👩 *માએ કદી ગણ્યું જ નહી* 👵
🏵જીવનની તાવડી પર
સંસારની રોટલીઓ
શેકતા શેકતા
આંગળીમાં કેટલાં ચટકા લાગ્યા
*માએ કદી ગણ્યું જ નહી*
🖤
પતિની સાથે સાથે બાળકોની
સંભાળ રાખતા રાખતા
વડીલોનું માન રાખતા રાખતા
કેટલી વખત ઝુકી હશે
*માએ કદી ગણ્યું જ નહી*
💚
નાનીઅમથી ભૂલ થાય એટલે
ઘરના લોકોની, બહારના લોકોની
ખરીખોટી સાંભળી પણ લીધી
કાળજાનાં કેટલાં કટકા થયા
*માએ કદી ગણ્યું જ નહી*
❤
એક માટે બીજા માટે
આની માટે એની માટે
જીવતા જીવતા
એ પોતાની માટે કેટલું જીવી
*માએ કદી ગણ્યું જ નહી*
💙
પક્ષી માળેથી દૂર ઊડી ગયાં
માને માળામાં જ છોડી ગયાં
ઐશ્વર્યની થઈ ઘેલી સંતાન
માને ખુદને કેટલું મળ્યું માન
*માએ કદી ગણ્યું જ નહી*🦋
🏵 *માને સમર્પિત ..*🙏🏻🙏🏻
āŠિāŠŠ્āŠŠāŠĢીāŠ āŠĻāŠĨી:
āŠિāŠŠ્āŠŠāŠĢી āŠŠોāŠļ્āŠ āŠāŠ°ો