રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી...
જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે
ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે
મણાય એટલી માણી લેજો મિત્રો
કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.
''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’
પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો ચડાવી બેઠા ને
પારકા હસાવી જાય છે...
કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે.!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો