ગુરુવાર, 26 માર્ચ, 2020

Corona spread and prevention Gujarati

આ સ્ટેજ એટલે શું?
દા.ત.કે
સ્ટેજ ૧
વિદેશ થી નવકુર નામની વ્યક્તિ આવી. એરપોર્ટ પર એને તાવ નહોતો. એને ઘરે જવા દીધો.
પણ એની પાસે એક શપથપત્ર ભરાવવામાં આવ્યું કે તે ૧૪ દિવસ સુધી પોતાના ઘરમાં કેદ રહેશે.
અને તાવ કે કોઈ બીમારી થાય તો આપેલા નંબર પર સંપર્ક કરશે.
ઘરે જઈને તેણે શપથ પત્ર ની શરતો નું પાલન કર્યું.
તે ઘરમાં જ કેદ રહ્યો.
ત્યાં સુધી કે એણે ઘરના સભ્યો થી પણ અંતર (દુરી) બનાવી રાખ્યું.

નવકુર ની માતાએ કહ્યું કે અરે તને કાંઈ નથી થયું.
એકલા એકલા ના રેવાય.
એટલા દિવસ પછી તને ઘરનું જમવાનું મળશે, રસોડા મા આવ હું ગરમ ગરમ જમવાનું પીરસી દવ.

નવકુરે ચોખ્ખી ના પાડી દીધી.

બીજા દિવસે મમ્મી એ ફરીથી એ જ વાત કરી. આ વખતે નવકુર ને ગુસ્સો આવી ગયો. એ મમ્મી પર જોરથી ખીજાવા લાગ્યો.
મમ્મી ની આંખ માં આંસુ આવી ગયા, મમ્મી ને ખોટું લાગી આવ્યું.

નવકુરે બધાથી અલગ થલગ રેહવાનું ચાલુ કર્યું.

૬-૭ મા દિવસે નવકુર ને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો આવવા લાગ્યા.
નવકુરે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો. કોરોના નો ટેસ્ટ કરવામાં આવ્યો. અને એ પોઝિટિવ આવ્યો.
એના ઘર વાળાનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો પણ એ બધા ના ટેસ્ટ નેગેટિવ આવ્યા.
આજુ બાજુ ના ૧ કિલોમીટર સુધી મા બધાને પૂછતાછ કરવામાં આવી. અને આ બધા લોકો ના ટેસ્ટ પણ કરવામાં આવ્યા.
બધાએ કીધું કે નવકુર ને કોઈએ ઘરની બહાર નીકળતા નથી જોયો.
જોકે એણે પોતાને સારી રીતે આઇસોલેટ કરેલો હોવાથી કોઈ બીજા વ્યક્તિ ને કોરોના નો ચેપ નથી લગાડ્યો. એથી કોરોના વધારે ના ફેલાયો.
નવકુર જવાન હતો. કોરોના ના લક્ષણ ઘણા સામાન્ય હતા.
બસ તાવ, શરદી, ખાંસી, શરીર દુખાવો એટલું થયું.
૭ દિવસ ની ટ્રીટમેન્ટ પછી તે એકદમ સાજો થઈને હોસ્પિટલ થી રજા લઈને ઘરે આવી ગયો.

જે મમ્મી મે કાલે ખોટું લાગ્યું હતું એ મમ્મી આજે આભાર માની રહી છે કે ઘરમાં કોઈને કોરોના નો ચેપ ના લાગ્યો.

આ પહેલું સ્ટેજ છે જ્યાં માત્ર વિદેશ થી આવેલા વ્યક્તિ મા કોરોના છે. એણે બીજા વ્યક્તિ ને કોરોના નો ચેપ ના આપ્યો.
**************************

સ્ટેજ ૨
રાજુ ને કોરોના પોઝિટિવ નીકળ્યો. એને એમની પાછળના દિવસો ની બધી જાણકારી પુછવામાં આવી. એ જાણકારી અનુસાર જાણવા મળ્યું કે તે વિદેશ નહોતો ગયો. પણ તે એક એવા વ્યક્તિ ના સંપર્ક મા આવ્યો હતો કે જે થોડા દિવસો પહેલા જ વિદેશ થી આવેલો છે.
એ પરમદિવસે ઘરેણાં ખરીદવા એક જવેલર્સ પર ગયો હતો. ત્યાંના શેઠજી હમણાં જ વિદેશ ફરીને પાછા ફર્યા છે.

શેઠજી વિદેશ ફરીને આવ્યા. એને એરપોર્ટ પર તાવ નહોતો, આ કારણસર એને ઘરે જવા દેવામા આવ્યા. પણ એની પાસે શપથ પત્ર ભરાવવામાં આવ્યું કે તે આગળ ના ૧૪ દિવસ એકદમ એકલા રહેશે અને ઘરની બહાર બિલકુલ નઇ નીકળે. ઘરવાળા થી પણ અલગ રહેશે.
વિદેશ થી આવેલા આ અભણ શેઠે એરપોર્ટ પર ભરેલા પેલા શપથ પત્ર ની મજાક ઉડાવી દીધી.
ઘર પર એ બધા ને મળ્યો.
સાંજે એણે પોતાની પસંદગીની વાનગીઓ ખાધી અને આગલા દિવસે એ પોતાની જવેલર્સ ની દુકાન પર જઈને બેઠો.
(ગાંડા છો કે શું !! સીઝન નો ટાઇમ છે, લાખો નું વેચાણ છે, જવેલર્સવાળા સાહેબ પોતાની દુકાન બંધ થોડા કરે)

૬મા દિવસે જવેલર્સવાળા(શેઠ) ને તાવ આવ્યો.
એમના ઘરવાળાઓ ને પણ તાવ આવ્યો. ઘરવાળા મા એક વૃદ્ધ મા પણ હતી. બધાની તપાસ થઇ.
તપાસ મા બધા પોઝિટિવ (ચેપ ગ્રસ્ત) નીકળ્યા.

એટલે કે વિદેશ થી આવેલો વ્યક્તિ પોતે પોઝિટિવ(ચેપી) પછી એણે ઘરવાળા ને પણ પોઝિટિવ કરી દીધા (ચેપ લગાડી દીધો).

આના સિવાય એ દુકાન પર ૪૫૦ લોકો ના સંપર્ક મા આવ્યો. જેમ કે નોકર ચાકર, ગ્રાહક વગેરે..
એમાંથી એક ગ્રાહક રાજુ હતો.

બધા ૪૫૦ લોકો ની તપાસ થઇ રહી છે, જો એમાંથી કોઈના મા પણ પોઝિટિવ આવ્યો તો પણ એ *બીજુ સ્ટેજ* છે.

બધું સરવાળે સ્ટેજ ૨ એટલે કે જે વ્યક્તિ ને કોરોના પોઝિટિવ આવ્યું છે, તે વિદેશ નહોતો ગયો. પણ તે એક એવા વ્યક્તિ ના સંપર્ક મા આવ્યો છે જે હમણાં હમણાં જ વિદેશ યાત્રા કરીને આવ્યા છે.
*************************

સ્ટેજ ૩
રામસીંગ ને શરદી, ખાંસી, તાવ ને લીધે હોસ્પિટલ મા દાખલ કર્યો, ત્યાં એને કોરોના પોઝિટિવ આવ્યો.
પણ રામસીંગ તો ક્યારેય વિદેશ નહોતો ગયો કે કોઈ એવા વ્યક્તિ ને પણ નહોતો મળ્યો કે સંપર્ક મા નહોતો આવ્યો જે હમણાં વિદેશ યાત્રા કરીને આવ્યો હોય.

તો રામસીંગ ને કોરોના થયો કઈ રીતે.

એટલે કે હવે આપણને તે સ્ત્રોત જ નથી ખબર કે રામસીંગ ને કોરોના નો ચેપ લાગ્યો ક્યાંથી..?.

સ્ટેજ ૧ મા વ્યક્તિ પોતે વિદેશ થી આવેલો હતો.

સ્ટેજ ૨ મા ખબર હતી કે સ્ત્રોત શેઠજી છે. શેઠજી અને એના સંપર્ક મા આવેલા દરેક વ્યક્તિ ની તપાસ કરી અને તેને ૧૪ દિવસ માટે અલગ અલગ કરી દીધા.

સ્ટેજ ૩ મા આપણ ને સ્ત્રોત જ નથી ખબર..

સ્ત્રોત નથી ખબર તો સ્ત્રોત ને પકડી ના શકીએ. જાણકારી વગર એને અલગ અલગ ના કરી શકીએ.
એ સ્રોત કોણ જાણે ક્યાં હશે અને અજાણ્યે મા જ કેટલા બધા લોકો ને ચેપ લગાવી દીધો હશે.

સ્ટેજ ૩ બનશે કેવી રીતે ??
શેઠજી ૪૫૦ લોકો ના સંપર્ક મા આવ્યા. જેમ શેઠજી ને પોઝિટિવ હોવાની ખબર પડતાં એ ખબર ફેલાઇ ગઈ, તો એના બધા ગ્રાહક, નોકર, નોકરાણી, ઘર ના પાડોશી, દુકાન ના પાડોશી, દૂધ વાળા, કામ વાળી, ચા વાળો... બધા હોસ્પિટલ તરફ દોડ્યા..

બધા લોકો મળીને ૪૪૦ હતા.
૧૦ લોકો હજુ પણ ના મળ્યા.
પોલીસ તથા સ્વાસ્થ્ય વિભાગ ની ટીમ એને શોધી રહી છે.
એ ૧૦ માથી કોઈ જો મંદિર મા કે એવી જગ્યા ઉપર જઈ આવ્યો તો વાયરસ ઘણો ફેલાશે.

આ જ સ્ટેજ ૩ છે જ્યાં તમને સ્ત્રોત નથી ખબર.

સ્ટેજ ૩ નો ઉપાય:
૧૪ દિવસ નું LOCK DOWN
કરફ્યુ લાગુ પાડી દો.
શહેર ને ૧૪ દિવસ એકદમ તાળું મારી દો.
કોઈને પણ બહાર ના નીકળવા દો.

આ LOCKDOWN થી શું થશે??

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બંધ રહેશે.
જે વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિ ના સંપર્ક મા નથી આવ્યો તો તે સુરક્ષિત છે.
જે અજ્ઞાત સ્ત્રોત છે એ પણ પોતાના ઘરમાં બંધ છે.
જ્યારે તે બીમાર પડશે ત્યારે તે હોસ્પિટલ પહોંચશે, અને આપણને ખબર પડી જશે કે અજ્ઞાત સ્ત્રોત આ જ છે.

બની શકે છે કે આ અજ્ઞાત સ્ત્રોત થી પોતાના ઘરના બીજા ૪ લોકો ને પણ સંક્રમણ થી ચેપ લગાવી શકે, પણ બાકીનું આખું શહેર બચી ગયુ.

જો લોકડાઉન ન હોત તો એ સ્ત્રોત ના પકડી શકાત, અને એ એવા હજારો લોકો મા કોરોના ફેલાવી દેત.
એટલા માટે લૉકડાઉન થી આખું શહેર બચી ગયુ અને અજ્ઞાત સ્રોત પકડાઈ ગયો.

*એવું શું કરીએ કે સ્ટેજ ૨, સ્ટેજ ૩ મા પરિવર્તિત ના થાય*
વહેલા લૉકડાઉન એટલે કે સ્ટેજ ૩ ની પહેલા જ તાળા બંધી(LOCKDOWN) કરી દો.
આ લૉકડાઉન ૧૪ દિવસ થી ઓછા સમય નું હશે.

ઉદાહરણ તરીકે
શેઠજી એરપોર્ટ થી નીકળ્યા
એણે મજાક ઉડાડી.
આખા ઘરને કોરોના આપી દીધું.
સવારે ઉઠીને દુકાન ખોલવા ગયા.

પણ જો કે લૉકડાઉન(તાળા બંધી) છે.
તો પોલીસ વાળા શેઠજી ની તરફ દંડો લઈને દોડ્યા.
દંડો જોઈને શેઠજી શટર બંધ કરીને ભાગ્યા.

હવે જો કે માર્કેટ બંધ છે,
તો ૪૫૦ ગ્રાહક પણ નથી આવ્યા.
બધા બચી ગયા.
રાજુ પણ બચી ગયો.
બસ શેઠજી ના પરિવાર ને એની લાપરવાહી ને લીધે કોરોના થયો.
૬-૭ મા દિવસે કોરોના ના લક્ષણ આવી જાય છે.
વિદેશ થી આવેલા લોકો મા લક્ષણ આવી ગયા તો એમને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવશે,
અને નહીં આવે તો એનો અર્થ એમ કે એ કોરોના નેગેટિવ છે.

ટિપ્પણીઓ નથી: