ પપ્પા છો
રોજ અમારી સાથે આવી રીતે...’
સંયમ બબડી રહ્યો,
'એ જ તો તકલીફ છે.
હવે પછી મારી પાસે ખૂબ ઓછા 'રોજ’ બચ્યા છે, પણ જેટલા બચ્યા છે
એને તો માણી લઉં’
સવારે પડોશમાં રહેતા
અનિમેષભાઈનું મોં ખુલ્લું રહી ગયું..
'અરે સંયમભાઈ, તમે?
સવાર સવારમાં અમારે ત્યાં?
સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે આજે?
અરે, સરોજ... પાણી લાવજે તો...'
'એકલા પાણીથી નહીં પતે, અનિમેષભાઈ, આજે તો ચા પણ પિવડાવવી જ પડશે.’
સંયમે હક્કથી કહી દીધું.
સરોજબહેન સાંભળી ગયાં,
ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યાં.
અડધા કલાકમાં ઘરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો.
આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો..
'આજથી સવાર ની ચા તમારે ત્યાં
અને સાંજ ની ચા મારા ઘરે’
'પાક્કું આખી જિંદગી સુધી...’
અનિમેષભાઈ બોલી ઊઠયા.
સંયમના મનમાં ફરી પાછો અફસોસ પ્રગટયો :
'આખી જિંદગીમાં તો હવે બચ્યું છે શું?
વધુ માં વધુ એક-બે મહિના જ ને?’
પણ બે દિવસમાં તો સંયમે ખંગવાળી દીધો. સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી, અતડો ને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા...
'ભાઈ, વાહ માણસ તે આનું નામ’
ચાર દિવસ પછી ફોન આવ્યો.
ડો. ખાખરાવાલા
ગાભરા ગાભરા બનીને કહી રહ્યા હતા..
'મિ. સંયમ શાહ
આઈ એમ વેરી વેરી વેરી સોરી
તમારા બ્રેઈનનો રિપોર્ટ ખોટો છે.
આઈ મીન,
મિ. એસ. એસ. શાહ નામધારી બે દરદીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. ત... ત... તમે સાવ જ સાજાસારા છો...
એબ્સોલ્યુટલી નોર્મલ...
તમે હવે સો વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશીઝ છે...'
ડો. ખાખરાવાલા ખખડતા રહ્યા,
અહીં સંયમ શાહ બબડતા હતા :
'તમે મને ઓળખતા હતા એ સંયમ તો ક્યારનોયે મરી ગયો, ડોક્ટર હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગી નો સાચો મર્મ જિંદગી માં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે.