આવી વહુ હોય ખરી ?
જય, માસ્ટર્સ કર્યા પછી ઇન્ટરનેશનલ કમ્પની માં જોઈન્ટ થયો.. સાથે સાથે એ જ કમ્પનીમાં જિનલ પણ !! જય, જિનલ બન્ને ચાર પાંચ વર્ષથી, એકબીજાને ઓળખતાં હતાં.. આવડી મોટી અને પ્રતિષ્ઠિત કમ્પનીમાં જોબ મળવી, એ અત્યારના કોમ્પિટિસનના સમયમાં એક મોટી સફળતાં ગણાય.
બન્ને થનગની રહ્યા હતાં. ખૂબ ખુશ હતાં. બન્ને, યુવાન, દેખાવે અતિસ્વરૂપવાન તો બે માંથી એકેય ન્હોતા પણ, ઠીકઠાક સુંદર તો કહી જ શકાય. બન્ને હોશિયાર તો હતાં એટલે જ સેંકડો કેંડીડેટ્સમાંથી જય અને જિનલ સિલેક્ટ થયા હતાં. જિનલે નોંધ્યું હતું કે જય ટેલેન્ટેડ હોવા છતાંય, સામાન્ય, સરળ અને સીધોસાદો હતો.
જિનલને એમાં પરફેક્ટ પતિ રૂપે ફિટ થતો જણાયો. તેણે કેન્ટીનમાં જય સામે પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું પણ, એ પહેલાં એ જરા એક વાતની ચોખવટ કરવા ઇચ્છતી હતી. આજે જ્યારે જય અને જિનલ કેન્ટિંનમાં હતા, ત્યારે જિનલે સાહજિક જ પૂછી લીધું.
જય, આમ તો આપણે બન્ને એકબીજાને થોડાઘણા સમયથી ઓળખીએ છીએ. આપણે બન્નેની નાત પણ સરખી છે. મેં મારા ઘરે તારા વિશે વાત પણ કરી છે અને અમારે ઘરે કોઈને વાંધો નથી. તારો પણ, આડકતરો ઈશારો હું સમજી ગઈ છું કે તું પણ, મને લાઈફ પાર્ટનર તરીકે મેળવીને પોતાને ખુશ કિસ્મત માનીશ. પણ, હું તને સીધો એક જ સવાલ કરવા માગું છું. ”મારા પહેલા, તારી લાઈફ માં કોઈ બીજી… I mean, હું જ તારો ફર્સ્ટ લવ છું કે ??? any other.. female… in your life in past ??…. any girlfriend … ??”
જિનલની વાણીએ, તેનો સાથ ન આપ્યો. જય, સીધો સાદો લાગતો હતો પણ, બુધ્ધુ જરાય નહોતો, એ બધું બરાબર સમજી ગયો. એણે સસ્મિત જવાબ આપ્યો, ”જિનલ, આજે સારું થયું, તે આપણા મેરેજની વાત કાઢી. હું પણ, આ સમયની રાહ જોતો હતો.. આપણે બન્ને લગ્ન કરવા એકબીજા માટે પરફેક્ટ લાગીએ જ છીએ અને વાત રહી પેલી, તારા એ સવાલની !! કે મારી લાઈફ માં કોઈ બીજી સ્ત્રી ?? હું પણ મૂંઝવણ અનુભવતો હતો કે આ વાત મારે તને કેવી રીતે કહેવી ?? જિનલ!! હા, તું મારી જિંદગી માં પહેલી સ્ત્રી નથી !!! મને તારા પહેલા અને હજુ પણ…!!’
જિનલ, તો… સ્તબ્ધ બની ગઈ… તેની પગ નીચેની ધરતી સરકતી જણાઈ !! પણ, આધુનિક યુગની આ છોકરી, પોતાને એકદમ સ્વસ્થ રાખી ને જય ની વાત, નિરાંતે સાંભળવા, મનથી તૈયાર બને છે. જય, જિનલની આંખમાં આંખ મિલાવી શકતો નથી. એનો અવાજ અને આંખ ભીના બની જાય છે. જયે જે વાત કરી તે આ મુજબની હતી… ”હા, જિનલ ! તારી પહેલા અને હજુપણ …! છે એક સ્ત્રી, મારા જીવનમાં અને એ છે મારી મા !! જિનલ ! I love my mom, very much !!” જિનલ તો, ખડખડાટ હસી પડી… જય, ગંભીરતાથી બોલ્યો…
”હું, જરાપણ, મજાક નથી કરતો ! જિનલ, હું મારી મા ને પ્રેમ કરું છું. મને મારા, બાળપણ વિશે પૂછવામાં આવે તો મને મારા માતા પિતાની સખત મહેનત જ સતત યાદ આવે છે. એક ગામડાના નાના ખેડૂત ને ત્યાં મારો જન્મ થયો. મેં હમેંશા, મારા પેરેન્ટ્સને, મહામુશ્કેલીએ, અમારી પ્રાથમિક જરૂરિયાત, પૂરી કરતાં જ જોયા હતાં.
મને એક જ લગની હતી કે બસ, હું ભણીગણી, મોટો સાહેબ, બનું કે ન બનું, લાખો કરોડોની સંપત્તિ બનાવું કે ન બનાવું પણ, હું એટલું જરૂરથી કમાવ, કે મારા માતાપિતા એ, ક્યારેય એમના શોખ, પુરા તો નથી કર્યા પણ, જીવનમાં કોઈ વખત શોખ કરી, શકાય, પૈસાથી સુખસગવડના સાધનો ખરીદીને જિંદગીને માણી પણ શકાય એવો વિચાર શુધ્ધા નથી કરેલો !! એથી, એમને એવી સુખી જિંદગી આપવા માટે, મને સતત મહેનત કરવાની ટેવ પડી… જેને પરિણામે, આજે મારા માટે એક સફળ જીવન જીવવાના દરવાજા ખુલી ગયા છે.
અને એમાં પણ, તને પત્ની રૂપે મેળવીને હું મારી જાત ને ધન્ય સમજીશ. પણ, હું જે વાત કહેવા માટે મૂંઝવણ અનુભવતો હતો.. એ આ છે. જય, ટેબલ પર, પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવી જાય છે. જિનલ... ખુશીથી અને અસમંજસ થી એના સામે જોઈને પૂછે છે, ”બધું જ તો બરાબર જાય છે, તો શાની મૂંઝવણ છે તને ??” જય કહે છે.. “હા, જિનલ, બધું બરાબર લાગે છે. પણ હું નજર કરી જોઉં છું તો..
આ સમયે, પૈસા કે રૂપિયાની અછત ઓછી છે પણ કંઈક સમજદારી કે કંઈક ધીરજ ખૂટે છે અને ઘરેઘરે અશાંતિ દેખાય છે… એ પછી, જનરેશન ગેપ હોય કે જે હોય તે…મારા મમ્મીપપ્પા તો… આમ જીવન જીવ્યા.. પણ, હવે હું ઈચ્છું છું કે આપણે કોઈ સબંધથી બંધાય એ પહેલાં હું એક વાત મારી ભાવિ પત્નીને કહેવા માંગુ છું, મારી લાઈફમાં પત્ની, પ્રેમિકા કે મિત્ર.. તું જ બધુ છે.. મારી દુનિયાની તું મહારાણી છે.. પણ આ દુનિયામાં મારુ સાવ, એકલાનું જ સ્વંતત્ર અસ્તિત્વ નથી.. મારા મૂળિયાં જ્યાં જોડાયેલા છે તે મારા માતાપિતા, સગાંવહાલાં,બીજા મિત્રો પણ, મારા સહસ્તિત્વ છે.
એમનું માન સન્માન, હું જાળવું એમાં તું મને મદદરૂપ ન બને ?? હું, એક પુરુષ છું, તારા પર મારી ઈચ્છા થોપી બેસાડવી મારા સ્વભાવમાં નથી. હું સ્ત્રીજાતિને પ્રેમ કરું છું. તારા સિવાય ની મારા જીવનની એક બીજી સ્ત્રી એટલે મારી મા.. એનું સ્થાન.. તું જાળવી શકીશ ??'”
જિનલ, ખૂબ સરળતાથી જયની સરળ વાત સમજી ગઈ.. પછી તો.. વાત જ શું કરવી ?? લગ્નની શરણાઈ વાગી.. અને.. ખાધું પીધું ને રા….જ કર્યું ??? અરે.. ના, ના,.. પિકચર અભી બાકી હૈ… મેરે દોસ્ત !! લગ્ન પછી, મમ્મી પપ્પાને લઈ ને, જય અને જિનલે શહેરમાં ઘર વસાવ્યું.
જિનલ, સાસરે પગ મૂકતા, આખી વસ્તુસ્થિતિ સમજી ગઈ.. સસરા તો.. એકદમ શાંત, ખૂબ અનુકૂળ, જેમ પવન વહે.. તેમ સઢ ફેરવવા વાળા.. જ્યારે જયના મમ્મી.. રાધાબેન ?? પચાસ વર્ષ થી વધુ ઉંમર તો નહીં જ હોય પણ, રહેણી કહેણી અને વાતાવરણ ની અસર કહો કે.. બસ, ગામડાની ટિપિકલ પ્રૌઢા બની ગયા હતાં. સાદી સાડી, રફ વાળ, મો પર કરચલી તો પડી નહોતી પણ, અને એનો ચહેરો... “કેર” નામથી પણ અજાણ હતો !!! પગમાં છાલા પડી ગયા હતાં અને હાથ ની હથેળી પણ સુંવાળી નહોતી રહી.. !! જિનલને લગ્ન પછી, મમ્મી પપ્પા સાથે અનુકૂળતા સાધતાં જરા પણ વાર ન લાગી.. ખૂબ સરસ બધું ચાલ્યું.. ઘણા વખત પછી એક વખત મને રાધાબેન મળી ગયા..
હું તો જોતાં જોતાં.. જોઈ.. જ રહી..!! જો એમણે મને સામેથી બોલાવી ન હોત તો.. હું કદાચ એમને રાધાબેન ને રાધબેન જ ન માનત !! એમણે જે વાતો કરી, એ સાંભળો !! “મારા જયલાના લગ્ન પછી, અમે અચકાતાં, અચકાતાં, ભણેલ ગણેલ દીકરા વહુ સાથે રહેવા આવી ગયા…!!
થોડા, દિવસમાં જિનલનો મૂળ સ્વભાવ દેખાવા લાગ્યો..!! એ મને, ધરારથી બ્યુટી પાર્લરમાં લઈ ગઈ.. ત્યાં મને આ મારા હાથ પગ સરખા કરાવ્યા.. મને ખુબ શરમ આવતી હતી. પણ, મારી એકે વાત માની નહિ. હાથ પગની સાથે, મારા ચહેરા પર, નિયમિત ફેસિયલ ને વાળ.. માંય.. જુદા જુદા શેમ્પૂ.. !!
અને.. ઘરમાં પણ, મારુ જમવા નું, દૂધ પીવું.. અરે, મેં તો.. કોઈ દી’ દૂધ નું ટીપું ય પીધું નહોતું..!! એને બદલે સવાર સાંજ એક એક ગ્લાસ દૂધ, ફરજિયાત.. અમારે બન્ને ને પી જવાનું. કાઈ બોલ્યા વગર !! દરરોજ, ફ્રૂટ અને કાચા સલાડ તો ખાવા ના જ.. મેં તો સૂતી વખતે કોઈ દિવસ સાડી બદલાવીને નાઈટ ગાઉન નહોતું પહેર્યું પણ આ મારી જિનલે આવીને, મને ગાઉન, ડ્રેસ, સલવાર કમીઝ, કુરતી, નાઇટડ્રેસ માં ય પાયજામાં ને ટોપ પહેરતા શીખવાડી દીધું.
મને જન્મ દેનાર મા એ, મારી આવી કાળજી લીધી હોય એવું યાદ નથી.. ત્યારે આ તો, પારકી જણી !! મારો જય નસીબદાર કે અમે ?? આવી વહુ મળી, મને એમ જ લાગે કે… મારે, વહુ, છે એવી કોઈને હોય ખરી ?? અને આ બધું ય.. ધરારી થી એવો પ્રેમ કરીને કરાવે, મારી જિનલ !! કે ન પૂછો વાત !!
મેડમ, હું તો આ જમાના ના દીકરા વહુ ને જોઈ ડરતી હતી.. પણ.. આવી વહુ, તો કલ્પનામાં ય નહોતી !! મારી વહુ એ આવીને મને જીવતા શીખવાડ્યું . જિનલ, કદાચ આટલી ખબર મારી દીકરી તો શું હું પણ ક્યારેય ન વિચારત ? જિનલે મને, હું પણ એક એવી વ્યક્તિ હોઈ શકું કે, સ્ત્રી હોવા છતાં, મારા ઘર માટે, મારા ઘરની વ્યક્તિ ને સાચવતાં સાચવતાં મને ખુદને ભૂલી ન જાવ.. એવો નવો જ પાઠ ભણાવ્યો. મને મારા માટે જીવતાં શીખવવું એ કેવું અઘરું હતું પણ મારી જિનલ, અમને એવો પ્રેમ કરે કે હું ખુદ જ મને… કાંઈ જ નહોતી કરતી.
મારી જન્મ દેનાર માં એ કોઈ દિવસ આટલી કાળજી નહિ કરી હોય. મને એવો તો મારી માએ પ્રેમ કર્યો હોય, એવું મને યાદે ય નથી. આ તો પારકી જણી ??? હું તો સાંભળીને અચરજ પામી ગઈ !! રાધાબેન, આગળ બોલ્યા, ”હું ઘણીવાર પૂછું કે, જિનલ તું મને આટલો પ્રેમ કેમ કરી શકે ?? ત્યારે એ હસીને કહે, કેમ કે મને પ્રેમ કરનાર જય છે !! અને એને આ દુનિયામાં લાવનાર તમે છો !! મારે કાઈ કરવું નથી પડતું, થઈ જાય છે !!”
અને મેડમ, ઘણા લોકો અમને સાસુ વહુ ને આ રીતે રહેતા, જોવે, તો તરત કહે, જિનલ તારે કોઈ તારા જેવી બીજી બેન કે ફ્રેન્ડ હોય તો, અમારા છોકરા માટે બતાવ !!” ત્યારે ફટાક દઈને, મારી જિનલ એમને મોઢે જ કહી દે, ”મારા જેવી તો ઘણી બતાવું, પણ તમે પહેલા મારા મમ્મી જેવા સારા હોવા જોઉં !!” મારો જય નસીબદાર કે અમે ?? કે અમને આવી વહુ મળી ??આવી વહુ હોય ?? મને તો એક જ પ્રશ્ન થાય કે અમને વહુ મળી, એવી કોઈને હોય ખરી ??? ફ્રેન્ડઝ, આ ખૂબ સાચી વાત છે.. ખરેખર !! પણ, આપ જ કહો!!, “આવી વહુ હોય ખરી ??”