શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

Friendship and mobile

🎈ચાલ ભેગા થઈએ,
બધી ચિંતા, બાજુએ મુક

🎈ચહેરો રૂબરૂ જોઈએ,
ફેસ બૂક બાજુએ મુક,

🎈મન થી લાઇક કરીએ,
અંગુઠો બાજુએ મુક,

🎈પાથરી છે અસ્સલ ચટાઈ, સ્ટેટસ બાજુએ મુક,

🎈ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે,  રીક્વેસ્ટ બાજુએ મુક,

🎈સુખ દુખ ડાઉન લોડ કરીએ, એપ્લીકેશન બાજુએ મુક,

🎈દિલ થી જોડાયલા છે દિલ નાં તાર,
  નેટ ફેટ બાજુએ મુક,

🎈કાચી કેરીઓ બાઈટ કરીએ, મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક,

🎈ઓટો રીચાર્જ થાય છે સંબંધો,
ચાર્જર બાજુએ મુક,

🎈દિલ ખોલવા મિત્રો જોઈએ,
પાસ વર્ડ બાજુએ મુક,

🎈ચાલ ભેગા થઈએ,
બધી ચિંતા બાજુએ મુક...

છોડ તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,
માણ મસ્ત મૌસમ નું રુપ,

કર તારા ટ્વીટર ને ચુપ,
સાંભળ મીઠી કોયલ ની કુક,

ફેંક બધા ફેસબુક ના લાઈક,
સાચુકલી વાત કર ને કાંઈક,

છોડ ને અલ્યા ટીવી નો છાલ,
નિહાળ ભીના ફૂલો ના ગાલ,

મૂક હવે લેપટોપ ની લપ,
કર ચા ની ચૂસ્કી પર ગપસપ,

બંધ કર હવે મોબાઇલ ની ગેમ,
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,

બસ એટલું તું સમજી જા યાર...
જીવન છે ટચસ્ક્રીન ની બહાર...

ટિપ્પણીઓ નથી: