આજે કોઈ પણ નવા કે જુના ડોકટર "જોખમ" લેવા તૈયાર નથી. મોટા ભાગ ના સિનિયર ડોકટરો એ ગંભીર કેસ ને દાખલ કે એટેન્ડ કરવાના બન્ધ કરી દીધા છે. ટાઢા પાણી એ ખસ જાય એમ આવા દર્દીઓ ને tertiary સેન્ટર પર રીફર કરી દેવાય છે. આવા સેન્ટરો ખૂબ ખર્ચાળ હોવા છતાં ડોકટરો કમને પોતાની ભવિષ્ય ની થનાર હેરાનગતિ થી બચવા રીફર કરી હાથ ખંખેરી નાખે છે. વિકટ ઓપરશન પણ ઘણાખરા સિનિયર સર્જનો આવા મોટા સેન્ટર પર કરે છે (પોતાની હોસ્પિટલ માં 10 ગણા ઓછા ભાવે કરી શકે પણ બીકે બબાલ એમને આમ કરતા રોકે છે)
હિસાબ માન્ડો તો ડોકટર ની આવી ઇમરજન્સી ની કમાણી જતી થાય તેની સામે એની આઉટડોર પ્રેક્ટિસ નિર્વિઘ્ને ચાલે છે જેથી કમાણી માં કોઈ ખાસ ફર્ક પડતો નથી
તો ફર્ક કોને પડે છે ????
ફરક પડે છે દર્દીઓ ને.....એમના અને એમના સગાવહાલાઓ ના રાઉડી વર્તન અને ગુંડાગીરી થી ત્રાહિમામ પોકારી મોટા ભાગ ના તબીબો હવે કોઈ "જોખમ" લેતા નથી. સરવાળે દર્દીઓ ને જે સારવાર પાણી નહિ તો દૂધ ના ભાવે મળતી હતી તે માટે હવે એમણે પેટ્રોલ ના ભાવ ભરવા પડે છે. થોડા વખત થી મીડિયા અને સત્તાધીશો ના નિવિદનો થી જેમ દરેક દર્દી કોઈ પણ ડોકટર ને ગુંડા ની નજરે જોતો હતો એમ હાલ દરેક ડોકટર આવનાર દર્દી ને એક પોટેન્શિયલ બબાલ મેકર અને ગુંડા તરીકે જોવા માંડ્યો છે .....આમાં અંતે નુક્શાન સમાજ નુજ છે. કોણ રાત્રે ઊંઘ બગાડી માર ખાવા જાય?????
હજી પણ જો સમાજ પોતાની આ દ્રષ્ટિ અને વૃત્તિ નહિ ફેરવે તો આવનાર પેઢી માંથી *મોટાભાગના* તબીબો ક્યાં તો વિદેશ ભાગી જશે અથવા તો કોર્પોરેટ હોસ્પિટલ ની બબાલમુક્ત નોકરી કરશે પરંતુ સમાજ માટે જરૂરી નાની સસ્તી હોસ્પિટલ ક્યારે પણ ખોલશે કે ચલાવશે નહિ.......
બુધવાર, 24 જુલાઈ, 2019
Seriously sick patients and doctor
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો