રવિવાર, 24 મે, 2020

Sit with God

*પ્રભુ પાસે બેસ*, 
ના,જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે,
સોફા પર,
જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવાની અનુકૂળતા હોય.
બસ તે જ તારા માટે મંદિર .

*પ્રભુ પાસે બેસ*,
જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે.
કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ,
વાયદાઓ નહિ,
ઈચ્છાઓ નહિ,
અપેક્ષાઓ નહિ.

*પ્રભુ પાસે બેસ*.
તેને પૂછ.
તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ?
હોંશિયાર નહિ,
સહજ બનો.
ચતુર નહિ,
સરળ બનો.

*પ્રભુ પાસે બેસ*.
દિલ ખોલીને બેસ.
સમાજને ભલે છેતર પણ ભગવાનને છેતરવાનું છોડ. પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવ,
પણ ભગવાન પાસે ના છુપાવ.
જેવો છો તેવો જ બનીને બેસ.

*પ્રભુ પાસે બેસ*.
રોવું આવે તો રડી લે.
હસવું આવે તો હસી લે.
કઈ ના સમજાય તો ચૂપ-ચાપ, છાનો-છપનો બેસ, પણ એકવાર ભગવાન પાસે બેસ.

આપણે મંદિરે જઈને, તીર્થસ્થળે જઈને
પણ ક્યાં ભગવાન પાસે બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી, ફુઈ, માસા કે મિત્ર પાસે જ બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ,
હવે *બસ પ્રભુ પાસે બેસ.*

ખુબ દોડ્યા,
હવે જરા અમથું થોભીએ.
ખુબ જોયું બહાર હવે થોડું *ભીતર* ડોકિયું કરીએ.

જેને ચાર ધામોમાં શોધ્યો,
તે તારી ભીતર,તારી સાથે,
*તારામા* જ છે.

તું જ તારું મંદિર ને તું જ તારો ભગવાન.
હવે થોડો સમય તું તારી સાથે બેસ.
*પ્રભુ પાસે બેસ.*🙏🌻

     *✍🏼 અજ્ઞાત....*

       *પ્રભુ વીર નો પંથ 🙏*

ટિપ્પણીઓ નથી: