સોમવાર, 31 ઑગસ્ટ, 2020

Death , nominations, password

5 મિનિટ કાઢી અવશ્ય વાંચજો

👉 લેખિકાએ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ લખ્યો છે:

"મારા પતિના આકસ્મિક મૃત્યુ પછી મારી આપવીતીમાંથી જે થોડી વાતો હું શીખી તે તમારી સમક્ષ રજૂ કરું છું.

આપણે હંમેશાં માનીએ છીએ કે આપણે લાંબું જીવીશું..પણ જીવન ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલું છે.

મારા પતિ એક IT પ્રોફેશનલ હતા અને હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું.

મારા પતિ એક IT પ્રોફેશનલ અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારા હોવાથી તેમની તમામ માહિતી એમના લેપટોપમાં હતી...માસિક બિલથી લઈને બેંક સ્ટેટમેન્ટ્સ, તેમના તમામ રોકાણ, બેંક એકાઉન્ટના આઈ ડી-પાસવર્ડ..સહિતનું બધું જ તેમણે લેપટોપમાં એક ફોલ્ડરમાં રાખી હતી, જે એક પાસવર્ડ વડે સુરક્ષિત હતું અને તેમનું લેપટોપ પણ એક પાસવર્ડથી સુરક્ષિત હતું.  બધા પાસવર્ડ્સ અતિશય અઘરા બનાવ્યા હતા, જે દર ૪૫ દિવસે તેઓ પાસવર્ડ બદલતા, તેમની હયાતીમાં તો મને એમના લેપટોપનું કામ હોય તો એક ફોન કરીને પાસવર્ડ જાણી લેતી..મારા માટે સરળ હતું. પણ હવે એમના ચાલ્યા ગયા બાદ કોને એમનો પાસવર્ડ પૂછું?
વ્યવસાયનાં દસ્તાવેજોની જે રીતે કાળજી લઈએ છીએ, એટલી કાળજી આપણાં અંગત જીવનના દસ્તાવેજોની નથી લેતા.*, *અંગત દસ્તાવેજોના કિસ્સામાં હંમેશાં આળસને લીધે ઢીળાઢોળ થતી રહે છે..અરે! આવતીકાલ છે ને, પછી કરીશું!
મારા પતિ ઓફિસેથી ઘરે આવતા હતા અને એક બાઈક અકસ્માતે અમારી તમામ 'આવતીકાલ' છીનવી લીધી..મારા પતિ ફક્ત ૩૩ વર્ષના હતા. તેમના એ અકસ્માતમાં એમનાં લપટોપ અને મોબાઈલનું પણ કચ્ચરઘાણ વાળી નાખ્યું.

તેમનાં બચત ખાતાં, સેલરી એકાઉન્ટમાં કોઈ નોમિની નહોતું. તેમના જીવન વીમામાં મારાં સાસુ નોમિની હતાં અને તેઓ લગભગ ૨ વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. પરંતુ, આ તો હજી ફક્ત શરૂઆત હતી. મને તેમના ઈ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ખબર ન હતો કે જ્યાં તમામ ઇ-બિલ આવતાં. મને એ પણ ખબર નહોતી કે તેઓ કયા બિલની ચૂકવણી જાતે કરતા અને કયા બિલની ચૂકવણી ઓટો-પે થી બેંક ખાતાંમાંથી સીધી જ થઈ જતી.
     
તેમની તાજેતરમાં બદલી થઈ હતી અને હું તેમના કોઈ સહકર્મચારીને પણ જાણતી નહોતી. મને એમને મળવાપાત્ર રકમ અંગે કોઈ જ ગતાગમ નહોતી..એમનાં કયાં બિલની હજુ ચૂકવણી બાકી હતી અને કયાં બિલ એમણે હજુ ચૂકવણી માટે ઓફિસમાં મૂક્યાં પણ નથી..વગેરે.
       
અમે હોમલોન પર જે ઘર ખરીદ્યું, તે અમારી બંનેની કુલ આવકને ધ્યાનમાં રાખીને અમને પરવડી શકે એવા EMI પર ખરીદ્યું હતું. અમે જ્યાંથી હોમલોન લીધી તેમણે લોન પર વીમો લેવાનું સૂચવ્યું હતું પણ અમને એ વીમો ખર્ચાળ લાગતાં અમે એ વીમો ન લીધો. અમે ક્યારેય વિચાર્યું નહીં કે, જો એક પગાર પર ઘર ચલાવવાની નોબત આવી, તો અમે શું કરીશું. તેથી, મારા માટે આ મોટી EMI ની રકમ હવે એક માથાનો દુઃખાવો બની રહી છે.
       
મને સમજાયું કે મારે એક લાંબું યુદ્ધ લડવાનું છે. મારા પતિનો રોડ અકસ્માતનો કેસ હતો. તેથી દરેક જગ્યાએ મારે ડેથ સર્ટિફિકેટ, FIR રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની જરૂર પડતી હતી. દરેક વસ્તુ માટે જુદા જુદા દસ્તાવેજ  જોઈતા હતા. ઇમ્ડેનિટી બોન્ડ્સ, નોટરી, નો ઓબ્જેકશન સર્ટીફીકેટ..વગેરે. 

       કારણ કે અમે સંયુક્ત રીતે ઘર ખરીદ્યું હતું એટલે એના પર મારી માલિકીનો દાવો પ્રમાણમાં સરળ હતો. પરંતુ ઘર સિવાય, અમારી જમીન, અમારી કાર, અમારી બાઈક, વગેરે મારી પણ મિલકત છે એ સાબિત કરવું સરળ નહોતું. ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર મેળવવું એ એક અલગ યુદ્ધ છે.

મારી આખી જિંદગી હચમચી ગઈ હતી.

       હવે મને સમજાયું કે મેં જીવનના મહત્વના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન નહોતું આપ્યું. મેં વિચાર્યું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં જો હું આટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છું, તો સામન્ય લોકો કે જેઓ કાનૂની/આર્થિક દસ્તાવેજોની આંટીઘૂંટી સમજી નથી શકતા, તેઓનું આવી પરિસ્થિતિમાં શું થતું હશે?

હવે મને વસિયતનામાનું મહત્વ સમજાય છે. થોડા મહિના પહેલાં જો કોઈએ મને વસિયતનામું બનાવવાનું કહ્યું હોત તો મેં વાત હળવાશથી લીધી હોત, પણ હવે જિંદગી બદલાઈ ગઈ છે.

તો, આપણા જતાં પહેલાં થોડીક દસ્તાવેજી બાબતો નું યોગ્ય આયોજન કર્યું હશે, તો કમસેકમ દુઃખના સમયે એમનું હૈયું ચિંતામુક્ત તો હશે.*

*૧. તમારા તમામ નામાંકનને Nomination તપાસો...*કોઈ નોમીના અવસાન બાદ પણ નામાંકન બદલવવાનું આપણને યાદ નથી આવતું. ઘણાં લોકોના સેલરી એકાઉન્ટમાં કોઈના નામે નામાંકન જ નથી હોતું.  તેથી, મહેરબાની કરીને તમારા તમામ નામાંકનને તપાસો:
- બેંક ખાતાં
- ફિક્સ્ડ ડિપોઝીટ, NSC
- બેંક લોકર
- ડીમેટ એકાઉન્ટ
- વીમો (જીવન, મેડિકલ, બાઈક અથવા કાર અથવા અન્ય કોઈ સંપત્તિ પરનો વીમો)
- રોકાણો
- પીએફ, પેન્શન ફોર્મ, વગેરે.

*૨. પાસવર્ડ્સ..*
આપણી પાસે દરેક વસ્તુ માટે પાસવર્ડ્સ છે: ઈ-મેઈલ એકાઉન્ટ્સ, બેંક એકાઉન્ટ્સ, તમે જે લેપટોપ ઉપયોગ કરો છો તેના માટે પણ. જ્યારે તમારા પ્રિયજનો તમારી અનુપસ્થિતિમાં આ પાસવર્ડ્સ ન મેળવી શકે, તો કેવી સમસ્યા ઊભી થાય છે, તે તમે મારા અનુભવ પરથી શીખ્યા હશો. તેથી તમારા તમામ પાસવર્ડ્સ તમારી અનુપસ્થિતિમાં તમારા પ્રિયજનને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો.

*૩. રોકાણો*
દર વર્ષે ટેક્સ બચાવવાના હેતુથી અને/અથવા કોઈ અન્ય નાણાંકીય લક્ષ્ય માટે આપણે રોકાણો કરીએ છીએ. શું તમે તેના વિશે એક એક્સેલ શીટ જાળવી છે? શું એ એક્સેલ શીટ તમારી અનુપસ્થિતિમાં તમારા પ્રિયજન મેળવી શકશે? એ એક્સેલ શીટ પણ પાસવર્ડથી સુરક્ષિત હોય, તો ફરીથી પાસવર્ડ્સનું વસિયતનામું પોતાનું મહત્વ સાબિત કરે છે!
તમારા તમામ રોકાણ તમે જે આર્થિક સલાહકારની મદદથી કર્યાં છે, એમનાં સંપર્ક સૂત્રો તમારા પરિવારને ખબર હોવી જોઈએ. શ્રેષ્ઠ તો એ જ રહે કે, તમે જ્યારે પણ તમારા આર્થિક સલાહકાર મળો, ત્યારે તમારા જીવનસાથીને પણ સાથે રાખો, જેથી તેઓ પણ સંપૂર્ણ પ્રક્રિયાના એક ભાગ બને.

*૪. વસિયતનામું બનાવો*
જી હા, આજે જ વસિયતનામું બનાવો. તમે આ સલાહ હસવામાં લેશો. ઘણાં ઓછા દસ્તાવેજોથી મારું બધું કામ પાર પડત.

*૫. દેવું*
જ્યારે તમે લોન લો છો..પછી એ હોમલોન હોય કે કારલોન, બધી જ "આમ થયું તો?/what if" સંભાવનાઓ તપાસો...જેમ કે, "જો આવતીકાલે હું ન હોઉં તો?"; "જો મારી નોકરી જતી રહે તો?" અથવા "જો બેમાંથી એક જણની આવક બંધ થઈ જાય તો?" 
જો આવું કંઈ પણ થાય તો..શું તમે EMI ચૂકવી શકશો? બીજું કંઈ નહિ તો લોનની રકમ પર વીમો લો, જેથી તમારી અનુપસ્થિતિમાં તમારા પરિવારને ઘર જેવી મૂળભૂત બાબતે ચિંતા કરવાની જરૂર ન રહે.
     
તમારા પ્રિયજનને તમારા ગયા પછી ઓછામાં ઓછી તકલીફ પડે.

યાદ રાખજો, કે *આપણને કોઈને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. પણ એક સૂત્ર ગળે બાંધવા જેવું છે: જીવનની દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો."*
       
*જીવનને ક્યારેય taken for granted ન લો. તમારા પ્રિયજનોની કાળજી માટે જરૂરી દસ્તાવેજો (વસિયતનામું, નામાંકન, વગેરે) ની નિયમિત જાળવણી કરો.*

*આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો અને અમલમાં મુકવો જ જોઈએ એવો મારો અભિપ્રાય છે.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️

ટિપ્પણીઓ નથી: