બુધવાર, 5 ઑગસ્ટ, 2026

Live life the way you are to die soon

*એક ડૉક્ટર બહુ જ હોશિયાર હતા.*


*તેમના વિશે કહેવાતું કે, એ તો મોતની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે.*


*ડૉક્ટર પાસે જે દર્દી આવે તેની પાસે એક ફોર્મ ભરાવે.*


*દર્દીને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો? જિંદગીમાં જે બાકી રહી ગયું છે, એ શું છે?*


*દરેક દર્દી પોતાના દિલની વાત લખતો.*


*હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ.*


*મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ.*


*કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી.* 


*તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને હર્ટ થયું છે; એની પાસે જઈને માફી માગી લઈશ.*


*એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ.*


*જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું.*


*ગિલ્ટ ન થાય, એવું કામ કરીશ.*


*જાતજાતની વાતો જાણવા મળી.*


*ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે.*


*દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો અને કહેજો કે તમે લખ્યું હતું, એ રીતે કેટલું જીવ્યા?*


*ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે,*


*જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે, એ વેર વાળી લઈશ.*


*મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.*


*હું રૂપિયા વધારે કમાઈશ.*


*મારી જાતને વધુ બિઝી રાખીશ.*


*દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.*


*ડૉક્ટરે સવાલ કરતા કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ? હજુ ક્યાં મોડું થયું છે ???*


*બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો?*


*બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.*


*સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!*


*એવું ન લાગવું જોઈએ કે, હું મારી જિંદગી મને ગમે, એમ જીવ્યો નથી !*👍😂💃😍

From Blogger iPhone client

ટિપ્પણીઓ નથી: