કોરોના વાયરસ માટે ધરમાં નીચે મુજબ સાવચેતીના પગલાં અવશ્ય લેવા.
૧. ન્યૂઝ પેપર તાત્કાલિક ધોરણે બંધ કરો. ન્યૂઝ ટીવી દ્વારા જુઓ.
૨. દૂધની કોથળી લઈને તરત પાણી થી ધોઇ હાથ ધોઇ લેવા.
૩. કુરિયર ,પોસ્ટને હાથોહાથ ન લેતાં ધરબહાર નીચે કે પછી ટ્રેમાં મુકવાનુ કહો. ૨૪ કલાક પડયું રહેવા દો, પછી તેને અડો.
૪. ધરમા હો કે બહાર, કલાકે કલાકે હાથ ધોવાનું રાખો.
૫. કામવાળી બાઈને આવે એટલે તરત પહેલા હાથ ધોવડાવો. પછી જ કામ શરૂ કરાવો.
૬.વાયરસ આપણા શહેરમાં દેખાવાની ખબર પડે કે તરત જ કામવાળી, ડ્રાઈવર,. માળી, કે અન્ય માણસોને કામ ઉપર આવાનુ બંધ કરાવી દો.
૭. શાકભાજી કે ફ્રુટસ લઈ ધોઇને જ ધરમા મુકો.
૮. બહાર જવા માટે જાહેર વાહન જેવા કે રિકસા ,ટેક્સી ,બસ, વગેરેનો ઉપયોગ કરવો નહિ.
૯. બહાર નીકળ્યા હોય ત્યારે માસ્ક અને સેનીટાઇજર હંમેશા સાથે રાખો. થોડી થોડી વારે સેનીટાઇજર લગાવતા રહો. જરૂર પડ્યે માસ્ક પહેરો.
૧૦. બહાર નીકળળતા પહેલા બન્ને નાકમાં એરંડીયાનુ તેલ ટચલી આન્ગળી વડે લગાવો. બહાર નીકળ્યા હોય ત્યારે જયા ત્યાં અડવાનુ ટાળો. અડી જવાય તો સેનીટાઇજર હાથ ઉપર લગાવો.
૧૧. કોઇપણ કારણસર બહાર જવાનું થયું હોય ત્યારે બીજી અન્ય વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટર જેટલુ અંતર રાખો. ૧૨.ધરની આજુબાજુ કે સોસાયટીમાં બહારના દેશમાંથી કોઇ આવે કે તરત જ ગુજરાત કોરોના હેલ્પ લાઇન 104 ઉપર ફોન કરી જાણ કરો. જેથી તેઓને સંસર્ગનિશેધ ધરમા ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવે. જેથી વાયરસનો ફેલાવો થતો અટકે.
૧૩. કોઈને ત્યાં જઇને કે ધેર બોલાવી મળવાનું ટાળો. ટોળાવાળી જગ્યાએ જવાનું ટાળો.
૧૪. વાયરસના ફેલાવાની સાથે બહાર ચાલવા જવાનું પણ ટાળો. ધરમા થઈ શકે તેવી કસરતોથી ચલાવો.
૧૫. ધરવખરીની ચીજો ખાસ કરીને રસોઇ, ન્હાવા ધોવાની ,જરૂરી દવાઓ તથા અન્ય જરૂરી ચીજ વસ્તુઓ નો પૂરતો સ્ટોક રાખવો જેથી વાયરસના ત્રીજા ચોથા સ્ટેજમા બહાર નીકળવાનુ અટકી શકે.
૧૬. મોબાઈલ ફોન તેમ જ તેનુ કવર, રિમોટ વગેરેને રોજ એક વાર આયસો પ્રોપાઇલ આલ્કોહોલના પોતાથી સાફ કરવાનું રાખો.
૧૭. સોસાયટીમા દરેક મેમ્બરને ખાસ નોંધ લેવાની કે, ૧૫ એપ્રિલ2020 સુધી કોરોના વાયરસને ધ્યાનમા રાખીને ધરમાં રીપેરીંગ કામો જેવા કે સીવિલ, ફર્નીચર, પ્લમ્બીન્ગ , લાઇટ કે અન્ય રીપેરીંગને લગતા કામો મોકુફ રાખવા, જેથી બહારના માણસોના સંપર્કમાં ઘરની કોઈ વ્યક્તિ ના આવે.
રવિવાર, 29 માર્ચ, 2020
Prevention of Corona at home
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો