રવિવાર, 31 મે, 2020

Care when consulting doctor during corona

હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે
(1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ.
(2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી ની બોટલ સાથે પહોંચો
(3)હોસ્પિટલ આવતા કે જતા કોઈ ખરીદી કરવાનુ કે કોઈ ને મળવાનુ ટાળો.
(4)હોસ્પિટલમાં જતાં કોઇ વસ્તુઓ બને ત્યાં સુધી અડશો નહી દા.ત..સીડી ની ગ્રીલ,હેન્ડલ,
(5)હોસ્પિટલ ના સ્ટાફ ને કો ઓપરેટ કરો...
(6)રૂમાલ,દુપટ્ટા કરતા નવું ટ્રીપલ લેયર અથવા N95 માસ્ક પહેરો...બને ત્યાં સુધી ફેશ સિલ્ડ પહેરો...
(7)બીનજરૂરી વસ્તુઓ લાવવા નુ ટાળો ફાઇલ,કાગળ,મોબાઈલ કે પસઁ કયાય મુકશો નહી.
(8)શુઝ કે ચંપલ સલામત જગ્યાએ કાઠો
(9)હોસ્પિટલમાં બને ત્યાં સુધી એકલા અથવા એક જ વ્યક્તિ ને લઈ જાવ.બાળકો, વૃધ્ધ વ્યક્તિ કે બિમાર વ્યક્તિ ને સાથે ન લાવો.
(10)સોશિયલ ડીસ્ટન્શીગ નુ પાલન કરો..
(11)વેઈટીંગ રૂમ મા પડેલી કોઈ વસ્તુઓ અડશો... નહી..દા.ત.ન્યૂઝ પેપર મેગેઝીન...
(12)મોબાઈલ ને વારંવાર અડવા નુ ટાળો...તમારો મોબાઈલ કોઈ ને હાથમા ન આપો ,જરૂર પડે વાત કરાવવા સ્પીકર ફોન નો (ઉપયોગ કરો...વોટ્સએપ થી રીપોર્ટ  અથવા જુના કન્સલ્ટીંગ પેપર બતાવો.
(13)માસ્ક ને વારંવાર અડશો નહી...ડોક્ટર ને જરૂર જણાય તો જ માસ્ક કે ફેશ સિલ્ડ કાઠો.. માસ્ક કાઠતા ,પહેરતા કે ઠીક કરતી વખતે માસ્ક ના મધ્ય ભાગ ને અડશો નહી...દોરીવાળા ભાગ ને પકડી શકો..
(14)ડોક્ટર ના કન્સલ્ટીંગ ટેબલ કે કાઉન્ટર ટેબલ ને અડશો નહી કે તેના ઉપર કઈ મુકશો નહી
(15)તમને કોરોના ને મળતા કોઇ લક્ષણો હોય,ટ્રાવેલ હીસ્ટ્રી,ફેમિલી હીસ્ટ્રી ,કે કોઈ કોન્ટેક હીસ્ટ્રી હોય તો અગાઉ જાણ કરો..
(16)ડોક્ટર સાથે બીનજરૂરી વાત ટાળો જેથી તમારો એક્શપોઝર ટાઈમ ધટે..
(17)બીનજરૂરી તાવ,બી.પી મપાવવાનુ,સ્ટેથોસ્કોપ થી તપાસ કરાવવાનુ ,વજન કરાવવા નુ ટાળો...ડોક્ટર ને જરૂર લાગે તો જ કરો.
(18)બહાર જતાં પહેલાં જરૂરી સલાહ સુચન સમજી લેવા...
(19)રીપોર્ટ બતાવવા, દવા બતાવવા કે સમજવા ફરી મળવા જવા કરતા ફોન, મેસેજ કે વોટ્સએપ નો ઉપયોગ કરો..
(20)કેશ કરતા ડીઝીટલ પેમેન્ટ કરો.
(21)હોસ્પિટલમાં આવતા અને બહાર જતા હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરો..
(22) ઘેર જઇ મોબાઈલ, ચાવી ,પસઁ સેનેટાઈઝ કરો,સાબુ કે હેન્ડવોશ થુ વીસ સેકન્ડ હાથ ધુઓ...સ્નાન કરી લો..
સમજો અને સાચવો .
"સાવચેતી એજ સારવાર "
અમદાવાદ.

ટિપ્પણીઓ નથી: