ગુરુવાર, 4 જુલાઈ, 2019

Pearls of life and living

💦💦💦💦💦

*કહેવા  અને  સમજવા  જેવું*

તમારી તકલીફ બધા લોકો આગળ ના  કહેશો  કારણ  કે  બધા  નાં  ઘરે
મલમ નથી હોતો પણ મીઠું દરેક ના  ઘર માં અવશ્ય હોય જ છે.

💦💦💦💦💦

" પગ ભીના કર્યા વગર સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....
આંખો ભીની કર્યા વગર જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"

💦💦💦💦💦

*જીવન* એ સૌથી મોટી *શાળા* છે..
                કેમ કે..
તમને કયારેય ખબર પડતી નથી કે.. તમે *ક્યા વર્ગમાં* છો..
            અને 
હવે તમારે *કઈ પરીક્ષા* આપવાની છે.

💦💦💦💦💦

એ વિચારીને *નારાજ* ના થતાં કે
*કામ મારું* અને *નામ બીજાનું*
કારણ કે...
સદીઓ થી *ઘી* અને *વાટ* બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે
*દિવો* બળે છે...

💦💦💦💦💦

*ક્યાં ને કેટલા વળાંકો આવશે કોને*
                    *ખબર,*
*હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ*
                  *ચાલે છે..!*

💦💦💦💦💦

*લખનારા બધું જાણતા નથી,*
*જાણનારા બધું લખતા નથી,*
*બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,*
*વાચનાર બધુ સમજતા નથી,*
*અને સમજનાર બધુ વાઁચતા નથી...*

💦💦💦💦💦

ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલી ચલાવી લેવી...
        પણ
વિચારોને ઈસ્ત્રી દરરોજ કરવી..

💦💦💦💦💦

*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*

💦💦💦💦💦

એક વાત જિંદગીમાંથી શીખવાની છે*
જો *પોતાનાથી* નજીક રહેવું હોય તો.... *મૌન* રહેવું !!
અને જો *પોતાનાને* નજીક લાવવા હોય તો.... *મનમાં ન લેવું* !!!!

💦💦💦💦💦

*સંબંધો બનતા રહે*   *એ જ બહુ છે.*
*બધા હસતાં રહે*   *એ જ બહુ છે...*
*દરેક જણ.. દરેક સમયે..*  *સાથે નથી રહી શકતા . . .*
*યાદ એકબીજાને કરતાં રહે*   *એ જ બહુ છે...*

💦💦💦💦💦

રોટલો કેમ રળવો
તે નહિ પણ દરેક
કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો
તેનું નામ કેળવણી..

💦💦💦💦💦

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.

💦💦💦💦💦

બહુ ભીનુ થવું નહીં
           કારણકે
નીચોવનારા તૈયાર બેઠા છે

💦💦💦💦💦

સાહેબ જીવનની સાચી મજા તો ભોળા લોકો જ લે છે,
       બાકી લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે.

💦💦💦💦💦

સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી
    ક્યારેય ડિપ્રેશનમાં આવતી નથી.
💦💦💦💦💦

અરીસો છે આ જિંદગી દોસ્ત, તુ હસ જિંદગી પણ હસવા લાગશે.
💦💦💦💦💦

જ્યારે હજારો સપના તૂટી જાય ને સાહેબ,
      ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે.
                મા અને બાપ
💦💦💦💦💦

આપણે બાળપણમાં પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા અને
હવે પરચુરણ ના લીધે ચોકલેટ ખાવી પડે છે.
💦💦💦💦💦    

રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને, સાહેબ
      એ (લાગણીઓનો) દરિયો જો તોફાને ચડે ને તો ઘણાને લઇને ડૂબે છે
💦💦💦💦💦

પીઠ હંમેશા મજબૂત રાખવી, સાહેબ કેમ કે
શાબાશી અને દગો તેની પાછળ જ મળે.
💦💦💦💦💦

માણસ એક જ કારણથી એકલો થાય છે,
    પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે.
💦💦💦💦💦

મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર"
ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ.
💦💦💦💦💦

માણસ વેચાય છે...
સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે.
💦💦💦💦💦

ટિપ્પણીઓ નથી: