"દર્દીની ભલાઈ માટે તમે સસ્તામાં સારવાર કેમ નથી કરતા?"
-સમાચાર પત્રો નો ડૉક્ટરો ને સવાલ
-ડો પાર્થિવ પટેલ
.
સમાજ ની તો ખબર નથી પણ આ સમાચાર પત્રો ડૉક્ટર લોકો પાસેથી નીચે મુજબની અપેક્ષા રાખે છે.
.
1) ભલે બીજા લોકો પોતાના અને સમાજ ના શત્રુ બનીને પોતાની સેફ્ટી માટે ટોળામાં હિજરત કરે પણ ડૉક્ટર એ તો ઘરે આવવું જ નહીં અને હોસ્પિટલમાં/ક્લિનિક માં જ રહેવું.
.
2) બીજી ફેક્ટરીઓ ના કારીગરો ડરીને વતન ચાલ્યા ગયા તો બંધ થઈ ગઈ. પણ ડૉક્ટર નો સ્ટાફ ડરીને નોકરી છોડીને ચાલ્યો જાય અથવા કામ પર આવવાની ના પાડે તો પણ ડોક્ટર એ જાતે કેસ લખવા, દવા કાઢી આપવી, ઇંજેક્શન આપવા અને હોસ્પિટલની સફાઈ પણ કરવી.
.
3) સરકાર અને લોકોની જરૂરિયાત પૂરી કરવા દવાખાનું ચાલુ રાખવું, ભલે સરકાર કે કોઈ પણ સ્વૈચ્છીક સંસ્થા તમને ફ્રિ માં માસ્ક ગ્લોઝ કે સેનીટાઈઝર નથી આપતી.
.
4) તકેદારીના ભાગ રૂપે કાળાબજાર માં ઉંચા ભાવે માસ્ક, ગ્લોવસ ખરીદી પોતાને અને સ્ટાફને આપવાના પણ દર્દી પાસે રોગચાળા દરમિયાન રૂટિન ચાર્જ માં પણ ડિસકાઉન્ટ આપવું.
.
4) રોગચાળો ન હોય ત્યારે ઈમર્જન્સી નો ચાર્જ જે હતો તે અત્યારે નહીં લેવાનો. 24 કલાક રેગ્યુલર ચાર્જ અથવા રોગચાળા પહેલા ના ચાર્જ કરતા પણ ઓછા ચાર્જમાં કામ કરવું.
.
5) માનનીય કોર્ટે ફોન પર સારવાર કરનાર ડોક્ટર ને અગાઉ ગુનેગાર ગણ્યા હતા. અત્યારે ફોન પર સારવાર કરવાને કાયદાકીય દરજ્જો આપેલ છે. હવે માત્ર ફોન પર અધૂરી માહિતીના આધારે, ચાર્જ લીધા વિના, સારવાર કર્યા પછી દર્દીને કઈ થઈ ગયું તો તેના માટે ડૉક્ટર ને કાયદેસર જવાબદાર ગણે છે. તેમ છતાં ફોન પર સારવાર કરવામાટે જો કોઈ ડોક્ટરે રેગ્યુલર કરતા ઓછા પૈસા પણ માંગ્યા તો તે લાલચુ છે.
.
6) સારવાર કરેલામાંથી ભૂલથી કોઈ દર્દીને કોરોના થયો તો ડોક્ટર, સ્ટાફ અને ફેમીલી ને 14 દિવસ સખત કેવારન્ટાઈન માં જવું. અને સામાજીક અભડછેટ ભોગવવી.
.
7) તમારી આસ પાસ બધા સાવચેત લોકો રહેતા હોય તો તમને અને તમારા ફેમિલી ને ઘર સોસાયટી માંથી કાઢી મૂકે અથવા મરણતોલ માર પણ પડે.
.
8) આ બધા થી તમે બચી ગયા તો કોરોના તો છે જ તમને મારી નાખવા માટે.
.
ટૂંકમાં સમાચાર પત્રો એ એક તરફી વલણ મુજબ ડૉક્ટરો ને દુનિયાના સૌથી ખરાબ પ્રજાતિ તરીકે ચીતરવા કોઈ કસર બાકી રાખી નથી.. અને મોદીએ જે તાળી પડાવી - વાસણ ખખડાવ્યાં એ ડૉક્ટર પાસેથી વસુલવાના છે..!
.
*આ સમાજ ખરેખર તબીબી સેવાને લાયક છે કે કેમ તે વિચારવું રહ્યું.*
-ડૉ પાર્થિવ પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો