અચાનક હોસ્પિટલ મા એક એક્સીડેન્ટ કેસ આવ્યો...
ડોક્ટરે સાહેબ તાત્કાલિક ICU માં આવી ...એક્સીડેન્ટ કેસ ની જાતે તપાસ કરી...
સ્ટાફ ને કિધુ આ વ્યક્તી ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ના પડવી જોઇયે...રૂપિયા ની લેવડ દેવડ ની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં....
પંદર દિવસ ના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબ ના ટેબલ ઉપર આવ્યું ...ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજર ને
કિધુ...એક.રૂપિયો પણ આ વ્યક્તિ પાસે થી લેવાનો નથી
એકાઉન્ટ મેનેજર બોલ્યા.. સાહેબ ત્રણ..લાખ બિલ ની એમાઉન્ટ થાય છે..સાહેબ...આ તમારી જાણ ખાતર..
ડોક્ટર બોલ્યા દસ. .લાખ કેમ નથી થતા....?
એ દર્દી ને મારી ચેમ્બર મા લાવો..તમે પણ સાથે આવજો
દર્દી વિહલ ચેર મા અંદર આવ્યો..
ભાઈ ..પ્રવીણ ..ઓળખાણ પડે છે....?
ડોક્ટર સાહેબ માથે હાથ ફેરવી બોલ્યા....
હા..આપને જોયા હોય તેવું તો લાગે છે...
ત્રણ વર્ષ પહેલાં..
એક પરિવાર પીકનીક ઉપર થી પાછું વળતું હતું....ત્યાં અચાનક કાર માંથી ધુમાડા નીકળવા લાગ્યા
કાર ને બાજુ ઉપર ઉભી કરી..હતી
થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયતન કર્યો પણ કાર ચાલુ ના થાય...
એકાંત રસ્તો.. હતો કોઈ અવર જવર નહીં..સૂર્ય આથમવા ની તૈયારી તરફ ....
પરિવાર ના દરેક સદસ્ય ના ચહેરા ઉપર ચિંતા...હતી
પતિ, પત્ની, યુવાન દીકરી અને બાળક...ભગવાન ને પ્રાથના કરતા હતા..
થોડા સમય માં ચમત્કાર થયો..કોઈ મેલા..કપડાં વાળો યુવાન ...બાઇક ઉપર નીકળ્યો..
અમે બધાએ દયાની નજર થી હાથ ઊંચો કર્યો....હતો
એ તુ જ હતો..ને...?
તેં ઉભા રહી...અમારી મુશ્કેલી નું...કારણ. પૂછ્યું...
હતું...
પછી તું કાર પાસે ગયો....કારનું બોનેટ ખોલી....ચેક કરવા લાગ્યો..
અમારા પરિવાર માટે તો.ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું.લાગ્યું....કારણ કે અંધારું થવા નું ચાલુ થઈ ગયું હતું.. પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
દસ.મિનિટ ની મહેનત પછી...તેં અમારી કાર ચાલુ કરી દીધી....અમારા બધા ના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો...હતો
મેં પાકીટ ખોલી...કિધુ. ભાઈ પ્રથમ તારો આભાર...
ઘણી વખત રૂપિયા કરતા સમય ની.કિંમત વધુ હોય છે
તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે..તેની કિંમત
હું રૂપિયા થી આંકી શકુ તેમ નથી..છતાં પણ તેં મહેનત કરી છે ..તો તેના વળતર નો તું હકદાર છે..
કેટલા રૂપિયા મારે તને આપવા ના થાય છે ?
તેં એ વખતે ..મને હાથ જોડી ને જે શબ્દો કહ્યા હતા એ મેં મારી જિંદગી નો સિદ્ધાંત બની ગયા
કિધુ હતું હતું...
"મારો નિયમ અને સિદ્ધાંત છે..મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું..વળતર લેતો નથી....મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે..."
એક ગરીબ અને મહેનતુ વ્યક્તી જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો આપણે કેમ નહીં...?
મે મારા અંતર આત્મા ને સવાલ કર્યો ?
તે કિધુ હતું...અહીં થી દસ કિલોમીટર ઉપર મારૂં ગેરેજ આવે છે...આપની કાર ની પાછળ....હું બાઇક ચલાવુ છું..કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું..
કોણ કહે છે...મફત માં સેવા નથી.મળતી...વાત મફત ની નથી માણસાઈ છે...
દોસ્ત...,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા..
હું તને કે તારા શબ્દો ને હજુ નથી ભુલ્યો....ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે...કારણ સિદ્ધાંત થી ચાલુ છું...મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે...
એક વાત ની.ખાતરી થઈ ગઇ..દોસ્ત.. દિલ તો મોટા નાની વ્યક્તીઓ ના...જ હોય..છે..
એ સમયે. અમારી તકલીફ જોઈ તું..તારી મરજી મુજબ રૂપિયા નો અમારી સાથે સોદો કરી શક્યો હોત...પણ તેં એવું ના કર્યું..પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર....
આ હોસ્પિટલ મારી છે..તું અહીં નો મહેમાન થઈ આવ્યો છે..તારી પાસે રૂપિયા ના લેવાય..
સાહેબ...ડિસ્કાઉન્ટ સાથે પણ.લ્યો...પ્રવીણ બોલ્યો
મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે.. તને નહતુ આપ્યું કારણ.. કે ..તારા શબ્દો..એ મારા અંતર આત્મા ને જગાડી દીધો હતો.
મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાથના ..એ વખતે કરી હતી...
હે પ્રભુ આ વ્યક્તી નું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ..
આજે ત્રણ વર્ષે પછી..ભગવાને મારી.પ્રાથના સાંભળી છે
આને ફક્ત કુદરતી સંકેત જ સમજ
દોસ્ત..તારા શબ્દો જ તું યાદ કર..
"મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું..વળતર લેતો નથી....મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે..."
આ ઉપરવાળા એ તારા વળતર નો હિસાબ કરવા ..મને મોકલ્યો...એવું સમજી લેજે...
એકાઉન્ટ. મેનેજર .. ડોકટર સાહેબ સામે જોતો રહ્યો..
ડોક્ટરે કિધુ....પ્રવીણ કોઈ પણ તકલીફ પડે ..અહીં આવી મને મળી લેજે...
એકાઉન્ટ. મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા...
સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી..
કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી ..
જતો રહે છે...
પ્રવીણે ચેમ્બર મા રાખેલ ક્રષ્ણ ભગવાન ની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો..
કોણ કહે છે..ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું
હિસાબ નથી રાખતો.....
હા...સમય કદાચ લાગશે ..પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મ નો જવાબ મળશે...એ ચોક્કશ લખી રાખજો
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી
વ્યાજ સાથે પાછું...આપે છે મુરારી "
મિત્રો...ભગવાન નો ભેદ ..અને કર્મ ના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે.
એ જયારે આપવા બેસે છે..ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને..જયારે લેવા બેસે..છે...ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારી ને પણ બહાર કઢાવે છે...
યાદ રાખો...સમય ફક્ત ચહેરો યાદ રાખે છે..
ભગવાન કહે છે..હું એક વખત તને માફ કરી દઈશ પણ
કર્મ માફ નહીં કરે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો