āŠķāŠĻિāŠĩાāŠ°, 8 āŠ‘āŠ—āŠļ્āŠŸ, 2020

Old age. Happy and unhappy

🙏
*સુખી વ્રુદ્ધત્વની રહસ્યપૂર્ણ ચાવી*

*૬૦ ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો :*

*મુર્ખ સામે મૌન ધારણ કરવું. જ્ઞાનીને આદરપૂર્વક સાંભળવા. બાકી સર્વેને ફક્ત ગરિમાપૂર્ણ સ્મિત આપવું.*

   *કોઈનામાં દખલ કરવી નહીં અને કોઈને આપણી સ્વતંત્રતામાં દખલ કરવા દેવી નહીં. કોઈ પણ સંકોચ વગર સ્મિત સાથે પ્રણામ, આભાર ત્થા સોરી શબ્દનો ઉપયોગ કરવો.*

   *લોકો આપણા માટે શું ધારશે તેની ચિંતા છોડી દેવી. કોઈનો આદર કે માનપાન પામવાની મથામણમાં પણ પડવું નહીં. સફળ વ્યક્તિ ઇર્ષા નોતરે છે અને નિષ્ફળ વ્યક્તિ ટિકા અથવા મજાક નોતરે છે. માટે સામાજિક પ્રમાણપત્રોને તકલાદી ગણવા.*

    *શરીર, સમય, સંપતિ અને સંબધો અલ્પકાલિન છે, તે જાગરૂકતાથી સ્વીકારી આપણને જે પ્રાપ્ત થયું છે તે યથાયોગ્ય અને આપણા કર્માનુસાર જ છે એમ ગણવું.*

   *આપણી કાર્યશીલતા, તંદુરસ્તી, શોખ, વૈચારિક અને આંતરીક શક્તિને ઉચ્ચ સ્તરે વિકસિત કરવા માટે અધિક સમય આપવો.*

    *કુદરત પર અતૂટ વિશ્વાસ રાખી ફક્ત દ્રષ્ટાભાવે નાટકનો છેલ્લો અંક પરમ આનંદ અને શાંતિથી પૂર્ણ કરવો.*

😊💐💐💐🌹😊🌹💐💐💐😊

āŠŸિāŠŠ્āŠŠāŠĢીāŠ“ āŠĻāŠĨી: