સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021
Politics and normal life
રાજકારણ માં રસ લેતા મિત્રો ને. જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં. બધા. ભારતીયો ને ચાહવું. કોઈને નફરત કરવી નહીં. ગામમાં સંપ રહે. સોસાયટી માં સંપ રહે, કુટુંબ માં સંપ રહે તેટલુંજ રાજકીય ઉમેદવાર નું ખેંચવું બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે, આજે કોંગ્રેસ માં છે,એ કાલે ભાજપ માં જતા રહેશે. બહુ દુઃખી થવું નહીં. જાડી ચામડીના થવું. ધંધામાં ધ્યાન રાખવું. કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું. તમારે દેશહિત ડાયરેકટ કરવું. પાવરચોરી નો કરવી. ટ્રાફિક ના નિયમો પાળવા. ગંદકી ના કરવી. માતાપિતા ની સેવા કરવી. સગા ભાઈને આર્થિક મદદ કરવી. કોઈને નડવું નહીં. સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું. ગરીબ, ફેરિયા પાસે બહુ કસ નો મારવો ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં. તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં. આવી અનેક દેશહિત ની. સેવા છે. બાકી ટીવી ના ડિબીટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં અને મોટેથી ટીવી નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને ખલેલ પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅેપ ના બહુ મેસેજ ફોરવર્ડ કરી સામાં નો સમય બગાડવો નહીં. આ બધી દેશસેવા જ છે. ધંધામાં ધ્યાન આપો. મતદાન કરજો. પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો