શનિવાર, 27 જુલાઈ, 2019

Facts and philosophy of life

> સમજણ વગરનુ દેવુ નકામુ...
> નીતિ વગરનું લેવું નકામુ......
> ન સમજે તેને કેવું નકામુ....
> કોઈના ઘરે ઝાઝા પડી રેવું નકામું............
------------------------------------------
> કામ વગરનું જાવુ નકામું.....
> ભૂખ વગરનું ખાવું નકામું.....
> નીર વગર નાવું નકામું.....
> ગળા વગર ગાવું નકામું.......
=================
> ગમતું હોય તે મળતું નથી,
> મળે છે તે ગમતું નથી...
> ગજબ છે ઝીંદગી ની રમતો,
> આવે જયારે ૩ એક્કા ત્યારે
> સામે કોઈ રમતું નથી.
-—----------------------------------
> વ્યસન છોડી દો ,
> તો કસરત જ છે .
> કોઈને નડો નહી તો
> સમાજ સેવા જ છે .
> પાપ ના કરો તો ,
> પુણ્ય જ છે .
> જેના લીધા છે એને ,
> પાછા આપીદો તો દાન જ છે .
------------------------------------------
> કેટલુ સરળ છે ઈશ્વર 'ને' માનવું.
> પરંતુ,
> કેટલુ કઠણ છે ઈશ્વર 'નુ' માનવું ...
----------------------------------------
> સબંધના મોતિ પરોવી રાખજો,
> વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
> અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
> પણ તમારા દોસ્તો ની યાદીમાં,
> એક નામ અમારું પણ રાખજો
_____________________________
> નયન મળતા નયન શરમાઈ જશે,
> મન મળતા મન હરખાઈ જશે,
> જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
> સ્વર્ગ શું છે ?....તે જીવતા જીવતા સમજી જશે.......
_____________________________
> કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
> કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
> લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
> કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.......
__________________________
> ઝીંદગી મળવી એ નસીબની વાત છે
> મોત મળવું એ સમયની વાત છે
> પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
> એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
_____________________________
> પાનખરમાં વસંત થવું મને ગમે છે,
> યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
> આંખ ભીની તો કાયમ રહે છે,
> તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે
_____________________________
 
> મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
> મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
> તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
> ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
____________________________
> આંસુ સુકાયા પછી જે મળવા
> આવે...
> એ સંબંધ છે..., ને...
> આંસુ પેહેલા મળવા આવે ....,
> એ પ્રેમ છે......
__________________________
 
> દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
> ... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે,,

ટિપ્પણીઓ નથી: