શુક્રવાર, 13 જુલાઈ, 2018

What is old age

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...

             *ઘડપણનો બળાપો*

બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..?

દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે  ( ધડપણ )

- ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે  ( ઘડપણ )

- ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....
ને જાતે પોતું મારવું પડે...
નહીં તો તારી મમ્મી રાડું નાખે તે  ( ઘડપણ )

- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે  ( ધડપણ )

- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ*

- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે  ( ધડપણ )

- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
*તે  (ધડપણ )*

- અંતે તે દાદાએ કહયું કે......

" બેટા...,!  *" ઘડપણ "* બહું જ ખરાબ છે...!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો  બેટા...!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ  છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....
      
*આપણા સમાજની નરી વાસ્તવિકતા*

..

ટિપ્પણીઓ નથી: