*ગુજરાતી કાવ્યોમાં વરસાદ*
*ગુજરાતી કાવ્યોમાં વરસાદ*
🌈 ☔ 🌧
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
*- હરીન્દ્ર દવે*
🌈 ☔ 🌧
વેર્યા મે બીજ અહીં છુટ્ટે હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.
*- મકરંદ દવે*
🌈 ☔ 🌧
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
*- હિતેન આનંદપરા*
🌈 ☔ 🌧
આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
*- બાલુભાઇ પટેલ*
🌈 ☔ 🌧
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ.
પહેલી વર્ષામાં એક થઇને પછી, માટીના ભીના શ્વાસમાં જઇએ.
*- શોભિત દેસાઇ*
🌈 ☔ 🌧
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ;
ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ.
*- હરીન્દ્ર દવે*
🌈 ☔ 🌧
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
*- રમેશ પારેખ*
🌈 ☔ 🌧
આજે નથી જાવું કોઇને'ય કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
*- વેણીભાઇ પુરોહિત*
🌈☔🌧
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે.
*- તુષાર શુક્લ*
🌈 ☔ 🌧
અમે ઝળહળ, તમે સરભર થયા વરસાદમાં,
અમે પળ પળ, તમે અવસર થયા વરસાદમાં.
*- દિનેશ દેસાઈ*
🌈 ☔ 🌧
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
*-મનોજ ખંડેરિયા*
🌈 ☔ 🌧
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ.
*-તુષાર શુક્લ*
🌈☔🌧
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
*- આદિલ મન્સૂરી*
🌈 ☔ 🌧
તૂટી પડશે, ઓથાર છે,
બારે મેઘા તૈયાર છે.
હેલી આવી છે યાદની,
ને શ્રાવણ અનરાધાર છે.
*- દિનેશ દેસાઈ*
🌈 ☔ 🌧
ભીની ભીની સોંધમ કરે છે પેલા તણખલા ને ઉગવાનું જોર,
ઓલી છત્રી ની મૈ સમય ના મારો વરસાદ,
ચાલને ફરુ રમીએ કાગળ ની હોળી અને ઉડાડીએ છબ છબીયા ના છાંટા,
પછી તો તારે ને મારે, બારેમાસ બારી ના ડોકિયાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો