ગુરુવાર, 5 માર્ચ, 2020

Luck and efforts.

*બેન્ક લોકર*
એક  ઈડલી વાળો હતો. જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર મેઁ એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે,  જલ્દી ઈડલીની પ્લેટ બનાવી દે. પણ એની વાતો ખતમ જ થતી નહિ.એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.નસીબ અને ( મહેનત )પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?અને એના જવાબે તો  મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. લોકર ના તમામ તાળા ખોલી નાંખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ તમારા સવાલનો જવાબ છે. જુઓ દરેક લોકરની બે ચાવીઓ હોય છેને ? એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ સમજી લો અને મેનેજર પાસે છે એ નસીબ સમજી લો.જ્યાં સુધી બન્ને ચાવીઓ નાં લાગે ત્યાં સુધી લોકરનું તાળું ખુલતું નથી તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની પાસેની તમારા ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી જ ના લગાવી શકીએ,  અને તેથી તાળું ખુલવાનું જ રહી જાય.👌👌👌
*ન કર્મ હી કેવલં, ન હી પ્રારબ્ધ હી કેવલમ* l
*મનુષ્ય યત્ન એવમ પ્રભુ ક્રુપા ચ કેવલમ* ll
આ કર્મ અને ભાગ્યનું સુંદર ઉદાહરણ આપણા સૌ ને માટે છે.

🌹🙏🏻🌹

ટિપ્પણીઓ નથી: