બુધવાર, 3 ફેબ્રુઆરી, 2021
Two sides of life
*બે શબ્દો ની વાત* °°°°°°°°°°°°°°°°°°°° *મુખ અને સુખ* *અરીસામાં ""મુખ"" અને સંસારમાં ""સુખ"" હોતુ નથી બસ દેખાય છે. *ગાંઠ અને રસ* *શેરડી માં જ્યાં ""ગાંઠ"" હોય છે, ત્યાં ""રસ"" નથી હોતો અને જ્યાં ""રસ"" હોય છે ત્યાં ""ગાંઠ"" નથી હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે. *પહેલા અને પછી* *બોલતા ""પહેલાં"" અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં ""પછી"" આપણે અક્ષર ના ગુલામ. *જ્ઞાન અને અભિમાન* *આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના ""જ્ઞાન નુ અભિમાન"" છે, પરંતુ કોઈ ને પોતાના ""અભિમાન નું જ્ઞાન"" નથી. *ઈર્ષ્યા અને સંસ્કાર* *હુ બીજા થી સારૂ કરૂ એ ""ઈર્ષ્યા"" અને હું બીજા નુ સારૂ કરૂ એ ""સંસ્કાર."" *બાંધવા અને સાચવવા* *સંબંધો ને ""બાંધવા"" ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધો ને ""સાચવવા"" જ અધરા પડે છે. *પારખવુ અને સમજવુ* *""પારખવા"" ની કોશિશ ધણી બધી કરી બધાએ, અફસોસ ""સમજવા"" ની કોશિશ કોઈ એ ના કરી. *અડવુ અને નડવુ* *કોઈ ને ""અડવુ'" નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને ""નડવુ"" નહી એ ના શીખ્યા. *સંગત અને અંગત* *સુખ વહેંચવા ""સંગત"" જોઈએ, દુઃખ વહેંચવા ""અંગત"" જોઈએ. *હસાવે અને રડાવે* *જીંદગી ""હસાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ નુ ફળ મળ્યું છે, જીંદગી ""રડાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. 🙏🙏🙏🙏🙏
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો